Monday, December 02, 2013

પ્રચારયુદ્ધનું નવું પ્લેટફોર્મ: સોશિઅલ મીડિયા

પ્રચારયુદ્ધનું નવું પ્લેટફોર્મ: સોશિઅલ મીડિયા

દિવસે ને દિવસે સબળ બનતું માધ્યમ સોશિઅલ મીડિયામાં હવે એક નવા વિષયનો સમાવેશ થયો છે. એ વિષય એટલે રાજનીતિ. નેતા અને નાગરિકોની સીધી વાત એટલે સોશિઅલ મીડિયા. છેલ્લા બે વર્ષથી વિશાળ વ્યાપ ધરાવતું ઈન્ટરનેટ નવા રાજકીય યુદ્ધ મોરચા તરીકે ઊભરી રહ્યું છે. તાજેતરમાં ગુગલ.કોમ અને કોબ્રાસ્પોટનું  સ્ટીંગ ઓપરેશન "બ્લુ વાઈરસ"એ  સાઈબર સોપારી લેનારી કેટલીક આઈ.ટી. કંપનીઓની કામગીરીનો  ભાંડો ફોડ્યો. આમ પણ ઈન્ટરનેટ પર ઘણા રાજવીરોએ મંગલાચરણ કર્યા છે અને કેટલોક ચોક્કસ વર્ગ તેને લાઈક કે ફોલો પણ કરે છે. ઓપરેશનના આ દાવામાં ઘસ્ફોટ કરવામાં આવ્યો છે કે કેટલીક આઈ.ટી. કપનીઓ નેતાઓની પોઝિટીવ કે નેગેટિવ પબ્લીસીટી કરે છે. આ દલીલના પ્રત્યુત્તરમાં કોઈ રાજવીરોએ વળતો શાબ્દિક પ્રહાર પણ કર્યો નથી. આક્ષેપ અને આરોપોનાં શાબ્દિક યુદ્ધની પાછળ પ્રચારનો હેતુ મુખ્ય હોય છે. ચૂંટણીમાં  લાભ માટે ગમે તેવો ચાંદલો કરવા તૈયાર થઇ જતા નેતાઓને લાઈક્સ અને ફોલોઅર્સના ફિગરથી જોમ ચડી જતું હોય છે  અને જીગરથી ભાષણ કરતા હોય છે પણ આમાંથી કેટલાક એકાઉન્ટ ફેક તો કેટલાક ફેકું પણ હોય છે. રાજકારણમાં હવે ઈન્ટરનેટ એક પાવરફૂલ ટુલ બનતા રાઈ જેવી વાતનો પહાડ અને નાના કદની કામગીરીને ગ્લોબલ ટચ લગતા વધારે સમય નથી લાગતો. સોશિઅલ મીડિયા પરની ગરમાગરમ ચર્ચા માત્ર મસ્તી કે માટેની નથી હોતી લોકોનો ફ્લેવર જાણવા ઘણા કલેવર માણસો કામ કરતા હોય છે સેલિબ્રિટીથી લઈને સામાન્ય વ્યક્તિ સુધી તમામ વેબ પરનાં લોકોના સ્ટેટસ ટેકનોલોજીની આંખમાં સ્કેન થાય છે.

ટેકનોલોજી આવતા રાજનીતિમાં વ્યૂહરચના કલ્પના ન આવે એ રીતે બદલાય  છે. એમાં પણ હવે તો વોટ્સ એપ્પ આવતા એક સુત્ર સાચું પડ્યું છે કે "કરલો દુનિયા મુઠ્ઠીમેં". આજે સોશિઅલ સાઈટ પર જ્યાં જ્યાં જે પક્ષનું અસ્તિત્વ છે ત્યાંનું એક આખું પેજ બનાવવામાં આવ્યું છે જેમાં એક રીક્વેસ્ટથી પ્રચાર અને પંચાત ઝુંબેશનો ભાગ બની ભડાસ કાઢી શકાય છે. જેમાં કોઈ શાણો પેજનો એડમીન કોઈ વિવાદિત પોસ્ટને કાયમ માટે ડિલીટ કરી નાખે છે. અહી ચર્ચા અને પ્રચારનું બઝાર કાયમ ગરમ રહે છે અને આમાં પણ ક્લોઝ અને ઓપન એમ બંને પેજ જોવા મળે છે. એટલે આ તો કોઈ પણ પાર્ટીની ઈ ઓફીસ કહી શકાય અને હવે તો મોબાઈલમાં  નેટ આવતા મીટીંગ "કભી ભી કહી ભી" થાય. પ્રચારને લઈને હવે સોશિઅલ સાઈટ પણ એક પ્લેટફોર્મ બન્યું છે. જ્યાં ટાર્ગેટ ઓડીયન્સ યુવાનો અને હેતુ વોટનો છે. લાગે છે કે હવે રાજનેતાઓ ઘરે ઘરે જવાને બદલે યુવાનોના પેજ પર અપીલ કરશે. કોઈ પણ કામગીરીના ફોટા એવી રીતે અને એવા શીર્ષકથી મુકાય છે કે એક વાર એમ થાય લાવ જોઈએ તો ખરા...કારણ કે હવે રાજનીતિ પણ માર્કેટિંગના કેટલાક સુત્રોથી ચાલે છે "જો દિખાતા હે વહી બિકતા હે". પ્રચારની પોસ્ટમાં હવે કોઈ ખાસ એવી કોસ્ટ આપવી પડતી નથી કારણ કે હવે નેટ સસ્તું થયું છે. બીજી તરફ યુવાનોને સીધી રીતે જોઈ શકાય છે અને સ્થાનિક રાજકીય પદાધિકારીઓનું આખું અનોખું પેજ બનાવવામાં આવે છે સાથે એની જ ટીમના કોઈ અપણા લીસ્ટમાં હોય એટલે આપમેળે એનું સજેશન આવે. હવે એમાં કોણ ફેક છે અને કોણ ક્યારે ક્રેક થાય એનું કંઈ નક્કિ નથી હોતું. જાહેરનમાં કડક સુરક્ષામાં રહેનારા નેતાઓને આમ આદમીને વોટ વખતે જ મળવા આવે છે. મિશન ઇલેકશનમાં ખુરશીનું સ્વપ્ન જોનારા હવે સોશિઅલ મીડિયાને પણ નથી મુકતા. હવે આઈ.ટી. કંપનીઓ પ્રચાર અને પબ્લીસીટીથી વિવાદના વંટોળમાં ચડી છે ત્યારે હવે જોવાનું એ છે કે ક્યાં રાજવીરોનું કેટલું પીઠબળ છે? કોઈ પણ મોટો મુદ્દો હોય જેમ તેને પોલીટીકલ ટચ લગતા સમય નથી લાગતો તેમ તેને સોશિઅલ મીડિયાની કોમેન્ટ કે લાઈક મેળવતા પણ વધારે વાર નથી લગતી.
                                              સોશિઅલ નેટવર્કિંગ વેબસાઈટએ એક અભીવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. વિચારોને શબ્દો આપવાની જગ્યા આપી છે. સેલિબ્રિટીથી માંડીને આમ આદમી સુધી સૌ કોઈ એમાં ટહુકે છે.(સ્ટેટસ કે ટ્વીટ કરે છે) કેટલાક તીખા ટહુકાથી વિવાદના વાવાઝોડાને વેગ મળે છે. તાજેતરમાં ગીતકાર જાવેદ અખ્તરે તહેલકા કેસની પીડિતા વિષે ટ્વીટ કરી હતી જે પછીથી તેને ડિલીટ કરવી પડી અને ખુલાસો કરવો પડ્યો એ પણ 160 શબ્દોમાં. કોઈ વાત હોય પ્રચારની કે પ્રસિદ્ધિની તેને સોશિઅલ મીડિયા પર પ્રસાર થતા જેટ વિમાનની ગતિથી પણ ઓછો સમય લાગે છે. આજે સોશિઅલ મીડિયા પ્રચારનું માધ્યમ બન્યું છે ત્યારે કોઈ કોમેન્ટ કોક માટે ગમતા શબ્દો તો કોઈ માટે ખાટી વાણી લાગે છે. વાસ્તવિકતા અને આધુનિકતાના સહારે કોણ હીટ અને કોણ લોકોના મગજમાં ફીટ થશે એ માટે વેઇટ એન્ડ વોચ. બાકી તો સોશિઅલ મીડિયાની નાની મોટી સટાક તો ચાલ્યા જ

કરશે.              
  
               

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...