શ્રાવણ માસમાં ૩ ટન જેટલી ફરાળી વાનગીઓ આરોગતા હાલારવાસી
૩૦૦૦ કિલોથી પણ વધુ ફરાળી ચેવડા અહી ખવાઈ જાય છે.
હાલાર એટલે કે જામનગરની બાંધણીની માફક આ નગરની ખાણી-પીણી વાનગીઓ પણ પ્રખ્યાત છે. ખાસ કરીને મુખવાસ પાન અને ઘૂઘરા. પણ બદલાતા સમયની સાથે સાથ આપીને આજે ફરાળી વેરાઈટીની ભિન્નતામાં જામનગરે એક નામ કાઢ્યું છે. દિવસે ને દિવસે આ માર્કેટ આસપાસથી લઈને ગુજરાતના મોટા શહેરો સુધી વિસ્તર્યું છે.આજે જામનગરની કચોરી, પાન અને મુખવાસ અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર સુધી જાય છે.ખાણી પીણીની વાનગીઓમાં આ શહેર બીજા મહાનગરો કરતા થોડું અલગ પડે છે. જામનગરની મુલાકાત લેનારા મુલાકાતીઓને અહીની ડ્રાઈ ફ્રુટ કચોરી ખુબ દાઢે વળગી છે.જયારે પણ આ લોકો પોતાના વતનમાં જાય છે ત્યારે આ કચોરી અચૂક લઇ જાય છે. પ્રવર્તમાન મોંઘવારી વચ્ચે કાચા માલના ભાવ વધારાથી ફરસાણથી લઈને મીઠાઇ સુધીની દરેક ખાવા લાયક ચીજમાં કિમત વધી છે.ભાવ વધારાની અસર હોવાથી ગ્રાહકોની ખરીદીમાં પણ આંશિક ફેર પડ્યો છે.તેમ છતાં દર વર્ષે કંઈક નવીન વાનગીના સ્વાદ માણવા લોકોની ભીડ જામે છે. ફરાળી વાનગીમાં હવે ફરાળી ભેલ,કટલેસ, ખમણ, પાત્રા, ખાંડવી અને દહીંવડાના પણ શ્રી ગણેશ થયા છે.વેપારીઓ કહે છે કે ફરાળની સીજનમાં આવી ડીશ તૈયાર કરતી વખતે અમે સ્વાદ પર પુરતું ધ્યાન આપીએ છીએ. અને એક વખત ચાખ્યા બાદ ઉપવાસ ન તૂટે અણી પણ ખાતરી આપે છે.આ વિષય પર વધુ વાત કરતા ત્રવાડી ઉમિયાશંકર કાલિદાસ મીઠાઇવાળા અશોકભાઈ કહે છે કે
આઠમના દિવસે માગ વધુ રહે છે.
ફરાળી ચેવડાની સાથે મીઠાઈની માગ સોમવાર અને આઠમના દિવસે વધી જાય છેકારણ કે ભોગ ધરવા માટે લોકો મોટી સંખ્યામાં ઓડર આપે છે. આ વર્ષે ભાવ વધારાની અસર સ્પષ્ટ વર્તાય છે
સારી ગુણવત્તા હોય તો ગ્રાહક તે પ્રમાણે નાણા પણ ચુકવે છે.
આ સાથે કમલેશ ડેરીવાળા કમલેશભાઈ જણાવે છે કે આજે પણ ચોખ્ખા ઘી ની માગ છે મોંઘવારીના સમયમાં સમાજ નો એક વર્ગ ઘરે મીઠાઈ અને ફરાળી વાનગી બનાવતો થયો છે, શુદ્ધ ઘીનો ભાવ થોડો ઉપર હોવા છતાં લોકો ઘી લેવા આવે છે.
ગુણવત્તા અને ઘરાક સાથેના સબંધ પણ વૃદ્ધિ કરાવે છે
સામાન્ય રીતે બાકી દિવસો કરતા તહેવાર અને સામાજિક પ્રસંગો પર મિષ્ટાન લોકો વધારે ખાય છે. જૈન વિજય ફરસાણ એન્ડ સ્વિટના માલિક રસિકભાઈ આ મુદ્દા પર થોડું ઉમેરે છે કે તેલના ભાવની વધ ઘટ સામે અન્ય ખર્ચ પણ વધે છે કચોરીના વેપારમાં ખુબ જ તકેદારી રાખવી પડે છે કારણ કે ભેજવાળી ઋતુમાં ખાવાની વસ્તુ બગડવાનું જોખમ વધી જાય છે,પણ સારા પેકિંગથી મિષ્ટાન સારું અને તાજું રહે છે જે માટે લોકો ભાવ ચુકવે છે.
આ ધંધામાં થોડો આચકો લાગ્યો છે,
ચાલુ સમયે મોંઘવારીની આગ સર્વત્ર પ્રવર્તે છે. ત્યારે આ ધંધામાં થોડો આચકો લાગ્યો છે, વળી આજે બહુવિધ ખાદ્ય પેઢીઓના આકર્ષણથી મીઠાઈની અગ્રતા ધીમે ધીમે ઘટતી જાય છે. સાથે સાથે કિમતનો આંક વધુ હોવાથી સૌ કોઈને પરવડે એમ નથી.આ શબ્દો અંબિકા ડેરીના શેઠ નારાયણભાઈના છે. જે સાથે સાથે ફાસ્ટ ફૂડનો વેપાર પણ ધરાવે છે.
લોકો પોતાના બજેટ માંથી થોડી બચત કરી મીઠાઇ આરોગે છે.
પટેલ કોલોની વિસ્તારમાં મીઠાઈની દુકાનવાળા પટેલ પેંડાવાળા માહિતગાર કરે છે કે આ બધો ભાવ અને માગ દૂધ પર આધાર રાખે છે દુધના ભાવમાં વધારો ઘટાડો દરેક વર્ગને અસર કરે છે જેની બીજી અસર મીઠાઇની માર્કેટ પર થઇ છે. છતાં પણ એક વખત સ્વાદ ચાખવા પુરતું પણ ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ખેચાતા બજાર ઠંડુ છે પણ શ્રાવણ માસમાં લોકો અને વેપારી બંનેને ફીડો થશે.આ માસથી તેજીનો આરંભ થાય છે.
વિવિધતાનો સ્વાદ લેવા લોકો આકર્ષાય છે.
આજે ફરાળી ભાજીકોન પાપડી ચાત ચિપ્સ સાબુદાણાના વડા, અને કાજુ અંજીરની વિવિધતાનો સ્વાદ લેવા લોકો આકર્ષાય છે. ભાવની સાથે ગુણવત્તામાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. આજે લોકો આયોજન કરતા થયા છે અને તહેવારને ખુબ આનંદથી વધાવે છે, મીઠાઈનો વ્યવહાર કરવાનો રીવાજ આજે પણ સમાજમાં છે આગામી સમયમાં હજુ પણ વધારે ફરાળી વાનગીઓ ખવાશે બનશે અને વેચાશે.
કમળ ફરસાણ- નવલભાઈ મીઠાઇવાળા
No comments:
Post a Comment