રેલ દુર્ઘટના- અપણા દેશ માટે કોઈ નવી વાત નથી.
જીવલેણ ઘટના નિવારવા પાયાથી પરિવર્તન જરૂરી
અપના દેશની નોંધપાત્ર આવકનું ક્ષેત્ર એટલે ભારતીય રેલ્વે. જેનું સંચાલન કેન્દ્ર સરકાર કરે છે પણ જયારે આ રેલ અકસ્માત થાય છે ત્યારે આર્થિક મૂલ્યના બેનર હેઠળ પીડિતોના દર્દનો અગ્નિ ઠારવામાં આવે છે. પાયાથી સુધારા કરવાની કોઈ પહેલ કરતુ નથી કે નવિનીકરણની વાત કોઈ કરતુ નથી, દેશના દરેક રાજ્યોના રાજવીઓ થકી નવી નવી રેલ સેવા આપવા અને પોતાના કાર્યોના પ્રભાવ દર્શાવવા સરકાર સમક્ષ કેટલીય માંગણીઓ થાય છે.પરંતુ જયારે કોઈ ટ્રેન અથડાય છે ત્યારે સહાય શબ્દોના માધ્યમથી ચોક્કસ રકમ આપવામાં આવે છે અને તેના પરિવારના સભ્યો માટે શોક વ્યક્ત કરવામાં આવે છે.સમય બદલાતા પરિવર્તન પવનોની અસર રેલ્વેની ટીકીટબારીઓ અને મુખ્ય કર્ચેરીઓ સુધી જ થઇ છે. રેલનું સ્વરૂપ બદલાયું નથી, ટ્રેન એ અંગ્રેજોની ભેટ છે આ સેવા અંગ્રેજી શાસકોએ પોતાની સુવિધા માટે વિકસાવી હતી.એ સમયની ટ્રેન અને આજની રેલગાડીમાં માત્ર રેલ એન્જીન ડબ્બાઓની સંખ્યા અને નવા રેલ્વે રૂટ. બદલાયા છે.જડમુળથી કોઈ ફેરફાર થયો હોય એવું નજરે ચડતું નથી. અપણા દેશમાં રેલ સેવાનો વપરાશ કરનારાઓની સંખ્યા કરોડોમાં છે અને તેની સામે રેલ્વે તંત્રની આવક પણ એટલી જ છે. એટલી મોટી આવક હોવા છતાં બજેટ વખતે રેલ્વે એટલા કરોડની ખોટ કરી છે એવું વાચવા સંભાળવા મળે છે. બીજી તરફ રેલ્વે દેશના લાખો લોકોને રોજગારી આપતું ક્ષેત્ર છે એટલે સામે જાવક પણ એટલી જ છે પણ સાથે ભ્રષ્ટાચારનો સડો અહી પણ સામ્રાજ્ય જમાવી બેઠો છે. આપણી મોટાભાગની રેલ હજુ સિગ્નલ સીસ્ટમ પર દોડે છે જયારે તેના પર કોમ્પુટર દ્વારા અંકુશ રાખી શકાય છે. દેશના દરેક ગામડામાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પસાર થતી ટ્રેન આજે ઇલેક્ટ્રિક કે ડીઝલના ઇંધણથી વેગ પકડે છે. પણ અથડામણ વખતે સમગ્ર રૂટ પર અસર થાય છે અને મૃત્યુને ભેટનારાની યાદી જાહેર થાય છે. પછીથી આખી ટ્રેનની તપાસ થાય છે અને રાજ પુરુષોની મદદનું જાહેરનામું બહાર પડે છે.
Train Accident. |
આર્થિક ટેકાથી પીડા દુર થાય પણ જે કાયમ માટે દુર ચાલ્યા ગયા છે તેના લોકોની સવેન્દનાઓનું પુર થોડું રોકાય છે?. દુર્ઘટના બાદ તે થવાનું કારણ શોધવામાં આવે છે પણ ઘટના જ ન બને એવા પ્રયત્નો લોકોની મોત પછી જ થાય છે, રેલ તંત્રમાં પાયાના પરિવર્તનોની તાતી જરૂર છે જેથી આવા અકસ્માત નિવારી શકાય. લોકોને સુરક્ષિત સફર કરાવી શકાય.વળી આવી ઠોકર પાછળ કોઈ વાર તેની સિગ્નલ સીસ્ટમ,કોઈ વાર પાટામાં ખામી તો કોઈ વખત ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટ જવાબદાર હોય છે. વિશ્વના બીજા રાષ્ટ્રો માં પણ ટ્રેન ચાલે પણ અકસ્માતનો આકડો અપણા પ્રમાણમાં નાનો હોય છે. ત્યાનું સમગ્ર રેલનું માળખું સમજવા અને સ્વીકારવા જેવું છે. અન્ય દેશના ભૌગોલિક આવરણ કરતા અપણા દેશનું રેલ માટેનું વાતાવણ થોડું વધારે સારું છે, દરેક સ્થાને રેલ્વેની લાઈનથી ટ્રેન સેવાની પુરતી સગવડ છે એવું પ્રતીત થાય.ચાલુ વર્ષમાં અપણા દેશમાં કુલ અગ્યાર રેલ અકસ્માત થયા છે. જેમાં છેલ્લે આન્ધ્ર પ્રદેશના નેલ્લુર પાસેના બનાવનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દાને થોડા બીજા દ્રષ્ટિકોણ થી જોયે તો પાટા પરથી ઉતારી જવાની ઘટના હવે સામાન્ય બનતી જાય છે, ભારત દેશની રેલ્વે સિસ્ટમ ખુબ વિશાળ છે બીજા દેશ વિધાર્થીઓ અપણા દેશની રેલ વ્યવસ્થાનો અભ્યાસ કરવા આવે છે. ત્યારે પ્લેટફોર્મ સુરક્ષા, મુસાફરોની અને માલવાહક ડબ્બો તથા માલની ચકાસણી, ટ્રેનની અંદરની સફાઈ, પાર્કિંગની જગ્યાઓ, પ્લેટફોર્મ પરના વિચિત્ર વાસ આપતા શૌચાલયો, અને રીઝર્વેશન જેવા પાસાઓમાં ખરેખર ફેરફાર થવા જોઈએ. મુસાફરો પુરતું ભાડું ચુકવે છે પણ સફાઈના નામે મીંડું જ હોય છે. વળી રીઝર્વેશન બર્થ પર પાસધારીઓ કબજો જમાવતા હોય છે.
વિકાસની સાથે બદલાવ અને કાઈદો પણ થોડો અપડેટ થવો જોઈએ. તેની સામે દંડ પણ અમલમાં મુકવા જોઈએ કારણ કે કોઈ ચમત્કાર વિના નમસ્કાર કરતુ નથી. કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવાની વાત આવે ત્યારે તેનો વિરોધ ન થાય એવું તો આપણે ત્યાં ભાગ્યે જ બને એટલે નવી સિસ્ટમની સાથે નવા નિયમો પણ એટલા જ આવશ્યક છે. તેનું પાલન કરાવવું એ શાસકના હાથમાં છે. એટલે તેને અપીલ કરવી જોઈએ કે આંખ લાલ કરવી એ નિર્ણયની ઘડી હવે થઇ ગઈ છે. અન્યથા આવી નાની મોટી અથડામણ અને તેની સાથે રાજકીય લોકોની વાતોના વમણ તો થતા જ રેહશે.
No comments:
Post a Comment