કોઇ એમ કહે કે ગાય દૂધ આપે છે. સાચી વાત છે પણ હવે તો ગાય મત પણ અપાવે છે. ગાયના નામે ચાલતી તકરારના તણખા દેશની સાંસદમાં એવા થયા કે ગુજરાતમાં એક પોલિટિકલ ટુરની સિઝન આવી. નેતાઓ મફતમાં મત માંગી જાય છે અને લઇ જાય છે. પણ હવે તો ખાદીધારીઓ અને મફલરધારીઓ મફતમાં ચા પી જાય છે જો કે આપણા દેશમાં લુખ્ખેશ લોકોની કમી નથી. જ્યારે સત્તા અને સમય સાથ આપતો હોય ત્યારે ગાંડા પણ રાજા બની જાય એવામાં જ્યારે સુટબુટવાળી સરકારને એક સપ્તાહના અંતે સમય મળે છે ગાયના વિવાદિત મુદ્દાને ઉકેલવાનો. પોતાના રાજકિય હિત માટે કંઇ પણ રીત લડી લેનારાઓ દિલાસો આપવા અને રોકડની લ્હાણી કરવા થનગનતા હોય છે પણ જેને આવી બદમાશી, લુચ્ચાઇ, લુખ્ખાગીરી અને રાક્ષસી વર્તન કર્યુ એના ડામ પર મીઠું તો છાંટો. કડક સજા અને ત્વરિત નિર્ણયથી બનેલી વસ્તુ ફરી થવાની નથી પણ પુનરાવર્તન ન થાય એ માટે પણ એક ઉદાહરણ જોઇએ. જીવનના વણાંકને સીધા કરવામાં જેટલો સમય વીતે છે. એટલો સમયે કોઇને સમજવામાં અને સમજાવવામાં પસાર થાય તો તીવ્રતા હળવી થઇ જાય. ઊનાકાંડ પર ચાબખા મારીને વહેતી ગંગાને ચાખનારા આસ્થા અને શ્રધ્ધાની વાત કરે ત્યારે નવાઇ લાગે.
ઘટના બની જાય અને દિવસો પસાર થતા પરિસ્થિતિ લીલની જેમ જામી જાય પછી એના પરથી કોઇ લપસે નહીં તે માટે 'લોકનેતા' 108ની જેમ દોડી આવે. બિચારી ગાયનો પ્રભાવ કંઇ ઓછો થોડી અંકાય? ગાયના છાણમાંથી ખાતર બને અને ખુરશી પણ જાય. મૌનપ્રિય પીએમ મોદીને પણ ઊનાની ઘટનાના 22 દિવસ બાદ ગોરક્ષોકોની ગુંડાગીરી સામે માત્ર આંખ લાલ કરવાનું યાદ આવે. આ મૌન તૂટે અને મામલો છૂટે.હ્દયની સાંત્વનાથી સંવાદ સુધીની ઘટના પાછળ વોટનો હેતુ સ્પષ્ટ છે. પક્ષ કોઇ પણ હોય આવો મુદ્દો પડતો ન જ મૂકાઇ. જેમ દેશમાં ઋતુચક્ર યથાવત છે તેમ સમસ્યા અને સવાલોની પરંપરા કાયમી છે. દાદરીની ઘટનામાં પણ ગાયના માંસની વાત હતી. ઊનાની કહાનીમાં પણ ગાય હતી. વરસાદ ખેંચાતા ગાયના ઘાસચારા માટે પણ માછલા ધોવાય પણ હવે થોડું પ્રેક્ટિકલ જોઇએ. ચા-પાન અને રેંસ્ટોરના બિલ કાઉન્ટર પર ગાયની આકૃતિમાં બનેલી પીગી બેંક (જેમાં એકવાર પૈસા નાંખ્યા બાદ બાહર ન આવે) જેવી વસ્તુઓમાં ગાયપ્રેમીઓ પૈસા-રૂપિયા નાંખિને ગાયના નામે ગચ્છનતી થઇ જાય પણ શું ગાયનું પેટ રકમથી જ ભરાઇ? ગૌશાળાની પ્રવૃતિઓમાં આધુનિકતાની અગરબત્તીની સુવાંસ ફેલાવવાની જરૂર છે. વિદેશમાં કોઇ ગૌપ્રેમી નથી એવું નથી. જેમ માણસની સોસાયટી, માછલીઓ માટે પાણી, સરીશ્રૃપ માટે દર તો પછી ગાય માટે એક ઘર જોઇએ. શિસ્ત અને સંસ્કૃતિની વાત કરનારી સંસ્થાઓ ગાયના નામે મૂકાયેલી પીગીબેંકના નાણાનું શું થાય છે એની તપાસ તો કરો.
જો આટલી બધી સંખ્યામાં ઘણી બધી જગ્યાએ આવી બેંક મૂકવામાં આવી હોય તો, નાણાની સારી એવી આવક થતી હોય તો ગાય જીવે ત્યાં સુધી ભૂખે ન મરે એ વાત સ્વીકારવી પડે. પરંતુ કોઇ પણ સંસ્થાએ 'વહીવટ' કરવો પડે. કોહવાઇ ગયેલી ગાયના નિકાલ માટે થતી પ્રવૃતિમાં વટ પાડનારા ભડવીરોને રોકવા જોઇએ. જેથી આવું જોખમ ભરેલું કામ કરનારાને કોઇ માર ન પડે. ભુંડ જેવી માનસિકતામાંથી જીવદયાના બિઝનેસમેન ગાય માટે વૈજ્ઞાનિક અભિગમ વિચારે. કોઇ પણ કોન્સેપને અપનાવવામાં આપણે એટલું મોડું કરીએ છીએ કે સમયના વિલંબમાં આખો દરિયો સમાય જાય. વાતમાંથી વિવાદ થતા વાર નથી લાગતી. ગાયના માંસને લઇને કેન્દ્રમાં સળગેલા મુ્દ્દાને ગુજરાતે ઇંધણ પુરુ પાડ્યું. જેનાથી નેતાઓના વિમાન ગુજરાત બાજું ઊડ્યા. દેશભરમાં ગૌરક્ષાની પ્રવૃતિ ચલાવી રહેલા નરવીરો મોટાભાગે કોઇ દળ અને પરિષદના વતની હોય છે. ચૂંટણીમા ચટણી મળે તે માટે ઉમેદવારોની જીત માટે જીતની હાંકલ કરનારાઓ પણ આવા નવરેશ હોય છે. લુખ્ખાનું લુખ્ખેશ અેમ નવરાનું નવરેશ. ખરેખર તો ગાયના નામે રાજનીતિ અને ગૌરક્ષાના નામે ભાયગીરી બંધ થવી જોઇએ. અંતે મરો તો આમ જનતાનો થાય છે. જશખાટું જભ્ભાધારી અને કોટીધારી મામલાના ઘીને વાઢીમાં નાંખીને વાહ....વાહ... કરાવી જાય છે. જેની અસર અર્થતંત્રને થાય છે. વર્ષોથી સંપીને જીવનારી, 'ડર્ટી જોબ'ને પણ દિલથી કરનારી પ્રજાના કામને કોઇ દુશાસને ડહોળી નાંખી. સમાજમાં થતા પાર્ટીશન અંતે નેતાઓને નડવાના.
ગાય અંગેની માન્યતાઓના સુંડલા ભરાય એટલી વાતો છે. કેટલાક વૈજ્ઞાનિક તથ્ય અને વૈશ્ર્વિક સત્ય પર એક નજર કરીએ. સ્વિત્ઝરલેન્ડમાંથી છપ્પનની છાતીથી કાળુંનાણું લાવવાની વાત કરનારાને કદાચ ખ્યાલ નહીં હોય કે સ્વિત્ઝરલેન્ડનું રાષ્ટ્રિય પ્રાણી ગાય છે. જ્યાં સો ટકા ગાયનું દૂધ (પાણી જવું નહીં) પીવાય છે. ગાય માટે એક આખું ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે જે મુખ્ય સિટીની બાહર છે જેથી શહેરમાં ગાયના પોંદરાની ખુશ્બુ ન આવે. સમગ્ર યુરોપમાં ગાયનું દૂધ પીવાય છે. ડેનમાર્કમાં સૌથી વધુ દૂધની આઇટમ બને છે. આપણા દેશના સ્વીટ હાઉસ જેવા ઉત્પાદન નહીં. પોલીથીનમાં દૂધ માત્ર ભારતમાં જ મળે છે. લંડનમાં દૂઘની ગુણવત્તા પર સરકાર મહોર મારે પછી જ વેંચી શકાય છે. અમેરિકામાં દૂધની બનાવટને ફરજિયાત ત્યાંની ફુડલેબનું પ્રમાણપત્ર લેવું પડે છે. ગાયના નામે ચરી ખાવાના બદલે આ દેશની કક્ષા સુઘી પહોંચીએ તો પણ સારૂ. હકિકતમાં દેશની અબુધ પ્રજાને ડોબા નેતાઓ કરતા સારા શિક્ષકની જરૂર છે

No comments:
Post a Comment