"હું ક્રિકેટ વગર જીવી શકીશ કે નહિ પણ ક્રિકેટ સદાય મારામાં જીવિત રહેશે"
-સચિન તેંદુલકર
સોળ નવેમ્બેર 2013નો દિવસ ઈતિહાસની નોંધપોથીમાં કંઈક આગવી રીતે લખાય ગયો. માસ્ટર બ્લાસ્ટર સચિનની વિદાય એક યાદગાર ક્ષણ બની ગઈ. સમગ્ર વિશ્વએ આ ઘટનાની નોંધ લીધી અને ક્રિકેટના વિશાળ રેકોર્ડ સાથે સચિનનું નામ પણ એક રેકોર્ડ બુકમાં અમર થઇ ગયું. સચિનની આ વિદાય એટલે એક રેકોર્ડના આંકડાને લાગેલું પૂર્ણવિરામ. જેને સમયાંતરે યાદ કરવામાં આવશે ત્યારે સચિન ફરી લોકોના હ્રદયમાં લાઈવ થશે. તેની રમતમાં એક લય હતી, એક સ્પાર્ક હતો જેને જોઇને એક વાર તો કોઈ મંત્રમુગ્ધ બની જાય. પણ દરેકના ક્ષેત્ર સાથે ક્યાંક ખૂણામાં પડેલો કે કેલેન્ડરની તારીખ સાથે જોડાયેલો શબ્દ એટલે એ નિવૃત્તિ. માત્ર ક્રિકેટમાં જ નહિ પણ દરેક માનસના જીવનમાં એ જે તે ક્ષેત્ર સાથે જોડાયેલી છે. કોઈ યોગ્ય સમય લે છે તો કોઈ સમયથી પેહલા. નિવૃત્તિ એટલે ક્ષેત્રની પાછળ મુકેલું પૂર્ણવિરામ, ક્ષેત્રની ભાગદોડીમાંથી મળતો કાયમી વિરામ, જે તે ફિલ્ડને ફોલ્ડ કરી ફેમેલીને આપવામાં આવતું ફુલ્ એસાઈમેન્ટ, ફ્રેન્ડસને ગમે ત્યારે આપી શકાય એવું કમિટમેન્ટ. પરંતુ, જે ફિલ્ડને આપણે અલવિદા કહ્યું હોય છે તે સદાય અપની અંદર ક્યાંકને ક્યાંક જીવતું હોય છે. ક્યારેક કોઈ વખતે અચાનક એ ક્ષેત્ર આપણી સામે તરવરવા લાગે છે એટલે કે માણસ ભલે નિવૃત થાય પણ જે તે સેક્ટર સાથે તે હતો તેની સાથે તેનું મન વત્તા ઓછા અંશે સક્રિય હોય છે. કોઈ પણ ફિલ્ડમાંથી નિવૃત થવું જોઈએ પણ નિષ્ક્રીય નહિ. આપણે અભ્યાસ વખતે કંઈક શીખતા હોયએ છીએ જયારે યુવાનીમાં તેને સાથે લયને દોડીએ છીએ અને વૃધાવસ્થામાં તે ક્ષેત્ર સાથે ચાલી શકાય છે. જીવનની બીજી ઇનિંગમાં પણ ટેસ્ટ મેચ જેવું રમી શકાય છે બસ એક ફિલ્ડ સાથે આપણી કંટીન્યુટી હોવી જોઈએ. નિવૃત્તિ એટલે કોઈ વિષયને મૂકી દેવો એવું નહિ પણ એના માહોલ છોડી દેવો. રતન ટાટાએ પણ નિવૃત્તિ લીધી છે પણ તેમ છતાં એક કંપની મેનેજમેન્ટના અને એક વિનીગ પાવરના ફોર્મ્યુલા તેના મનમાં જીવે છે. આજે તે નિવૃત છે પણ ધીમી ગતિએ પ્રવૃત પણ છે.
રાજનીતિથી લઈને રમતના મેદાન સુધીના તમામ ક્ષેત્રમાં રીટાયરમેન્ટ હોય છે જ. પણ રાજકારણમાં તો કોઈ નિવૃત્તિ શબ્દ ઉચ્ચારતું પણ નથી અને રણછોડની માફક રાજીનામાંની વાતો કરે છે. નિવૃત્તિ એક બદલાવ આપે છે જેથી આપણા મનના ભાવ પણ બદલે છે. કારણ કે આઝાદી કોને ન ગમે?? પણ એક ક્ષેત્ર હોય છે જે સતત આપણી સાથે કોઈ એક વિચારમાં કે વાણીમાં જીવતું હોય છે અને આપણા પર તેની એક અસર હોય છે. એક પ્રયોગ કરવા જેવો છે કે એક વખત કોઈ કારણ વિના આપણે આપણી શાળાએ જઈએ અને ત્યાં મેદાનમાં રમતા બાળકોને જોતા આપણે જે તે ગેમ પાછળ કરેલી પ્રેક્ટિસ યાદ આવી જાય છે. લતા મંગેશકરે પણ નિવૃત્તિ લીધી છે પણ રીયાઝ છોડ્યો નથી. એક બાજુ જે તે ગીત સાથે રહેલી યાદ છે તો બીજી તરફ અનુભવની ખુબ સારી રેફરન્સ બુક હોય છે. જિંદગીના વીતેલા સમયમાં કેટલાક પાનાઓ પર એવી યાદો રહેલી હોય છે જે અપણા દાયકાને તાજો કરી દે છે અને એક નવું જોમ અપણામાં રેડે છે.
આઉટ ઓફ ધ બોક્ષ.
કોઈ પણ વયે આઉટડેટેડ થાવ એના કરતા દરેક ક્ષણે અપડેટ થઇ જાવ.
(હેટ્સ ઓફ જિંદગી પુસ્તકમાંથી)
No comments:
Post a Comment