તહેવારો એ તંદુરસ્તીનું ટોનિક છે
સન્ડે ઈઝ હોલીડે નું સુત્ર માનવીના પ્રત્યેક કર્યો સાથે સંકળાયેલું છે. રજાનો દિવસ એટલે નાનકડો તહેવાર મનને યાંત્રિક મુક્તિ આપવાના વિચાર , ઉત્સવોનું દરેક માનવીના જીવનમાં એક આગવું સ્થાન હોય છે. તેની ઉજવણીની દરેકની એક શૈલી હોય છે કોઈ પણ તહેવાર સાથે તેનું આધ્યાત્મિક અને સંસ્કૃતિક પાસું અભિન્ન રીતે જોડાયેલું હોય છે.પરિવારમાં પ્રસંગએ એક પારિવારિક તહેવાર છે.સમાજનો એક વ્યવહાર છે.તહેવારોંની માનવી સાથે ખુબ જાડી સાકળ બંધાયેલી છે.સામાજિક કે સંસ્કૃતિક તહેવારની યશગાથાનું મહત્વ સમયાંતરે હમેશા તાજું થાય છે.માધ્યમો દ્વારા તે પર્વનો સમગ્ર માહોલ પીરસાય છે. તહેવારોનું આવરણ એ માનવીની યંત્રવત જિંદગીમાંથી બહાર આવા માટેનું ડાઈવર્ઝન છે.જ્યાંથી જીવનના રસ્તા પર
યાંત્રિક કાર્ય કરતુ માનવમન વણાંક લે છે.મશીન લઈફ્માંથી મળતો બ્રેક આપણી તાઝ્ગીના ટ્રેકને વધુ લાંબો અને મજબુત બનાવી દે છે.
સતત કાર્યશીલ જીવનને તહેવારો થોડો આરામ આપે છે.પરિવાર સાથે શબ્દોથી બધાવાનો ટાઇમ આપે છે.લાંબી મુસાફરીમાં જેમ નાણા મોટા હોલ્ટ હોય છે એમ ઉત્સવ જીવનમાં એક હોલ્ટ આપે છે. થોડા રીફ્રેશ થવાનો, તણાવ માંથી થોડા લેસ્સ થવાનો,ખાઈ પીને ટેસ કરવા માટે,ફરી સ્વસ્થ થઈને આજીવિકા તરફની
રેસમાં જોડવા માટે. તહેવારો પછી તન ને મન પ્રફુલ્લિત થઇ જાય છે.તહેવારોની રાજાની મજા કોઈ માટે સજા ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.પર્વ સાથે ઉપવાસ,વ્રત, ને સત્સંગ સંકળાયેલા હોય છે. ઉપવાસ એકટાણાથી શરીરની આંતરિક યંત્રના કાર્યસંચાલન તંત્રમાં પણ હાફ ડ્યુટી થાય છે તેને પણ એકદિવસ, સપ્તાહ કે માસના સમય ગાળામાં ઓછો થાક લાગે જેથી સ્વાસ્થ્ય સચવાઈ છે.તહેવારને તંદુરસ્તીની સાથે સાથે એ સમયે પ્રવર્તતા મોસમ સાથે પણ નિસ્બત હોય છે. જેમ સંક્રાતના દિવસે તલસાંકડી કે ચીકીથી આરોગ્ય જળવાઈ છે તેવી રીતે મેળાની સીજનમાં ઋતુ ભેજ વાડી હોય છે તેથી હવા થોડી રોગીષ્ઠ બને છે. જેમાં તન અને મન બંનેની ટેક કેર કરવી પડે.બાકી ધનનું આયોજન તો એ પેહલા જ કરવું પડે.હવામાનની સાથે માનવીનું ડીલ રોગમુક્ત રહે તો જ ખિસ્સું દવાઓના બિલથી મુક્ત રહે. ફેસ્ટીવલને વેલ કામ કરવા માટે પેહલા અપને ઓલ્લ વેલ રેહવું પડે.નહીતર તહેવારોની દિશા તો એ જ રહે પણ આપણી દશા સો ટકા બદલાઈ જાય, વેલ ટેક કેર એન્ડ આગામી દિવસો તહેવારોના છે એટલે એન્જોય યોર સેલ્ફ....
No comments:
Post a Comment