Friday, July 19, 2013

એન ઇવનિંગ ઇન મોન્સૂન

 એન ઇવનિંગ ઇન મોન્સૂન
        અષાઢ એટલે અંધારા અને અજવાળાની ઋતુ. દિવસે પણ બતી ચાલુ કરવી પડે, ઘરમાં દોરી બાંધીને પંખા નીચે કપડા સુક્વાવા પડે, અષાઢ એટલે આખો દિવસ ઘેરાયેલા વરસાદી વાદળાઓની મોસમ. કાળાડિબાંગ આકાશ પછી ચોખ્ખું થતું રંગ બદલતું આકાશ, પ્રકૃતિના પરિવર્તનનો સમય, સુકાઈ ગયેલા નદી-નાળામાંથી વેહ્તું, પાણી આનદમય અને આપણા વ્યવહારમાં કપડા જલ્દીથી ન સૂકવાનો ભય, મોબાઈલ-પાકીટ પલળી જવાની બીક, ઠંડાપ્રહોરમાં આવતી છીક, અષાઢ એટલે કુદરતી સૌંદર્યનું આકર્ષક સ્વરૂપ. સવાર પડે એટલે અજવાશ થાય અને આ મૌસમમાં સૂર્યદેવની વાદળો સાથે સંતા-કુકડી શરુ થાય. બપોરે ભેજ અને સાંજે વાતાવરણમાં અનુભવાતી ભીનાશ. સમગ્ર સૃષ્ટિ જાણે સજીવન બની હોય એવું લાગે. મોરનું મન પણ થનગાટ કરવા માંડે, વર્ષા ઋતુમાં ધરતીએ લીલી ચાદર ઓઢીને બેઠી હોય છે અને અગ્નિ જેવી ગરમી બાદ સર્વત્ર ટાઢક પ્રસરી ગઈ હોય છે. વાડી વરસાદ આવે એટલે માટીની સુગંધ, જાણે ધરાએ સ્પ્રે કર્યું હોય એમ મેહ્કી ઉઠે.      

      સવારથી ધીમી ધારે વરસતો વરસાદ શમી જાય, તો ક્યારેક એ થી ઉલટું પણ થાય. લાંબા સમયથી વરસતો મેહુલો થોડા સમય માટે પોરો ખાય અને સાંજના સમય એક મસ્ત ઉઘાડ થાય. વરસાદની વાદળી થકી ભીંજાતી ભોમમાં લીલી હરિયાળી ઉગી નીકળે છે ત્યારે ચોતરફ એક ગ્રીનલેન્ડનુ સર્જન થાય છે. સાંજના સમયે વાતાવરણ હજુ મોર્નિંગ મોડ પર હોય એવું લાગે છે.ધીમે ધીમે રાતના આગમન સાથે ટાઢકનું સાતત્ય વર્ષાની ભેટ જેવું લાગે છે. સ્વચ્છ આકાશમા આકૃતિ બદલીને આગળ વધતા વાદળાઓ મેરેથોનમાં દોડતા હોય એવું લાગે છે. ચોમાસાની સાંજ એટલે ફ્રેશનેસ, હેપીનેસ, લોંગડ્રાઈવ પર જવા થનગનતું મન, આખી સીઝનમાં પલળવા આતુર મન અને દુર દુર સુધી રખડપટ્ટી કરવાની ઈચ્છા.

          ચોમાસાની સાંજ એક અનેરો માહોલ લઈને આવે છે. ચોમાસામાં હાઈવે પર મુસાફરી કરતા આસપાસ નજર ફરે એટલે મન એજ વિચારે કે ઓલી બાજુ વરસાદ હશે. અન્ય સીઝનમાં પુરપાટ વેગે દોડતા વાહનોની ગતિ ધીમે પડે છે. ક્યારેક સાંજે 6 વાગ્યાના સમયે પણ વાહનની લાઈટ ચાલુ રાખવી પડે એવું અવારનવાર બન્યું હશે. એન ઇવનિંગ ઇન મોન્સૂન એટલે એટલે સાંજે ધીમે ધીમે ઝીરો થતી વિઝીબીલીટી. આવો અનુભવ સૌ કોઈએ હાઈવે પરની મુસાફરીમાં કર્યો હશે. સાંજનો સમય એટલે કુદરતી લાઈટનું સ્લો મોસમમાં થતું શટડાઉન. જયારે ધીમી ધારે વરસતા વરસાદમાં વાહનની કે ગામડા-શહેરમાંનીં સ્ટ્રીટ લાઈટ તરફ જોવા બાદ ખ્યાલ આવે કે મેહુલાનું જોર કેટલું છે.? આમ સાંજ બાદ અંધારું એટલે કાળુંનભ. ખાસ ચોમસામાં લાલ બનતું આકાશ અને એ સાંજે પડતો સાંબેલાધાર વરસાદ, બધા સ્થાને ભરાય જતું પાણી તેમાંથી વાહન પસાર થાય એટલે આસપાસ ઊડતી છાલક. અહી મુકેશ જોશીની કાવ્ય પંક્તિ અસર કરે છે "મારા ઘરનુ સરનામું તે જતી શોધી લાવે, ભરચોમાસે ઠાઠમાંઠથી ઘરમાં રેહવા આવે" સાંજે પડતા વરસાદને જોઇને આપણે સૌ સેઈફ ઝોન તૈયાર કરી લઈએ છીએ ચોમાસામાં સાંજે વરસતો વરસાદ એટલે સાંજ એન્લાર્જ થતી હોય એવું લાગે અને અંધારાની કાળી ઓઢાણી પોતાનું કવરેજ વધારે છે આવો એક સેકંડનો બદલાવ જયારે લોંગડ્રાઈવ પર નીકળ્યા હોય ત્યારે સૌથી વધુ ફિલ થાય
           બીજી તરફ સાંજે સ્વચ્છ થયેલા આકાશ તરફ નજર કરીએ ત્યારે વાદળી રંગનું વિશાળ કેનવાસ અપણી ઉપર હોય અને અપણે તેની નીચે એનીમેશનની જેમ હરતા ફરતા હોય એવું લાગે. આગળ વધતી ટ્રેનની બારીમાંથી પાછળ જતા સ્ટેશન સાથે આકાશ સ્થિર થયું હોય છે અને વાદળાઓ ટ્રેનના પાટે એન્જીનથી આગળ વધતા હોય છે. સામેથી આવતી ટ્રેનને ટ્રેક આપવા થોડીવાર માટે થંભી ગયેલી ટ્રેનની બારીમાંથી બાજુના ભીના ટ્રેક અને પથ્થર જોતા વરસાદ ન હોવા છતાં વરસાદ  હોવાની સાબિતી મળે છે. હાઈવેની મુસાફરીમાં સાંજે અંધારું પથરાય તે પેહલા હોલ હોલ્ટ લેતી બસ કે કારમાંથી નીચે ઉતરતા આસપાસની નદી કે તળાવમાંથી વેહતા પાણીનો આવાજ કુદરતી ટેપમાંથી વાગતું એક ઓરીજીનલ વર્ઝન હોય આવું લાગે છે. આમ, પણ ઓરીજીનલનો આનંદ જ અલગ હોય છે. શમી સાંજે છલકાતા બંધ, તળાવ કે ડેમને જોવા ગયા હોય ત્યારે વેહતા ધોધને ઝીલવા સૌ એ મોબાઈલમાં એક ક્લિક તો જરૂર કરી હશે. ક્યારેક એક સાથે અને એક સ્થળેથી બીજા સ્થળે હરતો ફરતો મેહુલો સાંજનું શ્રેષ્ઠ ચિત્ર મૂકી જાય છે. પછી એ સાંજે વરસાદ હોય કે ઉઘાડ.


આ વરસાદ નીતિન વડગામાની પંક્તિ ગાતો હોય એવું લાગે છે.
"વાદળી પેહરી મોજ  છું ઉડી આપોઅપ સફર હું રોજ કરું છું."
ચોમાસાની ઋતુમાં સાંજ એટલે કુદરત દ્વારા ચાલતી આકાશમાં રંગ પુરાવાની હરીફાઈ.
બીજી તરફ સૃષ્ટિને ભીંજવવા માટે સાંજ સુધી લડી લેવાનો વરસાદનો મૂડ.

"આવ રે મેહુલા આવ
       મેહુલા અષાઢના રે"

હેપી એન્ડ સેઈફ મોન્સૂન
    



No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...