સબંધમાં થતી ક્ષતી સામે આપીએ થોડી ક્ષમાં
જીવનનો હિસાબ અહી જ છે ક્યાય ઉદ્ધાર ક્યાય જમા
આદીમાંનાવમાં સમયમાં જયારે માનવ જીવ સમુહમાં જીવતા શીખ્યો હશે ત્યારે આ માનવ સબંધોની શરૂઆત થઇ હશે, પરંતુ સબંધોના દર્શન તો ઈશ્વરની દુનીઆમાં પણ થાય છે, ગુરુ-શિષ્ય, ભાઈ-બહેન, પતિ-પત્ની વગેરે પણ તે સાથે આ ક્ષતીઓને સ્વીકારવાની વાત એ યુગ માંથી શીખવા જેવી છે જે અત્યારે લુપ્ત થઇ રહી છે.કોઈ પોતાની ભૂલ છે એમ કેહવામાં ઓછુ અનુભવે છે. માનસ પોતાના જીવનની નાની- મોટી ભૂલ દ્વારા કંઈક નવું શીખે છે.સમજે છે.પણ જયારે તેને સ્વીકારવાની વાત આવે ત્યારે મનમાં વિરોધના વાદળ માંથી વર્ષા થાય છે.
ભૂલની ક્ષમાં આપવાથી ભૂલ કરનારને થયેલા ખોટા કાર્યનો અહેસાસ થાય છે.બીજી વખત એ ના થાય એવો વિશ્વાસ જોડવા પ્રયત્ન કરે છે.જિંદગીના એકાઉન્તમા બેલેન્સશીટનો ખૂટતો વ્યવહાર જીવાન્તકાળ માં જ થાય જાય છે.નાની-મોટી ક્ષતિઓ સામે સજાના બદલે સમજાવટની ઊંડી અસર થાય છે.સારી ક્રેડીટની સોડમ સર્વત્ર પથારી છે.જ્યાં એડજસ્ટમેન્ટનો અવકાશ ઓછો રહે છે.
સબંધમાં જતું કરવાથી વ્યવહારનું વાહન સદાય તરતું રહે છે.માફી આપવાથી સર્જાયેલો ખટરાગ ફરી એકતાના રાગમાં ભળી જાય છે. બાકી તો ચડેલી રીસની રેલગાડીમાં સફર કરવાથી સારા સબંધોનું જંકશન નથી આવતું, સબંધની નાકારાત્માંક્તાના સિગ્નલ મળતા જ રહે છે.મન એ ભૂલની સાથે સતત અને સખત કંપતું રહે છે.કોઈની સાથે સબંધમાં બાદબાકી કરવાથી તે વ્યક્તિ પ્રત્યે લાગણી બાદ થાય જાય છે,બાકી રહે છે થયેલી ક્ષતીના વેદનાના વમણો.જે સતત ફર્યા કરે છે.ભૂલ એ માનવી સાથે જોડાયેલી અને શિખામણ લઈને આવેલી ઉજવણી છે.તેને કેમ સ્વીકારવી એ દરેક વ્યક્તિનો જુદો જુદો દ્રષ્ટિકોણ છે.લાઈફની એકાઉન્ટબુકમાં રીલેશનશીપની બેલેન્સશીટ સરખી રાખવા આ ભૂલમાંથી જ તો પ્રેરણા મળે છે પણ માફી આપવાથી એ અનુભૂતિ જ અલગ થાય છે. કોઈને પણ સજા આપવા માટે કોઈ કોઈની રાજા લેતું નથી પરંતુ સજા એવી પણ નાં આપો કે જેથી કોઈ સાથેના કોઈના કે અપના જીવનની મજા બગડી જાય.અને લજ્જાથી બેન્ને બાજુ મસ્તક નમી જાય....
No comments:
Post a Comment