જહાં તેરી યે નજર હે મેરી જા મુજે ખબર હૈ: PM પદના ઉમેદવાર પર સૌની દ્રષ્ટિ કેન્દ્રિત
છેલ્લે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો અને ભાજપના ભગવાની ધજાના સભ્યોએ વિજયોત્સવ મનાવ્યો. આ સાથે એક નવી પાર્ટીનો પણ રાજકારણના આકાશમાં ઉદય થયો. આમ આદમીની પાર્ટીએ અસાધારણ જીત મેળવી અને અન્ય પક્ષોને આમ વિચારતા કરી દીધા. 'આપ'ની રાજનીતિના રણમેદાનમાં એન્ટ્રીથી આમ તો ઘણી શીખવા જેવું છે પણ અત્યારે તો દિલ્લીમાં સરકાર સર્જનનું કોકડું એવું તે ગુચવાયું છે કે જાણે ગાળામાં ફસાયેલો કાટો. જે નીચે ઉતરે તો પક્ષનો પારો ઉચે ચડે. બીજો એક મહત્વનો નિર્ણય આવ્યો કે લોકપાલ બીલ રાજ્યસભામાં પસાર થઇ ગયું અને અન્ના હઝારેના શરીરની આત્મામાં નવા પ્રાણ ફુંકાયા. આને એક શક્તિશાળી વિચારનું વિનીગ થયું એમ ચોક્કસ કહી શકાય. આવનારા મહિનામાં સોનિયા ગાંધીનું સસ્પેન્સ ખૂલવાનું છે ત્યારે પી.એમ.ના ઉમેદવાર માટે જેટલા લોકો એટલી વાતોમાં નવા નવા નામ કાને પડે છે. રાજકારણની ચર્ચામાં અત્યારે ઉમેદવારનું નામ એ હોટ ટોપિક છે. બેઠક, સભા અને મંત્રણાથી એક દિશામાં પી.એમ.ના પદ માટેની વાતોનું વાવાઝોડું સોનિયા ગાંધીના જજમેન્ટથી કંઈ બાજુ ફંટાશે એ અત્યારે કેહવું અંધારામાં આભલા ટકવા જેવું રિસ્કી છે. આગાઉની સ્થિતિના અનુસંધાને રાહુલને જવાબદારીનું એક પણ જામફળ ખાવામાં રસ નથી. કોંગ્રેસના મૌને વિચાર અને વાતોને વેગ આપ્યો છે એટલે કે જયારે ભાજપમાંથી પીએમ પદના ઉમેદવાર માટે નરેન્દ્ર મોદીનું નામ જાહેર થયું ત્યારે કોંગ્રેસ કોઈ પણ પ્રકારનો હકારો કે નકારો કર્યો ન હતો. હારની હવા સ્પર્શતા આત્મમંથનની વાતો વેહવા લાગી પણ સત્તા પરની વિદાય કોઈ પણ પક્ષ માટે ખૂબ ખૂબ વેદનાથી ભરેલી જ હોય છે. આજ ચૂંટણીનો જીવતો અને અવારનવાર જાગૃત અવસ્થામાં બોલતા નામનો દાખલો એટલે શીલા દિક્ષિતની સત્તાનો સૂર્યાસ્ત.
કોંગ્રેસની વર્કિંગ કમિટીની નાની મોટી કમેન્ટની આપ લેથી આવનારા જજમેન્ટ પર અત્યારે સૌની નજર છે. એક તરફ આ વર્ષે મેદાનમાં ઉતારેલી નવી ટીમ 'આપ' અને ભાજપની ટીમ બંને એક તકની માંગ કરે છે જયારે અરવિંદ કેજરીવાલે સરકાર સર્જનની પણ તૈયારી બતાવી છે. હાલમાં તો દિલ્લીમાં સરકારની નવરચના માટે કોઈ થનગનતું નથી. પરિવર્તન અને વિકાસના બેનર નીચે ચાલતી વચનોની હારમાળામાં ક્યા વર્ગનો ઉદ્ધાર થશે એ તો આવનારો સમય નક્કી કરશે. શરતના અમલથી સત્તા સંભાળવાના સપનામાં ધીમે ધીમે અભરખાનો વધારો થતો જાય છે. વ્યૂહરચના માત્ર ચૂંટણી વખતે જ નહિ પણ ખરી ગેમ તો હાર કે જીત બાદ શરુ થાય છે. પી.એમ.ના પદ માટે પક્ષો વચ્ચે તક અને તર્કનું વિચાર યુદ્ધ ચાલે છે ત્યારે બીજા પક્ષો આગળ વધવાની કેડી કે રસ્તા વિશે મુદ્દાઓની હારમાળામાં નવા નવા મોતી ઉમેરતા જાય છે. લોકપાલ પણ કેટલાક અંશે રાજકીય પક્ષોને ખટકતું હતું પણ હવે છેલા 42 વર્ષથી લટકતા બીલને આખરે રાજ્યસભાએ લીલી ઝંડી આપી દીધી છે. લોકપાલ સાથે પણ રાજકીય પક્ષોની દ્રષ્ટિ અલગ અલગ છે. આમ તો દેશની રાજનીતિમાં અત્યારે કોઈ ચિત્ર સ્પષ્ટ નથી અને સરકાર બનાવવાની હોડ કોઈ સ્લોવ મોસમમાં ચાલતી હોય એવું લાગે છે. આપ લોકો સાથેના સંવાદથી ધીમે ધીમે ડગલા માંડવા માંગે છે પણ સામે ભાજપમાં પાવર પોલીસી એટલે કે મોદી ફેક્ટર કામ કરે છે. આ સાથે જાહેર સાહસમાં લોકોને સક્રિય કરવાના આઈડિયા નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે. પી.એમ.પદના ઉમેદવાર માટે પોતાની રીતે લડી લેવા દરેક પક્ષ સજ્જ છે ત્યારે હવે આ હવાલો કોના હાથમાં જાય છે એમાં એક આમ આદમીને પણ રસ છે. આમ પણ 'આપ'એ પોતાની વિશાળતા માટે જડમુળથી હોમવર્ક કરવું પડશે. લોકોમાં મંતવ્યો સાથે એક અસરકારક અમલીકરણ પણ કરવું પડશે.આપ માટે અત્યારે વાતાવરણ પહેલા ધોરણમાં ભૂલકાઓ જેવું છે પણ તેની સ્ટ્રેટેજીને નબળી માની શકાય એમ નથી.
અહી એક વાત સીધી અસર કરે છે કે તાજેતરમાં રાહુલે દેશને એક મજબુત લોકપાલ બીલ આપવાની વાત કરી છે અને આ બીલને આમ આદમીની પાર્ટી સાથે લેવા દેવા છે કે ન તો અન્ના હઝારે સાથે પણ એક વાત સ્પષ્ટ છે અમુક અંશે તો મોટાભાગના પક્ષને આ બીલ સાથે લેવા દેવા છે. આમ પણ સરકારને આપની કેટલીક શરતો નડે છે તો સામે ભાજપનું કંઈક ખુચે છે. આપ કોઈ પક્ષ સમર્થન આપવા સિસકારા કરતો નથી. દિલ્લીની રાજગાદી માટે અને ખાસ તો પેએમ માટે સૌની નજર એક જ દિશામાં એક થઇ છે. આ સાથે લોકપાલની ચર્ચાનું બજાર પણ ગરમ છે પણ દેશ ભ્રષ્ટાચારમાંથી 100% મુક્ત થાય આ વાત માની શકાય એવી નથી. દેશમાં ધીમે ધીમેં પરિવર્તન પ્રવેશતું જાય છે. અસરને ઓળખીને અવસર માનવતા રાજપુરુષો પર હવે લોકોની આશા પૂરેપૂરી છે. તક સાથે લોકોમાં મૂડ જાણવા પણ નવા આવનારા પી.એમ.એ સતર્ક રેહેવું પડશે. હવે જોવાનું એ છે પી.એમ.પદ માટે કોનું નામ જાહેર થાય છે. સોનિયાના સસ્પેન્સ બ્રેક બાદ રાજ્વીરો શું રિએક્ટ કરે છે અને લોકો આ મુદ્દે શું કોમેન્ટ કરે છે તે માટે વેઇટ ફોર ધ જજમેન્ટ ડે 17 જાન્યુઆરી 2014.

No comments:
Post a Comment