Sunday, August 26, 2012

યે તેરા ઘર યે મેરા ઘર...
ગરીબી નિવારણના પ્રથમ પ્રયાસમાં જ વિવાદ અને રોષના વાદળ..

ઘરનું ઘર બનાવી આપવાની યોજનામાં રાજ્યના દરેક પ્રાંતમાં જામેલી ફોર્મ માટેની ભીડથી એ પુરવાર થાય છે કે રાજ્યનો કેટલો વર્ગ રહેઠાણ ઝંખે છે.એ પણ પાક્કું રહેઠાણ.એટલે એવું સાબિત થયું કે પાક્કા ઘરની અછત છે.ગરીબી નિવારવાના આ પ્રયાસને મિશ્ર પ્રતિસાદ તો મળે છે. પણ હેતુની દ્રષ્ટિ એ મતદારોને માનવાની કોશિશ પણ હોય શકે છે. એક તરફ આસામની આગ ઓલવાઈ નથી, કોલસાના કળણમાં ફસાઈ છે અને ચારે કોરથી દેશના શાશકો પર તણાવના વાદળો બંધાયા છે ત્યારે આ ઘરનું ઘર યોજના સરકારની વાહ વાહ કરશે કે નહિ એ તો સમય બતાવશે.રાજ્યના ગામડાનું ચિત્ર વરસાદના અભાવે બગડ્યું છે ખેડુની હાલત કફોડી બની છે સર્વત્ર ઘાસચારાની અછત સાથે ઘાસવિતરણની સમસ્યા વર્તાઈ છે. વિકાસ યાત્રાનો વાવતા ફરકાવીને વિરોધ થાય છે.કોઈ પણ યોજનાનું અમલીકરણ એ ખુબ મહત્વની બાબત છે.ઘરનું ઘરની યોજના સામે 'હમ ભી કિસી સે કામ નહિ'ની ભાવનાથી પોતાનું પ્રભુત્વ વધરે પાથરવા હાઉસિંગ બોર્ડએ રૂપિયા ૭૦૦ન ભાવે મકાન આપશે આવી જાહેરાત કરી દીધી છે તો સાથે સાથે રાજ્ય સરકારનું કેહવું છે કે આ પ્રયાસ સૌ પ્રથમ અમે લોન્ચ કર્યો હતો જેને કેન્દ્ર સરકારે હાઈ જેક કર્યો છે.મહાનગરો માં આ કામ માટેના શ્રી ગણેશ થઇ ચુક્યા છે.પણ કોંગ્રેસ સરકારનો પ્રોજેક્ટ  કે ૧૦૦ વરની જગ્યામાં લાખ રૂપિયાનું બાંધકામ પ્રજાના પૈસે આપીને "આમ આદમી"ની વસાહાર રચવા કમર કસે છે.ત્યારે એક આવો પણ વિચાર આવે કે અપના દેશમાં વચોટિયાઓનું છૂપું વર્ચસ્વ છે.આ જમીનના ફોર્મ પાછળ ઘર ભાડે આપવાનો બીઝનેસ ન વિકસે તો સારું.આ વર્ષ અપણા માટે આડકતરી રીતે દુષ્કાળનું સાબિત થયું છે.પણ એક પ્રયાસથી સૌરાષ્ટ્રના ગામડાની દશા બદલી શકે છે.નર્મદા કેટલી ઊંચાઈએથી વહે છે તેની એક વહેં આ સુકા પ્રદેશ બાજુ વાળી શકાય છે.પણ અમલમાં મુકેલા આ એજંડા એવો કોઈ આંશિક પ્રતિસાદ મળ્યો નથી. 

એક બાજુ દેશમાં પરિસ્થિતિ વધારેને વધારે વિપરીત બનતી જાય છે ત્યારે બીજી તરફ જગતનો તાત દુખી થતો જાય છે. રાહત કાર્યોની ગાડી શરુ થતી નથી અને વરસાદના આભાવના લીધે બેકારીનું દ્રશ્ય જોવા મળે છે.વિકાસમાં વધારો કરવાની વાત થાય છે ત્યારે સ્થિતિ વધુ ને વધુ વિલન બનતી જાય છે.ઘરના સર્જન સાથે પાણીનો પણ પ્રશ્ન સદાયથી ચર્ચાતો આવ્યો છે.તેની એક યોજના બનાવવાની જરૂર છે.ઘરનું ઘરના રેહવાસીઓની કમર તોડી નાખે એવી મોંઘવારીએ ફરી માહોલને ગરમાવો આપ્યો છે.અને પેટ્રોલમાં ભાવ વધવાના એંધાણ  ના સમાચાર વહે છે. ત્યારે આવી હાલતમાં લાખ રૂપિયાનું રોકાણ પોષાય?રોજ મેહનત કરીને પેટે પાટા બાંધી મહિનાનું આયોજન કરતા લોકો અપણા દેશમાં વધુ છે.અને ક્યાં ખર્ચમાં કપ મુકવો એ કન્ફ્યુઝનમાં એક ઘરનું ઘરથી વધારો થયો છે એવું ચોક્કસતાથી કહી શકાય.ઘરનું ઘરમાં માત્રા ચાર દીવાલથી થોડું ચલાવી લેવાઈ પેટ ભરવાની સામગ્રી તો હોવી જ જોઈએ.ત્યારે ખાદ્ય ચીજ વસ્તુના ભાવ આકશને અડું અડું થાય છે.એક બાજુ કૌભાંડ કથા અને કાંડની કહાનીથી દેશના કરોડો રૂપિયાનો હવામાં જ વહીવટ થઇ જાય છે ત્યારે મોંઘવારીથી પ્રજાના વધુને વધુ ખિસ્સા ખંખેરાય છે.ઘરના ઘરથી દેશની ઝૂપડપટ્ટીઓને કાયમી વિદાય આપવાનો વિચાર ખરો છે. પણ આ વાતાવરણ કંઈક જુદું છે. ખેત આધારિત બધા ચક્રો ઠપ્પ થઇ ગયા છે.આવામાં પોતાનું ઘર પણ માંડ માંડ ચાલે છે. આવામાં ઘરનું ઘર અને હાઉસિંગ બોર્ડના મકાનો કેવી ક્યાં અને શું અસર કરશે તે માટે "વેઇટ એન્ડ વોચ."

ચુંટણી માટેની આ લાંચ છે એવું કહીને આ યોજનાની સામે રોષ વ્યક્ત કરાય છે ત્યારે એવું લાગે છે કે સરકાર પ્રજાની પરિસ્થિતિને પારખી શક્તિ નથી. યોજનાને પ્રજામાં મુકવામાં અત્યારનો સમય યોગ્ય છે એવું લાગે છે.મતદારોને મનાવવાના કામણમાં વિકાસ કેવો અનુભવાઈ છે તેની સાચી અનુભૂતિ પ્રજાને ખબર છે.દેશની દશા બદલે એવી એક યોજનાની તાતી જરૂર છે. બાકી તો હવે શું પીરસશે તે શાશકો તે માટે જસ્ટ વેઇટ...                        






No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...