આઝાદીના ૬૫ વર્ષ પછી પણ એક ક્રાંતિની જરૂરિયાત.
દેશને હજુ પણ કેટલાક તત્વોમાંથી મુક્તિ જોઈએ છે
રાષ્ટ્રીય સ્તરની એક રાષ્ટ્રપતિની ચૂટણી પછી હાશકારો અનુભવાયો છે કે હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું અને સોનિયાજીની કૃપાથી પ્રણવદાદા રાષ્ટ્રપતિની ગાદીએ બિરાજમાન થયા.દેશના નાણાકીય કારોબાર માંથી મુક્ત થઈને જાહોજલાલીના દરબારમાં કદમ માંડ્યા.એટલે હવે જયારે આગામી આઝાદીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે બુલેટ પ્રુફ કાચની પાછળ પ્રણવદાનું મુખ સ્મિત સાથે જોવા મળશે.ગુલામીનો આકરો સમય વેઠયા પછી મળેલી આઝાદીના મૂળમાં કેટલાય નામી અનામી ક્રાંતિવીરોનું બલિદાન છે અને આ જ દિવસે આપણે તથા અપણા નામાંકિત લોકોને દેશના ગીત સાથે દેશનું વિચારવાની ટેવ પડી ગઈ છે.દેશની સુરક્ષા એજન્સીઓની તાકાતનો ખ્યાલ આપણે થોડો વધારે પડતો છે. રક્ષક ટુકડીઓની કાર્યવાહીને સલામ કરવાનું આ એક જ પર્વ છે એવું નથી.દેશના સાચા સપુતોને તો કાયમ યાદ કરી શકાય અને હમેશા દરેક કર્યા સાથે દેશનું ભાવી વિચારી શકાય.આઝાદીનું આવરણ આપણે આજે અનુભવીએ છીએ ત્યારે બીજી તરફ એ સવાલ થાય છે કે શું ખરેખર આપણે અમુક મુદ્દે આઝાદી મળી છે ખરા?? માનસિક-શારીરિક ગુલામીમાંથી મુક્તિની અવસ્થા પ્રાપ્ત થયા પછી પણ આજે દેશમાં કંઈક ખૂટતું હોય લાગે છે. યુવાનોથી છલકાતો દેશ આજે યુવા નેતૃત્વ ઝંખે છે એ પણ સાચી દિશામાં બદલાવની સાથે.દેશમાં કેટલીક છૂટછાટની સામે કાઈદાઓનો ભય ઓછો થતો જાય છે.વર્તમાન સમયે ઘણા બધા એવા વિષયો છે જેમાંથી વાસ્તવમાં સ્વતંત્રતા મેળવવાની બાકી છે. ગરીબી, મોંઘવારી, આતંકવાદ, નકસલવાદ, ભ્રષ્ટાચાર, રોગચાળો,અન્યાય, સામે આઝાદીના જંગ કરતા પણ મોટા યુદ્ધની જરૂર છે જેમાં દેશવાસીઓની એકતાનો આવાજ જ સૌથી મોટું હથિયાર છે.
દેશમાં જયારે સ્વતંત્રાના સંગ્રામનો અંત આવ્યો ત્યારે તેની અસર સર્વત્ર બની ન હતી. ધીમે ધીમે બધું શાંત પડતું ગયું અને દરેક પ્રાંતનું એક અલગ અસ્તિત્વ રચાતું ગયું.દેશમાં ગરીબી ત્યારે પણ હતી અને આજે પણ છે પરંતુ તફાવત એટલો જ છે કે ત્યારે મુક્તિ માટે ગુલામ પ્રજા ગરીબ હતી. જયારે આજે ગરીબીનું સ્વરૂપ થોડું બદલાયું છે પણ ગરીબોતો છે જ. આ બાબતને થોડી વધુ એન્લાર્જ કરીએ તો ભૂખમરાના ગુલામનો હજુ પણ એક વર્ગ છે. સમયની સાથે ઘણું બધું બદલાયું જીવન શૈલીથી લઈને જાહેર એકમો સુધી. પણ જે ક્રાંતિનો પવન ફૂકાવો જોઈએ તેની લહેરકી પણ આવતી નથી,આપણે વિશ્વ સ્તરની ટેકનોલોજીની સાથે કદમતાલ કરતા થયા છતાં છાની રીતે ઘર કરી ગયો ભ્રષ્ટાચાર. દેશમાં આજે બદલાવની અસર વ્યાપક થઇ છે જેમાં વ્યાપાર ક્ષેત્ર, ટેકનોલોજી વિભાગ, રાજનીતિ, અને સંદેશ માધ્યમો.પણ જે પાણીની જેમ વહી ગયું એ અપનો ભારતીય રૂપિયો. દેશના ઉચ્ચ કારીગરો તથા કલાકારો એક બ્રાંડ સાથે કનેક્ટ થાય જે ઘણી સારી વાત છે પણ અમુક અંશે આ કારીગરોનું પણ શોષણ થયું છે. પણ પેટનું પોષણ કરવા કંઈક તો કરવું પડે ને??. ભારત દેશ આજે વિશાવનું સૌથી મોટું બજાર છે. ખુબ વિશાલ ગ્રાહક વર્ગ છે પણ સાથે સાથે ક્યાંક છેતરામણીનું પણ માર્કેટ છે. ખરેખર એક અસરકારક પરિવર્તનના પાણીની છાલક જો રાષ્ટ્રના દરેક ખૂણે પોહચી જાય ને ભારતની મુશ્કેલી હળવી થઇ જાય.દરેક દેશમાં શિક્ષણથી પાયાના પરિવર્તનની શરૂઆત થાય છે અપણા રાષ્ટ્રનું શૈક્ષણિક સ્તર નોંધપાત્ર રીતે ઉપરની સપાટીએ પોહ્ચ્યું છે પણ બીજી તરફ શિક્ષિત બેરોજગારોની સંખ્યા ચિંતા જન્માવે છે.આઝાદી મળી ત્યારે થોડા વર્ષોમાં આપણે રાજકીય રીતે પગભર થયા. અપણા નિયમો અને પ્રક્રિયાઓ અમલમાં આવ્યા ને દેશને સૌથી શ્રેષ્ઠ લોકશાહીનું બિરુદ મળ્યું. મળેલી સ્વતંત્રતાને આપણે કેટલીક કેટેગરીમાં વિભાજીત કરી.ધાર્મિક, સામાજિક, સંસ્કૃતિક, વ્યક્તિગત રીતે કહેવાઈ એવી વાણી, અભિવ્યક્તિ ઉજવણીની વગેરે વગેરે. પણ શું સમાજની સ્ત્રીઓ ને આ આઝાદીની આબોહવામાં શ્વાસ લેવાની તક મળી છે.?? કેટલીક પંચાયતોએ તો વગર વિચાર્યે મહિલાઓને નિયમોની કેદમાં જકડી લીધી છે. ખેતી પ્રધાન દેશમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. આજનો ખેડું વિવિધ ટેકનીકથી ખેતી કરે છે.રાષ્ટ્રની ભૂમિને હરિયાળી રાખે છે. રસપ્રદ ને રોમાંચક ઉજવણી પણ આપણે ત્યાં થાય છે.સૌથી વધારે સંસ્કૃતિક વૈવિધ્ય અપણા દેશમાં જોવા મળે છે.અને આધ્યાત્મિકતાથી રાષ્ટ્રને એક યુનિક ઓળખ મળી છે એવું કેહવામાં કઈ ખોટું નથી. ચેન્જની સાથે સચવાતી પ્રનાલીઓની રેન્જ અપણા દેશમાં વધુ નજરે ચડે છે.પણ રાજ્યમાં થતી જીવલેણ પ્રવૃત્તિ અને બહારના હુમલાઓ એક લાંછન લગાડે છે.
આજ દેશ એક મહાસતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સિક્કાની બીજી તરફ કૃષ્ણ ભુમ્મીમાં જ દેશવાસીઓને પરેશાન કરતા દુર્યોધન વધી રહ્યા છે.મળેલી સ્વતંત્રતાનું સાતત્ય જાળવવું જોઈએ અને સર્વત્ર તેની લહેર વહેવી જોઈએ. પ્રાકૃતિક સૌન્દર્યનો વિનાશ નહિ પણ સદુપયોગ થવો જોઈએ. યુવાનોની કાર્યશમતા દેશને એક નવી દિશા અપાવી શકે છે. માટે યુવાનોને વિકૃત ન થાય અને દેશની દશા બદલવામાં વધારે જાગૃત થાય તે જરૂરી છે.ગાંધીજી, સરદાર પટેલ, શિવાજી, ગોપાલકૃષ્ણ ગોખલે ના વિચારો યુવા હૈયાઓમાં જીવિત રેહશે તો તે વર્ષો વર્ષો વર્ષ શુધી ટકશે. હા જરૂર પડ્યે સુભાષચંદ્રને પણ યાદ કરી શકાય અને ભગત સિંહના વિચારોને પણ અમલ માં લાવી શકાય.
No comments:
Post a Comment