માણસના જીવનમાં વ્યવહારની સાયકલ અને વિશ્ર્વાસની બોટ કાયમ આગળ ચાલતી હોય છે સમુદાયમાં શ્ર્વાસ લેતો માણસ પોતાની ઉત્પતીથી સંગાથમાં રહેવા ઘડાયેલો છે. આદમ અને ઇવ બે જીવ. પછીથી સમાજના વિશાળવર્ગની રચનામાં એકથી વધુ અને વધુમાં એક એવા સંબંધોના શ્રીગણેશ થયા. બે વ્યક્તિ વચ્ચેના બોલવા-બોલાવવા, ખાવા-ખવડાવવા અને લેવા લઇ જવાના પરસ્પરના પૂલને ઘણા સંબંધના ટેગ લાગ્યા. પણ ઇલેક્ટ્રિકના વાયર અને ઉપકરણમાં અર્થિગ આવેને ટેસ્ટરમાં લાઇટ થાય એમ વર્ષો બાદ જેને જોઇને મળીને અને ભેંટીને એમ થાય કે યાર મોજ પડી ગઇ તે મિત્ર. મિત્રતાના સંબંધની ધણી ખરી દ્રશ્ટિને શબ્દો મળ્યા છે ત્યારે તેને ચોક્કસ અને બીબાંઢાળ વ્યાખ્યામાં બાંધી ન શકાય. છતાય ઇન્ટરનેટના વિશાળ દરિયામાંથી ગળે ઉતરે અને પચી પણ જાય તેવા ક્વોટની શ્રેણીમાંથી કેટલીક ચૂંટી કાઢેલી લાઇન્સ. મિત્ર એટલે જેને વારંવાર મળવાનું મન થાય, મિત્ર એટલે જે તમને જોઇને સૌથી વધુ ખુશ થાય, તમારી સફળતામાં સમસ્યા ઊભી કરવાના બદલે સામેથી સેલ્યુટ કરે, ઇર્ષા કરવાના બદલે આલિંગન આપીને સમજાવે, તમારી સાથે વિડીયો ગેમ કે અન્ય રમત રમે પણ તમારી પાછળ કે ઉપર ક્યારેય રમત ન રમે.
શાળામાં યુનિફોર્મની ચડ્ડી પહેરીને રિસેસમાં એકબીજાના ડબ્બામાંથી મન ભાવતો નાસ્તો બુકડાભરીને ખાવાનો આનંદ હતો જે આજે કોર્પોરેટ કંપનીની કેંટિગમાં સાથી મિત્રના ટિફિનમાં "થોડું વધારે લાવજે" એમ કહીને સંતોષ માનવો પડે. વાણી અને વર્તનથી પરખાતો માણસ તદ્દન વિરુધ્ધ સ્વભાવના વ્યક્તિની જિંદગી સાથે જોડાઇને જીવન વીતાવે છે એટલે દોસ્તી લગ્નજીવનમાં પણ હોય છે સપ્તપદીના વચનો પૈકીનું એક 'સપ્તમે સખા ભવ' મારા મત પ્રમાણે આ વચનને સૌથી પહેલા સમજવાની અને સ્વીકારવાની જરૂર છે. કારણ કે વિજાતીય જીવ સાથે આકર્ષણની પ્રથમ ઇંટ તો મૈત્રી જ હોય છે ને? કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેના સંવાદમાં દ્રૌપદી કેશવ સામે હળવી થતી જણાય છે. મુક્તમને વાસુદેવના ચિત પર વિશ્ર્વાસના કાગળ મૌનની ભાષામાં લખે છે સામા પક્ષે શ્રેષ્ઠસારથી સંયમ જાળવીને અને લાજ સાચવીને સ્વરૂપ બદલીને સાથ નિભાવે છે. આ સંસ્કાર આપણને શાસ્ત્રો શીખવી ગયા. પરંતુ, આગળીના ટેરવાથી મોબાઇલની બારીમાં ફસાયેલી આજની પેઢિ જેમ દરિયામાં મરજીવા મોતી શોધે તેમ તક શોધવામાં મચી પડી છે. ઘણા ઉપરી અધિકારીઓ જાહેરમાં દોસ્ત કહીને પાછળથી પોતાની જ ટીમના ખેલાડીઓ સાથે પક્ષપાતી વલણ દાખવતા હોય છે જેની ગંધ બીજાને નથી આવતી પણ આગ જે તે વ્યક્તિને દઝાડે છે. અહીં વાત એક કોંન્ટ્રાંસની છે બાકી લાગણીના ખોટા વજનીયાથી હાથ મિલાવતા અને કાયમ તર્ક સાથે આગળ વધતા લોકો કાયમ અંદરથી એકલા જ હોય છે.
દુનિયાદારીનું ભાન થાય અને જવાબદારીનો ભારો આવે એટલે મેચ્યોર થઇ જવાય અને સમય સાથે થવું પણ જોઇએ. આ મેચ્યોરિટીમાં મજા કરાવે તે સાચો મિત્ર. મિત્ર શબ્દ પહેલા 'સાચો' એટલા માટે લખવું પડે છે કારણે ખોટાનું તો મફતમાં માર્કેટિંગ થાય છે. યારીને ફોરવર્ડ કરીને પોતાની સાથે નવી કડી જોડવા કરતા શાળાની રિસેસમાં મળતા મિત્રોની ટીમમાંથી દરેકનો મેળો ન કરી શકાય? ટુંકમાં ગેટ ટું ગેધર.60ની બાજુ ઢળતી ઉમરે સમજણા થયા ત્યારનો એક મિત્ર મળે તો નસીબદાર કહેવાઓ. જરૂર બસ એક ટેકાની હોય છે. ક્યારેક હું પણાને મજબુત કરવામાં મિત્રતા તૂટતી હોય છે જેનું ભાન ત્યારે જ થાય છે જ્યારે અરમાનોના કાચ પર ગોફણરૂપી ઠોકર લાગે. કોઇ પણ ફ્રેન્ડશીપની ઇફેક્ટ કરતા ઇમ્પેક્ટ મહત્વની છે જેની દુંનિયા નોંધ લે છે, ગુગલના નામથી આજે કોઇ અજાણ નથી. તેના સ્થાપક લેરી પેજ અને સર્જી બીન બંન્ને ખાસ મિત્રો. અલીબાબાડોટકોમ ચીનનું પ્રખ્યાત વેબ પોર્ટલ. આ સાઇટના સ્થાપક એટલા જેકમા. આ બંદાએ પોતાના ચાર મિત્રો સાથે મળીને આ વેબસાઇટ બનાવી. જેકમાની એક ખાસ વાત નોંધવા જેવી છે કે આ વેબસાઇટ નાણા વગરના નાથિયા કહેવાતા મિત્રોએ તૈયાર કરી છે આજે કલાકમાં કરોડોની કમાણી કરે છે. વોટ્સએપ કોણ નથી વાપરતુ?? આ ટચુકડી પણ લોકોને ઘેલા કરતી એપ્સના પાયામાં પણ બે મિ્ત્રો છે. જેન કોઉમ અને બ્રિયાન એક્ટન. રિસેશન (છટણી)નો શિકાર બનેલા આ બે મિત્રો પાસે એક વર્ષ સુધી કોઇ કામ ન હતુ,
એક એવી કંપનીમાંથી છુટા પડ્યા જેને સાબિત કર્યુ કે ચતુર કાગડો ઉકરડામાં બેસે. એ કંપની એટલે યાહું. જે તાજેતરમાં વેંચાઇ ગઇ. એસ્સારથી કોણ અજાણ હશે? એસ એટલે શશિન રુહિયા અને આર એટલે રવિ રૂહિયા. ભાઇઓ કરતા મિત્રો વધુ ગાઢ અને બેસ્ટ. એપલના આઇફોન પાછળ ગાંડી 'તિતલીઓ'ને કદાય ખબર નહીં હોય કે અડધા ખાધેલા સફરજન પાછળ બે ભેજા છે. આમ તો ચાર કહી શકાય કારણ કે એક માણસના બે મગજ હોય ને? સ્ટિવ જોબ અને સ્ટિવ વુઝનેક. ડિઝનીલેન્ડ વન્ડર પાર્ક બે મિત્રોના દિમાંગની પેદાઇશ છે. વોલ્ટ ડિઝની અને રોય હાર્લિ ડેવિડસન ગ્લેમર અને રોડ પર વટ પાડતા બાઇક હાર્લી વિલિયમ અને અર્થુર ડેવિડસનના સ્માર્ટ માઇન્ડની ઉપજ છે. બંન્ને બાળપણના પાક્કા ભાઇબંધ. એચપી કંપનીની કેટલી પ્રોડક્ટ માર્કેટમાં છે અને તમને કેટલી યાદ છે.? બનાવો લીસ્ટ. પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક, પ્રોસેસર....બિલ હેવલેટ અને દેવ પાકર્ડ આ બંન્ને મિત્રોએ દુનિયાને એક એવી વસ્તું આપી જેમાં કરોડો રૂપિયાનો ડેટા અહીંથી ત્યાં વગર વીજળીએ કે બેટરીએ ફેરવી શકાય. પેન ડ્રાઇવ તેનું છેલ્લું ઉત્પાદન પણ જાણીને નવાઇ લાગશે કે આ બંન્ને ભેજાઓએ મળીને એક ઓડિયો ડીવાઇસ બનાવ્યું હતુ જેને ખરિદનાર પ્રથમ ગ્રાહક વોલ્ટ ડિઝની હતા. શોક લાગ્યો ને. આવી યાદી ઘણી લાંબી છે બીજી વાર વાત

HAPPY FRIENDSHIP DAY viral....
ReplyDeleteHAPPY FRIENDSHIP DAY viral....
ReplyDelete