Wednesday, July 04, 2012

ભારતીય ચલણી નોટ પર અન્ય નેતાની છબી મુકવાનો વિચાર
આર.બી.આઈ.ને અઢળક અભિપ્રાય,શું કરશે સરકાર??

ગાંધીજીના સ્થાને રવીન્દ્રનાથ ટાગોર,સરદાર પટેલ, અને 
નેહરુજીને છાપવા મળ્યા સજેશનો...
  
ભારત સરકાર અને આર.બે.આઈ. દ્વારા ચલણી નોટો પર ગાંધીજી સીવૈના અન્ય નેતાઓની છબી મુકવાના વિચારે કોનો ફોટો મુકવો એ
મુદ્દે નાણા મોટા મતના ખડકલા કરી દીધા છે. દરેક દેશના ચલણની એક આગવી છાપ હોય છે જે રાષ્ટ્રની ઓળખનો સંકેત આપે છે.
ચલણના શરૂઆતના વર્ષમાં અશોક્સ્તામ્ભના ચિત્રો અને અંગ્રેજી હુકુમાંતના પ્રતીકોની વ્યાપકતા હતી.પરંતુ, દેશની સધ્ધરતા અને સ્વતંત્રતા ફેલાતા સર્વત્ર ચલણનો પ્રારંભ થયો.અન્ય નેતાની ઈમેજ મુકવાની આ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.મહાનુભવને .એસ.એમ.એસથી પણ મત આપી આગળ કરવા મેસેજ ફરતા થયા છે. ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોને આપ્યું એ સવાલે આજે પણ સંસદમાં સૌને વિચારમાં મૂકી દીધા છે ત્યારે મોહનદાસ કે ગાંધીનો ફોટો મુકવાનો નિર્ણય કેવી રીત્ય લેવાયો એ ઇતિહાસમાં સંશોધન કરવા જેવું છે. પણ આ વિષે કોઈ સચોટ માહિતી મળે તો કામ ખરું થયું કેહવાઇ પણ કરેલી મેહનત એળે તો નાજ જાય, ગાંધીજીના આદર્શો અને વિચારોની અસર સાર્વત્રિક છે, ચલણી નોટમાં ગાંધીજી એ પોતાની તસ્વીર મુકવાની રજૂઆત કરી હોય એવું તો નજરે ચડતું નથી.

ઇન્ડિયન કરન્સીના ઇતિહાસનું વિહંગાવલોકન કરીએ તો સૌ પ્રથમ ચલણી સિક્કાઓનું અસ્તિત્વ હતું જે શેર સાહ સુરીના સમયમાં સ્વીકૃત બન્યા હતા .સિક્કાઓ એ ગ્રીસ પ્રજા એ આપેલી ભેટ છે.અત્યારે જુજ સિક્કાઓ રીઝર્વ બેન્કની કૃપાથી ચલનમાં છે.પણ પછીથી દેશમાં નોટનું માર્કેટ રચાયું. ૧૯૮૭મ સૌ પ્રથમ વખત રાષ્ટ્રપિતાનું ચિત્ર નોટમાં છપાયું. એટલે ગુલામી કાળના વર્ષો પછી સાબરમતીના સંતની તસ્વીર નોટ પર અંકિત થઇ જે થોડી નવાઈની વાત છે.

આ વિષયે અત્યારે ભારતમાં વિશાળ મહાભારત સર્જાય એવું છે કારણ કે પક્ષો આ માધ્યમ થાકી સદાય વર્ચસ્વ રચવા માંગે છે.અમ પણ સાચા અને ખરા ક્રાંતિકારી ને સ્થાન આપવામાં આવે તો પણ કોઈ જ્ઞાતિના અર્થે જોર જોડાય એ શક્ય્યા છે,એક સમય પચાસ રૂપિયાની નોટ પર સંસદનો ફોટો મુકવામાં આવ્યો હતો પણ તિરંગાની હાજરી ના હોવાના લીધે તેને ફરીથી છાપવામાં આવ્યું. જેમાં રાષ્ટ્રધ્વજ નજરે ચડે.ચલણના પ્રશ્ને કેટલી વિવાદ અને સિક્કાઓની અચતના સવાલો સંકળાયેલા છે.ક્યાંક કૃત્રિમ અછત પણ ઉભી કરવામાં આવે છે. આજે પછીની નોટની દશા દયનીય બની છે.
 
હાલમાં દેશની નકલી નોટોનો પગ પેસારો વધતો જાય છે ત્યારે સરકાર સભાન બની છે. નકલ કરનારા માટે બાપુ (ગાંધીજી)ની આકૃતિ સરળ બની હોય એવું લાગે છે.પણ બીજા નેતાની તસ્વીર સાથે ફોટો સેટ થઇ તો પોઝ કયો રેહશે? આ પ્રશ્ન રીસર્ચ માંગી લે આવો છે. પરિણામ આશ્ચર્ય કરશે અણી ગેરેંટી.આ ચલણી નોટ થી જો કોઈ માન  આપવાનો આશય હોય તો શું આ સન્માન વાસ્તવમાં થઇ છે ખરા.? નોટ ને પણ કોઈ ચોક્કસથી સાથે બાપુની સાથે બોલવામાં આવે છે.એમ.કે, ગાંધીનું સ્થાન નોટમાં કે કોઈ ના આદર્શમાંથી ખસી શકે એમ નથી.તેનો પ્રભાવ આજના શ્રેષ્ઠ સેલીબ્રીટી જેવો છે.માત્રા જાણીતા થવા માટે કમર કસ્નારા ન હતા પણ દેશની આવનારી દુવીધાની સદાય ચિંતા કરનારા હતા,.ચોક્કસ નિયમોની સાથે જીવવું સરળ નથી પણ અશક્ય ય નથી.બાકી બાપુ(ગાંધીજી)નું વ્યક્તિત્વ તથા મહત્વજળવાયું છે અને જળવાશે.આપણે તો સમયાંતરે તેને યાદ કરવાની રીત ઘડી નાખી છે. આ maha પુરુષની યશ ગાથા ગવાતી રેહશે સાથે બીજા દેશના સાચા વીરને વિસરી પણ નહિ શકાય.    

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...