ઉત્તરખંડમાં
થયેલા જળપ્રલયની તસવીર જોતા જ દિલ કંપી ઉઠે અને એક પ્રશ્ન થાય કે ફોટામાં
આવું હશે તો વાસ્તવિકતા કેવી હશે? સર્વત્ર કાટમાળ, સ્થળ ત્યાં જળ, અને
સલીલની શક્તિથી બદલી ગયેલું ચિત્ર, એક વિડીયો કે તસવીર સ્વરૂપે અપણા સુધી
પોહ્ચ્યું. અઢળક ફોટા, જુદા જુદા સ્થળોનીં સમય સાથે બદલતી સ્થિતિ અને
રાહતકાર્યની ગતિની વાત ફોટા દ્વારા સમજાતી ગઈ. આવી પરિસ્થિતિ થાય ત્યારે
કેમેરામેને જીવના જોખમે સાહસ કરવું પડે પોતાની જાત સાથે લાખો રૂપિયાનો
દાગીનો (કેમેરો) ડેમેજ ન થાય તેની પણ તકેદારી રાખવી પડે. પુરહોનારત, ભૂકંપ
અને વાવાઝોડાની તસ્વીરો સમયાંતરે અપના સુધી પોહચતી રહે છે. પરંતુ,
રોજબરોજના વ્યવહારમાં અને બદલતી મોસમ સાથે બનતી જતી ઘટનાઓના ફોટામાં
ક્યારેક હટકે કહી શકાય આવું ચિત્ર પ્રકાશિત થાય છે. જેમ કે, વર્ષાઋતુમાં કળા
કરતો મોર, શહેરમાં કોન્ક્રીટના જંગલ પર ઘેરાતા વાદળો, જંગલ વિસ્તારમાંથી
પસાર થતી ટ્રેન, નદી કે તળાવમાં ધુબાકા મારવા પડેલા છોકરાઓ આ તમામ ચિત્રો
આપણે ડે મોડમાં જોયા જ હશે. આ ઉપરાંત દરિયા કિનારે ફરવા ગયા હોય કે કોઈ હિલ
સ્ટેશને સનસેટનો ફોટો સૌ કોઈ એ પોતાના મોબાઈલ કે કેમેરામાં લીધો જ હશે. આ
સાથે સ્વજનને હાથ નીચે રખાવીને એક વાર બધા એ ફોટો પડાવ્યો જ હશે. આ પછી
મુસાફરીમાં રાત્રે નીકળ્યા હોય અને સૂર્યોદય થાય ત્યારે બસ ટ્રેન કે પોતાની
ગાડીમાંથી સનરાઈઝનો સીન ઝીલવાની કોશિશ સૌએ કરી હશે અને સફળતા પણ મેળવી હશે.
ફોટોગ્રાફી એટલે લાઇવ જતી વસ્તુને એક ક્ષણ માટે સ્ટીલ કરવા નો પ્રયત્ન, આવનારા સમયમાં વીતેલી ક્ષણોને યાદ રાખવા ઝેલેલું દ્રશ્ય, આજના સંદર્ભે કોઈ માહિતી કે સાઈનબોર્ડને લખવાની અવેજીમાં કરેલી ક્લિક, પ્રસંગોની ટાઈમલાઈન અને ફોટો પાડનારની કંઈક હટકે નજરનો નમુનો. ફોટોગ્રાફીનું નામ સાંભળતા છેલ્લે પડેલા ફોટા કે પ્રસંગની વાત તાજી થાય જાય ફોટોગ્રાફીનો ઈતિહાસ ઘણો જુનો અને રસપ્રદ છે. કેમેરા ટેકનોલોજીના ક્ષેત્રે ઈતિહાસની દિશામાં વિહંગાવલોકન કરીએ ત્યારે આરબ વ્યક્તિનું નામ પ્રથમ હરોળમાં આવે આ માણસ એટલે અલ્હાઝેન આ વ્યક્તિએ સૌ પ્રથમ કેમેરાનું સર્જન કર્યું જેને કેમેરા ઓબ્સ્ક્યુંરા પણ કેહવામાં આવે છે. અત્યંત લો રિઝોલ્યુશનવાળો આ કેમેરો આજની અતિ આધુનિક ટેકનોલોજીનું પ્રથમ પગથીયું હતું. કેમેરાના ઈતિહાસમાં અન્ય કેટલાક નામ પણ સંકળાયેલા છે. જેને પોતાની જરૂરિયાત પ્રમાણે આ કેમેરા સિસ્ટમમાં ફેરફાર કર્યા. જેમ સંશોધક કરતા અમલમાં મુકનારનું પ્રદાન નોધનીય હોય છે .એમ પ્રથમ ફોટો 1827ની સાલમાં જોસેફ નાઈસફોર દ્વારા ખેચવામાં આવ્યો હતો અને કેમેરો હતો ઓબ્સ્ક્યુંરા.
આ ક્ષેત્રએ ગોકળગાયની ગતિએ પ્રગતિ કરી અને નેગેટીવ ઈમેજ પ્રોસેસિંગનું શરૂઆત થઇ. આ સાથે રોલ યુગના મંગલાચરણ થયા કેમેરા ડિવાઈસ બદલાતા ગયા. પણ રોલનું સ્થાન અચલ રહ્યું. પરંતુ, મેમરીકાર્ડ અને ચીપ ટેકનોલોજીનું આગમન થતા રોલના નાના ટુકડાએ વિદાય લીધી લેન્સના મંડાણથી ફોટોગ્રાફીમાં ક્રીએટીવીટીનું મંડાણ થયું. એક આંખ બંધ કરીને પાડવા પડતા ફોટામાં સર્જનાત્મકતા લાવવી એક કપરું કામ હતું. આ ઉપરાંત ફોટા ફેઈલ થવાની સંભાવના હતી અને કેમેરા બેકસ્ક્રિન જેવી કોઈ સવલત ન હતી. જે રીતે લેન્સના અંદરના કાચ ગોઠવાયેલા હોય તે રીતે ફોટા પડતા. આજના ઝૂમ લેન્સનો ઉપયોગ ટેલીસ્કોપમાં થતો 1834ના સમયગાળામાં ઝૂમ લેન્સે કેમેરાબોડી સાથે હાથ મિલાવ્યા અને કાયમ માટે મોબાઈલમાં સીમ કાર્ડની માફક જોડાય ગયા. આ લેન્સનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર રાષ્ટ્ર હતું અમેરિકા. ત્યાર બાદ ફોકસ કરતા કેમેરાની શરૂઆત થઇ બ્લેક એન્ડ વાઈટ ફોટામાંથી કલર ફોટાની ટેકનોલોજી વિકસી. ટેકનોલોજી મોંઘી બનતા આ ફોટોગ્રાફીના ધંધામાં આવી આજે ડિઝાઈનીંગ ઘરે ઘરે વસી ગયું છે. તેનો શ્રેય ફોટો માટેના સોફ્ટવેરને જાય છે. આજે કોઈ ફોટો લેબ પર આધાર રાખવો પડતો નથી. આજે લેન્સ આધારિત ફોટોગ્રાફી બની છે અને ફોટો ફેઈલ જવાની બીક રહી નથી.
ફોટોપ્રિન્ટ માટે મુખ્ય ત્રણ પ્રકારના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં મેટ, ગ્લોસી અને મેટાલિકનો સમવેશ થાય છે. મેટ કાગળ આવું આવે છે. જેમાં કોઈ ફિંગર પ્રિન્ટ પડતા નથી. ગ્લોસીમાં ફિંગર પ્રિન્ટ આવે છે અને મેટાલિક સૌથી મોંઘો કાગળ છે. જેમાં 100% કલરની આવે છે વાઈલ્ડ લાઈફના ફોટામાં પશુ કે પંખીની ચોક્કસ મુવમેન્ટ માટે ખુબ રાહ જોવી પડે છે. આજે બધું કેમેરા ઓરિયેન્ટેડ થઇ ગયું છે એટલે હવે આર્ટનું તત્વ શોધવું પડે છે. કારણ કે આજે કેમરાનો ઓટો મોડ મોટાભાગની વસ્તુ સેટ કરી આપે છે. આજે કેમેરા જ આવે છે જેમાં એક ક્લિક પર 20 થી 30 ફોટા એક સાથે પડી જાય છે. કોઈ નેચર ફોટો પડવો હોય તો ચોક્કસ ટાઈમિંગ જરૂરી છે. કેમેરા સસ્તા બોડી નબળી અને વધુ ડેલીકેટ બનતી ગઈ. આજે વરસાદના ફોટા પાડવા સૌથી વધુ રિસ્કી બન્યા છે. તેમ પણ આજે ફોટાનું વૈવિધ્ય થયું નથી. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ફોટાની ઝલક માટે ગુગલમાં ઈમેજ ક્લિક કરી સર્ચ બોક્ષમાં બેસ્ટ ઈમેજ ઓફ વલ્ડ ટાઈપ કરો અને ફોટનો આનંદ માણો.
No comments:
Post a Comment