આધુનિક શિક્ષણ સાથે પાયાનું શિક્ષણ બદલાવો
સતત અને સખત વિવાદોના વાવાઝોડામાં માંથી પસાર થતું આપણું શિક્ષણ ક્ષેત્રના ઊંડાણ કે ઉપરથી ભલે બદલાવ સર્જાય પણ એક વાત સ્વીકારવી પડે કે હવે આ વિભાગમાંથી મળતું જ્ઞાન એટલે હારબંધ વિષયોની જાણકારી પણ ગુણવત્તામાં ઘટાડો.અનામત, ફી વધારો અને પરિણામોમાં થતા ગોટાળા સમયાંતરે બહાર આવે છે, પણ જે દિશામાં આજે બજાર બદલાઈ છે તે રસ્તે શિક્ષણના વિષયો બદલાતા નથી અને ફરી ફરીને એક જ વાત આવે છે કે આવતા વશે કોર્ષ બદલાશે. પરંતુ પછી બધું "જૈસે થે." આજે દરેક કોર્ષમાં એવા વિષયો છે જેની કોઈ વ્યવહારમાં કોઈ કદર તો ઠીક પણ કોઈ પૂછતું પણ નથી. અને બદલાતા પ્રવાહો પરના સવાલો ઇન્ટરવ્યુમાં પુછાય છે. ઊચા માર્ક વાળા તેજસ્વી વિધાર્થીની લક્ષ તરફની દોડ પુરપાટ વેગે છે પણ જે લોકો આ દિશામાં ખરેખર શીખવા માંગે છે તેની ટકાવારી ઓછી હોવાથી તિરસ્કારનો ભોગ બનવું પડે છે. ગ્રેડ સીસ્ટમ આવતા માર્કોની વિદાય થશે પણ હજુ પણ ટકા અને માર્કની ચર્ચાથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો અનુભવ વર્તાઈ છે. સરકારી સંસ્થાની સામે સખત પૂર્વ આયોજનથી આગમન કરતી નવી સંસ્થાઓમાં શિક્ષણના નામે વેપલો થઇ છે અને પૂરી પાડવામાં આવતી સવલતોનો ખર્ચ બતાવીને નાણા નીચોવી લેવાઈ છે. આજે શિક્ષણ મોંઘુ અવશ્ય થયું છે સાથે સાથે નવા વિષયોનો પણ સમાવેશ થયો છે. પણ હજુ પણ અંગ્રેજોના ઇતિહાસની ઝાંખી કરવાના બદલે સમગ્ર મૂળથી લઈને પર્ણો સુધી શા માટે ભાનાવાઈ છે.તે સમજાતું નથી.સાથે દેશના સાચા ક્રાંતિવીરોની માર્યાદિત ચિત્રને વધરે પીરસવાની જરૂર છે. પણ . શું બદલવું અને ક્યારે બદલવું તેની ગતાગમ અપણા પદાધિકારી જો સતત અપડેટ થતા બઝારમાં આવે તો ખબર પડે.હવે સરકારી એટલે ઓછી ફી અને લોલમ લોલ એવું રહ્યું નથી.ખાનગી એટલે શ્રેષ્ઠ એવું પણ હવે કહી ન શકાય. કારણ કે ડે સ્કુલના અભિગમ હેઠળ ચાલતી શાળાઓમાં રજાના દિવસે કાર્ય પ્રવૃતિથી થતો વિરોધ સમયાંતરે બહાર આવે છે. આધુનિક શિક્ષણની પૂર્વ તૈયારીઓ હવે સ્કુલની ઈતર પ્રવૃતિમાં સમાય છે જેમ કે કોમ્પ્યુતર ક્લાસ, વિજ્ઞાનના પ્રયોગોનું પ્રાયોગિક કાર્ય, અને બીજું ઘણું બધું. દુખની વાત એ છે કે ટેકનોલોજીના ભણતર સાથે સંસ્કૃતિના ઘડતર કોઈ નવી દિશામાં થતું નથી. જે સચવાયેલું છે તે વિસ્તરતું નથી.
એક તરફ ગુજરાતીભાષાને ને વધારે બોલીને ભાષાને પ્રાધાન્ય આપવાની વાત થાય છે ત્યારે બીજી તરફ અંગ્રેજી શાળાઓ નોંધપાત્ર રીતે વધે છે. જેમાં ગુજરાતી કેવી રીતે શીખવામાં આવે છે તેની સૌને ખબર છે. એક તરફ ઉચ્ચ શિક્ષણના પ્રવેશ દ્વાર સરળ બનાવામાં આવે છે તો બીજી તરફ નાના બાળકોને નાનપણમાં જ ઇન્તાર્વિયું ફેસ કરવું પડે છે. વિષયોના પ્રકરણ ઉપરાંત તેના પ્રયોગો ભણતરની અવધી પૂરી થતા માર્કેટ માટે જુના બની જાય છે. વળી આપણે ત્યાં સ્પોટ્સ કલ્ચરમાં પછાતપણું જોવા મળે છે તો રમત ગમત મહોત્સવમાં આંતર રાષ્ટ્રીય કક્ષા એ ડંકો વગાડીને ઓલ્યામ્પિકમાં પગલા કરી શકાય એવું કોઈ અસરકારક મધ્યામ નથી. મોટા મહા નગરોમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી કોલેજોને હાઈ લાઈટ કરાય છે પણ ગ્રામ્ય વિસ્તારની શાળામાં લાઈટનો અજવાશ છે કે નહિ તેની કોઈ દરકાર લેતું નથી. મોટા અભ્યાસ ક્રમોની સાથે પાયાના શિક્ષણમાં પણ બદલાવની તાતી જરૂર છે ટેકનોલોજી સર્વ સ્વીકૃત બની છે તો તેના સહારે પણ સંસ્કૃતિને જાળવી શકાય છે વિસ્તરી શકાય છે. આગળ અભ્યાસની રૂપરેખા માટે સેમિનારો થાય છે જયારે પાયાના મૂળ તત્વોના દરિયાને માત્ર કિનારો જ શિખવાઈ છે.મોટી ડીગ્રીના મોંઘા પુસ્તકોમાં કોઈ મોટા છબરડા થતા નથી. પણ બાળકોના ભાવી સાથે ગમ્મત થાય છે. ન પીરસવાનું પ્રકાશિત થઇ જાય છે. ઉત્સવોની ઉજવણીની સાથે આવનારા વિષયોની યાદી જાહેર કરી શકાય. બજારમાં સફળ થયેલાના વિચારોનું આદાન પ્રદાન થઇ શકે. પણ આપણે તો ત્યાં આર્થિક દાનનાં જ તખ્તા છે. પાયો એ ઘડતર છે જયારે ઉચ્ચ અભ્યાસથી સો ટકા વળતર છે જેમાં બધાને રસ છે. પણ હવેના શિક્ષણમાં આધુનિકતા અને મશીનોના જીવન ચક્રો સિવાઈ કોઈ કસ છે ખરા?? ડીગ્રીના ડંકા વગાડવા આમંત્રણ આપતી સંસ્થાઓ નોકરીની રેડ કાર્પેટથી સારા માર્ક વાળા વિધાર્થીઓને બોલાવે છે. એટલે જ ખુબ જ હીટ થયેલી એક ફિલ્મમાં કેહ્યું છે કે કબીલ થવા માટે ભણો સફળતા તો જખ મારીને પાસે આવશે. "વેલ અજ્યુકેતેદ બનો વેલ ટ્રેઇન્દ નહિ." શાળાકીય અભ્યાસ એ કાચો માલ છે જયારે ઉચ્ચ ડીગ્રીએ જ્ઞાનના ઈમારતની ઈંટ છે. એટલે કાચો માલ સારો હોય તો ઈંટથી સારી ઈમારત રચાય. સરકાર માન્ય શાળાઓમાં પણ સારું અંગ્રેજી ભણાવી સાથે સાથે સાચા અક્ષર જ્ઞાન વળી ભાષા લખતા વાંચતા શીખવી શકાય.
પ્રોજેક્ટ અને સેમેસ્ટરની વ્યાખ્યાના સંપૂર્ણપર્ણે અમલ બાદ હવે સિલેબસના સબ્જેટનો વારો છે.બીબાઢાળ "આગલા વર્ષની બાકી"ની જેમ ચાલતી વિષયોની હારમાળા માંથી કેટલાક મોતી હવે પુરેપુરા ઘસી ગયા છે. હાલ નવા નક્કોર ડાઈમંડ જેવા વિષયોનો વિશાળ વ્યાપ છે. જેનો માર્કેટમાં વાર્તાલાપ છે. પણ આપણે તો ત્યાં નવીનીકરણનો કાપ છે. હવે ચેન્જ આવશે તો જ આગામી વિદ્યાર્થીઓના નોલેજની રેંજ બદલાશે. પાયામાં જ ઈ ટેકનોલોજી અપનાવીને વિચારોને ઓનલાઈન કરી શકાય છે. જેથી ભવિષ્યને તેઓ શાઈન આપી શકે..
No comments:
Post a Comment