Monday, November 11, 2013

પરિક્રમા એટલે પ્રકૃતિના પથ પર પદયાત્રા.


પરિક્રમા એટલે પ્રકૃતિના પથ પર પદયાત્રા.

કોઈ પણ ધર્મ અને પ્રકૃતિને સીધો સબંધ છે. ક્યારેક ફળફૂલ રૂપે તો ક્યારેક તેના પાન રૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રકૃતિ આપણી સાથે જોડાયેલી છે. દિવાળી કે ઉનાળાના વેકેશનમાં પ્રકૃતિના ખોળે આનંદ કરવા લોકો ઉપડી જાય છે. આજીવિકા માટેની પરિક્રમામાંથી થોડો બ્રેક આપતા તેહવારો સૃષ્ટિને મળવાનો મોકો આપે છે. દિવાળી બાદ ગિરનારની લીલી પરિક્રમા એટલે જંગલમાં થતી યાત્રા, પગપાળા કરીને કુદરતી તત્વોને પ્રત્યક્ષ માણવાની તક. લીલી પરિક્રમા શરુ થતા જ સિનીઅર સિટીઝનની સ્લો મોશનમાં મેરાથોન શરુ થઇ હોય એવું લાગે બીજી બાજુ પુણ્ય પ્રાપ્ત કરવાના દિવસો સાથે વ્રત અને તપ અતૂટ રીતે જોડાયેલા છે. સંસ્થા કે કોઈ પણ ગ્રુપ દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓની હારમાળા આ પરિક્રમામાં સૌથી વધુ જોવા મળે છે. આ સાથે આખા વર્ષનો વકરો કરવા નાના ધંધાર્થીઓ આ પદયાત્રામાં આવી પોહ્ચે છે. માણસ ભૌતિક વસ્તુથી નથી સંતોષાતો એટલે માત્ર પ્રકૃતિની એક ઝલકથી હાશકરો અનુભવે છે. કુદરતી સંપતિનો સ્પર્શ એટલે લીલી પરિક્રમા એવું કહી શકાય સાથે ભજન અને  વનભોજન તો  ખરું જ. સમય સાથે બદલતી સવલતોને લઈને પ્રકૃતિને પ્રત્યક્ષ નિહાળવાની તક એટલે લીલી પરિક્રમા. યાત્રાની સાથોસાથ અસર કરતી આબોહવા પણ પ્રકૃતિનો એક હિસ્સો છે. કુદરતી તત્વો માણસના ફૂડમાં બદલાવ લાવે છે તો તેનો મુડ પણ બદલે છે. આ વાસ્તવિક સાથે જ કદાચ કુદરતે તેહવાર સાથે પ્રકૃતિને કનેક્ટ કરી હશે. સતત પરિવર્તન પામતી પ્રકૃતિ પણ પોતાની પદયાત્રા કરે છે.

              સુરક્ષાની સીમમાં શરુ થતી લીલી પરિક્રમાની પદયાત્રા મનની અસ્થા સાથે તનની કસરત પણ છે. યુવાનોની ભાષામાં કહીએ તો પરિક્રમાને એક એડવેન્ચર ટુર કહી શકાય. એક તરફ ભક્તોની અસ્થા છે તો એક વર્ગની આજીવિકા છે. હાલમાં કેટલાક એડવાન્સ લોકોએ આ પદયાત્રા શરુ કરી દીધી છે. શિયાળો શરુ ફીટ રેહવા લોકો વેહલી સવારે હલવા-દોડવા નીકળી પડે છે. આ પણ પ્રકૃતિના બદલાતા સ્વભાવો જોવાની એક તક છે. ક્યારેક ઝાકળ તો ક્યારેક દાત કકડાવી દે તેવી ઠંડી, ઝાકળના કારણે ફ્લાઈટમાં કે રેલવેના ટાઇમમાં થતા ફેરફારોએ પ્રકૃતિની થતી એક અસર છે. આ સાથે આપણી દૈનિક પરિક્રમામાં પણ એક પરિવર્તન આવે છે. આ સાથે અપણા તહેવાર અને વ્યવહાર બંને બદલાય છે. દરરોજ ઓફીસના કે ઘરના ડાયનીંગ ટેબલ પર થતા લંચ અને ડીનર કરતા વનભોજનનો લાહવો અદભુ હોય છે. એક તરફ પંખાની હવા અને હમેશા કમ્ફર્ટ ઝોનમાં જીવન જીવતા આપણે થોડો સમય જંગલમાં ઝાડપાન વાળા વિસ્તારના બેડ રૂમ અને પથ્થર પર બેસીને જમવાની મઝા પણ  માણવી જોઈએ. આપણે તો ફોરેસ્ટમાં પણ બેસ્ટ કવરેજ જોઈતું હોય છે...!! આદિમાનવની વાતો તો ઘણી વાર થતી હોય છે પણ લીલી પરિક્રમા રીઅલમાં એ જીવન જીવવાનો મોકો આપે છે.  ગામેગામથી ઉમટી પડતા લોકોમાં જે તે લોક ગીત સાથે ભક્તિનો પણ ધ્વનીસ્પર્શ થાય છે. શહેરની લાઈટીંગ લાઈફમાંથી એક વાર જંગલની ડાર્ક નાઈટનો લાહવો પણ લેવો જોઈયે વાહનોના ટ્રાફિકની કરતા માણસોની ભીડ એક અનેરું વાતાવરણ ખડું કરે છે.

કોઈ પણ પરિક્રમા સાથે એક આસ્થા જોડાયેલી હોય છે એ પછી હજની યાત્રા હોય કે અમરનાથની જાત્રા, જંગલમાં પરિક્રમા હોય કે દ્વારકા સુધીની પદયાત્રા કોઈ પણ પથ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રકૃતિ જોડાયેલી છે. બીજી બાજુ દરેક સ્થળની પ્રકૃતિમાં એક વૈવિધ્ય હોય છે. વનનું સોળે કળાએ ખીલેલું વૈવિધ્ય મંત્રમુગ્ધ કરી દે તેવું હોય છે. ધીમે ધીમે આ પરિક્રમા હવે ગ્લોબલ લેવલે મહત્વની બનતી જાય છે           
                               

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...