તો અક્ષરો શિક્ષણ પૂરતા જ માર્યાદિત બની જશે.
એકવીસમી સદી તથા આ ટેકનોલોજીના યુગમાં કાગળની કોપી એ સોફ્ટ કોપી બનતી જાય છે અને ધીમે ધીમે બધું સ્ક્રિનિંગ થતું જાય છે. સવારના સમય આવતા છાપાથી લઈને ફોર્મ ભરવા સુધીની વિધિ હવે ઓનલાઈન બની છે. કી બોર્ડ પરના સારા સારા ફોન્ટથી બધા લોકોના અક્ષર સારા બન્યા છે. ઓનલાઈન યુગ આવતા સમય ન લાગ્યો તેનાથી પણ ઓછો સમયમાં એપ્લીકેશન એરાને લોકોએ સ્વીકાર્યો. ઓનસ્ક્રીન ફોન્ટના વૈવિધ્યના લીધે એક આકર્ષકતાનું સાતત્ય ટકી રહ્યું છે. જાહેર ખબરથી લઈને જોઈનીંગ સુધીના દરેક કાગળ પર શબ્દો એક હોય શકે છે પણ તેના અક્ષર જુદા જુદા હોય છે. કોલેજકાળ પૂરો થતા ટેકનોલોજીની દિશામાં આગેકુચ કરતા લોકોની સહી પૂરતા અક્ષર હવે સીમિત બન્યા છે. કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોન આવતા હાથે લખેલું લખાણ માર્યાદિત વર્ગમાં જોવા મળે છે. શિક્ષણમાં પણ ટેકનોલોજીનો એક ટચ લગતા વર્ગખંડ હવે સ્માર્ટક્લાસ બનતા જાય છે. બાળપણમાં સારા અક્ષર માટે થતી મેહનત સમય જતા હવે કી બોર્ડ પર હાથ બેસાડવામાં જાય છે. આ આજની વાસ્તવિકતા છે. છેલ્લે તમે ક્યારે તમારા અક્ષરમાં લખાણ લખ્યું હતું યાદ છે?? કી બોર્ડની કી એ કલમમાંથી નીકળતા અક્ષરને એક બાઉન્ડ્રીમાં બાંધી દીધા છે. જેમાં એક ચોક્કસ વર્ગ કામ કરે છે.
ઓનલાઈનની દુનિયામાં રોજ નવા નવા સાહસ થતા જાય છે ત્યારે અક્ષરનું મૂલ્ય પરીક્ષા પુરતું જ થતું જાય છે. દરેક ક્ષેત્રે નવી ટેકનોલોજી આવતા હવે તો જાહેરાતના બોર્ડ પણ ચોક્કસ ફોન્ટ સાથે કોમ્પ્યુટર બેઇઝ થતા જાય છે એટલે હવે પેઈન્ટરનું કાર્યક્ષેત્ર કોઈ રિક્ષા કે દિવાલો પર ચિત્ર દોરવા પુરતું જ રહ્યું છે. ઈ ફેસેલીટીના લીધે અક્ષરની આવરદા ધીમે ધીમે ઘટતી જાય છે. આજે સહી પર અંગ્રેજી ભાષાએ પોતાનો કોપી રાઇટ મૂકી દીધો હોય એવું લાગે છે. તમે છેલ્લે માતૃભાષામાં ક્યારે સહી કરી હતી? અક્ષરનો એક ઈતિહાસ છે પણ અત્યારે એવું લાગે છે કે આજની પેઢી ભવિષ્યમાં તેના દાદા કે પપ્પાએ રાખેલી સી.ડી.,ડી.વી.ડી. કે પેન ડ્રાઈવ શોધશે કારણ કે આ તો સોફ્ટ કોપી યુગ છે. અક્ષર માણસ સાથે રહે છે પણ હવે માત્ર પ્રારંભિક તબ્બકા પુરતું અને શિક્ષણ- અક્ષરજ્ઞાન લેવા પુરતું જ માર્યાદિત રેહશે. રાયટીંગની આ રિયાલીટી આવનારા સમયમાં કેવું ચિત્ર ઉભું કરશે એ માટે જસ્ટ વેઇટ એન્ડ વોચ
No comments:
Post a Comment