ટેકનોલોજી: આતી રહેંગી બહારે...
છેલ્લા
ચાર માસમાં ટેકનોલોજી ક્ષેત્રે બે મહત્વનાં દિવસો પસાર થયા. જેમાંથી
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ઈન્ટરનેટએ 30મો જન્મદિવસ ઉજવ્યો. જયારે 30
એપ્રિલના દિવસે વર્લ્ડ વાઈડ વેબ 20 વર્ષનું થયું. વિશ્વના પ્રથમ વેબ પેજને
20 વર્ષ પુરા થયા. જેના પરથી આધિનિકતાના બીજ કેટલા વર્ષો પૂર્વે રોપાયા હતા
તેની માહિતી મળી. એક તરફ ટેકનોલોજીની ક્ષિતિજ વિલિન બની છે ત્યારે વિશ્વને
આધુનિક ગામડું બનાવવાનો શ્રેય ટેકનોલોજીને જાય છે. આ ક્ષેત્રે આજે ક્રાંતિ
થઇ છે. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીએ પાયાથી પરિવર્તન લાવ્યું છે.
ઇલેક્ટ્રોનીક્સ અને ગેઝેટની દિશામાં વિચારીએ તો મહાકાય મશીનથી લઈને મશીનમેન
એટલે કે રોબોટ સુધીના તમામ સાધનો ટેકનોલોજીની વ્યખ્યામાં આવી જાય. જયારે
ટેલીકોમ્યુનીકેશનની બાજુ નજર કરીયે તો ટેલીફોનથી લઈને સ્માર્ટ ફોન અને
તેનાથી પણ આગળ ટેબ્લેટ સુધીની યાત્રાને ટેકનોલોજીની વિશાળતામાં સમાય જાય છે.
ટેકનોલોજીના મહાસાગરમાં મરજીવા બનીને આટો મારીએ તો સ્પેશ ટેકનોલોજી,
સેટેલાઈટ વિભાગ, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સર્વિસ, અતિ આધુનિક મશીનો અને
બીજા અનેક વિષયોનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગો ઈન્ટરનેટ નામની ચેનલ સાથે
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે.
શિક્ષણથી શરુ કરીને સિનેમા સુધી અને
વેપારથી લઈને સંદેશ વ્યવહાર સુધીના તમામ ક્ષેત્રોનુ ચિત્ર બદલાવવામાં
વિજ્ઞાન અને ટેકનોલોજી પાયામાં છે. આજના ઓનલાઈન યુગમાં ટેકનોલોજીએ સમાજના
તમામ વર્ગને આવરી લીધા છે. શૈક્ષણિક ક્ષેત્રે વાત કરીએ તો આગાઉના વર્ગખંડ
આજના સ્માર્ટ ક્લાસ બન્યા છે અને ફિલ્મ રૂપે વિષયને સમજાવવામાં આવે છે.
ટેકનોલોજીનું ક્ષેત્ર જ્ઞાનનો ભંડાર છે તો ઈન્ટરનેટ સર્વિસએ સમુદ્ર છે.
ઉપકરણો અને સેવાના સંયુક્ત સાહસથી આજે દરેક માનવી થોડો ઘણો ટેકનોસેવી બન્યો
છે.વર્તમાન
સમયે કોઈ પણ વિભાગ ઈ સર્વિસની અસરમાંથી બાકાત નથી. સાહિત્યને સમાજ સુધી અને
માનવીય સંવેદનાને સ્વજનો સુધી ચિત્રાત્મક રૂપે પોહચાડતું કોઈ મધ્યામ હોય
તો એ ટેકનોલોજી છે. અત્યારે મોબાઈલ એપ્સનો યુગ છે ટેકનોલોજી આજે એક અસરકારક
મધ્યામ બની છે. તેમાં પણ સોશિઅલ મીડિયાએ આજે લોકોને એક અભિવ્યક્તિને
વેહ્ચાવાની તક આપી છે. આ સાથે મહત્વની વાત એ પણ છે કે ટેકનોલોજીએ જેટલી સગવડ
ઉભી કરી છે એટલી સમસ્યા પણ સર્જી છે.
કોમ્પ્યુટર અને સંદેશ વ્યવહારને બાદ
કરતા પણ કેટલાય એવા ક્ષેત્રો છે જ્યાં ટેકનોલોજી સક્રિય થઇ છે. અપણા દેશે
ટેકનોલોજીના ક્ષેત્ર એક સફળતા મેળવી છે. જે ખરેખર પ્રશંસનીય છે અણું
ક્ષેત્રથી માંડીને વિજાણું ક્ષેત્ર સુધી એક બદલાવ પાછળ આ નાનકડા મધ્યામના
પ્રયાસો જવાબદાર છે. આજે અપના દેશે મિસાઈલ બનાવવાની અને મેટ્રો ટ્રેન
દોડાવવાની ક્ષમતા હાંસલ કરી છે. ટેકનોલોજીની બાબતમાં અમેરિકા અપનાથી થોડા
ડગલા આગળ છે. પરંતુ ભારત આર્થિક રીતે સધ્ધર અને માનવશ્રમના મુદ્દે અધ્ધર છે .આજે
11મી મેં એટલે આપણી ત્રિશુલ મિસાઈલના પરીક્ષણનો દિવસ, સ્વદેશી વિમાન હંસ
3ની પ્રથમ ઉડાનનો દિન. અણું ટેકનોલોજીના પ્રારંભમાં ડો હોમી ભાભાના પ્રયત્નો
બિરદાવવા લાયક છે. પોખરણમાં અણુ પરીક્ષણ પણ આજના દિવસે કરવામાં આવ્યું
હતું. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે કૃષિ ક્ષેત્ર પણ વૈજ્ઞાનિક પદ્ધતિની દિશા
ખુલી છે દેશની હરિયાળી ક્રાંતિ આ વિજ્ઞાનિક અભિગમને આભારી છે.
આ ઉપરાંત આ
દિવસે રાષ્ટ્રપતિ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઉમદા કાર્ય કરનારને
રાષ્ટ્રીય ટેકનોલોજી એવોર્ડ એનાયત કરે છે. સરકારનો વિજ્ઞાન અને ટેકનોલોજી
વિભાગ સતત આવી વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કરતો રહે તો અનેક શાખામાં વિસ્તરેલી
ટેકનોલોજીની એક ઝાંખી જોવા મળે.
રોજબરોજના દિવસને સરળ
અને સગવડતા ભર્યું બનાવવામાં ટેકનોલોજીનો સિહ ફાળો છે જેમ જેમ નવી
ટેકનોલોજી આવતી જાય છે તેમ જૂની ટેકનોલોજી વિદાય લેતી જાય છે ટેકનોલોજી
ક્ષેત્રે પર વિનાના આવિષ્કારો આ વિશ્વને કઈ દિશામાં બદલી નાખશે એ અવર્ણનીય
છે
No comments:
Post a Comment