Friday, June 21, 2013


બસ યાદે રેહ જતી હૈ
સમયનો સ્વભાવ સરવાનો છે અને પરિસ્થિતિઓને બદલવાનો છે 15 જુલાઈ એ 163 વર્ષ જૂની તાર સેવા વિદાય લેશે.એક ઈતિહાસ બની જશે. આમ તો સમયની સાથે ઘણી બધી ટેકનોલોજી આઉટ ઓફ સર્વિસ બની જાય છે. જે ક્યારે આવી હતી તેનો ખ્યાલ હોતો નથી. પણ એક અસર આપણી પર રહેલી હોય છે. શરૂઆતમાં જયારે ટેલીફોન આવ્યા ત્યારે દરેક અંક પર એક ગોળ ચક્કર હતું જેના થકી નંબર ડાઈલ થતો. તારનો  આવિષ્કાર હાલમાં અંતિમ તબ્બકામાં છે આજના ઈ મેઈલ યુગમાં તારની વાત થોડી જૂની લાગે પણ માત્ર તાર જ નહિ પણ આવી વસ્તુઓની પેલે પારની વાતો વાગોળીએ. જે એક સમયે વ્યવહાર સાથે જોડાયેલી હતી
ઓડિયો કેસેટ
 
ઈ સ 1935 પછીના દાઈકા બાદ જે કોઈ ફિલ્મો આવી તે મોટાભાગની ફિલ્મોના ગીત ઓડીઓ કેસેટમાં રેકોર્ડ થતા. આ કેસેટ 45 કે 90 મિનીટની હતી અને એ તેમજ બે એમ બે બાજુ વાગતી. એમા પણ જો કોઈ મનપસંદ ગીત ફરી વગાડવું હોય તો રીવાઈન્ડ થાય તેની રાહ જોવી પડતી. અને કોઈ ગીત સ્કીપ કરવું હોય તો આજના રીમોટની માફક નેક્સ્ટ બટનની સગવડ ન હતી. ગમતા ગીતનું કોઈ સારા એમ્પલીફાયરમાં રેકોર્ડીંગ કરાવવું પડતું. કેસેટનો આવિષ્કાર ફિલિપ્સ કંપનીને આભારી છે. મેગ્નેટિક ટેપ ધરાવતી કેસેટ પર ગીત સંગીત અને કોઈ કથા રેકોર્ડ કરવામાં આવતી. આ કેસેટ માટેના વોક મેન પણ બજારમાં ઉપલબ્ધ હતા. સી ડીના આગમન બાદ કેસેટના યુગનો અંત આવ્યો અને ટ્રેક પર ગીત પ્લે થવા લાગ્યા. આજે સી ડી વોક મેનની જગ્યાએ આઈ પોડે સૌના હાથમાં રહીને ઈયર ફોન મારફતે કાનમાં નાદ કરે છે.

પેજર
 
આજના એસ એમ એસ માટે એક સમયે એક આખું અલગ સાધન હતું. જેમાંથી ટેક્સ્ટ મેસેજ આવતા અને જતા. 1950 માં સૌ પ્રથમ પેજર લોન્ચ થયું હતું અને જે રીતે કોઈ કન્યા કેડે કંદોરો પેરે તેમ પુરુષો પોતાના પટ્ટા પર પેજર પોરવતા. સૌ પ્રથમ મોટોરોલા કંપનીએ પેજરને બજારમાં મુક્યું આ એક લો પાવર ટ્રાન્સમીશન હતું. આ પેજરમાં પણ ઘણા પ્રકારો હતા ટુ વે પેજર, ન્યુમેરિક પેડ પેજર, આલ્ફા ન્યુમેરિક, પેજર જે પ્રમાણે તેના નામ હતા તે પ્રમાણે તે કામ કરતા. મોબાઈલ આવતા આ સાધને વિદાય લીધી. પણ એક વાત નોટ કરવી પડે કે સૌ પ્રથમ પેજર બનાવનાર અને મોબાઈલ બનાવનાર કંપની એટલે મોટોરોલા.
બીજું અસરકારક પાસું કે આ પેજર ટ્રેક થઇ શકે તેમ ન હતા. એટલે આજના વોટ્સ એપની જેમ કયો સંદેશો  ક્યાંથી આવ્યો છે અને તેનો સર્જક કોણ છે એ જાણવું એ રણમાં સોય શોધવા સમાન હતું. સંદેશાઓનું લોકેશન જાણી શકાતું ન હતું. એક ગેરફાયદો એ પણ હતો કે જે સંદેશો કોઈ અન્ય પેજરને મોકલવામાં આવતો એ દરેક ટ્રાન્સમીશન પરથી ટ્રાન્સમીટ થતો. બહુ ઓછા સમયમાં આ પેજરનો સુર્યાસ્ત આપણે ત્યાં થયો.

ફ્લોપી
 
1960ના સમય બનેલી ફ્લોપી કોમ્પ્યુટરનું પ્રથમ પોર્ટેબલ ડિવાઈસ હતું. આજના એક્સ રે જેવું કળા રંગનું મટીરિઅલ ઉપયોગમાં લેવાતું. અને તેમાં ડેટા સ્ટોર કરવામાં આવતો પરંતુ, માર્યાદિત ક્ષમતાના લીધે તે પેન ડ્રાઈવનું સ્થાન ન લઇ શકી. આ સાથે ફ્લોપીનો ડેટા વાંચવા માટે  એક ચોક્કસ પ્લેયરની આવશ્યકતા રેહતી. ખૂબ મોટા ડેટા માટે આ ઉપકરણ નકામું બની જતું અને કોઈના ખિસ્સામાં રહે તેવી કોઈ સગવડ ન હતી. જો અંદરની મેગ્નેટિક પ્લેટમાં કોઈ અડચણ ઉભી થાય તો ડેટાને જતા કરવા પડે. આ ઉપરાંત જો અંદરના કળા રંગના ભાગમાં કોઈ કાણું પાડી દે તો ગમે તેવો મહત્વનો ડેટા ક્રેશ થયો સમજો. એક વાત આ ઉપકરણની નોંધવી પડે કે કોઈ પણ પ્રકારનો ડેટા તે પોતાની અંદર સમાવી લે. બસ તેની સાઈઝ નાની હોવી જોઈએ. એ પણ એમ.બી.માં એટલે આજનું કોઈ એક મસ્ત ગીત આ ફ્લોપીના નાખો એટલે ડ્રાઈવફૂલની એરર આવે. આજને પેનડ્રાઈવએ ફ્લોપી ડ્રાઈવનો રસ્તો કરી નાખ્યો. જી.બી.માં જગ્યા આપીને ફ્લોપીને રવાના કરી દીધી. આ સાથે કોમ્પ્યુટરની પેહલી હરતી ફરતી ડ્રાઈવની સાંજ ઢળી ગઈ.
 
ટાઈપ રાઈટર

ટાઈપ રાઈટરની શોધ 1860માં થઇ હતી અને આજની પ્રિન્ટ સમાન લખાણ લખવા અને સાચવવા તેનો ઉપયોગ થતો. સૌ પ્રથમ 1829માં વિલિયમ ઓષ્ટિને એક સાધન બનાવ્યું. જેને ટાઈપોગ્રફર નામ આપવામાં આવ્યું તેમનું આ ટાઈપ રાઈટર લંડનના સાઈન્સ મ્યુઝિયમમાં સચવાયેલું છે. આ ટાઈપ રાઈટરમાં અંગ્રેજી ભાષામાં અક્ષરો હતા.  જે સમય જતા જે તે અન્ય ભાષામાં બન્યા અને ઉપયોગમાં આવ્યા. આ એવું  સાધન હતું જેમાં સીધું જ પ્રિન્ટ થતું. એક વખત ટાઈપ થઇ ગયું એટલે ફાઈનલ(પ્રૂફ કરવા ન મળતું). સુધારા વધારા કરવા માટે બીજો કાગળ લેવો પડે. પણ કોન્પ્યુટર આવતા સુધારા વધારાને અવકાશ મળ્યો અને પ્રિન્ટને વેગ મળ્યો. આજે સોફ્ટકોપીનો યુગ છે. ત્યારે હાર્ડકોપીનો પણ એક સમય હતો. જો કે, ઘણા લોકોએ ટાઈપ રાઈટર બનાવવા કમર કસી હતી. પણ એક સફળ ટાઈપ રાઈટર 1868માં ક્રીશ્તોફર લાથમેં બનાવ્યું. 1910માં સરિયાથી ચાલતું યંત્ર શોધાયું. જે સૌથી વધુ વેચાયું અને વપરાયું. આજના કોમ્પ્યુટર કી બોર્ડની માફક તેમાં કોઈ બેકસ્પેસનું બટન ન હતું પણ શિફ્ટની સુવિધા હતી. શરૂઆતમાં આવેલા ટાઈપ રાઈટર ઈલેક્ટ્રોનિક ન હતા. જે પછીથી વીજ જોડાણવાળા બન્યા અને ત્યાર બાદ બેટરીથી ચાલતા. ટાઈપ રાઈટર પણ આવ્યા હતા કોમ્પ્યુટર આવતા. આ સાધને સમાધી લીધી

ફોનમાંથી ઈન્ફ્રારેડ
 
ઈન્ફ્રારેડ એટલે બ્લુટુથ પેહલાની ટેકનોલોજી. જેના થકી ફોનના કોઈ ડેટાને શેર કરી શકતો. પણ જો બે માંથી એક ડીવાઈસ જરા પણ હલી જાય તો ટાઈ ટાઈ ફીશ. બધો ડેટા અને કનેક્શન ફેઈલ થાય જાય. આજના ફોનમાં આવી કોઈ ટેકનોલોજી જોવા મળતી નથી. ઈન્ફ્રારેડ તો એક પ્રકારના કિરણો હતા. જેના માધ્યમ પરથી ડેટા શેર થતો. પણ આ શેરીગ માટે બે ફોનને ચોક્કસ સમય સુધી એકબીજા સાથે જોડેલા રાખવા પડતા. ઉપરાંત, તે જરા પણ હાલી ન જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી. ફોનમાં આ માટે એક આખો એરિયા રાખવામાં આવતો અને તે બીજા ઈન્ફ્રારેડ ધરાવતા ફોનમાં પણ હોવો જરૂરી હતો. જો કોઈ ડેટાની સાઈઝ વધારે હોય તો બે ફોન પકડી પકડીને હાથ રહી જાય. અને સમય જાય એ તો જુદું. બ્લુટુથ આવતા આ ટેકનોલોજીને વિદાય મળી.  ઈન્ફ્રારેડની સરખામણીમાં ઘણા ઝડપથી થતા ટ્રાન્સમીશનનો સમય શરુ થયો. પણ ધીમે ધીમે બ્લુટુથ પણ તેમના અંતિમ સમય બાજુ ગતિ કરી રહ્યું છે અને વાઈ ફાઈ ટેકનોલોજી સ્થાન લઇ રહી છે. ફોનમાં જેમ જેમ ડેટા વધતા ગયા તેમ તેમ શેરીંગ માટેના માધ્યામો પણ મોટા થતા ગયા    

ટ્રેક બોલવાળા માઉસ
ડગ્લસ `એન્ગેલ્બર્તએ કોમ્પ્યુટરના માઉસની શોધ કરી આ નાનકડો ઉંદર દરેક કોમ્પ્યુટર વપરાશકર્તાના હાથમાં સમાય ગયો છે. એક સમય જો માઉસની નીચે આવેલી નાની દડી કાઢી નાખવામાં આવે એટલે માઉસ, સીમ કાર્ડ વિનાના મોંબાઈલ જેવું બની જાય. આ દડી તેમાં ફરી રાખી શકાતી એટલે તે ફરી પોતાનું કામ કરવા લાગતું. માઉસની શોધમાં  ટોમ ક્રેસ્તાનનું નામ પણ જોડાયેલું છે.  જેને સૌ પ્રથમ આ ટ્રેક બોલવાળા માઉસની શરૂઆત કરી અને અમલમાં પણ મુક્યું એ સમય હતો 1952નો ત્યાર પછીના સમયમાં આ દડી તૂટી જાય તો ઉપરનું બોડી નકામું બને. તે હેતુથી આ દડીવાળા માઉસનો સુર્યાસ્ત થતો આ સાથે જ લેઝર ધરાવતા માઉસની શરૂઆત થઇ જે આજદિન સુધી કામ આપે છે.




No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...