શિક્ષણ ક્ષેત્રે મોંઘવારી અને સમસ્યાઓ
ગુજરાતને શિક્ષણના સંદર્ભે મળેલા આદેશથી હવે શિક્ષકોની લાયકાત સુપ્રિમને જણાવવી પડશે. વાત યોગ્ય અને યથાર્થ છે સમાજને માટે શિક્ષણએ પાયો છે. પરંતુ આજે સાક્ષારતાના દ્રષ્ટિકોણથી કેરલા જેવા રાજ્યોની સામે સરખામણી થઇ શકે નહિ. ઉચ્ચ કક્ષાના કોર્ષ અમલમાં મુકવામાં આવ્યા છે ત્યારે પ્રાથમિક શિક્ષણની હાલત આઘાત લગાડે એવી છે. ઉપરાંત સહાયકો 2500 રૂપિયામાં ફરજ બજાવે છે. શિક્ષણ ક્ષેત્રનું આ ચિત્ર છે જે પ્રાથમિક શિક્ષણ આપતા વિદ્યા સહાયકોનું છે. અધૂરું જ્ઞાન ક્યારેક હાનિકારક સાબિત થાય પણ શિક્ષકો પાસે જ પૂરું જ્ઞાન ન હોય તો શિક્ષા લેનાર વર્ગ પણ અધૂરા ઘડા સમાન જ હોવાનોને ? જે છલકાયા કરે...
આપણે ત્યાં જે તે વ્યવસાયના મુદ્દે એક જૂથનું અસ્તિત્વ હોય છે. જે સરકારની સામે રણે ચડવાના પ્રસંગોમાં પોતાના જૂથની એકતા કેટલી સક્રિય છે તે દર્શાવવા પ્રયાસો કરે છે.પછી ભલે અંદર સ્પર્ધાનું તત્વ હોય. શું આ જૂથ કોઈને મફત શિક્ષણ ન આપી શકે? પ્રાથમિક શિક્ષણના કથળતા સ્તર માટે બીજા પણ કેટલાક પાસાઓ જવાબદાર છે. જેવા પૈસા તેવી ક્વોલીટી અને ક્વોનટીટી. આ વાત શિક્ષણ ક્ષેત્રે પણ લાગુ પડે છે નિયમિત શિક્ષકોની સામે 25% ઓછા પગારથી કામ કરનારા અન્ય સમયમાં વિદ્યા દાન આપે અને આર્થિક સધ્ધર થવા પ્રયત્ન કરે તો તેને ટ્યુશનના સામ્રાજ્યનો સભ્ય ગણવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા શું 2500 રૂપિયાના ઘર ચાલે?
શાળાકીય અભ્યાસના ખર્ચા = કોલેજની ફી
ભ્રષ્ટાચારના વ્યાપમાંથી શિક્ષણ ક્ષેત્ર બાકાત નથી. આ સાથે પ્રાથમિક શિક્ષણ લેવાના સમયે બાળમજૂરી કરતા લોકોની સંખ્યા પણ નાની નથી. એક તરફ સરકારે સુપ્રિમ સામે પ્રત્યુતર આપવાનો છે, તો સિક્કાની બીજી બાજુનું દ્રશ્ય બદલવા અસરકારક પગલાઓ પણ લેવાની જરૂરિયાત છે. આ ક્ષેત્રમાં હવે કેવા અને ક્યાં ફેરફાર થશે અને ક્યાંપ્રકારનાં પગલાઓ લેવાશે તે માંટે વેઇટ એન્ડ વોચ.
No comments:
Post a Comment