Friday, August 03, 2012

ફેસબુક: કઈ નહિ છતાં ઘણું બધું..
  
ફેસબુકે સબંધોને વર્ચુઅલ બનાવી દીધા છે જેથી અક્ચુઅલ લાગણી ઘટતી જાય છે..સબંધમાં સરવાળો હમેશા કરાય પણ માત્ર સ્વાર્થના ચિહ્નથી બંધાતા વ્યવહારની અવધી બાંધી મુઠ્ઠી લાખની જેવી હોય છે.
   
ફેસબુક કોઈ ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી પણ જો કરવી હોય તો એવું કરી શકાય કે બાળકો થી લઈને બુઢ્ઢાઓ સુધી સૌને લાગેલું ઘેલું જેને ચેહરાની કિતાબ કહેવામાં આવે છે. દિવસે ને દિવસે આ સોશિઅલ  નેટવર્ક વિસ્તરતું જાય છે. સાચા સબંધો વેબ પર અને નવા સબંધો ચેટ પર એવું આજે કહી શકાય. રોજ નવા નવા મુખડાઓ આ સાઈટ પર ધીમે ધીમે કદમ તાલ કરે છે.બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનું એક માધ્યમ છે તો બીજી તરફ બ્રાન્ડેડ રોમિયાઓની પ્રોફેસનલ પર્સનાલીટી છે.ઉપયોગ કરતા તેના દુરુપયોગથી તેને વધારે પડતો વેગ મળ્યો છે જેમ કોઈ વિવાદ થાય તેમ એમાં શું હશે તે જોવાની તીવ્ર ઉત્કંઠા જાગે તેમ રોજ હજારોની સંખ્યા લોકો આ પ્લેટફોર્મ પર આવીને નવા  અને દેખાવડા મિત્રોની રેલગાડીની રાહ જોતા હોય છે ટીકીટના સ્વરૂપે રીક્વેસ્ટ તો મોકલી આપે પણ સામેથી યેસ નામની લીલી ઝંડી મળે તો જ એ યુઝરની ગાડી પાટે ચાલે.હવે તો હમેશા ચાલુ લાઈન (ઓન લાઈન) પર રેહનારાઓની સંખ્યા પણ વધતી જાય છે. એમાં વળી કોઈ મિત્ર કહે કે તુંતો નેટ પર હતો એટલે સામે વાળો મિત્ર માથામાં ઘોબો પડે એમ કહે કે હું તો બાઈક પર હતો.એ તો બસ ઓનલાઈન રેહવાનું સેટિંગ કર્યું છે આ નફા વગરની ફેસબુક તો કેટલી વફા કરનારનું ગર્ભિત લવ લેટર છે એમાં પણ માર્યાદિત મિત્રોને આવકાર મળે.વર્તમાનમાં ફેસબુક  શબ્દો અને ખીજની ભડાસ કાઢવાનું માધ્યમ થયું છે એવું વિના સંકોચે કહી  શકાય.પછી પેલી કાળી કન્યા ઓપરા વિન્ફ્રેની વાત હોય કે આપણે અણગમતા લોકોના કડવા  વચનોને.સૌની સામે વાક્યોના તીખા અવાજથી  સમગ્ર ઓળખીતા પાળખીતા સુધી પોચાડ્નારી જગ્યા બની છે પાછો આ ધ્વની આંખના ઓરડામાં જ સંભળાય  છે કોઈ ખોટો કકરાટ થતો નથી.ફેસબુકે સબંધોને વર્ચુઅલ બનાવી દીધા છે જેથી અક્ચુઅલ લાગણી ઘટતી જાય છે..સબંધમાં સરવાળો હમેશા કરાય પણ માત્ર સ્વાર્થના ચિહ્નથી બંધાતા વ્યવહારની અવધી બાંધી મુઠ્ઠી લાખની જેવી હોય છે.
 
વપરાશકારોના વધવાથી બે સબંધીઓ વાત ચિત અને વિચારોના ફેસબુક રૂપી વણાંકથી વધુ નજીક આવ્યા છે, પણ પ્રત્યક્ષ ઉપસ્થિત થવાનો કોઈ પાસે સમય નથી. ઘણું બધું શેર થતું જાય છે પણ શું શેર કરવું અને શું ન કરવું અણી સમજ દરેકને હોવી જોઈએ. એક વખતમેં એક સ્ટેટસ વાચ્યું કે આઈ એમ ઓન રોડ. પણ મહામાનવ આખી દુનીઅમાં ઘણા રસ્તા છે તમે ક્યાં રસ્તે?? બીજી તરફ ગુના ખોરીનું પ્રમાણ પણ વધતું જાય છે જેમાં કોઈ બે મત નથી. અને ઘાયલ કે મૃતકોની પ્રોફાઈલ આ સાઈટ પરથી મળી આવે છે. ખોટી ચર્ચા કરવા માટે પણ ફેસબુક પર લોકો લટાર મારવા આવે છે અને કોઈ ચોવીસ કલાક લાઈન પર રેહનારો હોય તો તરત લોગ આઉટ પાસે માઉસ લઇ જાય એવું પણ થાય છે.એવું નથી કે ત્યાં સારી વસ્તુ ન મળે તેમાં ઘણા પેજ પર સારા સારા વિચારોનું વિશાળ વેબ પેજ છે જ. તેમજ અદભૂત ફોટોગ્રાફીના નુંમુના જોતા જ "વાહ" નો ઉદ્ગાર સરી પડે એવું પણ છે.પરંતુ, જ્યાં ગામ હોય ત્યાં ઉકેરડો તો હોય જ. એટલે શું કરવું અને શું શેર કરવું એની બુદ્ધિ જરૂરી છે.આજ વ્યુ પોઈન્ટને વધુ થોડો એન્લાર્જ કરીએ તો આજે જાહેર ખબરો માટે તેના ગ્રાહકો શોધવા એ સરળ બન્યું છે. એટલે તમે તમારી ગમતી ચીજ લાઇક કરો એટલે તેની આકર્ષક ઓફર તમારી આંખ સામે. મારા એક મિત્રએ મને કહ્યું કે યાર મારા પેજ પર તો કાયમ જાહેરાત જ આવે છે એવું કેમ? મેં તેનું પેજ  જોયું તો ભાઈશ્રી એ બધી દેખાવડી લગતી મોડલની એડ પરલાઇક  માર્યુંતું.એટલે તમને કેવા સમાચારો જોયે છે તેની પસદગી ની સગવડતા આપતું નેટવર્ક એટલે ફેસબુક.બાકી મિત્રોને કનેક્ટ કરશો તો તેની સખળ દખડની તથા શોધ ખોળની માહિતી તમારી દીવાલ પર તો ખરી જ. આ પરથી એવું કહી શકાય કે ગમતી વસ્તુ તમારા વોલ પર અને વોલેતની ક્ષમતા હોય તો ઘરની  વોલ પર.    

કોકને ફફડવા માટે પણ ફેસબુક એક હથિયાર સાબિત થયું છે. કોઈનું ફેસબુક હેક થઇ જાય એટલે વપરાશકાર આત્મા વિનાના શરીર જેવો થઇ જાય.આ સાઈટથી સૌ ફેસબુક મેનિયાના વાવાજોડામાં આવતા જાય છે ત્યારે ધ્યાન એ રાખવાનું છે આ વંટોળ આપણે ભરખી ન જાય.રાત દિવસ,કામ કાજના સમયે, અને નવરાશ માં તો આપણે આ સીતેને નીચોવી નાખ્યે છીએ. આ નીચોડ સાર્થક થવો જોઈએ નિરર્થક નહિ. આ થકી પૈસો ભલે પારકો કમાય પણ આપણે પોતાને પણ કંઈક મળવું જોઈએ આનંદ સિવાય.કંઈક નવું શીખવા માટે પરિવર્તન સ્વીકારવું જરૂરી છે એક બીમારી ન બની જાય એની તકેદારી રાખવી પણ તેટલીજ આવશ્યક છે.આપણી કૃતિ સામે સારા પ્રતિભાવ મળે તો આ સાઈટ મંતવ્યો સર્જક છે જ.આજે તો કોકે તૈયારેલી ટોપી ન થતી હોય તો પણ ધારણ કરનારા આપણી વચ્ચે છે જ.બાકી ટેગ,પોક અને લોક થઇ જાય તો શોક શું છે એ બધાને ખબર છે. લાઇકથી ગદ ગદ છાતી ફૂલાવવા કરતા કોમેન્ટથી કંઈક સુધારવું જોઈએ        

No comments:

Post a Comment

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...