Monday, July 16, 2012

સીમ કાર્ડના જન્મદાતા રોલેન્ડ મોરેનો
મેમરી કાર્ડની જન્મ કથા

સનડિસ્ક પ્રથમ મેમરી કાર્ડ લોન્ચ કરનાર કંપની 

આંગળીના વેઢાથી પણ નાનું મેમરી કાર્ડ દરેક ડીજીટલ ઉપકરણનો આત્મા છે. વિડીઓથી લઈને વિવિધ સોફ્ટવેર, ગેમ્સ, અને ફોટાઓને સંગ્રહી રાખતું એક પાત્ર છે.લોકો આજે આખી ફિલ્મ પણ આ મેમરી કાર્ડમાં રાખતા થયા છે ત્યારે બીજી તરફ મહત્વની સોફ્ટ કોપીઓ પણ આ તાચુક્કડી ચીજમાં જાળવી રાખવામાં આવે છે વળી તેનું કાળ ખુબ નાનું હોવાથી અને રચના સરખી હવાથી કોઈ પણ ફોન કે આઈ-પોડ જેવી વસ્તુમાં સરળતાથી ગોઠવાઈ જાય છે અને કામ પણ સારું આપે છે. માહિતી,મનોરંજન અને સંગ્રહશક્તિ એમ ત્રણેય પાસાઓનો સરવાળો કરતા મળતું પરિણામ એટલે મેમરી કાર્ડ.  આજે સીમ કાર્ડ કે મેમરી કાર્ડ વગરનો મોબાઈલ સેલ વિનાના રમકડા જેવો છે. વપરાશની કોઈ પણ ચીજ વસ્તુના જન્મ વિષે જાણવાની જીજ્ઞાસા ખુબ ઓછા લોકોને થાય છે,કોઈ પણ ડેટાને સંઘરી રાખતું  કાર્ડ આજે મનગમતી વસ્તુની લેતી દેતીનું સાધન પણ બન્યું છે,આટલી નાની ચીપનું સર્જન કરવાનો સૌ પ્રથમ વિચાર ફ્રાંસ ના એક અન્જિનિઅર અને લેખક રોલેન્ડ મોરેનોને આવ્યો.જે આજે અતિ મહાતાવનું સાબિત થયું છે. વિશ્વમાં થયેલી અનેક શોધખોળ પાછળ અથાક પ્રયત્નો જવાબદાર હોય છે ત્યારે મોરેનોની આ સફળતા માં પણ કંઈક એવું જ છે. મોરેનોની આ શોધ બાદ મેમરી કાર્ડનો તુક્કો અવતર્યો અને એક વેઢાથી પણ નાની આકાર પામી.સતત આઠ વર્ષ સુધી મોરેનોની આ સિદ્ધિ ઉપયોગમાં લેવાઈ અને એ પણ ઓછી કીમતે.

ફ્રાંસમાં થયેલી આ શોધ  સમયાંતરે સમગ્ર વિશ્વમાં પ્રસરી અને નાણા મોટા ફેરફારો સાથે લોકોએ સ્વીકારી.૧૯૮૩નીગાળાની આસપાસ આ સીમ કાર્ડ ફ્રાન્સની એક ટેલીકોમ કંપનીએ લઈને એમાં "પે ફોન બીલ્લ્સ"ની સીસ્ટમ સેટ કરી અને આમ એક પ્રીપેડ સીમ કાર્ડનો વીશમાં આરંભ થયો.સારી વસ્તુમાં કોઈ વિઘ્ન કે વિરોધ ના થાય એવું તો બને જ નહિ તે પછી ભારત હોય કે ફ્રાંસ. શરૂઆતના દિવસોમાં આ કાર્ડની સલામતી ખુબ ઓછી છે એવું બહાર આવ્યું અને ખુબ વિરોધ થયા.પણ આવિષ્કારને તો આવકાર આપવો જ પડે.પછીથી એમાં સુરક્ષા માટેના પ્રોગ્રામ સેટ કરવામાં આવ્યા, મેમરી કાર્ડના જન્મની કથા કરીએ તો સૌ પ્રથમ આ કાર્ડ સન ડિસ્ક કંપની દ્વારા ૨૦૦૪માં અપને ત્યાં લોન્ચ થયું.મેમરી કાર્ડને એસ ડી. કાર્ડ પણ કહે છે જેમાં એસ ડીનું  પૂરું નામ છે સિક્યોર ડીજીટલ.જેની સંગ્રહશક્તિ હતી માત્રા ૧૨૮એમ બી.પરિવર્તન અને નવું કરવાની ભાવનાએ આજે આ કાર્ડની ક્ષમતા ૬૪ જી.બી.ની કરી છે, એટલે કે ત્રણ કલાકના તેત્રીસ જેટલા ફિલ્મો તો સરળતાથી સમાઈ જાય. બાકીની જગ્યામાં ફોટા અને એપ્લીકેશનો તો ખરી જ.વળી આ કાર્ડ ૨ ટી.બી.સુધી સપોટ કરે છે.આજ સંદર્ભનો સહારો લઈને પછીથી કેમેરામાં કાર્ડની શરૂઆત થઇ જેની છેલ્લી સીરીઝ નીકોન કેમેરાનું ડી૪ મોડલ છે.સીમ કાર્ડ અને મેમરી કાર્ડનો ઈતિહાસ ચોક્કસ સમયના અંતરે બદલાતો રહ્યો છે.અને હજુ પણ સાધનો અને વિચારોની સાથે ફેરફાર કરતો રેહશે. જેમ આર્થિક સ્થિતિમાં ઉતાર ચડાવ થાય ત્યારે દેશના રેટિંગ માં ફેર પડે છે એમ તેની ડેટાને સાચવી રાખવાની ક્ષમતાના આધારે તેનો ક્લાસ પણ નક્કી કરવામાં આવે છે. કાર્ડની માહિતીની લેવડ દેવળ માટે મશીનો આધારિત પ્રોગ્રામની મદદથી શરૂઆતમાં ડેટા નાખવામાં આવતો પણ દર વખતે આવું લખાણ કંટાળો લાવે એવું અને બધાને ના આવડે એવું હતું માટે એક  એવા માધ્યમની આવશયકતા ઉભી થઇ જે આ કાર્ડને જોડીને સરળતાથી ડેટાને સાચવી સકે તેની આપ લે આસન કરી શકે.આ આશયથી ડેટા કાર્ડની રચના થઇ જેને આપણે કાર્ડ રીડરનું નામ આપ્યું છે,આ કાર્ડ રીડર એક ઈલેક્ટ્રોનિક પાવરને જોડીને ડેટાને હેરફેર કરવા માટે સવલત આપે છે .સન ડિસ્કની સાથે સ્પર્ધા કરતી પેઢીઓએ પણ આ દિશામાં જંપલાવ્યું. વધુ સુવિધા અને સુરક્ષાના પ્રોગ્રામના આવરણથી બજારમાં આગમન કર્યું. 

આજે  ત્રીસથી વધારે કંપનીઓ આ કાર્ડના વેપારમાં પોતાના કામણ પાથર્યા છે અને સફળ પણ થઇ છે, કોઈ પણ વસ્તુની ઉત્પતિ ખુબ શ્રમ અને સાહસથી ભરેલી હોય છે આ સમગ્ર વિચારધારાનો સારપ મોરેનોને જાય છે. પ્લાસ્ટિક કોટિંગમાં ઈલેક્ટ્રોનિક ડીજીટલ ડેટાને મેમરી કાર્ડે પોર્ટેબલ કરી નાખ્યો છે એમ કેહવામાં કઈ ખોટું નથી પણ એક સત્યને સ્વીકારવું પડે કે આ સીમ અને મેમરી કાર્ડ આધારિત ફોનના વપરાશકારો વિશ્વના એક ચોક્કસ એરિયામાં જ કેદ છે. બાકી હજુ પણ અગાઉના સી.ડી.એમ.એ.નો યુગ પણ સમાપ્ત થયો નથી, વિશ્વમાં આજે પણ  સી.ડી.એમ.એના ફોનના ધારકો તો છે જ. 

viRal

No comments:

Post a Comment

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...