સેટેલાઈટ ટેકનોલોજી ક્ષેત્રે દેશનું નવું સાહસ: ઇન્સેટ થ્રી ડી.
રોજબરોજના વ્યવહારમાં નવી જૂની ટેકનોલોજી માનવજીવનની એટલી નજીક આવીને જોડાઈ ગઈ છે કે સવારના એલાર્મથી લઈને નવરાશના સમયમાં ગેમ્સમાં ટાઈમપાસ કરવા સુધીનો સમય ટેકનોલોજી સાથે છીએ.ઓફીસના લેપટોપથી માંડીને લોંગ ડ્રાઈવ પર જવા માટે ચાર્જ કરવું પડતું આઈપોડ, કેમેરા, આઈફોન સ્માર્ટફોન અને ટેબલેટ સુધીના અતિ આધુનિક ઉપકરણો દરરોજના કાર્યનો એક ભાગ બન્યા છે આ આજની વાસ્તવિકતાને નકારી શકાય તેમ નથી. સિનેમાના શોની બુકિંગથી લઈને સેટેલાઈટ સુધીનું તમામ કંટ્રોલિંગ કી બોર્ડની તક તક અને માઉસની ક્લિક પર આધારિત બન્યું છે. હળવાશની પળોથી શરુ કરીને હવામાનની આગાહી સુધીની મોટાભાગની વસ્તુઓ ઓન સ્ક્રીન બની છે. અવારનવાર ન્યુઝ ચેનલો પર દર્શાવતા સમગ્ર દેશના હવામાનમાં સમાચાર અતિ ડિજીટલ સ્વરૂપમાં રજુ થાય છે ત્યારે તેમાં કેટલીક ગ્રાફિક્સ અને થ્રીડી ટેકનોલોજી ભાગ ભજવે છે. હવે, આ ક્ષેત્રને થ્રીડી સેટેલાઈટ ટેકનોલોજી સાથ આપશે.એટલે કે હવે કાળા વાદળોથી માંડીને વરસાદ સુધીના ચિત્રોનું સ્પષ્ટને થ્રીડી વ્યુ સ્ક્રિન પર જોવા મળશે. તારીખ 26 જૂલાઈ એટલે અમદાવાદ બ્લાસ્ટનો દિવસ. આ જ દિવસને ટેકનોલોજીએ હકારાત્મક રીતે પોતાની સાથે જોડી દઈ નવું સાહસ કર્યું એ ભારતનો ઇન્સેટ થ્રી ડી સેટેલાઈટ.
દેશમાં સેટેલાઈટ ટેકનોલોજી ક્ષેત્ર અતિ આધુનિક ટેકનોલોજીની દિશામાં આગળ વધતું જાય છે. દેશનો બીજા નંબરનો એકસકલુઝીવ સેટેલાઈટ જે હવામાનની તલસ્પર્શી માહિતી આપે છે. તે ઇન્સેટ થ્રી ડીનું જાપાનના સહયોગથી લોન્ચિંગ થયું છે આ થ્રી ડી સેટેલાઈટનું કંટ્રોલિંગ આગામી સમયમાં બેંગ્લોર ખાતે આવેલું ઈસરોનું વડુંમથક પોતાના હાથમાં લેશે.નવસર્જનના આ ખેચાયેલા તારના વાવડ વિજ્ઞાનલક્ષી સાહસ અને સિદ્ધિમાં વધારો કરે છે. હજારો લાખો કિમી દુર આવેલા સેટેલાઈટ પર પૃથ્વી પરની હાઈ-ટેકનોલોજી અંકુશ રાખે છે બીજી તરફ થ્રી ડી સેટેલાઈટ આવનારી કુદરતી આફતોની ચેતવણી આપશે. ઉપરાંત કેવા પ્રકારની રેસ્ક્યુ સર્વિસની જરૂર પડશે તેની માહિતી આપશે. જીયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બીટમાં ફરતો આ સેટેલાઈટ કંઈક આગવી ભૂમિકા ભજવશે. ઈસરોની ટીમ દ્વારા તૈયાર થયેલો આ સેટેલાઈટ સંપૂર્ણ સેન્સર બેઇઝ સીસ્ટમ ધરાવે છે. હવામાનના કાર્યો ઉપરાંત તે ટેલીકોમ્યુનીકેશનમાં પણ ટેકો આપશે. હાલમાં તે જે તે ચોક્કસ ક્ષેત્રની તસ્વીર આપવાનું કામ કરે છે.
*** *** ***
પ્રોજેક્ટ પાછળનું લક્ષ્ય:
વિજ્ઞાન અને ટેકનોલોજીના નિતનવા નખરા પાછળ એક ધ્યેય હોય છે. વિજ્ઞાન કોઈ હવામાં ગોળીબાર જેવી વાતો નથી કરતુ. કોઈ પ્રોજેક્ટના બેનર હેઠળ કોઈ જશ ખાટી જવાનો હેતુ રાજકીય ક્ષેત્રમાં લાગુ પડે છે તેમ કોઈ વ્યર્થ યોજનાનું ઘડતર અહી થતું નથી. આ સમગ્ર ટીમનો હેતુ પર્યાવરણ અને તોફાનો અંગેની આધારભૂત સૂચનાઓ આગાઉથી પ્રાપ્ત કરી જીવ સૃષ્ટિને સુરક્ષિત કરવાનો છે. આ ઉપરાંત પૃથ્વીના આવરણમાં બનતી નાની-મોટી ગતિવિધિઓ પર નજર રાખવાનો હતો. જેમાં પ્રથમ અગ્રતા આપવી પડે તેવું પરિબળ સમુદ્રની હિલચાલ, તટીય પ્રદેશની નિરીક્ષણ તથા તાત્કાલિક સાવચેતી થકી શું પગલા લઇ માનવજાતને રક્ષણ આપી શકાઈ છે તે છે.
ઉત્તરાખંડમાં આવેલી અપતિઓ સાથે ત્યાંના હવામાન વિભાગ તથા તંત્ર વચ્ચે વાદ-વિવાદ ચાલ્યા હતા. પરંતુ, વિજ્ઞાન વધુ સતર્કતા તરફ દોટ મૂકી રહ્યું છે આવું ઇન્સેટ થ્રી ડીના સાહસ બાદ સમજાય છે. સારા કામમાં સો વિઘ્ન નડે તેમ આ સમગ્ર પ્રોજેક્ટએ કેટલીક ટાઈમિંગ સબંધી લોન્ચિંગ પ્રક્રિયાની પરીક્ષા પાસ કરી. સૌ પ્રથમ લોન્ચિંગને લઈને લેવાયેલા નિર્ણયમાં 4 ડિસેમ્બર 2010નો દિવસ પસંદ થયો હતો. પરંતુ, કંઈ થઇ શક્યું નહિ.
એરિયાને 5 દ્વારા લોન્ચ અવકાશમાં લઇ જવામાં આવેલો આ સેટેલાઈટ જયારે લોન્ચ થયો ત્યારે ઉપર ચડ્યાની 24 મિનિટ સુધી સૌના જીવ તાળવે ચોટેલા હતા. કારણ કે આટલો મોટો માંચડો ઉપર જઈને પ્રોજેક્ટ પર પાણી ફેરવે તો વિજ્ઞાનીઓની ટીમ વગર પૂરે તણાય જાય. પરંતુ, જયારે સમગ્ર સેટેલાઈટ બીજી ભ્રમણ કક્ષામાં સેટ થયો ત્યારે સંશોધકોમાં જીવમાં જીવ આવ્યો.
*** *** ***
ઇન્સેટની કાલ, આજ ઔર કલ.
ઇન્સેટનું પૂરું નામ ઇન્ડિયન નેશનલ સેટેલાઈટ સીસ્ટમ છે. જેના સર્જનથી લઈને સંચાલન સુધીનું કામ ઈસરો સેન્ટર કરે છે. સૌ પ્રથમ તરતા મુકવામાં આવેલા વૈશ્વિક સેટેલાઈટનો ધ્યેય ટેલીકોમ્યુનીકેશન, પ્રસારણ-સેવા અને અંતે હવામાનનો હતો. ઈ.સ. 1983માં છોડવામાં આવેલા ઇન્સેટ-1 એશિયા પેસિફિક પ્રાંતનું વિશાળ અને પ્રથમ સ્થાનિક કોમ્યુનીકેશન સેટેલાઈટ સીસ્ટમ હતી. જેના પાયામાં દુરદર્શન, ભારતીય હવામાન વિભાગ, ટેલીકોમ્યુનીકેશન સેક્ટર અને ઈસરોના પ્રયાસો જવાબદાર હતા. જેના આધારે ટેલીવિઝન પ્રસારણ અને હાઈ રીઝોલ્યુશન ઈમેજ પ્રોસેસની શરૂઆત થઇ. આ ઉપરાંત ઇન્સેટ સીરીઝની ઝલક જોઈએ ત્યારે પ્રથમ સાહસમાં જ નિષ્ફળતા સાથે નિરાશા સાપડી. ઇન્સેટ વન એ એક રિસ્ક હતું પણ જરૂરિયાત સંતોષે એવું બાયું નહિ. ત્યાર બાદ ઇન્સેટ વન બી 1983માં લોન્ચ થયું જે માંગની સામે સર્વસમાવેશક બન્યું. આ સાથે ખૂટતી કડી હતી એ હતું ડીજીટાઈઝેશન. ત્યાર બાદ ઇન્સેટ 2ઈ, ઇન્સેટ થ્રી એ, ઇન્સેટ થ્રી સી, થ્રી ઈ પછી કલ્પના વન, જીસેટ 2, એડ્યુંસેટ, ઇન્સેટ 4 પકેજ અને અંતે ઇન્સેટ થ્રી ડી.સેટેલાઈટના સાહસનો વિષય અવકાશ કરતા પણ મોટો છે કારણ કે દરેક સેટેલાઈટ સર્વિસ સાથે પાસા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા છે.
*** *** ***
નાસાના અવનવા પ્રોજેક્ટના સમાચાર સમયાન્તરે વહેતા રહે છે તેની સામે ભારતીય સંસ્થા ઈસરોની પ્રવૃત્તિ એટલી જ નોંધનીય છે. બંને વચ્ચેની તુલના કે તફાવતનો દ્રષ્ટિકોણ નથી. પરતું, હવે બંને એક મિશન પર એક થવાના છે. આ મુદ્દે બંને વચ્ચે ચર્ચાઓ થઈ ચુકી છે. ઇન્ડો અમેરિકાના પરિશ્રમથી એક નવો પ્રોજેક્ટ આકાર લેશે. આ સંયુકત પ્રોજેક્ટની શ્રી ગણેશ થાય ચુક્યા છે ત્યારે ઈસરોના ચેરમેન રાધાક્રિશ્નનન એ આ નવા સેટેલાઈટને સર આવું નામ આપ્યું છે. પરંતુ, આનંદ વાત એ છે કે નાસાના વાળા એ અમદાવાદની મુલાકાત લીધી હતી જેનો હેતુ આ યોજના વિષેનો હતો.નાસાના નેટવર્કમાં ગુજરાતનો ડંકો વાગ્યો એમ ચોક્કસથી કહી શકાય.
બંને સંસ્થાએ ભાવી યોજના વિષે હાથ મિલાવ્યા છે ત્યારે આ નવું સાહસ આગામી માસથી રજુ થશે. ટેકનોલોજીના મહારથી (અમેરિકા) સાથે મહાસત્તા બનવા આગેકુચ કરી રહેલો દેશ (ભારત) ક્યાં આયોજનનું અમલીકરણ કરશે એ આગામી સમય બતાવશે.આ સાથે દેશ થોડું વિદેશની ટેકનોલોજીનું અનુકરણ કરશે.પ્રોજેક્ટ કરતા નાસા સાથે કાર્યાનુભવ એક ક્રેડીટ છે.
વરસાદી માહોલમાં બાર બપોરે સુર્યોદાય થાય કે ન થાય પણ ટકનોલોજીના સેક્ટરમાં દરરરોજ નવી સર્વિસ અને નવા સાધનોને લઈને એક નવો સૂર્યોદય થાય છે હવે પછી ટેકનોલોજીમાં શું થશે તે માટે વોચ અને વેઇટ ફોર સમથીંગ ન્યુ.

નાસા + ઈસરો = નવું સંસોધન અને નવી ખોજ

No comments:
Post a Comment