ઈ વેસ્ટ : ડીજીટલ ડીવાઈસ નકામા બને ત્યારે.....
રોજ
બરોજના સાધનની ઉપયોગીતાથી અપને સૌ વાકેફ છીએ ત્યારે એક સ્માર્ટ ફોનથી લઈને
લેપટોપ સુધીના ડીવાઈસ અપની જરૂરિયાત બન્યા છે. એક નાની પેન ડ્રાઈવથી લઈને
ઇઅર ફોન સુધીની આ ટેકનોલોજીના સાધનોએ જીવનશૈલીને બદલી નાખી છે એમ કહવામાં
કઇ ખોટું નથી. આજે બદલતી જતી અદ્યતન ટેકનોલોજીએ જેટલી સગવડતા ઉભી કરી છે
એટલી જ અગવડતા ઉભી કરી છે. જેટલો આ ઉપકરણોનો ઉપયોગ થાય છે એટલો તેનો કચરો પણ
બને છે જેને ઈ વેસ્ટ કેહવામાં આવે છે. આ એ વેસ્ટ એટલે બગડી ગયેલી પેઈન
ડ્રાઈવ, ન ચાલતી સી ડી કે ડી વી ડી, ખોટકાઈ ગયેલું માઉસ અને બીજા ઘણા બધા
ઉપકરણોનો સમાવેશ થાય છે. આજે દુનિયામાં વધતા જતા પર વિનાના આવિષ્કારોમાં
દિવસે દિવસે વધારો થતો જાય છે. ત્યારે સામે જતી ટેકનોલોજીના નાકમાં બનતા
જતા ઉપકરણોમાં પણ વધારો થતો જાય છે આ પણ એક વાસ્તવિકતા છે.
આખા વિશ્વમાં વર્ષે 1.2 મિલિયન જેટલો કચરો ભેગો થાય છે. એક આ એક
ચિંતાનો વિષય છે. તરફ આવા ઉપકરણોનું રિસાઇકલિન્ગ થાય છે જેમાંથી બીજા
કેટલાક સાધનો પણ બનાવવામાં આવે છે. તો કેટલાક બાળીને ભસ્મ કરવામાં આવે છે.
અમેરિકા જેવા દેશમાં એક આખો વિભાગ આવા કચરા માટે બનાવવામાં આવ્યો છે. જે
કેટલાક કચરાઓને શક્ય એટલા વધારે વાપરવા લાયક બાનાવે છે. જેમાં મોટા ભાગે કોઈ
પણ ડીવાઈસમાં વાયર, કોઈ પ્લાસ્ટિક, તેમજ નાની મોટી લાઈટનો હિસ્સો વધારે
હોય છે આગામી સમયમાં એક યુઝ એન્ડ થ્રો ટેકનોલોજી આવે તો નવાઈની વાત નહિ એક
સવાલ એમ પણ થાય કે આવા કચરાનું શું થતું હશે??
મોટાભાગના કોમ્પ્યુટરને લગતા ભંગારને ફરી વાપરવા યોગ્ય બનાવવવામાં આવે છે.
જેમાંથી મોટા ભાગે એક પ્રકારના પ્લાસ્ટિકને કાઢી લેવામાં આવે છે. તો બાકીના
લોખંડના પતરાઓને પીગાળીને નવા આકારમાં ઢળવામાં આવે છે એટલે આ થયું જુના
કાચા માલમાંથી નવી વસ્તુની નિર્માણ. આ પ્રકારના સાધનોમાં પેઈન ડ્રાઈવની ટકાવારી વધારે હોય છે.
બીજી તરફ નજર કરીએ તો આવા ડીજીટલ ઉકેડાઓ વધતા જાય છે. જે વિશ્વમાં પ્રદુષણ
ફેલાવે છે. પણ તે ગ્લોબલ વાર્મિગને આંશિક રીતે અસર કરે છે. વધતી જતી
ટેકનોલોજીએ જીઅવન સરળ બનાવ્યું છે તો આ પ્રકારનો કચરો જેમાંથી કેટલોક મેટલ
આધારિત હોય છે.જેમાં થોડો ઘણો ફેરફાર કરીને નવું રૂપ આપવામાં આવે છે.
આ કચરાની સમસ્યા આખા જગતમા છે. જેમાંથી અમેરિકા ધીમે ધીમેં બાકાત થતો
જાય છે આવા કચરામાં 80 થી 85% વીજળીને લગતી સામગ્રીનો સમાવેશ થાય છે. દર
વર્ષે 20 થી 25 મિલિયન જેટલા આવા કચરાનો નાશ કરવામાં આવે છે. જેમાં કેટલાક
કચરાને બાળી નાખવામાં આવે છે. આખા જગતના કુલ ઈ કચરામાંથી 12.5% કચરો જ ફરી
ઉપયોગમાં લેવામાં આવે છે. બાકીના કચરાને સ્વાહા કરવામાં આવે છે. આ માટે એક
ચોક્કસ જગ્યા હોય છે. જ્યાં આસપાસના વિસ્તારોમાં દુર દુર સુધી કોઈ વસાહત
હોતી નથી.
આવા કચરામાં કેટલોક કચરો સ્ફોટક હોય છે.
જેમાંથી અતિ હાનીકારક ધુમાડા પર પાણીનો મારો ચલાવવામાં આવે છે અને તેનો નાશ
કરવામાં આવે છે. અપના દેશમાંથી પણ આવા કચરાનું મેનેજમેન્ટ થાય તે અતિ
આવશ્યક છે આ પ્રકારના કચરાનો નિકાલ ન થાય તો વધુને વધુ કચરો જમીન રોકે છે
તથા ઉપયોગ વિહોણી બનાવે છે બીજી તરફ આવો કચરો ઈલેક્ટ્રોનિક લાઈનના
સંપર્કમાં આવતા તે શોક સર્કીટમાં તે જવાબદાર બને છે
No comments:
Post a Comment