Wednesday, December 18, 2013

જહાં તેરી યે નજર હે મેરી જા મુજે ખબર હૈ: PM પદના ઉમેદવાર પર સૌની દ્રષ્ટિ કેન્દ્રિત

જહાં તેરી યે નજર હે મેરી જા મુજે ખબર હૈ: PM પદના ઉમેદવાર પર સૌની દ્રષ્ટિ કેન્દ્રિત

                             છેલ્લે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો અને ભાજપના ભગવાની ધજાના સભ્યોએ વિજયોત્સવ મનાવ્યો. આ સાથે એક નવી પાર્ટીનો પણ રાજકારણના આકાશમાં ઉદય થયો. આમ આદમીની પાર્ટીએ અસાધારણ જીત મેળવી અને અન્ય પક્ષોને આમ વિચારતા કરી દીધા. 'આપ'ની રાજનીતિના રણમેદાનમાં એન્ટ્રીથી આમ તો ઘણી શીખવા જેવું છે પણ અત્યારે તો દિલ્લીમાં સરકાર સર્જનનું કોકડું એવું તે ગુચવાયું છે કે જાણે ગાળામાં ફસાયેલો કાટો. જે નીચે ઉતરે તો પક્ષનો પારો ઉચે ચડે. બીજો એક મહત્વનો નિર્ણય આવ્યો કે લોકપાલ બીલ રાજ્યસભામાં પસાર થઇ ગયું અને અન્ના હઝારેના શરીરની આત્મામાં નવા પ્રાણ ફુંકાયા. આને એક શક્તિશાળી વિચારનું વિનીગ થયું એમ ચોક્કસ કહી શકાય. આવનારા મહિનામાં સોનિયા ગાંધીનું સસ્પેન્સ ખૂલવાનું છે ત્યારે પી.એમ.ના ઉમેદવાર માટે જેટલા લોકો એટલી વાતોમાં નવા નવા નામ કાને પડે છે. રાજકારણની ચર્ચામાં અત્યારે ઉમેદવારનું નામ એ હોટ ટોપિક છે. બેઠક, સભા અને મંત્રણાથી એક દિશામાં પી.એમ.ના પદ માટેની વાતોનું વાવાઝોડું સોનિયા ગાંધીના જજમેન્ટથી કંઈ બાજુ ફંટાશે એ અત્યારે કેહવું અંધારામાં આભલા ટકવા જેવું રિસ્કી છે. આગાઉની સ્થિતિના અનુસંધાને રાહુલને જવાબદારીનું એક પણ જામફળ ખાવામાં રસ નથી. કોંગ્રેસના મૌને વિચાર અને વાતોને વેગ આપ્યો છે એટલે કે જયારે ભાજપમાંથી પીએમ પદના ઉમેદવાર માટે નરેન્દ્ર મોદીનું નામ  જાહેર થયું ત્યારે કોંગ્રેસ કોઈ પણ પ્રકારનો હકારો કે નકારો કર્યો ન હતો. હારની હવા સ્પર્શતા આત્મમંથનની વાતો વેહવા લાગી પણ સત્તા પરની વિદાય કોઈ પણ પક્ષ માટે ખૂબ ખૂબ વેદનાથી ભરેલી જ હોય છે. આજ ચૂંટણીનો જીવતો અને અવારનવાર જાગૃત અવસ્થામાં બોલતા નામનો દાખલો એટલે શીલા દિક્ષિતની સત્તાનો સૂર્યાસ્ત.

                કોંગ્રેસની વર્કિંગ કમિટીની નાની મોટી કમેન્ટની આપ લેથી આવનારા જજમેન્ટ પર અત્યારે સૌની નજર છે. એક તરફ આ વર્ષે મેદાનમાં ઉતારેલી નવી ટીમ 'આપ' અને ભાજપની ટીમ બંને એક તકની માંગ કરે છે જયારે અરવિંદ કેજરીવાલે સરકાર સર્જનની પણ તૈયારી બતાવી છે. હાલમાં તો દિલ્લીમાં સરકારની નવરચના માટે કોઈ થનગનતું નથી. પરિવર્તન અને વિકાસના બેનર નીચે ચાલતી વચનોની હારમાળામાં ક્યા વર્ગનો ઉદ્ધાર થશે એ તો આવનારો સમય નક્કી કરશે. શરતના અમલથી સત્તા સંભાળવાના સપનામાં ધીમે ધીમે અભરખાનો વધારો થતો જાય છે. વ્યૂહરચના માત્ર ચૂંટણી વખતે જ નહિ પણ ખરી ગેમ તો હાર કે જીત બાદ શરુ થાય છે. પી.એમ.ના પદ માટે પક્ષો વચ્ચે તક અને તર્કનું વિચાર યુદ્ધ ચાલે છે ત્યારે બીજા પક્ષો આગળ વધવાની કેડી કે રસ્તા વિશે મુદ્દાઓની હારમાળામાં નવા નવા મોતી ઉમેરતા જાય છે. લોકપાલ પણ કેટલાક અંશે રાજકીય પક્ષોને ખટકતું હતું પણ હવે છેલા 42 વર્ષથી લટકતા  બીલને આખરે રાજ્યસભાએ લીલી ઝંડી આપી દીધી છે. લોકપાલ સાથે પણ રાજકીય પક્ષોની દ્રષ્ટિ અલગ અલગ છે. આમ તો દેશની રાજનીતિમાં અત્યારે કોઈ ચિત્ર સ્પષ્ટ નથી અને સરકાર બનાવવાની હોડ કોઈ સ્લોવ મોસમમાં ચાલતી હોય એવું લાગે છે. આપ લોકો સાથેના સંવાદથી ધીમે ધીમે ડગલા માંડવા માંગે છે પણ સામે ભાજપમાં પાવર પોલીસી એટલે કે મોદી ફેક્ટર કામ કરે છે. આ સાથે જાહેર સાહસમાં લોકોને સક્રિય કરવાના આઈડિયા નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે. પી.એમ.પદના ઉમેદવાર માટે પોતાની રીતે લડી લેવા દરેક પક્ષ સજ્જ છે ત્યારે હવે આ હવાલો કોના હાથમાં જાય છે એમાં એક આમ આદમીને પણ રસ છે. આમ પણ 'આપ'એ પોતાની વિશાળતા માટે જડમુળથી હોમવર્ક કરવું પડશે. લોકોમાં મંતવ્યો સાથે એક અસરકારક અમલીકરણ પણ કરવું પડશે.આપ માટે અત્યારે વાતાવરણ પહેલા ધોરણમાં ભૂલકાઓ જેવું છે પણ તેની સ્ટ્રેટેજીને નબળી માની શકાય એમ નથી.

                      અહી એક વાત સીધી અસર કરે છે કે તાજેતરમાં રાહુલે દેશને એક મજબુત લોકપાલ બીલ આપવાની વાત કરી છે અને આ બીલને આમ આદમીની પાર્ટી સાથે લેવા દેવા છે કે ન તો અન્ના હઝારે સાથે પણ એક વાત સ્પષ્ટ છે અમુક અંશે તો મોટાભાગના પક્ષને આ બીલ સાથે લેવા દેવા છે. આમ પણ સરકારને આપની કેટલીક શરતો નડે છે તો સામે ભાજપનું કંઈક ખુચે છે. આપ કોઈ  પક્ષ સમર્થન આપવા સિસકારા કરતો નથી. દિલ્લીની રાજગાદી માટે અને ખાસ તો પેએમ માટે સૌની નજર એક જ દિશામાં એક થઇ છે. આ સાથે લોકપાલની ચર્ચાનું બજાર પણ ગરમ છે પણ દેશ ભ્રષ્ટાચારમાંથી 100%  મુક્ત થાય આ વાત માની શકાય એવી નથી. દેશમાં ધીમે ધીમેં પરિવર્તન પ્રવેશતું જાય છે. અસરને ઓળખીને અવસર માનવતા રાજપુરુષો પર હવે લોકોની આશા પૂરેપૂરી છે. તક સાથે લોકોમાં મૂડ જાણવા પણ નવા આવનારા પી.એમ.એ સતર્ક રેહેવું પડશે. હવે જોવાનું એ છે પી.એમ.પદ માટે કોનું નામ જાહેર થાય છે. સોનિયાના સસ્પેન્સ બ્રેક બાદ રાજ્વીરો શું રિએક્ટ કરે છે અને લોકો આ મુદ્દે શું કોમેન્ટ કરે છે તે માટે વેઇટ ફોર ધ જજમેન્ટ ડે 17 જાન્યુઆરી 2014.



                                 

Monday, December 02, 2013

પ્રચારયુદ્ધનું નવું પ્લેટફોર્મ: સોશિઅલ મીડિયા

પ્રચારયુદ્ધનું નવું પ્લેટફોર્મ: સોશિઅલ મીડિયા

દિવસે ને દિવસે સબળ બનતું માધ્યમ સોશિઅલ મીડિયામાં હવે એક નવા વિષયનો સમાવેશ થયો છે. એ વિષય એટલે રાજનીતિ. નેતા અને નાગરિકોની સીધી વાત એટલે સોશિઅલ મીડિયા. છેલ્લા બે વર્ષથી વિશાળ વ્યાપ ધરાવતું ઈન્ટરનેટ નવા રાજકીય યુદ્ધ મોરચા તરીકે ઊભરી રહ્યું છે. તાજેતરમાં ગુગલ.કોમ અને કોબ્રાસ્પોટનું  સ્ટીંગ ઓપરેશન "બ્લુ વાઈરસ"એ  સાઈબર સોપારી લેનારી કેટલીક આઈ.ટી. કંપનીઓની કામગીરીનો  ભાંડો ફોડ્યો. આમ પણ ઈન્ટરનેટ પર ઘણા રાજવીરોએ મંગલાચરણ કર્યા છે અને કેટલોક ચોક્કસ વર્ગ તેને લાઈક કે ફોલો પણ કરે છે. ઓપરેશનના આ દાવામાં ઘસ્ફોટ કરવામાં આવ્યો છે કે કેટલીક આઈ.ટી. કપનીઓ નેતાઓની પોઝિટીવ કે નેગેટિવ પબ્લીસીટી કરે છે. આ દલીલના પ્રત્યુત્તરમાં કોઈ રાજવીરોએ વળતો શાબ્દિક પ્રહાર પણ કર્યો નથી. આક્ષેપ અને આરોપોનાં શાબ્દિક યુદ્ધની પાછળ પ્રચારનો હેતુ મુખ્ય હોય છે. ચૂંટણીમાં  લાભ માટે ગમે તેવો ચાંદલો કરવા તૈયાર થઇ જતા નેતાઓને લાઈક્સ અને ફોલોઅર્સના ફિગરથી જોમ ચડી જતું હોય છે  અને જીગરથી ભાષણ કરતા હોય છે પણ આમાંથી કેટલાક એકાઉન્ટ ફેક તો કેટલાક ફેકું પણ હોય છે. રાજકારણમાં હવે ઈન્ટરનેટ એક પાવરફૂલ ટુલ બનતા રાઈ જેવી વાતનો પહાડ અને નાના કદની કામગીરીને ગ્લોબલ ટચ લગતા વધારે સમય નથી લાગતો. સોશિઅલ મીડિયા પરની ગરમાગરમ ચર્ચા માત્ર મસ્તી કે માટેની નથી હોતી લોકોનો ફ્લેવર જાણવા ઘણા કલેવર માણસો કામ કરતા હોય છે સેલિબ્રિટીથી લઈને સામાન્ય વ્યક્તિ સુધી તમામ વેબ પરનાં લોકોના સ્ટેટસ ટેકનોલોજીની આંખમાં સ્કેન થાય છે.

ટેકનોલોજી આવતા રાજનીતિમાં વ્યૂહરચના કલ્પના ન આવે એ રીતે બદલાય  છે. એમાં પણ હવે તો વોટ્સ એપ્પ આવતા એક સુત્ર સાચું પડ્યું છે કે "કરલો દુનિયા મુઠ્ઠીમેં". આજે સોશિઅલ સાઈટ પર જ્યાં જ્યાં જે પક્ષનું અસ્તિત્વ છે ત્યાંનું એક આખું પેજ બનાવવામાં આવ્યું છે જેમાં એક રીક્વેસ્ટથી પ્રચાર અને પંચાત ઝુંબેશનો ભાગ બની ભડાસ કાઢી શકાય છે. જેમાં કોઈ શાણો પેજનો એડમીન કોઈ વિવાદિત પોસ્ટને કાયમ માટે ડિલીટ કરી નાખે છે. અહી ચર્ચા અને પ્રચારનું બઝાર કાયમ ગરમ રહે છે અને આમાં પણ ક્લોઝ અને ઓપન એમ બંને પેજ જોવા મળે છે. એટલે આ તો કોઈ પણ પાર્ટીની ઈ ઓફીસ કહી શકાય અને હવે તો મોબાઈલમાં  નેટ આવતા મીટીંગ "કભી ભી કહી ભી" થાય. પ્રચારને લઈને હવે સોશિઅલ સાઈટ પણ એક પ્લેટફોર્મ બન્યું છે. જ્યાં ટાર્ગેટ ઓડીયન્સ યુવાનો અને હેતુ વોટનો છે. લાગે છે કે હવે રાજનેતાઓ ઘરે ઘરે જવાને બદલે યુવાનોના પેજ પર અપીલ કરશે. કોઈ પણ કામગીરીના ફોટા એવી રીતે અને એવા શીર્ષકથી મુકાય છે કે એક વાર એમ થાય લાવ જોઈએ તો ખરા...કારણ કે હવે રાજનીતિ પણ માર્કેટિંગના કેટલાક સુત્રોથી ચાલે છે "જો દિખાતા હે વહી બિકતા હે". પ્રચારની પોસ્ટમાં હવે કોઈ ખાસ એવી કોસ્ટ આપવી પડતી નથી કારણ કે હવે નેટ સસ્તું થયું છે. બીજી તરફ યુવાનોને સીધી રીતે જોઈ શકાય છે અને સ્થાનિક રાજકીય પદાધિકારીઓનું આખું અનોખું પેજ બનાવવામાં આવે છે સાથે એની જ ટીમના કોઈ અપણા લીસ્ટમાં હોય એટલે આપમેળે એનું સજેશન આવે. હવે એમાં કોણ ફેક છે અને કોણ ક્યારે ક્રેક થાય એનું કંઈ નક્કિ નથી હોતું. જાહેરનમાં કડક સુરક્ષામાં રહેનારા નેતાઓને આમ આદમીને વોટ વખતે જ મળવા આવે છે. મિશન ઇલેકશનમાં ખુરશીનું સ્વપ્ન જોનારા હવે સોશિઅલ મીડિયાને પણ નથી મુકતા. હવે આઈ.ટી. કંપનીઓ પ્રચાર અને પબ્લીસીટીથી વિવાદના વંટોળમાં ચડી છે ત્યારે હવે જોવાનું એ છે કે ક્યાં રાજવીરોનું કેટલું પીઠબળ છે? કોઈ પણ મોટો મુદ્દો હોય જેમ તેને પોલીટીકલ ટચ લગતા સમય નથી લાગતો તેમ તેને સોશિઅલ મીડિયાની કોમેન્ટ કે લાઈક મેળવતા પણ વધારે વાર નથી લગતી.
                                              સોશિઅલ નેટવર્કિંગ વેબસાઈટએ એક અભીવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. વિચારોને શબ્દો આપવાની જગ્યા આપી છે. સેલિબ્રિટીથી માંડીને આમ આદમી સુધી સૌ કોઈ એમાં ટહુકે છે.(સ્ટેટસ કે ટ્વીટ કરે છે) કેટલાક તીખા ટહુકાથી વિવાદના વાવાઝોડાને વેગ મળે છે. તાજેતરમાં ગીતકાર જાવેદ અખ્તરે તહેલકા કેસની પીડિતા વિષે ટ્વીટ કરી હતી જે પછીથી તેને ડિલીટ કરવી પડી અને ખુલાસો કરવો પડ્યો એ પણ 160 શબ્દોમાં. કોઈ વાત હોય પ્રચારની કે પ્રસિદ્ધિની તેને સોશિઅલ મીડિયા પર પ્રસાર થતા જેટ વિમાનની ગતિથી પણ ઓછો સમય લાગે છે. આજે સોશિઅલ મીડિયા પ્રચારનું માધ્યમ બન્યું છે ત્યારે કોઈ કોમેન્ટ કોક માટે ગમતા શબ્દો તો કોઈ માટે ખાટી વાણી લાગે છે. વાસ્તવિકતા અને આધુનિકતાના સહારે કોણ હીટ અને કોણ લોકોના મગજમાં ફીટ થશે એ માટે વેઇટ એન્ડ વોચ. બાકી તો સોશિઅલ મીડિયાની નાની મોટી સટાક તો ચાલ્યા જ

કરશે.              
  
               

Monday, November 25, 2013

શિક્ષણમાં સેટિંગની શ્રેણી અને સગેવગે થઇ જતો વહીવટ

શિક્ષણમાં સેટિંગની શ્રેણી અને સગેવગે થઇ જતો વહીવટ

                          શિક્ષણમાં રોજેરોજ આવતા સમાચાર મોટાભાગે વિદ્યાર્થી અને વાલીગણ સિવાય ભાગ્યે આખા વિભાગને સ્પર્શતા હોય છે. ખાસ કરીને વેકેશનનો માહોલ, પરીક્ષાની શરૂઆત, પરિણામની જાહેરાત, શાળા કે કોલેજ ખુલવાની તારીખ અને પ્રશ્ન પેપેર કે કોર્સ પેપરમાં છબરડા આવા કેટલા વાવડ સમયાંતરે કાને પડતા હોય છે. પણ છેલ્લા એક મહિનામાં કેટલીક શૈક્ષણિક ઘટનાઓ એ શિક્ષણ તંત્રમાં રહેલા પદાધિકારીઓની ઊંઘ ઉડાડી દીધી. નાના શહેરમાં થયેલા મોટા કૌભાંડથી સમગ્ર શિક્ષણ વિભાગ વિચારતો  થઇ ગયો છે. દેશમાં કૌભાંડની કથામાં હવે એક વધુ અધ્યાય ઉમેરાયો છે. શિક્ષણ કૌભાંડ અધ્યાય. આમ પણ રાષ્ટ્રમાં જયારે કોઈ કૌભાંડ બહાર આવે છે ત્યારે મોટી મોટી વાતો કરતા રાજવીરો એકાએક મૌન વ્રત લઇ લે છે. ઓક્ટોબર મહિનાની 22મી તારીખે પણ કંઈક એવું જ બન્યું. રાજકોટમાં જર્નાલિઝમ કોલેજ ચલાવતા ચંદ્રકાંત હીરાણીના પુત્રનું ડમી પરીક્ષા કાંડ ઝડપાયું. તેના પુત્રની ઉતરવહી કોલેજની કેન્ટીનમાંથી મળી ને આખો પ્લાન છતો થઇ ગયો. પોલીસ ફરિયાદ, ધરપકડ અને તેની સાથે જોડાયેલા તમામ પાસા પરનો કાળો વહીવટ સામે આવ્યો. સિન્ડીકેટ સભ્ય બની કોલેજ અને શિક્ષણમાં સખળડખળ કરવાનો આ કીમિયો જૂનો છે પણ જયારે કોઈ ચોર રંગે હાથ પકડાય ત્યારે સારું સારું બોલતા ઉતરતી કક્ષાના શિક્ષકોનો આકરો મિજાજ ખુલ્લો પડી જાય છે. જયારે શિક્ષણમાં કોઈ નાનો તણખો થાય ત્યારે ઉમટી પડતા કેટલાક બુદ્ધિના બહાદુર ટોળાઓનો આવાજ શમી જાય છે. લોની પરીક્ષામાં ચાલતું ડામી કૌભાંડે કૌભાંડની સિરીઝમાં વધારો કર્યો. ટેકનોલોજી આવતા શિક્ષણ જગતમાં ભાર હળવો થવાના બદલે વધારે કડાકૂટ ભર્યો બન્યો હોય એવું લાગે છે. ઓનલાઈન ફોર્મ ભરવા મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓ તેને અનુસરે છે ત્યારે દશેરા એ ઘોડું ન દોડે તેમ ચોક્કસ સમયમાં સાઈટમાં સમસ્યા ઉભી થાય અને ભૂલ બધી ફોર્મ ભરનારની જ નીકળે. ઓનલાઈન યુગમાં શિક્ષણે હકીહતમાં લાઇવ બનવાની જરૂર છે.

              તાજેતરમાં આઈ.એ.એસ ટ્રેનીંગ સેન્ટરમાંથી પાંચ કરોડના પુસ્તકો સગેવાગે થઇ ગયા. આમ પણ માંડ માંડ ગુજરાતમાંથી આઈ.એ.એસ તૈયાર થાય છે તેમાં પણ આ પ્રકારના ગોટાળાથી શિક્ષણમાં આર્થિક રીતે ફટકો પડે છે. દર વર્ષે શિક્ષણને કુલ બજેટના 72 થી 73% હિસ્સો મળે છે. પણ ક્યાં કેટલું અને કેમ ગોઠવાય જાય છે તેની બેલેન્સશીટને સમજતા કેટલીક વાર ગળે ઘૂટડો ન પણ ઉતરે. પાંચ કરોડની કિમતમાં ચાર લાખ પુસ્તકો ક્યાં ગોઠવાયા તે મુદ્દે સેફ ઝોનમાં રહીને જવાબ આપતા સત્તાધીશો કામગીરી ચાલુ હોવાનો દાવો  કરે છે. પેટ્રોલ ડીઝલ અને ગેસની કિમતમાં ભાવનો પારો ગબડતો નથી તેમ શિક્ષણમાં શું સસ્તું છે તેના પર એક રીસર્ચ કરવું પડે. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવવાની વાતોનું અમલીકરણ કેટલું? અને તેની ગુણવત્તા પર ચાંપતી નજર રાખવાનો સમય આજે કોને છે?? દિવસે દિવસે શિક્ષકો માટે નવી નવી પરીક્ષાઓ યોજીને ડાઈનામાઈક શિક્ષકો તૈયાર કરવા પ્રયાસો કરવામાં આવે છે તો બીજી બાજુ શિક્ષકોના સંતાનો ડામી કૌભાંડમાં ઝડપાય છે. આ પણ એક વાસ્તવિકતા છે કે સમસ્યાની વાતો સાથે સમૃદ્ધિ ભેગી કરતા શિક્ષણમાં પણ હવે એક બિઝનસ ફોર્મેટ ફોલો થવા માંડ્યું છે. સરકારી શાળાઓને તાળા લાગવા માંડ્યા છે તો રાજકોટ જેવા શિક્ષણનું હબ માનતા શહેરમાં એજ્યુકેશન ઇન્સેપ્કટરની ભરતી નથી થઇ અને ગામડાઓમાં પણ શિક્ષણની લોલમલોલ ચાલે છે. શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં રાહત ભાવે ચોપડા કે નોટબુક આપતા જૂથ શિક્ષણ માટે હિતકારી પગલા લેવામાં રિસ્ક છે એમ માને છે.  શિક્ષણમાં ડિગ્રીની કોન્ટીટી કરતા લીધેલા શિક્ષણની ક્વોલીટી વધારે મહત્વની છે. પદવીઓની હારમાળા કરતા વ્યવહારુ જીવનમાં સરવાળા આવળવા અગત્યના છે.
                                             

             બોર્ડની પરીક્ષા વખતે જેટલી કડકાય વિધાર્થીઓ પર રાખવામાં આવે છે તેની માત્ર 10% નજર શિક્ષણ તંત્રના દરેક ખૂણામાં રાખવામાં આવે છે વહીવટની જગ્યાએ વધારે કામ લઇ શકાય. આમ પણ પુસ્તકોમાં વર્તાતી અછત અને ભૂલોના બદલાતા વર્ઝનથી આપણે સૌ વાકેફ છીએ. આ બધા વચ્ચે શિક્ષણ વિભાગે લીધેલો એક નિર્ણય પણ કાબિલે દાદ છે. પ્રથમ વખત રાજ્યના શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ સ્કૂલ એવોર્ડની જાહેરાત કરી છે. આ પહેલા રાજ્યની શાળાઓને સ્કૂલ એવોર્ડ આપવામાં આવતો હતો પણ હવે શહેર કક્ષાએ આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આમાં પણ કોઈ શોર્ટ કટનો ઉપયોગ ન થાય તો સારું. નવી નવી ડિગ્રીની એન્ટ્રીની સાથે ટ્રેક બદલતું શિક્ષણ પાયાનું જ્ઞાન આપવામાં ક્યાંયથી બ્રેક ન થાય એ હવે જોવાનું છે. આ સાથે કોઈ કૌભાંડની કથામાં કોઈ નવો અધ્યાય ન ઉમેરાય તો સારું અન્યથા શિક્ષણના કૌભાંડો પર પી.એચ.ડી.ની થેસીસ લખાશે.          

Monday, November 18, 2013

નિવૃત થવું જોઈએ પણ નિષ્ક્રીય નહિ.



"હું ક્રિકેટ વગર જીવી શકીશ કે નહિ પણ ક્રિકેટ સદાય મારામાં જીવિત રહેશે"
                                                                                                      -સચિન તેંદુલકર

                    સોળ નવેમ્બેર 2013નો દિવસ ઈતિહાસની નોંધપોથીમાં કંઈક આગવી રીતે લખાય ગયો. માસ્ટર બ્લાસ્ટર સચિનની વિદાય એક યાદગાર ક્ષણ બની ગઈ. સમગ્ર વિશ્વએ આ ઘટનાની નોંધ લીધી અને ક્રિકેટના વિશાળ રેકોર્ડ સાથે સચિનનું નામ પણ એક રેકોર્ડ બુકમાં અમર થઇ ગયું. સચિનની આ વિદાય એટલે એક રેકોર્ડના આંકડાને લાગેલું પૂર્ણવિરામ. જેને સમયાંતરે યાદ કરવામાં આવશે ત્યારે સચિન ફરી લોકોના હ્રદયમાં લાઈવ થશે. તેની રમતમાં એક લય હતી, એક સ્પાર્ક હતો જેને જોઇને એક વાર તો કોઈ મંત્રમુગ્ધ બની જાય. પણ દરેકના ક્ષેત્ર સાથે ક્યાંક ખૂણામાં પડેલો કે કેલેન્ડરની તારીખ સાથે જોડાયેલો શબ્દ એટલે એ નિવૃત્તિ. માત્ર ક્રિકેટમાં જ નહિ પણ દરેક માનસના જીવનમાં એ જે તે ક્ષેત્ર સાથે જોડાયેલી છે. કોઈ યોગ્ય સમય લે છે તો કોઈ સમયથી પેહલા. નિવૃત્તિ એટલે ક્ષેત્રની પાછળ મુકેલું પૂર્ણવિરામ, ક્ષેત્રની ભાગદોડીમાંથી મળતો કાયમી વિરામ, જે તે ફિલ્ડને ફોલ્ડ કરી ફેમેલીને આપવામાં આવતું ફુલ્ એસાઈમેન્ટ, ફ્રેન્ડસને ગમે ત્યારે આપી શકાય એવું કમિટમેન્ટ. પરંતુ, જે ફિલ્ડને આપણે અલવિદા કહ્યું હોય છે તે સદાય અપની અંદર ક્યાંકને ક્યાંક જીવતું હોય છે. ક્યારેક કોઈ વખતે અચાનક એ ક્ષેત્ર આપણી સામે તરવરવા લાગે છે એટલે કે માણસ ભલે નિવૃત થાય પણ જે તે સેક્ટર સાથે તે હતો તેની સાથે તેનું મન વત્તા ઓછા અંશે સક્રિય હોય છે. કોઈ પણ ફિલ્ડમાંથી નિવૃત થવું જોઈએ પણ નિષ્ક્રીય નહિ. આપણે અભ્યાસ વખતે કંઈક શીખતા હોયએ છીએ જયારે યુવાનીમાં તેને સાથે લયને દોડીએ છીએ અને વૃધાવસ્થામાં તે ક્ષેત્ર સાથે ચાલી શકાય છે. જીવનની બીજી ઇનિંગમાં પણ ટેસ્ટ મેચ જેવું રમી શકાય છે બસ એક ફિલ્ડ સાથે આપણી કંટીન્યુટી હોવી જોઈએ. નિવૃત્તિ એટલે કોઈ વિષયને મૂકી દેવો એવું નહિ પણ એના માહોલ છોડી દેવો. રતન ટાટાએ પણ નિવૃત્તિ લીધી છે પણ તેમ છતાં એક કંપની મેનેજમેન્ટના અને એક વિનીગ પાવરના ફોર્મ્યુલા તેના મનમાં જીવે છે. આજે તે નિવૃત છે પણ ધીમી ગતિએ પ્રવૃત પણ છે.
                                   બિઝનસમાં પણ એક પઢી પછી નવી પઢીએ તે વેપારનો વ્યાપ વધાર્યો હોય તેવો કિસ્સો એટલે ધીરુભાઈ અંબાણી અને તેના પુત્ર અનિલ અને મુકેશ. જયારે કોઈ વ્યક્તિ નિવૃત થાય છે ત્યારે વ્યવસાયમાં એક જગ્યા ખાલી પડે છે પણ જયારે કોઈ નવું ત્યાં આવે છે ત્યારે એ જગ્યા પર એક નવા સાહસ સાથે નવી દિશા પણ ખુલે છે. નિવૃત માણસ પણ પોતાની  ગમતી પ્રવૃત્તિ સાથે સક્રિય રહી શકે છે. નિવૃત્તિ એટલે મનગમતું કામ કરવા માટેની એક અસરકારક તક. નિવૃત્તિ એટલે આઝાદી પણ એ ક્ષેત્રથી નહિ પણ એક કામથી, ભારેખમ જવાબદારીથી, મશીન જેવા લગતા એકને એક કામથી. કોઈ પણ કામ એક ધ્યાનથી ઓછુ નથી અને તેને છોડ્યા બાદ ક્યાંય ધ્યાન કેન્દ્રિત કરવા મથવું પણ પડે. નિવૃત્તિ બાદ પણ તે કામનું સાતત્ય હોય તો સદાય આપણે એક્ટિવ રહીએ છીએ. કોઈ કાર્યક્રમ હોય કે ક્રિકેટ લાઈવ વસ્તુની મઝા જ અલગ હોય છે. આવી જ રીતે આપણે પણ લાઈવ રહી શકીએ. જિંદગીની હાફસેન્ચુરી બાદ કોઈ તીવ્રતાની ખાસ કોઈ આવશયકતા રેહતી નથી. પરતું, કામ સાથેની એક મજબુત રીતે કનેક્ટ થયેલા રેહવું પડે. પ્રવૃત્તિ માણસને એક એપડેટ આપે છે. કોઈ કલ્ચરની અને ફ્રેશ થઇ શકાય એવા વાઉચરની. નિષ્ક્રીયતા માણસને આળસુ બનાવે છે. હંમેશા સુસ્તીમાં રેહવા કરતા કાયમ સ્ફૂર્તિમાં રહતા લોકો બીજા માટે એક પ્રેરણા સમાન હોય છે. નિવૃત્તિના બીજ કરતા નિષ્ક્રીયતાનું નીંદણ જયારે ઉગી નીકળે ત્યારે અપણા જ ફિલ્ડના કામથી આપણે કંટાળો આવે છે. કોઈ કામના અભાવે માણસના સ્વભાવમાં પણ ફેર પડે છે. નિવૃત્તિને એક અલગ દ્રષ્ટિકોણથી વ્યાખ્યાયિત કરીએ તો નિવૃત્તિ એટલે જે તે ક્ષેત્રનો સારા સમયથી લઈને સમસ્યા સુધીના ગાળાનો પુરેપુરો નીચોડ, નિત્ય સાથે રહતું એક યાદોનું વમળ. જયારે જયારે એક જગ્યા કે કામ સામેથી પસાર થશે ત્યારે એક આખા યુગની સફર આપણી આંખ સામે જીવિત બની જાય છે. એક  તરફ કામનો છૂટતો હતો મોહ અને બીજી તરફ એક મન કે જ હવે કામની બાઉન્ડ્રી માંથી મુક્ત છે. નિવૃત્તિ જરૂરી છે પણ સદાય તે ક્ષેત્રને તિલાંજલિ આપવી યોગ્ય નથી.


             રાજનીતિથી લઈને રમતના મેદાન સુધીના તમામ ક્ષેત્રમાં રીટાયરમેન્ટ હોય છે જ. પણ રાજકારણમાં તો કોઈ  નિવૃત્તિ શબ્દ ઉચ્ચારતું પણ નથી અને રણછોડની માફક રાજીનામાંની વાતો કરે છે. નિવૃત્તિ એક બદલાવ આપે છે જેથી આપણા મનના ભાવ પણ બદલે છે. કારણ કે આઝાદી કોને ન ગમે?? પણ એક ક્ષેત્ર હોય છે જે સતત આપણી સાથે કોઈ એક વિચારમાં કે વાણીમાં જીવતું હોય છે અને આપણા પર તેની એક અસર હોય છે. એક પ્રયોગ કરવા જેવો છે કે એક વખત કોઈ કારણ વિના આપણે આપણી શાળાએ જઈએ અને ત્યાં મેદાનમાં રમતા બાળકોને જોતા આપણે જે તે ગેમ પાછળ કરેલી પ્રેક્ટિસ યાદ આવી જાય છે. લતા મંગેશકરે પણ નિવૃત્તિ લીધી છે પણ રીયાઝ છોડ્યો નથી. એક બાજુ જે તે ગીત સાથે રહેલી યાદ છે તો બીજી તરફ અનુભવની ખુબ સારી રેફરન્સ બુક હોય છે. જિંદગીના વીતેલા સમયમાં કેટલાક પાનાઓ પર એવી યાદો રહેલી હોય છે જે અપણા દાયકાને તાજો કરી દે છે અને એક નવું જોમ અપણામાં રેડે છે.

આઉટ ઓફ ધ બોક્ષ.

કોઈ પણ વયે આઉટડેટેડ થાવ એના કરતા દરેક ક્ષણે અપડેટ થઇ જાવ.

(હેટ્સ ઓફ જિંદગી પુસ્તકમાંથી)           

Monday, November 11, 2013

પરિક્રમા એટલે પ્રકૃતિના પથ પર પદયાત્રા.


પરિક્રમા એટલે પ્રકૃતિના પથ પર પદયાત્રા.

કોઈ પણ ધર્મ અને પ્રકૃતિને સીધો સબંધ છે. ક્યારેક ફળફૂલ રૂપે તો ક્યારેક તેના પાન રૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રકૃતિ આપણી સાથે જોડાયેલી છે. દિવાળી કે ઉનાળાના વેકેશનમાં પ્રકૃતિના ખોળે આનંદ કરવા લોકો ઉપડી જાય છે. આજીવિકા માટેની પરિક્રમામાંથી થોડો બ્રેક આપતા તેહવારો સૃષ્ટિને મળવાનો મોકો આપે છે. દિવાળી બાદ ગિરનારની લીલી પરિક્રમા એટલે જંગલમાં થતી યાત્રા, પગપાળા કરીને કુદરતી તત્વોને પ્રત્યક્ષ માણવાની તક. લીલી પરિક્રમા શરુ થતા જ સિનીઅર સિટીઝનની સ્લો મોશનમાં મેરાથોન શરુ થઇ હોય એવું લાગે બીજી બાજુ પુણ્ય પ્રાપ્ત કરવાના દિવસો સાથે વ્રત અને તપ અતૂટ રીતે જોડાયેલા છે. સંસ્થા કે કોઈ પણ ગ્રુપ દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓની હારમાળા આ પરિક્રમામાં સૌથી વધુ જોવા મળે છે. આ સાથે આખા વર્ષનો વકરો કરવા નાના ધંધાર્થીઓ આ પદયાત્રામાં આવી પોહ્ચે છે. માણસ ભૌતિક વસ્તુથી નથી સંતોષાતો એટલે માત્ર પ્રકૃતિની એક ઝલકથી હાશકરો અનુભવે છે. કુદરતી સંપતિનો સ્પર્શ એટલે લીલી પરિક્રમા એવું કહી શકાય સાથે ભજન અને  વનભોજન તો  ખરું જ. સમય સાથે બદલતી સવલતોને લઈને પ્રકૃતિને પ્રત્યક્ષ નિહાળવાની તક એટલે લીલી પરિક્રમા. યાત્રાની સાથોસાથ અસર કરતી આબોહવા પણ પ્રકૃતિનો એક હિસ્સો છે. કુદરતી તત્વો માણસના ફૂડમાં બદલાવ લાવે છે તો તેનો મુડ પણ બદલે છે. આ વાસ્તવિક સાથે જ કદાચ કુદરતે તેહવાર સાથે પ્રકૃતિને કનેક્ટ કરી હશે. સતત પરિવર્તન પામતી પ્રકૃતિ પણ પોતાની પદયાત્રા કરે છે.

              સુરક્ષાની સીમમાં શરુ થતી લીલી પરિક્રમાની પદયાત્રા મનની અસ્થા સાથે તનની કસરત પણ છે. યુવાનોની ભાષામાં કહીએ તો પરિક્રમાને એક એડવેન્ચર ટુર કહી શકાય. એક તરફ ભક્તોની અસ્થા છે તો એક વર્ગની આજીવિકા છે. હાલમાં કેટલાક એડવાન્સ લોકોએ આ પદયાત્રા શરુ કરી દીધી છે. શિયાળો શરુ ફીટ રેહવા લોકો વેહલી સવારે હલવા-દોડવા નીકળી પડે છે. આ પણ પ્રકૃતિના બદલાતા સ્વભાવો જોવાની એક તક છે. ક્યારેક ઝાકળ તો ક્યારેક દાત કકડાવી દે તેવી ઠંડી, ઝાકળના કારણે ફ્લાઈટમાં કે રેલવેના ટાઇમમાં થતા ફેરફારોએ પ્રકૃતિની થતી એક અસર છે. આ સાથે આપણી દૈનિક પરિક્રમામાં પણ એક પરિવર્તન આવે છે. આ સાથે અપણા તહેવાર અને વ્યવહાર બંને બદલાય છે. દરરોજ ઓફીસના કે ઘરના ડાયનીંગ ટેબલ પર થતા લંચ અને ડીનર કરતા વનભોજનનો લાહવો અદભુ હોય છે. એક તરફ પંખાની હવા અને હમેશા કમ્ફર્ટ ઝોનમાં જીવન જીવતા આપણે થોડો સમય જંગલમાં ઝાડપાન વાળા વિસ્તારના બેડ રૂમ અને પથ્થર પર બેસીને જમવાની મઝા પણ  માણવી જોઈએ. આપણે તો ફોરેસ્ટમાં પણ બેસ્ટ કવરેજ જોઈતું હોય છે...!! આદિમાનવની વાતો તો ઘણી વાર થતી હોય છે પણ લીલી પરિક્રમા રીઅલમાં એ જીવન જીવવાનો મોકો આપે છે.  ગામેગામથી ઉમટી પડતા લોકોમાં જે તે લોક ગીત સાથે ભક્તિનો પણ ધ્વનીસ્પર્શ થાય છે. શહેરની લાઈટીંગ લાઈફમાંથી એક વાર જંગલની ડાર્ક નાઈટનો લાહવો પણ લેવો જોઈયે વાહનોના ટ્રાફિકની કરતા માણસોની ભીડ એક અનેરું વાતાવરણ ખડું કરે છે.

કોઈ પણ પરિક્રમા સાથે એક આસ્થા જોડાયેલી હોય છે એ પછી હજની યાત્રા હોય કે અમરનાથની જાત્રા, જંગલમાં પરિક્રમા હોય કે દ્વારકા સુધીની પદયાત્રા કોઈ પણ પથ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રકૃતિ જોડાયેલી છે. બીજી બાજુ દરેક સ્થળની પ્રકૃતિમાં એક વૈવિધ્ય હોય છે. વનનું સોળે કળાએ ખીલેલું વૈવિધ્ય મંત્રમુગ્ધ કરી દે તેવું હોય છે. ધીમે ધીમે આ પરિક્રમા હવે ગ્લોબલ લેવલે મહત્વની બનતી જાય છે           
                               

Friday, November 08, 2013

તો અક્ષરો શિક્ષણ પૂરતા જ માર્યાદિત બની જશે.

તો અક્ષરો  શિક્ષણ પૂરતા જ માર્યાદિત બની જશે. 

              એકવીસમી સદી તથા આ ટેકનોલોજીના યુગમાં કાગળની કોપી એ સોફ્ટ કોપી બનતી જાય છે અને ધીમે ધીમે બધું સ્ક્રિનિંગ થતું જાય છે. સવારના સમય આવતા છાપાથી લઈને ફોર્મ ભરવા સુધીની વિધિ હવે ઓનલાઈન બની છે. કી બોર્ડ પરના સારા સારા ફોન્ટથી બધા લોકોના અક્ષર સારા બન્યા છે. ઓનલાઈન યુગ આવતા સમય ન લાગ્યો તેનાથી પણ ઓછો સમયમાં એપ્લીકેશન એરાને લોકોએ સ્વીકાર્યો. ઓનસ્ક્રીન ફોન્ટના વૈવિધ્યના લીધે એક આકર્ષકતાનું સાતત્ય ટકી રહ્યું છે. જાહેર ખબરથી લઈને જોઈનીંગ સુધીના દરેક કાગળ પર શબ્દો એક હોય શકે છે પણ તેના અક્ષર જુદા જુદા હોય છે. કોલેજકાળ પૂરો થતા ટેકનોલોજીની દિશામાં આગેકુચ કરતા લોકોની સહી પૂરતા અક્ષર હવે સીમિત બન્યા છે. કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોન આવતા હાથે લખેલું લખાણ માર્યાદિત વર્ગમાં જોવા મળે છે. શિક્ષણમાં પણ ટેકનોલોજીનો એક ટચ લગતા વર્ગખંડ હવે સ્માર્ટક્લાસ બનતા જાય છે. બાળપણમાં સારા અક્ષર માટે થતી મેહનત સમય જતા હવે કી બોર્ડ પર હાથ બેસાડવામાં જાય છે. આ આજની વાસ્તવિકતા છે. છેલ્લે તમે ક્યારે તમારા અક્ષરમાં લખાણ લખ્યું હતું યાદ છે??  કી બોર્ડની કી એ કલમમાંથી નીકળતા અક્ષરને એક બાઉન્ડ્રીમાં બાંધી દીધા છે. જેમાં એક ચોક્કસ વર્ગ કામ કરે છે. 
               આજે કોઈ જુના દસ્તાવેજમાં અક્ષર જોતા થોડું નવીન લાગે કે એ સમયના લોકોના અક્ષરો કેવા હતા? એક સમયમાં જયારે આજની કોઈ ટેકનોલોજી ન હતી ત્યારે એક હસ્ત લિખિત પત્રોનો યુગ હતો. આજે એ સ્થાન હવે ઈ મેલ એ લીધું છે. વધતી જતી આધુનિકતા સાથે અક્ષરનો વ્યાપ મંદ ગતિએ લીમીટેડ થતો જાય છે. આવનારા સમયમાં સ્માર્ટ યુગમાં અક્ષર કોઈ ચોક્કસ સમય પૂરતા માણસની સાથે રેહશે એવા અત્યારે એંધાણ દેખાય છે. કારણ કે હવે બધું એપ્લીકેશન બેઈઝ થતું જાય છે. જેમાં એક એક્સેસ પોલીસી છે કે ટચ એન્ડ વર્ક. અપણા દેશના મહાપુરુષોના પત્ર તેમણે જાતે લાખેલા છે. પરંતુ, સમય જતા તેમાંથી શાહી નાશ પામતા અને કાગળ સડી જતા. ટેકનોલોજીએ જેટલી સવલત આપી તેની સામે ઘણી બધી વસ્તુને માર્યાદિત કરી નાખી. સમયની બચત સામે શાળામાં આપવામાં આવતું ફ્રી હેન્ડ હાંસિયામાં ચાલ્યું ગયું. અક્ષર શિક્ષણ પૂરતા માર્યાદિત બન્યા. બીજી તરફ માતૃભાષામાં પોતાની સહી કરનાર લોકોની સંખ્યા ખુબ ઓછી છે. એક એવો પણ સમય હતો કે દેશમાં અંગ્રેજો દ્વારા થતા પત્રવ્યવહારમાં માતૃભાષાની એક છાપ  જોવા મળતી. આજે કોઈ પણ લેટર કોમ્યુનીકેશનમાં ચોક્કસ ફોન્ટ જોવા મળે છે પણ અક્ષર? આજે પણ ડાયરી લખનાર એક સમૂહ છે અને પોતાના લેખ કે કવિતા પોતાના જ અક્ષરમાં કેટલાક લોકો લખે છે. ત્યાં સુધી અક્ષરનો વ્યાપ છે. તો એવા પણ કેટલાક પાસા પર કામ કરતા લોકો આજે પણ પોતાના અક્ષરને સાથે રાખીને વ્યવસાય કરે છે. જેમ કે ડોક્ટર શિક્ષક લેખકો કવિઓ પત્રકારો દેશી હિસાબના ચોપડા લખતા મેતાજી. આદિમાનવના યુગથી લઈને આજની આધુનિકતા સુધી જે આપણી સાથે રહ્યું તે લિપિ છે. ક્યારેક કોઈ ચિત્ર કે લખાણ આકાર કે વળાક વિનાના નથી. ભાષાની વિવિધતા સાથે અક્ષર પણ સાચવવા જોઈએ અને તેનું સાતત્ય પણ રેહવું જોઈએ. અહી ગાંધીજીનું એક વાક્ય ખુબ અસર કરે છે "ખરાબ અક્ષરએ અધુરી કેળવણીની નિશાની છે." પણ ધીમે ધીમે વધતા જતા સ્ક્રિનીંગ સામે અક્ષરરેહશે ખરા? 

                ઓનલાઈનની દુનિયામાં રોજ નવા નવા સાહસ થતા જાય છે ત્યારે અક્ષરનું મૂલ્ય પરીક્ષા પુરતું જ થતું જાય છે. દરેક ક્ષેત્રે નવી ટેકનોલોજી આવતા હવે તો જાહેરાતના બોર્ડ પણ ચોક્કસ ફોન્ટ સાથે કોમ્પ્યુટર બેઇઝ થતા જાય છે એટલે હવે પેઈન્ટરનું કાર્યક્ષેત્ર કોઈ રિક્ષા કે દિવાલો પર ચિત્ર દોરવા પુરતું જ રહ્યું છે. ઈ ફેસેલીટીના લીધે અક્ષરની આવરદા ધીમે ધીમે ઘટતી જાય છે. આજે સહી પર અંગ્રેજી ભાષાએ પોતાનો કોપી રાઇટ મૂકી દીધો હોય એવું લાગે છે. તમે છેલ્લે માતૃભાષામાં ક્યારે સહી કરી હતી? અક્ષરનો એક ઈતિહાસ છે પણ અત્યારે એવું લાગે છે કે આજની પેઢી ભવિષ્યમાં તેના દાદા કે પપ્પાએ રાખેલી સી.ડી.,ડી.વી.ડી. કે પેન ડ્રાઈવ શોધશે કારણ કે આ તો સોફ્ટ કોપી યુગ છે. અક્ષર માણસ સાથે રહે છે પણ હવે માત્ર પ્રારંભિક તબ્બકા પુરતું અને શિક્ષણ- અક્ષરજ્ઞાન લેવા પુરતું જ માર્યાદિત રેહશે. રાયટીંગની આ રિયાલીટી આવનારા સમયમાં કેવું ચિત્ર ઉભું કરશે એ માટે જસ્ટ વેઇટ એન્ડ વોચ           
                             





Wednesday, July 31, 2013

સેટેલાઈટ ટેકનોલોજી ક્ષેત્રે દેશનું નવું સાહસ: ઇન્સેટ થ્રી ડી.

સેટેલાઈટ ટેકનોલોજી ક્ષેત્રે દેશનું નવું સાહસ: ઇન્સેટ થ્રી ડી.

         રોજબરોજના વ્યવહારમાં નવી જૂની ટેકનોલોજી માનવજીવનની એટલી નજીક આવીને જોડાઈ ગઈ છે કે સવારના એલાર્મથી લઈને નવરાશના સમયમાં ગેમ્સમાં ટાઈમપાસ કરવા સુધીનો સમય  ટેકનોલોજી સાથે છીએ.ઓફીસના લેપટોપથી માંડીને લોંગ ડ્રાઈવ પર જવા માટે ચાર્જ  કરવું પડતું આઈપોડ, કેમેરા, આઈફોન સ્માર્ટફોન અને ટેબલેટ સુધીના અતિ આધુનિક ઉપકરણો દરરોજના કાર્યનો એક ભાગ બન્યા છે આ આજની વાસ્તવિકતાને નકારી શકાય તેમ નથી. સિનેમાના શોની બુકિંગથી લઈને સેટેલાઈટ સુધીનું તમામ કંટ્રોલિંગ કી બોર્ડની તક તક અને માઉસની ક્લિક પર આધારિત બન્યું છે. હળવાશની પળોથી શરુ કરીને હવામાનની આગાહી સુધીની મોટાભાગની વસ્તુઓ ઓન સ્ક્રીન બની છે. અવારનવાર ન્યુઝ ચેનલો પર દર્શાવતા સમગ્ર દેશના હવામાનમાં સમાચાર અતિ ડિજીટલ સ્વરૂપમાં  રજુ થાય છે ત્યારે તેમાં કેટલીક ગ્રાફિક્સ અને થ્રીડી ટેકનોલોજી ભાગ ભજવે છે. હવે, આ ક્ષેત્રને થ્રીડી સેટેલાઈટ ટેકનોલોજી સાથ આપશે.એટલે કે હવે કાળા વાદળોથી માંડીને વરસાદ સુધીના ચિત્રોનું સ્પષ્ટને થ્રીડી વ્યુ સ્ક્રિન પર જોવા મળશે. તારીખ 26 જૂલાઈ એટલે અમદાવાદ બ્લાસ્ટનો દિવસ. આ જ દિવસને ટેકનોલોજીએ હકારાત્મક રીતે પોતાની સાથે જોડી દઈ નવું સાહસ કર્યું એ ભારતનો ઇન્સેટ થ્રી ડી સેટેલાઈટ.

                  દેશમાં સેટેલાઈટ ટેકનોલોજી ક્ષેત્ર અતિ આધુનિક ટેકનોલોજીની દિશામાં આગળ વધતું જાય છે. દેશનો બીજા નંબરનો એકસકલુઝીવ સેટેલાઈટ જે હવામાનની તલસ્પર્શી માહિતી આપે છે. તે ઇન્સેટ થ્રી ડીનું જાપાનના સહયોગથી લોન્ચિંગ થયું છે આ થ્રી ડી સેટેલાઈટનું કંટ્રોલિંગ આગામી સમયમાં બેંગ્લોર ખાતે આવેલું ઈસરોનું વડુંમથક પોતાના હાથમાં લેશે.નવસર્જનના આ ખેચાયેલા તારના વાવડ વિજ્ઞાનલક્ષી સાહસ અને સિદ્ધિમાં વધારો કરે છે. હજારો લાખો કિમી દુર આવેલા સેટેલાઈટ પર પૃથ્વી પરની હાઈ-ટેકનોલોજી અંકુશ રાખે છે બીજી તરફ થ્રી ડી સેટેલાઈટ આવનારી કુદરતી આફતોની ચેતવણી આપશે. ઉપરાંત કેવા પ્રકારની રેસ્ક્યુ સર્વિસની જરૂર પડશે તેની માહિતી આપશે. જીયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બીટમાં ફરતો આ સેટેલાઈટ કંઈક આગવી ભૂમિકા ભજવશે. ઈસરોની ટીમ દ્વારા તૈયાર થયેલો આ સેટેલાઈટ સંપૂર્ણ સેન્સર બેઇઝ સીસ્ટમ ધરાવે છે. હવામાનના કાર્યો ઉપરાંત તે ટેલીકોમ્યુનીકેશનમાં પણ ટેકો આપશે. હાલમાં તે જે તે ચોક્કસ ક્ષેત્રની તસ્વીર આપવાનું કામ કરે છે.
***   ***   ***
પ્રોજેક્ટ પાછળનું લક્ષ્ય:

       વિજ્ઞાન અને ટેકનોલોજીના નિતનવા નખરા પાછળ એક ધ્યેય હોય છે. વિજ્ઞાન કોઈ હવામાં ગોળીબાર જેવી વાતો નથી કરતુ. કોઈ પ્રોજેક્ટના બેનર હેઠળ કોઈ જશ ખાટી જવાનો હેતુ રાજકીય ક્ષેત્રમાં લાગુ પડે છે તેમ કોઈ વ્યર્થ યોજનાનું ઘડતર અહી થતું નથી. આ સમગ્ર ટીમનો હેતુ પર્યાવરણ અને તોફાનો અંગેની આધારભૂત સૂચનાઓ આગાઉથી પ્રાપ્ત કરી જીવ સૃષ્ટિને સુરક્ષિત કરવાનો છે. આ ઉપરાંત પૃથ્વીના આવરણમાં બનતી નાની-મોટી ગતિવિધિઓ પર નજર રાખવાનો હતો. જેમાં પ્રથમ અગ્રતા આપવી પડે તેવું પરિબળ સમુદ્રની હિલચાલ, તટીય પ્રદેશની નિરીક્ષણ તથા તાત્કાલિક સાવચેતી થકી શું પગલા લઇ માનવજાતને રક્ષણ આપી શકાઈ છે તે છે.

     ઉત્તરાખંડમાં આવેલી અપતિઓ સાથે ત્યાંના હવામાન વિભાગ તથા તંત્ર વચ્ચે વાદ-વિવાદ ચાલ્યા હતા. પરંતુ, વિજ્ઞાન વધુ સતર્કતા તરફ દોટ મૂકી રહ્યું છે આવું ઇન્સેટ થ્રી ડીના સાહસ બાદ સમજાય છે. સારા કામમાં સો વિઘ્ન નડે તેમ આ સમગ્ર પ્રોજેક્ટએ કેટલીક ટાઈમિંગ સબંધી લોન્ચિંગ પ્રક્રિયાની પરીક્ષા પાસ કરી. સૌ પ્રથમ લોન્ચિંગને લઈને લેવાયેલા નિર્ણયમાં 4 ડિસેમ્બર 2010નો દિવસ પસંદ થયો હતો. પરંતુ, કંઈ થઇ શક્યું નહિ.
   
      એરિયાને 5 દ્વારા લોન્ચ અવકાશમાં લઇ જવામાં આવેલો આ સેટેલાઈટ જયારે લોન્ચ થયો ત્યારે ઉપર ચડ્યાની 24 મિનિટ સુધી સૌના જીવ તાળવે ચોટેલા હતા. કારણ કે આટલો મોટો માંચડો ઉપર જઈને પ્રોજેક્ટ પર પાણી ફેરવે તો વિજ્ઞાનીઓની ટીમ વગર પૂરે તણાય જાય. પરંતુ, જયારે સમગ્ર સેટેલાઈટ બીજી ભ્રમણ કક્ષામાં સેટ થયો ત્યારે સંશોધકોમાં જીવમાં જીવ આવ્યો.
*** *** ***

ઇન્સેટની કાલ, આજ ઔર કલ.

      ઇન્સેટનું પૂરું નામ ઇન્ડિયન નેશનલ સેટેલાઈટ સીસ્ટમ છે. જેના સર્જનથી લઈને સંચાલન સુધીનું કામ ઈસરો સેન્ટર કરે છે. સૌ પ્રથમ તરતા મુકવામાં આવેલા વૈશ્વિક સેટેલાઈટનો ધ્યેય ટેલીકોમ્યુનીકેશન, પ્રસારણ-સેવા અને અંતે હવામાનનો હતો. ઈ.સ. 1983માં છોડવામાં આવેલા ઇન્સેટ-1 એશિયા પેસિફિક પ્રાંતનું વિશાળ અને પ્રથમ સ્થાનિક કોમ્યુનીકેશન સેટેલાઈટ સીસ્ટમ હતી. જેના પાયામાં દુરદર્શન, ભારતીય હવામાન વિભાગ, ટેલીકોમ્યુનીકેશન  સેક્ટર અને ઈસરોના પ્રયાસો જવાબદાર હતા. જેના આધારે ટેલીવિઝન પ્રસારણ અને હાઈ રીઝોલ્યુશન ઈમેજ પ્રોસેસની શરૂઆત થઇ. આ ઉપરાંત ઇન્સેટ સીરીઝની ઝલક જોઈએ ત્યારે પ્રથમ સાહસમાં જ નિષ્ફળતા સાથે નિરાશા સાપડી. ઇન્સેટ વન એ એક રિસ્ક હતું પણ જરૂરિયાત સંતોષે એવું બાયું નહિ. ત્યાર બાદ ઇન્સેટ વન બી 1983માં લોન્ચ થયું જે માંગની સામે સર્વસમાવેશક બન્યું. આ સાથે ખૂટતી કડી હતી એ હતું ડીજીટાઈઝેશન. ત્યાર બાદ ઇન્સેટ 2ઈ, ઇન્સેટ થ્રી એ, ઇન્સેટ થ્રી સી, થ્રી ઈ પછી કલ્પના વન, જીસેટ 2, એડ્યુંસેટ, ઇન્સેટ 4 પકેજ અને અંતે ઇન્સેટ થ્રી ડી.સેટેલાઈટના  સાહસનો વિષય અવકાશ કરતા પણ મોટો છે કારણ કે દરેક સેટેલાઈટ સર્વિસ સાથે પાસા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા છે.
*** *** ***


 નાસા + ઈસરો = નવું સંસોધન અને નવી ખોજ

           નાસાના અવનવા પ્રોજેક્ટના સમાચાર સમયાન્તરે વહેતા રહે છે તેની સામે ભારતીય સંસ્થા ઈસરોની પ્રવૃત્તિ એટલી જ નોંધનીય છે. બંને વચ્ચેની તુલના કે તફાવતનો દ્રષ્ટિકોણ નથી. પરતું, હવે બંને એક મિશન પર એક થવાના છે. આ મુદ્દે બંને વચ્ચે ચર્ચાઓ થઈ ચુકી છે. ઇન્ડો અમેરિકાના પરિશ્રમથી એક નવો પ્રોજેક્ટ આકાર લેશે. આ સંયુકત પ્રોજેક્ટની શ્રી ગણેશ થાય ચુક્યા છે ત્યારે ઈસરોના ચેરમેન રાધાક્રિશ્નનન એ આ નવા સેટેલાઈટને સર આવું નામ આપ્યું છે. પરંતુ, આનંદ વાત એ છે કે નાસાના વાળા એ અમદાવાદની મુલાકાત લીધી હતી જેનો હેતુ આ યોજના વિષેનો હતો.નાસાના નેટવર્કમાં ગુજરાતનો ડંકો વાગ્યો એમ ચોક્કસથી કહી શકાય.

બંને સંસ્થાએ ભાવી યોજના વિષે હાથ મિલાવ્યા છે ત્યારે આ નવું સાહસ આગામી માસથી રજુ થશે. ટેકનોલોજીના મહારથી (અમેરિકા) સાથે મહાસત્તા બનવા આગેકુચ કરી રહેલો દેશ (ભારત) ક્યાં આયોજનનું અમલીકરણ કરશે એ આગામી સમય બતાવશે.આ સાથે દેશ થોડું વિદેશની ટેકનોલોજીનું અનુકરણ કરશે.પ્રોજેક્ટ કરતા નાસા સાથે કાર્યાનુભવ એક ક્રેડીટ છે.

વરસાદી માહોલમાં બાર બપોરે સુર્યોદાય થાય કે ન થાય પણ ટકનોલોજીના સેક્ટરમાં દરરરોજ નવી સર્વિસ અને નવા સાધનોને લઈને એક નવો સૂર્યોદય થાય છે હવે પછી ટેકનોલોજીમાં શું થશે તે માટે વોચ અને વેઇટ ફોર સમથીંગ ન્યુ.   
        

Friday, July 19, 2013

એન ઇવનિંગ ઇન મોન્સૂન

 એન ઇવનિંગ ઇન મોન્સૂન
        અષાઢ એટલે અંધારા અને અજવાળાની ઋતુ. દિવસે પણ બતી ચાલુ કરવી પડે, ઘરમાં દોરી બાંધીને પંખા નીચે કપડા સુક્વાવા પડે, અષાઢ એટલે આખો દિવસ ઘેરાયેલા વરસાદી વાદળાઓની મોસમ. કાળાડિબાંગ આકાશ પછી ચોખ્ખું થતું રંગ બદલતું આકાશ, પ્રકૃતિના પરિવર્તનનો સમય, સુકાઈ ગયેલા નદી-નાળામાંથી વેહ્તું, પાણી આનદમય અને આપણા વ્યવહારમાં કપડા જલ્દીથી ન સૂકવાનો ભય, મોબાઈલ-પાકીટ પલળી જવાની બીક, ઠંડાપ્રહોરમાં આવતી છીક, અષાઢ એટલે કુદરતી સૌંદર્યનું આકર્ષક સ્વરૂપ. સવાર પડે એટલે અજવાશ થાય અને આ મૌસમમાં સૂર્યદેવની વાદળો સાથે સંતા-કુકડી શરુ થાય. બપોરે ભેજ અને સાંજે વાતાવરણમાં અનુભવાતી ભીનાશ. સમગ્ર સૃષ્ટિ જાણે સજીવન બની હોય એવું લાગે. મોરનું મન પણ થનગાટ કરવા માંડે, વર્ષા ઋતુમાં ધરતીએ લીલી ચાદર ઓઢીને બેઠી હોય છે અને અગ્નિ જેવી ગરમી બાદ સર્વત્ર ટાઢક પ્રસરી ગઈ હોય છે. વાડી વરસાદ આવે એટલે માટીની સુગંધ, જાણે ધરાએ સ્પ્રે કર્યું હોય એમ મેહ્કી ઉઠે.      

      સવારથી ધીમી ધારે વરસતો વરસાદ શમી જાય, તો ક્યારેક એ થી ઉલટું પણ થાય. લાંબા સમયથી વરસતો મેહુલો થોડા સમય માટે પોરો ખાય અને સાંજના સમય એક મસ્ત ઉઘાડ થાય. વરસાદની વાદળી થકી ભીંજાતી ભોમમાં લીલી હરિયાળી ઉગી નીકળે છે ત્યારે ચોતરફ એક ગ્રીનલેન્ડનુ સર્જન થાય છે. સાંજના સમયે વાતાવરણ હજુ મોર્નિંગ મોડ પર હોય એવું લાગે છે.ધીમે ધીમે રાતના આગમન સાથે ટાઢકનું સાતત્ય વર્ષાની ભેટ જેવું લાગે છે. સ્વચ્છ આકાશમા આકૃતિ બદલીને આગળ વધતા વાદળાઓ મેરેથોનમાં દોડતા હોય એવું લાગે છે. ચોમાસાની સાંજ એટલે ફ્રેશનેસ, હેપીનેસ, લોંગડ્રાઈવ પર જવા થનગનતું મન, આખી સીઝનમાં પલળવા આતુર મન અને દુર દુર સુધી રખડપટ્ટી કરવાની ઈચ્છા.

          ચોમાસાની સાંજ એક અનેરો માહોલ લઈને આવે છે. ચોમાસામાં હાઈવે પર મુસાફરી કરતા આસપાસ નજર ફરે એટલે મન એજ વિચારે કે ઓલી બાજુ વરસાદ હશે. અન્ય સીઝનમાં પુરપાટ વેગે દોડતા વાહનોની ગતિ ધીમે પડે છે. ક્યારેક સાંજે 6 વાગ્યાના સમયે પણ વાહનની લાઈટ ચાલુ રાખવી પડે એવું અવારનવાર બન્યું હશે. એન ઇવનિંગ ઇન મોન્સૂન એટલે એટલે સાંજે ધીમે ધીમે ઝીરો થતી વિઝીબીલીટી. આવો અનુભવ સૌ કોઈએ હાઈવે પરની મુસાફરીમાં કર્યો હશે. સાંજનો સમય એટલે કુદરતી લાઈટનું સ્લો મોસમમાં થતું શટડાઉન. જયારે ધીમી ધારે વરસતા વરસાદમાં વાહનની કે ગામડા-શહેરમાંનીં સ્ટ્રીટ લાઈટ તરફ જોવા બાદ ખ્યાલ આવે કે મેહુલાનું જોર કેટલું છે.? આમ સાંજ બાદ અંધારું એટલે કાળુંનભ. ખાસ ચોમસામાં લાલ બનતું આકાશ અને એ સાંજે પડતો સાંબેલાધાર વરસાદ, બધા સ્થાને ભરાય જતું પાણી તેમાંથી વાહન પસાર થાય એટલે આસપાસ ઊડતી છાલક. અહી મુકેશ જોશીની કાવ્ય પંક્તિ અસર કરે છે "મારા ઘરનુ સરનામું તે જતી શોધી લાવે, ભરચોમાસે ઠાઠમાંઠથી ઘરમાં રેહવા આવે" સાંજે પડતા વરસાદને જોઇને આપણે સૌ સેઈફ ઝોન તૈયાર કરી લઈએ છીએ ચોમાસામાં સાંજે વરસતો વરસાદ એટલે સાંજ એન્લાર્જ થતી હોય એવું લાગે અને અંધારાની કાળી ઓઢાણી પોતાનું કવરેજ વધારે છે આવો એક સેકંડનો બદલાવ જયારે લોંગડ્રાઈવ પર નીકળ્યા હોય ત્યારે સૌથી વધુ ફિલ થાય
           બીજી તરફ સાંજે સ્વચ્છ થયેલા આકાશ તરફ નજર કરીએ ત્યારે વાદળી રંગનું વિશાળ કેનવાસ અપણી ઉપર હોય અને અપણે તેની નીચે એનીમેશનની જેમ હરતા ફરતા હોય એવું લાગે. આગળ વધતી ટ્રેનની બારીમાંથી પાછળ જતા સ્ટેશન સાથે આકાશ સ્થિર થયું હોય છે અને વાદળાઓ ટ્રેનના પાટે એન્જીનથી આગળ વધતા હોય છે. સામેથી આવતી ટ્રેનને ટ્રેક આપવા થોડીવાર માટે થંભી ગયેલી ટ્રેનની બારીમાંથી બાજુના ભીના ટ્રેક અને પથ્થર જોતા વરસાદ ન હોવા છતાં વરસાદ  હોવાની સાબિતી મળે છે. હાઈવેની મુસાફરીમાં સાંજે અંધારું પથરાય તે પેહલા હોલ હોલ્ટ લેતી બસ કે કારમાંથી નીચે ઉતરતા આસપાસની નદી કે તળાવમાંથી વેહતા પાણીનો આવાજ કુદરતી ટેપમાંથી વાગતું એક ઓરીજીનલ વર્ઝન હોય આવું લાગે છે. આમ, પણ ઓરીજીનલનો આનંદ જ અલગ હોય છે. શમી સાંજે છલકાતા બંધ, તળાવ કે ડેમને જોવા ગયા હોય ત્યારે વેહતા ધોધને ઝીલવા સૌ એ મોબાઈલમાં એક ક્લિક તો જરૂર કરી હશે. ક્યારેક એક સાથે અને એક સ્થળેથી બીજા સ્થળે હરતો ફરતો મેહુલો સાંજનું શ્રેષ્ઠ ચિત્ર મૂકી જાય છે. પછી એ સાંજે વરસાદ હોય કે ઉઘાડ.


આ વરસાદ નીતિન વડગામાની પંક્તિ ગાતો હોય એવું લાગે છે.
"વાદળી પેહરી મોજ  છું ઉડી આપોઅપ સફર હું રોજ કરું છું."
ચોમાસાની ઋતુમાં સાંજ એટલે કુદરત દ્વારા ચાલતી આકાશમાં રંગ પુરાવાની હરીફાઈ.
બીજી તરફ સૃષ્ટિને ભીંજવવા માટે સાંજ સુધી લડી લેવાનો વરસાદનો મૂડ.

"આવ રે મેહુલા આવ
       મેહુલા અષાઢના રે"

હેપી એન્ડ સેઈફ મોન્સૂન
    



Saturday, June 29, 2013


ફોટોગ્રાફી: ઝારા તસવીર સે તું 
 

ઉત્તરખંડમાં થયેલા જળપ્રલયની તસવીર જોતા જ દિલ કંપી ઉઠે અને એક પ્રશ્ન થાય કે ફોટામાં આવું હશે તો વાસ્તવિકતા કેવી હશે? સર્વત્ર કાટમાળ, સ્થળ ત્યાં જળ, અને સલીલની શક્તિથી બદલી ગયેલું ચિત્ર, એક વિડીયો કે તસવીર સ્વરૂપે અપણા સુધી પોહ્ચ્યું. અઢળક ફોટા, જુદા જુદા સ્થળોનીં સમય સાથે બદલતી સ્થિતિ અને રાહતકાર્યની ગતિની વાત ફોટા દ્વારા સમજાતી ગઈ. આવી પરિસ્થિતિ થાય ત્યારે કેમેરામેને જીવના જોખમે સાહસ કરવું પડે પોતાની જાત સાથે લાખો રૂપિયાનો દાગીનો (કેમેરો) ડેમેજ ન થાય તેની પણ તકેદારી રાખવી પડે. પુરહોનારત, ભૂકંપ અને વાવાઝોડાની તસ્વીરો સમયાંતરે અપના સુધી પોહચતી રહે છે. પરંતુ, રોજબરોજના વ્યવહારમાં અને બદલતી મોસમ સાથે બનતી જતી ઘટનાઓના ફોટામાં ક્યારેક હટકે કહી શકાય આવું ચિત્ર પ્રકાશિત થાય છે. જેમ કે, વર્ષાઋતુમાં કળા કરતો મોર, શહેરમાં કોન્ક્રીટના જંગલ પર ઘેરાતા વાદળો, જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન, નદી કે તળાવમાં ધુબાકા મારવા પડેલા છોકરાઓ આ તમામ ચિત્રો આપણે ડે મોડમાં જોયા જ હશે. આ ઉપરાંત દરિયા કિનારે ફરવા ગયા હોય કે કોઈ હિલ સ્ટેશને સનસેટનો ફોટો સૌ કોઈ એ પોતાના મોબાઈલ કે કેમેરામાં લીધો જ હશે. આ સાથે સ્વજનને હાથ નીચે રખાવીને એક વાર બધા એ ફોટો પડાવ્યો જ હશે. આ પછી મુસાફરીમાં રાત્રે નીકળ્યા હોય અને સૂર્યોદય થાય ત્યારે બસ ટ્રેન કે પોતાની ગાડીમાંથી સનરાઈઝનો સીન ઝીલવાની કોશિશ સૌએ કરી હશે અને સફળતા પણ મેળવી હશે. 


ફોટોગ્રાફી એટલે લાઇવ જતી વસ્તુને એક ક્ષણ માટે સ્ટીલ કરવા નો પ્રયત્ન, આવનારા સમયમાં વીતેલી ક્ષણોને યાદ રાખવા ઝેલેલું દ્રશ્ય, આજના સંદર્ભે કોઈ માહિતી કે સાઈનબોર્ડને લખવાની અવેજીમાં કરેલી ક્લિક, પ્રસંગોની ટાઈમલાઈન અને ફોટો પાડનારની કંઈક હટકે નજરનો નમુનો. ફોટોગ્રાફીનું નામ સાંભળતા છેલ્લે પડેલા ફોટા કે પ્રસંગની વાત તાજી થાય જાય ફોટોગ્રાફીનો ઈતિહાસ ઘણો જુનો અને રસપ્રદ છે. કેમેરા ટેકનોલોજીના ક્ષેત્રે ઈતિહાસની દિશામાં વિહંગાવલોકન કરીએ ત્યારે આરબ વ્યક્તિનું નામ પ્રથમ હરોળમાં આવે આ માણસ એટલે અલ્હાઝેન આ વ્યક્તિએ સૌ પ્રથમ કેમેરાનું સર્જન કર્યું જેને કેમેરા ઓબ્સ્ક્યુંરા પણ કેહવામાં આવે છે. અત્યંત લો રિઝોલ્યુશનવાળો આ કેમેરો આજની અતિ આધુનિક ટેકનોલોજીનું પ્રથમ પગથીયું હતું. કેમેરાના ઈતિહાસમાં અન્ય કેટલાક નામ પણ સંકળાયેલા છે. જેને પોતાની જરૂરિયાત પ્રમાણે આ કેમેરા સિસ્ટમમાં ફેરફાર કર્યા. જેમ સંશોધક કરતા અમલમાં મુકનારનું પ્રદાન નોધનીય હોય છે .એમ પ્રથમ ફોટો 1827ની સાલમાં જોસેફ નાઈસફોર દ્વારા ખેચવામાં આવ્યો હતો અને કેમેરો હતો ઓબ્સ્ક્યુંરા. 




આ ક્ષેત્રએ ગોકળગાયની ગતિએ પ્રગતિ કરી અને નેગેટીવ ઈમેજ પ્રોસેસિંગનું શરૂઆત થઇ. આ સાથે રોલ યુગના મંગલાચરણ થયા કેમેરા ડિવાઈસ બદલાતા ગયા. પણ રોલનું સ્થાન અચલ રહ્યું. પરંતુ, મેમરીકાર્ડ અને ચીપ ટેકનોલોજીનું આગમન થતા રોલના નાના ટુકડાએ વિદાય લીધી લેન્સના મંડાણથી ફોટોગ્રાફીમાં ક્રીએટીવીટીનું મંડાણ થયું. એક આંખ બંધ કરીને પાડવા પડતા ફોટામાં સર્જનાત્મકતા લાવવી એક કપરું કામ હતું. આ ઉપરાંત ફોટા ફેઈલ થવાની સંભાવના હતી અને કેમેરા બેકસ્ક્રિન જેવી કોઈ સવલત ન હતી. જે રીતે લેન્સના અંદરના કાચ ગોઠવાયેલા હોય તે રીતે ફોટા પડતા. આજના ઝૂમ લેન્સનો ઉપયોગ ટેલીસ્કોપમાં થતો 1834ના સમયગાળામાં ઝૂમ લેન્સે કેમેરાબોડી સાથે હાથ મિલાવ્યા અને કાયમ માટે મોબાઈલમાં સીમ કાર્ડની માફક જોડાય ગયા. આ લેન્સનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર રાષ્ટ્ર હતું અમેરિકા. ત્યાર બાદ ફોકસ કરતા કેમેરાની શરૂઆત થઇ બ્લેક એન્ડ વાઈટ ફોટામાંથી કલર ફોટાની ટેકનોલોજી વિકસી. ટેકનોલોજી મોંઘી બનતા આ ફોટોગ્રાફીના ધંધામાં આવી આજે ડિઝાઈનીંગ ઘરે ઘરે વસી ગયું છે. તેનો શ્રેય ફોટો માટેના સોફ્ટવેરને જાય છે. આજે કોઈ ફોટો લેબ પર આધાર રાખવો પડતો નથી. આજે લેન્સ આધારિત ફોટોગ્રાફી બની છે અને ફોટો ફેઈલ જવાની બીક રહી નથી.
     

ફોટોપ્રિન્ટ માટે મુખ્ય ત્રણ પ્રકારના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં મેટ, ગ્લોસી અને મેટાલિકનો સમવેશ થાય છે. મેટ કાગળ આવું આવે છે. જેમાં કોઈ ફિંગર પ્રિન્ટ પડતા નથી.  ગ્લોસીમાં ફિંગર પ્રિન્ટ આવે છે અને મેટાલિક સૌથી મોંઘો કાગળ છે. જેમાં 100% કલરની  આવે છે વાઈલ્ડ લાઈફના ફોટામાં પશુ કે પંખીની ચોક્કસ મુવમેન્ટ માટે ખુબ રાહ જોવી પડે છે. આજે બધું કેમેરા ઓરિયેન્ટેડ થઇ ગયું છે એટલે હવે આર્ટનું તત્વ શોધવું પડે છે. કારણ કે આજે કેમરાનો ઓટો મોડ મોટાભાગની વસ્તુ સેટ કરી આપે છે. આજે કેમેરા જ  આવે છે જેમાં  એક ક્લિક પર 20 થી 30 ફોટા એક સાથે પડી જાય છે. કોઈ નેચર ફોટો પડવો હોય તો ચોક્કસ ટાઈમિંગ જરૂરી છે. કેમેરા સસ્તા બોડી નબળી અને વધુ ડેલીકેટ બનતી ગઈ. આજે વરસાદના ફોટા પાડવા સૌથી વધુ રિસ્કી બન્યા છે. તેમ  પણ આજે ફોટાનું વૈવિધ્ય થયું નથી. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ફોટાની ઝલક માટે ગુગમાં ઈમેજ ક્લિક કરી સર્ચ બોક્ષમાં બેસ્ટ ઈમેજ ઓફ વલ્ડ ટાઈપ કરો અને ફોટનો આનંદ માણો.    

   

Friday, June 21, 2013


બસ યાદે રેહ જતી હૈ
સમયનો સ્વભાવ સરવાનો છે અને પરિસ્થિતિઓને બદલવાનો છે 15 જુલાઈ એ 163 વર્ષ જૂની તાર સેવા વિદાય લેશે.એક ઈતિહાસ બની જશે. આમ તો સમયની સાથે ઘણી બધી ટેકનોલોજી આઉટ ઓફ સર્વિસ બની જાય છે. જે ક્યારે આવી હતી તેનો ખ્યાલ હોતો નથી. પણ એક અસર આપણી પર રહેલી હોય છે. શરૂઆતમાં જયારે ટેલીફોન આવ્યા ત્યારે દરેક અંક પર એક ગોળ ચક્કર હતું જેના થકી નંબર ડાઈલ થતો. તારનો  આવિષ્કાર હાલમાં અંતિમ તબ્બકામાં છે આજના ઈ મેઈલ યુગમાં તારની વાત થોડી જૂની લાગે પણ માત્ર તાર જ નહિ પણ આવી વસ્તુઓની પેલે પારની વાતો વાગોળીએ. જે એક સમયે વ્યવહાર સાથે જોડાયેલી હતી
ઓડિયો કેસેટ
 
ઈ સ 1935 પછીના દાઈકા બાદ જે કોઈ ફિલ્મો આવી તે મોટાભાગની ફિલ્મોના ગીત ઓડીઓ કેસેટમાં રેકોર્ડ થતા. આ કેસેટ 45 કે 90 મિનીટની હતી અને એ તેમજ બે એમ બે બાજુ વાગતી. એમા પણ જો કોઈ મનપસંદ ગીત ફરી વગાડવું હોય તો રીવાઈન્ડ થાય તેની રાહ જોવી પડતી. અને કોઈ ગીત સ્કીપ કરવું હોય તો આજના રીમોટની માફક નેક્સ્ટ બટનની સગવડ ન હતી. ગમતા ગીતનું કોઈ સારા એમ્પલીફાયરમાં રેકોર્ડીંગ કરાવવું પડતું. કેસેટનો આવિષ્કાર ફિલિપ્સ કંપનીને આભારી છે. મેગ્નેટિક ટેપ ધરાવતી કેસેટ પર ગીત સંગીત અને કોઈ કથા રેકોર્ડ કરવામાં આવતી. આ કેસેટ માટેના વોક મેન પણ બજારમાં ઉપલબ્ધ હતા. સી ડીના આગમન બાદ કેસેટના યુગનો અંત આવ્યો અને ટ્રેક પર ગીત પ્લે થવા લાગ્યા. આજે સી ડી વોક મેનની જગ્યાએ આઈ પોડે સૌના હાથમાં રહીને ઈયર ફોન મારફતે કાનમાં નાદ કરે છે.

પેજર
 
આજના એસ એમ એસ માટે એક સમયે એક આખું અલગ સાધન હતું. જેમાંથી ટેક્સ્ટ મેસેજ આવતા અને જતા. 1950 માં સૌ પ્રથમ પેજર લોન્ચ થયું હતું અને જે રીતે કોઈ કન્યા કેડે કંદોરો પેરે તેમ પુરુષો પોતાના પટ્ટા પર પેજર પોરવતા. સૌ પ્રથમ મોટોરોલા કંપનીએ પેજરને બજારમાં મુક્યું આ એક લો પાવર ટ્રાન્સમીશન હતું. આ પેજરમાં પણ ઘણા પ્રકારો હતા ટુ વે પેજર, ન્યુમેરિક પેડ પેજર, આલ્ફા ન્યુમેરિક, પેજર જે પ્રમાણે તેના નામ હતા તે પ્રમાણે તે કામ કરતા. મોબાઈલ આવતા આ સાધને વિદાય લીધી. પણ એક વાત નોટ કરવી પડે કે સૌ પ્રથમ પેજર બનાવનાર અને મોબાઈલ બનાવનાર કંપની એટલે મોટોરોલા.
બીજું અસરકારક પાસું કે આ પેજર ટ્રેક થઇ શકે તેમ ન હતા. એટલે આજના વોટ્સ એપની જેમ કયો સંદેશો  ક્યાંથી આવ્યો છે અને તેનો સર્જક કોણ છે એ જાણવું એ રણમાં સોય શોધવા સમાન હતું. સંદેશાઓનું લોકેશન જાણી શકાતું ન હતું. એક ગેરફાયદો એ પણ હતો કે જે સંદેશો કોઈ અન્ય પેજરને મોકલવામાં આવતો એ દરેક ટ્રાન્સમીશન પરથી ટ્રાન્સમીટ થતો. બહુ ઓછા સમયમાં આ પેજરનો સુર્યાસ્ત આપણે ત્યાં થયો.

ફ્લોપી
 
1960ના સમય બનેલી ફ્લોપી કોમ્પ્યુટરનું પ્રથમ પોર્ટેબલ ડિવાઈસ હતું. આજના એક્સ રે જેવું કળા રંગનું મટીરિઅલ ઉપયોગમાં લેવાતું. અને તેમાં ડેટા સ્ટોર કરવામાં આવતો પરંતુ, માર્યાદિત ક્ષમતાના લીધે તે પેન ડ્રાઈવનું સ્થાન ન લઇ શકી. આ સાથે ફ્લોપીનો ડેટા વાંચવા માટે  એક ચોક્કસ પ્લેયરની આવશ્યકતા રેહતી. ખૂબ મોટા ડેટા માટે આ ઉપકરણ નકામું બની જતું અને કોઈના ખિસ્સામાં રહે તેવી કોઈ સગવડ ન હતી. જો અંદરની મેગ્નેટિક પ્લેટમાં કોઈ અડચણ ઉભી થાય તો ડેટાને જતા કરવા પડે. આ ઉપરાંત જો અંદરના કળા રંગના ભાગમાં કોઈ કાણું પાડી દે તો ગમે તેવો મહત્વનો ડેટા ક્રેશ થયો સમજો. એક વાત આ ઉપકરણની નોંધવી પડે કે કોઈ પણ પ્રકારનો ડેટા તે પોતાની અંદર સમાવી લે. બસ તેની સાઈઝ નાની હોવી જોઈએ. એ પણ એમ.બી.માં એટલે આજનું કોઈ એક મસ્ત ગીત આ ફ્લોપીના નાખો એટલે ડ્રાઈવફૂલની એરર આવે. આજને પેનડ્રાઈવએ ફ્લોપી ડ્રાઈવનો રસ્તો કરી નાખ્યો. જી.બી.માં જગ્યા આપીને ફ્લોપીને રવાના કરી દીધી. આ સાથે કોમ્પ્યુટરની પેહલી હરતી ફરતી ડ્રાઈવની સાંજ ઢળી ગઈ.
 
ટાઈપ રાઈટર

ટાઈપ રાઈટરની શોધ 1860માં થઇ હતી અને આજની પ્રિન્ટ સમાન લખાણ લખવા અને સાચવવા તેનો ઉપયોગ થતો. સૌ પ્રથમ 1829માં વિલિયમ ઓષ્ટિને એક સાધન બનાવ્યું. જેને ટાઈપોગ્રફર નામ આપવામાં આવ્યું તેમનું આ ટાઈપ રાઈટર લંડનના સાઈન્સ મ્યુઝિયમમાં સચવાયેલું છે. આ ટાઈપ રાઈટરમાં અંગ્રેજી ભાષામાં અક્ષરો હતા.  જે સમય જતા જે તે અન્ય ભાષામાં બન્યા અને ઉપયોગમાં આવ્યા. આ એવું  સાધન હતું જેમાં સીધું જ પ્રિન્ટ થતું. એક વખત ટાઈપ થઇ ગયું એટલે ફાઈનલ(પ્રૂફ કરવા ન મળતું). સુધારા વધારા કરવા માટે બીજો કાગળ લેવો પડે. પણ કોન્પ્યુટર આવતા સુધારા વધારાને અવકાશ મળ્યો અને પ્રિન્ટને વેગ મળ્યો. આજે સોફ્ટકોપીનો યુગ છે. ત્યારે હાર્ડકોપીનો પણ એક સમય હતો. જો કે, ઘણા લોકોએ ટાઈપ રાઈટર બનાવવા કમર કસી હતી. પણ એક સફળ ટાઈપ રાઈટર 1868માં ક્રીશ્તોફર લાથમેં બનાવ્યું. 1910માં સરિયાથી ચાલતું યંત્ર શોધાયું. જે સૌથી વધુ વેચાયું અને વપરાયું. આજના કોમ્પ્યુટર કી બોર્ડની માફક તેમાં કોઈ બેકસ્પેસનું બટન ન હતું પણ શિફ્ટની સુવિધા હતી. શરૂઆતમાં આવેલા ટાઈપ રાઈટર ઈલેક્ટ્રોનિક ન હતા. જે પછીથી વીજ જોડાણવાળા બન્યા અને ત્યાર બાદ બેટરીથી ચાલતા. ટાઈપ રાઈટર પણ આવ્યા હતા કોમ્પ્યુટર આવતા. આ સાધને સમાધી લીધી

ફોનમાંથી ઈન્ફ્રારેડ
 
ઈન્ફ્રારેડ એટલે બ્લુટુથ પેહલાની ટેકનોલોજી. જેના થકી ફોનના કોઈ ડેટાને શેર કરી શકતો. પણ જો બે માંથી એક ડીવાઈસ જરા પણ હલી જાય તો ટાઈ ટાઈ ફીશ. બધો ડેટા અને કનેક્શન ફેઈલ થાય જાય. આજના ફોનમાં આવી કોઈ ટેકનોલોજી જોવા મળતી નથી. ઈન્ફ્રારેડ તો એક પ્રકારના કિરણો હતા. જેના માધ્યમ પરથી ડેટા શેર થતો. પણ આ શેરીગ માટે બે ફોનને ચોક્કસ સમય સુધી એકબીજા સાથે જોડેલા રાખવા પડતા. ઉપરાંત, તે જરા પણ હાલી ન જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી. ફોનમાં આ માટે એક આખો એરિયા રાખવામાં આવતો અને તે બીજા ઈન્ફ્રારેડ ધરાવતા ફોનમાં પણ હોવો જરૂરી હતો. જો કોઈ ડેટાની સાઈઝ વધારે હોય તો બે ફોન પકડી પકડીને હાથ રહી જાય. અને સમય જાય એ તો જુદું. બ્લુટુથ આવતા આ ટેકનોલોજીને વિદાય મળી.  ઈન્ફ્રારેડની સરખામણીમાં ઘણા ઝડપથી થતા ટ્રાન્સમીશનનો સમય શરુ થયો. પણ ધીમે ધીમે બ્લુટુથ પણ તેમના અંતિમ સમય બાજુ ગતિ કરી રહ્યું છે અને વાઈ ફાઈ ટેકનોલોજી સ્થાન લઇ રહી છે. ફોનમાં જેમ જેમ ડેટા વધતા ગયા તેમ તેમ શેરીંગ માટેના માધ્યામો પણ મોટા થતા ગયા    

ટ્રેક બોલવાળા માઉસ
ડગ્લસ `એન્ગેલ્બર્તએ કોમ્પ્યુટરના માઉસની શોધ કરી આ નાનકડો ઉંદર દરેક કોમ્પ્યુટર વપરાશકર્તાના હાથમાં સમાય ગયો છે. એક સમય જો માઉસની નીચે આવેલી નાની દડી કાઢી નાખવામાં આવે એટલે માઉસ, સીમ કાર્ડ વિનાના મોંબાઈલ જેવું બની જાય. આ દડી તેમાં ફરી રાખી શકાતી એટલે તે ફરી પોતાનું કામ કરવા લાગતું. માઉસની શોધમાં  ટોમ ક્રેસ્તાનનું નામ પણ જોડાયેલું છે.  જેને સૌ પ્રથમ આ ટ્રેક બોલવાળા માઉસની શરૂઆત કરી અને અમલમાં પણ મુક્યું એ સમય હતો 1952નો ત્યાર પછીના સમયમાં આ દડી તૂટી જાય તો ઉપરનું બોડી નકામું બને. તે હેતુથી આ દડીવાળા માઉસનો સુર્યાસ્ત થતો આ સાથે જ લેઝર ધરાવતા માઉસની શરૂઆત થઇ જે આજદિન સુધી કામ આપે છે.




Wednesday, May 22, 2013


શિક્ષણ ક્ષેત્રે મોંઘવારી અને સમસ્યાઓ
                              તાજેતરમાં ગુજકેટ અને ધો 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. દરેક જિલ્લાનું ટકાવારી આધારિત પરિણામ બહાર પડ્યું અને ગુજકેટના 40 હાજર જેટલા વિદ્યાર્થીઓનું ભાવે સામે આવ્યું. એક તરફ આવા પરિણામોથી શિક્ષણ વિભાગની કામગીરી બાહર આવે છે તો બીજી તરફ આ જ શિક્ષણ વિભાગમાં કૌભાડ થાય છે અને સુપ્રિમ કોર્ટ સુધી મુદ્દો લંબાય છે. થિયરી અને પ્રેક્ટિકલ વચ્ચે વિભાજીત થયેલા શિક્ષણના અનેક વિષયોનું જે તે અભ્યાસ ક્રમમાં મહત્વ છે. પરંતુ, હવે મેળવેલા ગુણની ગણતરી થોડી અટપટી બની છે ખાસ કરીને ધો 12ના વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ આધારિત કસોટીઓથી માર્કશીટ સાથે અન્ય પરીક્ષાનું પરિણામ પત્રક સમજતા થોડી વાર લાગે છે. બીજી બાજુ ઇજનરી અને ફાર્મસીમાં પ્રવેશ પ્રક્રિયા શરુ થાય ગઈ છે ત્યારે પ્રાયોગિક કાર્યમાં ગુણ સરકાર નક્કી કરશે. પણ સરકારી કાર્યવાહીમાં ગોકળગાયની નહિ પણ જેટ વિમાન જેવી ઝડપની આવશ્યકતા છે.

           દેશના દરેકમાં ખૂણામાં સક્ષારતા લાવવાના પ્રયાસોમાં શિક્ષણતંત્રને નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. થોડા સમય પેહલા હરિયાણાના પૂર્વ પદાધિકારી તેમજ તેના પુત્રને શિક્ષકોની ભરતીની બાબતે કાઈદાકીય પગલાઓનો સામનો કરવો પડ્યો આવી જ બિનકુશળ શિક્ષકોની ભરતીની વાત સુપ્રીમ સુધી પોહચી છે. વિદ્યા સહાયકોના ટેકે શિક્ષણ વિતરણ થઇ રહ્યું છે. શિક્ષકો માટે ટેટની કસોટી ફરજીયાત બનાવી દેવામાં આવી છે તેમ છતાં શોર્ટ કટના રસ્તે ઘુસી ગયેલા લોકો સુપ્રિમની નજરે ચડ્યા છે. શિક્ષક સહાયકને શિક્ષણનો શત્રુ કેહવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાતની વાતને હજુ સંપૂર્ણ સફળતા મળી નથી. જ્યાં શિક્ષક જ યોગ્ય ના હોય ત્યાં બાળકોનું ભાવી કેમ ઉજળું થવાનું?, આવા બાળકોની સામે અનેક પ્રશ્નાર્થ છે. આ સાથે એક સારી વાત એ છે કે સરકારે શિક્ષણ પાછળના બજેટમાં વધારો કર્યો છે તેથી સ્થિતિમાં થોડો સુધારો થયો છે. વર્ગખંડ અને શાળાના સંકુલો શૌચાલય જેવી સુવિધાઓથી સજ્જ છે પણ આજે શિક્ષકોની લાઈકત સામે વાંધો ઉઠ્યો છે.
                   
                                  ગુજરાતને શિક્ષણના સંદર્ભે મળેલા આદેશથી હવે શિક્ષકોની લાયકાત સુપ્રિમને જણાવવી પડશે. વાત યોગ્ય અને યથાર્થ છે સમાજને  માટે શિક્ષણએ પાયો છે. પરંતુ આજે સાક્ષારતાના દ્રષ્ટિકોણથી કેરલા જેવા રાજ્યોની સામે સરખામણી થઇ શકે નહિ. ઉચ્ચ કક્ષાના કોર્ષ અમલમાં મુકવામાં આવ્યા છે ત્યારે પ્રાથમિક શિક્ષણની હાલત આઘાત લગાડે એવી છે. ઉપરાંત સહાયકો 2500 રૂપિયામાં ફરજ બજાવે છે. શિક્ષણ ક્ષેત્રનું આ ચિત્ર છે જે પ્રાથમિક શિક્ષણ આપતા વિદ્યા સહાયકોનું છે. અધૂરું જ્ઞાન ક્યારેક હાનિકારક સાબિત થાય પણ શિક્ષકો પાસે જ પૂરું જ્ઞાન ન હોય તો શિક્ષા લેનાર વર્ગ પણ અધૂરા ઘડા સમાન જ હોવાનોને ? જે છલકાયા કરે...

                        
     આપણે ત્યાં જે તે વ્યવસાયના મુદ્દે એક જૂથનું અસ્તિત્વ હોય છે. જે સરકારની સામે રણે ચડવાના પ્રસંગોમાં પોતાના જૂથની એકતા કેટલી સક્રિય છે તે દર્શાવવા પ્રયાસો કરે છે.પછી ભલે અંદર સ્પર્ધાનું તત્વ હોય. શું આ જૂથ કોઈને મફત શિક્ષણ ન આપી શકે? પ્રાથમિક શિક્ષણના કથળતા સ્તર માટે બીજા પણ કેટલાક પાસાઓ જવાબદાર છે. જેવા પૈસા તેવી ક્વોલીટી અને ક્વોનટીટી. આ વાત શિક્ષણ ક્ષેત્રે પણ લાગુ પડે છે નિયમિત શિક્ષકોની સામે 25% ઓછા પગારથી કામ  કરનારા અન્ય સમયમાં વિદ્યા દાન આપે અને આર્થિક સધ્ધર થવા પ્રયત્ન કરે તો તેને ટ્યુશનના સામ્રાજ્યનો સભ્ય ગણવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા શું 2500 રૂપિયાના ઘર ચાલે?

                 દિવસે ને દિવસે સાક્ષરતા  વધતા શિક્ષણ પણ મોંઘુ બનતું જાય છે. વસ્તીની મોટી સંખ્ય સામે સરકાર બધે પોહચી ન વડે તેથી તે બીજી બિન સરકારી શૈક્ષણિક સંસ્થાને  આપે છે. જેથી સક્ષારતા વધે દેશના નાનામાં નાના ખૂણામાં જ્ઞાનની જ્યોત પ્રગટે. પરંતુ, ચિત્ર આનાથી  વ્યસ્ત રચાતું જાય છે. ફીના મથાળાની ઊચી કિમત વસુલતા સંકુલો સામે જયારે વાલીઓની હૈયાવરાળ ઉકળે છે ત્યારે કયું સંધ તેને સાંભળે છે?  શિક્ષણના નામે થતા  વેપલાથી કોઈ સમાજ અજાણ નથી. આજે શાળાકીય સમયના ખર્ચા સામે કોલેજના એક સત્રની ફીનો આકડો રચાતો હોય એવું લાગે છે એટલે કે
શાળાકીય અભ્યાસના ખર્ચા = કોલેજની ફી

              ભ્રષ્ટાચારના વ્યાપમાંથી શિક્ષણ ક્ષેત્ર બાકાત નથી. આ સાથે પ્રાથમિક શિક્ષણ લેવાના સમયે બાળમજૂરી કરતા લોકોની સંખ્યા પણ નાની નથી. એક તરફ સરકારે સુપ્રિમ સામે પ્રત્યુતર આપવાનો છે, તો સિક્કાની બીજી બાજુનું દ્રશ્ય બદલવા અસરકારક પગલાઓ પણ લેવાની જરૂરિયાત છે. આ ક્ષેત્રમાં હવે કેવા અને ક્યાં ફેરફાર થશે અને ક્યાંપ્રકારનાં પગલાઓ લેવાશે તે માંટે વેઇટ એન્ડ વોચ.

Saturday, May 11, 2013

ટેકનોલોજી: આતી રહેંગી બહારે...

છેલ્લા ચાર માસમાં ટેકનોલોજી ક્ષેત્રે બે મહત્વનાં દિવસો પસાર થયા. જેમાંથી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ઈન્ટરનેટએ 30મો જન્મદિવસ ઉજવ્યો. જયારે 30 એપ્રિલના દિવસે વર્લ્ડ વાઈડ વેબ 20 વર્ષનું થયું. વિશ્વના પ્રથમ વેબ પેજને 20 વર્ષ પુરા થયા. જેના પરથી આધિનિકતાના બીજ કેટલા વર્ષો પૂર્વે રોપાયા હતા તેની માહિતી મળી. એક તરફ ટેકનોલોજીની ક્ષિતિજ વિલિન બની છે ત્યારે વિશ્વને આધુનિક ગામડું બનાવવાનો શ્રેય ટેકનોલોજીને જાય છે. આ ક્ષેત્રે આજે ક્રાંતિ થઇ છે. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીએ પાયાથી પરિવર્તન લાવ્યું છે. ઇલેક્ટ્રોનીક્સ અને ગેઝેટની દિશામાં વિચારીએ તો મહાકાય મશીનથી લઈને મશીનમેન એટલે કે રોબોટ સુધીના તમામ સાધનો ટેકનોલોજીની વ્યખ્યામાં આવી જાય. જયારે ટેલીકોમ્યુનીકેશનની બાજુ નજર કરીયે તો ટેલીફોનથી લઈને સ્માર્ટ ફોન અને તેનાથી પણ આગળ ટેબ્લેટ સુધીની યાત્રાને ટેકનોલોજીની વિશાળતામાં સમાય જાય છે. ટેકનોલોજીના મહાસાગરમાં મરજીવા બનીને આટો  મારીએ તો સ્પેશ ટેકનોલોજી, સેટેલાઈટ વિભાગ, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સર્વિસ, અતિ આધુનિક મશીનો અને બીજા અનેક વિષયોનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગો ઈન્ટરનેટ નામની ચેનલ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. 


 શિક્ષણથી શરુ કરીને સિનેમા સુધી અને વેપારથી લઈને સંદેશ વ્યવહાર સુધીના તમામ ક્ષેત્રોનુ ચિત્ર બદલાવવામાં વિજ્ઞાન અને ટેકનોલોજી પાયામાં છે. આજના ઓનલાઈન યુગમાં ટેકનોલોજીએ સમાજના તમામ વર્ગને આવરી લીધા છે. શૈક્ષણિક ક્ષેત્રે વાત કરીએ તો આગાઉના વર્ગખંડ આજના સ્માર્ટ ક્લાસ બન્યા છે અને ફિલ્મ રૂપે વિષયને સમજાવવામાં આવે છે. ટેકનોલોજીનું ક્ષેત્ર જ્ઞાનનો ભંડાર છે તો ઈન્ટરનેટ સર્વિસએ સમુદ્ર છે. ઉપકરણો અને સેવાના સંયુક્ત સાહસથી આજે દરેક માનવી થોડો ઘણો ટેકનોસેવી બન્યો છે.વર્તમાન સમયે કોઈ પણ વિભાગ ઈ સર્વિસની અસરમાંથી બાકાત નથી. સાહિત્યને સમાજ સુધી અને માનવીય સંવેદનાને સ્વજનો સુધી ચિત્રાત્મક રૂપે પોહચાડતું કોઈ મધ્યામ હોય તો એ ટેકનોલોજી છે. અત્યારે મોબાઈલ એપ્સનો યુગ છે ટેકનોલોજી આજે એક અસરકારક મધ્યામ બની છે. તેમાં પણ સોશિઅલ મીડિયાએ આજે લોકોને એક અભિવ્યક્તિને વેહ્ચાવાની તક આપી છે. આ સાથે મહત્વની વાત એ પણ છે કે ટેકનોલોજીએ જેટલી સગવડ ઉભી કરી છે એટલી સમસ્યા પણ સર્જી છે.

 કોમ્પ્યુટર અને સંદેશ વ્યવહારને બાદ કરતા પણ કેટલાય એવા ક્ષેત્રો છે જ્યાં ટેકનોલોજી સક્રિય થઇ છે. અપણા દેશે ટેકનોલોજીના ક્ષેત્ર એક સફળતા મેળવી છે. જે ખરેખર પ્રશંસનીય છે અણું  ક્ષેત્રથી માંડીને વિજાણું ક્ષેત્ર સુધી એક બદલાવ પાછળ આ નાનકડા મધ્યામના પ્રયાસો જવાબદાર છે. આજે અપના દેશે મિસાઈલ બનાવવાની અને મેટ્રો ટ્રેન દોડાવવાની ક્ષમતા હાંસલ કરી છે. ટેકનોલોજીની બાબતમાં અમેરિકા અપનાથી થોડા ડગલા આગળ છે. પરંતુ ભારત આર્થિક રીતે સધ્ધર અને માનવશ્રમના મુદ્દે અધ્ધર છે .આજે 11મી મેં એટલે આપણી ત્રિશુલ મિસાઈલના પરીક્ષણનો દિવસ, સ્વદેશી વિમાન હંસ 3ની પ્રથમ ઉડાનનો દિન. અણું ટેકનોલોજીના પ્રારંભમાં ડો હોમી ભાભાના પ્રયત્નો બિરદાવવા લાયક  છે. પોખરણમાં અણુ પરીક્ષણ પણ આજના દિવસે કરવામાં આવ્યું હતું. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે કૃષિ ક્ષેત્ર પણ વૈજ્ઞાનિક પદ્ધતિની દિશા ખુલી છે દેશની હરિયાળી ક્રાંતિ આ વિજ્ઞાનિક અભિગમને આભારી છે.

આ ઉપરાંત આ દિવસે રાષ્ટ્રપતિ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઉમદા કાર્ય કરનારને રાષ્ટ્રીય ટેકનોલોજી એવોર્ડ એનાયત કરે છે. સરકારનો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સતત આવી વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કરતો રહે તો અનેક શાખામાં વિસ્તરેલી ટેકનોલોજીની એક ઝાંખી જોવા મળે.
રોજબરોજના દિવસને સરળ અને સગવડતા ભર્યું બનાવવામાં ટેકનોલોજીનો સિહ ફાળો છે જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જાય છે તેમ જૂની ટેકનોલોજી વિદાય લેતી જાય છે ટેકનોલોજી ક્ષેત્રે પર વિનાના આવિષ્કારો આ વિશ્વને કઈ દિશામાં બદલી નાખશે એ અવર્ણનીય છે 

Tuesday, May 07, 2013

ઈ વેસ્ટ : ડીજીટલ ડીવાઈસ નકામા બને ત્યારે.....

           રોજ બરોજના સાધનની ઉપયોગીતાથી અપને સૌ વાકેફ છીએ ત્યારે એક સ્માર્ટ ફોનથી લઈને લેપટોપ સુધીના ડીવાઈસ અપની જરૂરિયાત બન્યા છે. એક નાની પેન ડ્રાઈવથી લઈને ઇઅર ફોન સુધીની આ ટેકનોલોજીના સાધનોએ જીવનશૈલીને બદલી નાખી છે એમ કહવામાં કઇ ખોટું નથી. આજે બદલતી જતી અદ્યતન ટેકનોલોજીએ જેટલી સગવડતા ઉભી કરી છે એટલી જ અગવડતા ઉભી કરી છે. જેટલો આ ઉપકરણોનો ઉપયોગ થાય છે એટલો તેનો કચરો પણ બને છે જેને ઈ વેસ્ટ કેહવામાં આવે છે. આ એ વેસ્ટ એટલે બગડી ગયેલી પેઈન ડ્રાઈવ, ન ચાલતી સી ડી કે ડી વી ડી, ખોટકાઈ ગયેલું માઉસ અને બીજા ઘણા બધા ઉપકરણોનો સમાવેશ થાય છે. આજે દુનિયામાં વધતા જતા પર વિનાના આવિષ્કારોમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. ત્યારે સામે  જતી ટેકનોલોજીના નાકમાં બનતા જતા ઉપકરણોમાં પણ વધારો થતો જાય છે આ પણ એક વાસ્તવિકતા છે.
        આખા વિશ્વમાં વર્ષે  1.2  મિલિયન જેટલો કચરો ભેગો થાય છે. એક  આ એક  ચિંતાનો વિષય છે.   તરફ આવા ઉપકરણોનું રિસાઇકલિન્ગ થાય છે જેમાંથી બીજા કેટલાક સાધનો પણ બનાવવામાં આવે છે. તો કેટલાક બાળીને ભસ્મ કરવામાં આવે છે. અમેરિકા જેવા દેશમાં એક આખો વિભાગ આવા કચરા માટે બનાવવામાં આવ્યો છે. જે કેટલાક કચરાઓને શક્ય એટલા વધારે વાપરવા લાયક બાનાવે છે. જેમાં મોટા ભાગે કોઈ પણ ડીવાઈસમાં વાયર, કોઈ પ્લાસ્ટિક, તેમજ નાની મોટી લાઈટનો હિસ્સો વધારે હોય છે આગામી સમયમાં એક યુઝ એન્ડ થ્રો ટેકનોલોજી આવે તો નવાઈની વાત નહિ એક સવાલ એમ પણ થાય કે આવા કચરાનું શું થતું હશે??
             મોટાભાગના કોમ્પ્યુટરને લગતા ભંગારને ફરી વાપરવા યોગ્ય બનાવવવામાં આવે છે. જેમાંથી મોટા ભાગે એક પ્રકારના પ્લાસ્ટિકને કાઢી લેવામાં આવે છે. તો બાકીના લોખંડના પતરાઓને પીગાળીને નવા આકારમાં ઢળવામાં આવે છે એટલે આ થયું જુના કાચા માલમાંથી નવી વસ્તુની નિર્માણ. આ પ્રકારના સાધનોમાં પેઈન ડ્રાઈવની ટકાવારી વધારે હોય છે. બીજી તરફ નજર કરીએ તો આવા ડીજીટલ ઉકેડાઓ વધતા જાય છે. જે વિશ્વમાં પ્રદુષણ ફેલાવે છે. પણ તે ગ્લોબલ વાર્મિગને આંશિક રીતે અસર કરે છે. વધતી જતી ટેકનોલોજીએ જીઅવન સરળ બનાવ્યું છે તો આ પ્રકારનો કચરો જેમાંથી કેટલોક મેટલ આધારિત હોય છે.જેમાં થોડો ઘણો ફેરફાર કરીને નવું રૂપ આપવામાં આવે છે.
           આ કચરાની સમસ્યા આખા જગતમા છે. જેમાંથી અમેરિકા ધીમે ધીમેં બાકાત થતો જાય છે આવા કચરામાં 80 થી 85% વીજળીને લગતી સામગ્રીનો સમાવેશ થાય છે. દર વર્ષે 20 થી 25 મિલિયન જેટલા આવા કચરાનો નાશ કરવામાં આવે છે. જેમાં કેટલાક કચરાને બાળી નાખવામાં આવે છે. આખા જગતના કુલ ઈ કચરામાંથી 12.5% કચરો જ ફરી ઉપયોગમાં લેવામાં આવે છે. બાકીના કચરાને સ્વાહા કરવામાં આવે છે. આ માટે એક ચોક્કસ જગ્યા હોય છે.  જ્યાં આસપાસના વિસ્તારોમાં દુર દુર સુધી કોઈ વસાહત હોતી નથી.
            આવા કચરામાં કેટલોક કચરો સ્ફોટક હોય છે. જેમાંથી અતિ હાનીકારક ધુમાડા પર પાણીનો મારો ચલાવવામાં આવે છે અને તેનો નાશ કરવામાં આવે છે. અપના દેશમાંથી પણ આવા કચરાનું મેનેજમેન્ટ થાય તે અતિ આવશ્યક છે આ પ્રકારના કચરાનો   નિકાલ ન થાય તો વધુને વધુ કચરો જમીન રોકે છે તથા ઉપયોગ વિહોણી બનાવે છે બીજી તરફ આવો કચરો ઈલેક્ટ્રોનિક લાઈનના સંપર્કમાં આવતા તે શોક સર્કીટમાં તે જવાબદાર બને છે  

Tuesday, April 30, 2013

 સ્ત્રીઓ જીમમાં અને પુરુષો પાર્લરમાં. 

                      આજના આધુનિક યુગ યુગમાં બદલાતા સમયની સાથે આજની મહિલાઓનો અને પુરુષોનો  અભિગમ બદલતો જાય છે. ખાસ કરીને યુવાવર્ગ પોતાની સ્વસ્થતા અને સૌંદર્ય પ્રત્યે જાગૃત બન્યા છે. આજે લોકોનો એક વર્ગ ખાસ કરીને સ્ત્રીઓ પોતાની તંદુરસ્તી માટે જાગ્રત બની છે. તો બીજી તરફ યુવાનો  બ્યુટી પાર્લરમાં જઈને પોતાની દેખાવને ઉજળો કરવા પ્રયાસો કરે છે. એક એ સમય હતો જયારે યુવાનો જીમમાં જતા આજની યુવતીઓ એક તરફ જીમમાં જાય છે તો સાથે સાથે બ્યુટી ટ્રીટમેન્ટ લેવામાં પણ પાછળ નથી એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાત ખુબ ચર્ચામાં છે ત્યારે સ્ત્રીઓનો એક આખો વર્ગ આજે પોતાની રીતે ફીટ એન્ડ ફાઈન રહેવા આગળ આવતો જાય છે. આજના સમયને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય કે સ્ત્રીઓ ફિગરની સાથે જીગરને પણ મજબુત બનાવવા સ્ત્રીઓ કમર કસે છે 

              આજના યુવાનો હવે બ્યુટી પાર્લર ની મુલાકાત લતા થઇ ગયા છે તે પણ ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે છે જેમાં આઈ બ્રો, ગોલ્ડ મસાજ, હર્બલ મસાજ, ફેસિયલ, બ્લીચનો સમાવેશ થાય છે તો હેર સ્ટાઈલમાં સ્લોપ, ચાઇનીઝ, મશરૂમ અને ઝીગઝેક કટનો સમાવેશ થાય છે આજે મહાનગરમાં બોડી મસાજ, ઓઈલ મસાજ, જેલ, ટ્રીટમેન્ટને આવરી લેવાય છે જેની  કિંમત થોડી  વધારે હોય છે તો નવી પેઢીમાં યુવાનોએ પણ જીમને જાકારો આપ્યો નથી કોઈ ફીટ રેહવા તો કોઈ સલમાનની જેમ મસલ્સ બનાવવા તો કોઈ સિક્સ પેક્સ માટે 

                       
         આજની યુવા પેઢી પોતાની વેલ્થની સાથે હેલ્થ પ્રત્યે પણ સભાન  બની છે. ત્યારે તેની સાથે સિનીયર સિટીઝનનો એક વર્ગ પણ સક્રિય થયો છે ઘરની મહિલાઓ આજે જીમ જોઈન કરે છે. તો સાથે સાથે દાદાની ઉમરના લોકો પોતાનાથી બનતી કસરત કરીને સ્વસ્થ જીવન જીવે છે કોઈ પણ ફિટનેસ સાથે ખોરાકીને સીધો સબંધ છે તેથી બહારના જંકફૂડ કરતા પ્રોટીનયુક્ત આહારના હવે લોકો આગ્રહી બન્યા છે. ખાસ કરીને સ્ત્રીઓએ  આ દ્રષ્ટિકોણ ઝડપથી અપનાવી લીધો છે. પોતાના કપડા જ્વેલરી તેમજ ફૂડની સાથે તે હવે પોતાની ફિટનેસની બાબતે પણ હવે થોડી ચૂઝી બની છે. આજે તે સવારે પોતાના ચા નાસ્તાની સાથે રોજની રનીંગ અને એક્સસાઈઝ પણ કરે છે અને પોતાના બોડીને ફીટ બનાવે છે. એક સમયે માત્ર રસોઈ કરતી સ્ત્રી આજે એક ફિટનેસ ટ્રેનર પણ બની છે તેમાં કોઈ બે મત નથી. સ્ત્રી આજે મન અને તનથી સશક્ત થવા આગળ આવી છે. આ સાથે થોડા અલગ દ્રષ્ટિકોણથી જોઈએ તો આજે મહિલાઓ જે રીતે જાગૃત થઇ  છે તે પાછળ ઘણા કારણો છે કે ફિટનેસ અને જીમનો ક્રેઝ વધતો જાય છે. જીમમાં સારી એવી સેફટી પણ રાખવામાં આવે છે ત્યારે તેમની સાથે એક લેડી જીમ ટ્રેનર તેને ટ્રીટ કરે છે. આજે છોકરીઓ પણ છોકરાવની માફક વર્ક આઉટ કરે છે. આજે જીમમાં 14 વર્ષથી   લઈને 60 વર્ષ સુધીની મહિલાઓ આવે છે જેમાં હાઉસ વાઈફનો પણ એક વર્ગ છે. જે લોકો દરરોજ ન આવી શકે તે માટે જીમવાળા તેમને સપ્તાહમાં ત્રણ થી ચાર વખત બોલાવવામાં આવે છે. ખાસ કરીને જયારે સ્ત્રી પ્રેગ્નેટ હોય ત્યારે તેમની કસરતમાં ખાસ ધ્યાન અપવામાં આવે છે. લોકો પર પણ થોડો આધાર હોય છે કારણ કે દરેકની શારીરિક  ક્ષમતા જુદી હોય છે. તો  સાથે સાથે ખોરાકી પણ અસર કરે છે. આજનો ફાસ્ટ ફૂડ પૂરે  પૂરો કેલેરીથી ભરપુર છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલ  વધારે છે. આજની સ્ત્રીઓ એરોબીક્સ પણ કરે છે. જેમાં ડાન્સનો એક ટચ હોય છે, યોગા પણ સારા છે. પણ તે  શરીરની અંદરની રચનાને મજબુત કરે છે. ગરમી ફિટનેસને ખુબ અસર કરે છે. આજે યુવતીઓ હાર્ડ વર્ક આઉટ પણ કરે છે. જેમાં લીફ્ટ વધારે રાખવામાં આવે છે. આ સાથે જાણીતા ફિટનેસ ટ્રેનરના સુત્રો પણ  યાદ રાખવા જેવા છે.        

"સિકસ પેક કિચનમાં બને છે જીમમાં એક શેઈપ આપવામાં આવે છે 
Running Walking And Yoga cares your Body but take care about your Diet " 
હરીશભાઈ જોશી 
(ટ્રેનર) 

"Eat Healthy And Be Healthy."
વૃતિકા કુંભારાણા             
     (ટ્રેનર) 

પુરક માહિતી:- હરીશભાઈ જોશી.

                                                                                                                              


 

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...