Friday, June 29, 2012

સર્વિસ પ્રોવાઈદરોની નેટની સ્કીમથી  
વેબની દુનીઆમાં ભીડ જામી.

રીંગટોન, એપ, વોલ પેપર અને થીમ
મફત સેવાની સાઈટથી ડાઉનલોડની હાટડીઓ ડીમ.  

કોઈ પણ કંપનીના નવા કનેક્શન સાથે મળતા ફ્રી યુઝેજના પ્લાનથી નેટ સ્કીમ પાછળ એક આતુરતા સાથે કનેક થતા 
નવા નેટ યુઝારોમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે.જી.પી,આર.એસ.ના માધ્યમથી થતા આ મોબાઈલ ઈન્ટરનેટનું જોડાણ હવે
વ્યાપક થવા લાગ્યું છે.આ સંદર્ભે કેત્લિત આંકડાકીય માહિતી પર નજર કરીએ તો નેણ આશ્ચર્યથી ઉચા થઇ જાય.આ આકડો હવે ઉપર તરફ જાય રહ્યો છે. આ એક "કભી ખુશી કભી ગમ" જેવી દિશાનું સુચન કરે છે. હાલમાં 115 મિલિયન એક્ટીવ વપરાશકર્તાઓ માત્ર ભારતમાં છે. વિશ્વ કક્ષાની સંખ્યા સો ટકા "ઓહો" કરાવી દે આવી છે. પણ વપરાશના હેતુમાં ભિન્નતા હોવાના લીધે એક વર્ગ આ માધ્યમ માંથી કંઈક નવું શીખે છે, વિશ્વના ફલકની ટેલર માણે છે. ટેકનીકને સમજે છે અને તેનો અસરકારક ઉપયોગ કરી કમાય છે. મફતની મર્યાદામાં શીખે છે અને બાદમાં થોડા પૈસામાં રીચાજ કરાવી બમણી કમાણી કરે છે. અવ આઈડિયા અપનાવનારો યુવા વર્ગ અપના સમાજ માં છે. તો બીજી તરફ નેટ પર સ્પેશિઅલ મોબાઈલ સાઈટથી તેના ફીચર્સ તથા સપોર્ટ પ્રોગ્રામને જાણનારા લોકોએ ડાઉનલોડની દુકાનોને કાયમ માટે વિદાય આપી છે. કારણ કે એ લોકોના ફોટા ગીત એપ અને ઠેમના કલેક્શન કરતા અનેક ગણું મોટું કલેક્શન આવી સાઈટ પર પર્યાપ્ત છે એ પણ ફ્રી માં.આમ એક બાજુ ફાઈદો તો સામે નુકશાન પણ એટલું જ છે. આ મોબાઈલ આવતા સવલત સંતાનોની અને મુસીબત માં બાપ ની એવું થઇ ગયું છે.

કંપનીઓના ગ્રાહક વધારવાની હોડમાં મફતનું માર્કેટ સદાય હોટ ફેવરીટ રહ્યું છે ત્યારે હવે આ દર વિનાના યુનિટ પાછળના નેટવર્ક અને કનેકશનની મથામણ પણ વધારી છે.વડી તેના કેર કેન્દ્રમાં ફોન કરવાના પણ નાણા ભરવા પડે છે.એટલે પોતાના ફાઈદા  સાથે ગ્રાહકને આકર્ષવાનો પ્રયોગ સફળ રહ્યો છે, નેટનું મેડિયા સસ્તું થતા કેટલીક ન જોવાની ચીજ પણ જોવાઈ છે.શેર થઇ છે. જેના સામે અમુક અંશે 
ઈન્ટરનેટ પરથી આવી નકામા કચરાથી ખદબદતી સાઈટને અંકુશમાં લેવાની ઝરૂર છે.બીજી તરફ પાઈરસીનું મોકળું માર્કેટ ઉભું થયું છે.
હવે દરેક માનસ પાસે નેટનું અતેચ્મેન્ત જોવા મળે છે.સમાજનું વાસ્તવિક જાળું એક આભાસી પેજ બાજુ ઢળતું જાય છે. એટલે તો ફેસબુક પર ગ્રુપ તથા ફ્રેન્દ્લીસ્ત મોટા અને માનસ નાનો થતો જાય છે. કંપનીઓની સ્મ્રાતનેસ થી કોઈ વાર ઘરાક  છેતરાઈ છે. કુછ ભી હો  બસ બિઝનસ ચાલના ચાહિયે.....

મફત સાઈટ પરથી લેવા દેવાની પ્રોસીજર થી સૌ કોઈ વાકેફ છે ત્યારે આવી સાઈટ ને પણ કંઈક લાભ થઇ છે. પણ હવે તો આવા પ્લેટ ફોર્મ માંથી પણ અશ્લીલ કન્ટેન્ટ સરળતાથી પથરાઈ છે. જેની સામે કોઈ પગલા લેવાની ઝરૂર છે. ચીનમાં જેમ અમુક સાઈટ પર પ્રતિબંધ છે એવું આપણે ત્યાં પણ કરી શકાઈ છે. આવી સ્કીમથી અને બીજી સર્વિસથી હવે મોટાભાગનું ડાઉનલોડ મફત કરી આપવામાં આવે છે.
એક તરફ ધંધો તો બીજી સાઈડ સમાજ માં ઠલવાતી વિકૃતિ છે. ખેર જેસી જિસકી સોચ 

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...