મેળો એટલે....
ઉપાસના સાથે આનંદથી ઉજવાતું પર્વ..
શ્રાવણ માસ એટલે તહેવારોના દિવસો સામાજિક તેમજ ધાર્મિક વ્યવહારોના દિવસો. દર વર્ષે આવતો આરાધનાનો અવસર અને આ વર્ષે તો એકથી વધારે ધર્મોમાં સાધનાનો સમયગાળો સાથે જ શરુ થયો છે.શ્રાવણ માસ કે અન્ય પર્વની સાથે મેળાનો આનંદ એક અભિન્ન રીતે સંકડાયેલો છે. અપના દેશમાં અનેક નાના મોટા મેળાની ઉજવણી સમયાંતરે જોવા મળે છે. જેમાં કોઈ ધાર્મિક કથા કે સામાજિક પ્રથા જોડાયેલી હોય છે પરંતુ, મોંઘવારીના આ સમયે આર્થિક વ્યસ્થા થોડી ખોરવાઈ છે. પણ ક્યાય આનંદની ઉણપ જણાતી નથી.મેળો એટલે માત્ર ચકડોળ,જાદુના ખેલ અને અવનવા કરતબ જ નહિ પણ એક માનવ મેહેરામણ દ્વારા ઉજવાવતી એક અનોખી સંસ્કૃતિ. જેની વ્યાપકતા સમગ્ર દેશમાં જોવા મળે છે.આપણા સૌરાષ્ટ્ર મેળાનું એક આગવું મહત્વ જોવા મળે છે અને નવીનતા સાથે સચવાતું સાતત્ય એટલે મેળો.મેળાના આ પ્રસંગ સાથે આજીવિકા મેળવનારો એક વર્ગ પણ છે જે આના થકીપોતાનું પેટીયું રડે છે. મેદાને કેન્દ્ર સ્થાને રાખીને ઘણું બધું લખી ને ગવાઈ ચુક્યું છે જેનો સંદર્ભ અપના ગુજરાતી સાહિત્યમાં છે જ.રોશનીની ઝાકમજોળ સાથે અવનવા સંગીતનો ધ્વનીનો એક માહોલ આપને ત્યાં હોય છે.મેળાને પણ ચોક્કસ નામ આપવામાં આવ્યા છે.જેમ કે તરણેતરનો મેળો, આઠમનો મેળો,પુશ્કરનો મેળો, કુંભ મેળો વગેરે વગેરે. આ ગતિશીલ યુગમાં બધું વિસ્તરતું જાય છે ત્યારે આ મેળો પણ તેમાંથી બાકાત નથી. અને એક અંગ્રેજી ઢાંચામાં ઢળતો જાય છે. કોર્પોરેટ,આઈ.ટી, વિજ્ઞાન યાંત્રિક સાધનોનું સંગમ સ્થાન એટલે મેળો.આજ વસ્તુને થોડું મોર્ડન શબ્દોમાં વ્યાખ્યાયિત કરીએ તો આઈ.ટી,ફેર, મશીન ફેર, કોર્પોરેટ ફેર, સાઈન્સ ફેર જેમાં ક્યાય ફેર ચડે એવું નથી હોતું પણ અપણી કલ્પનાને ફેરવી નાખે એવું ઘણું બધું હોય છે.એ પણ પ્રાઈસ સ્ટીકર સાથે.
મેળાની કોઈ એવી સંપૂર્ણ વ્યાખ્યા નથી પણ બીજી તરફ જોયે તો જેટલી બોલી છે એટલી વ્યાખ્યા છે.અન્ય ધર્મ- સંપ્રદાયો પર ઝલક કરીએ તો મુસ્લિમ સમાજમાં ઈદ એટલે માંથી આપવામાં આવતી શુભકામનાઓ. સ્નેહી પરિવારજનો સાથનો ફેમીલી ફેર(મેળો) વિથ ફીલિંગ્સ. એટલે જ કદાચ લખાયું હશે કે "મેળે મેળવનાર મેળો"અને જ્યાં મનનો મેળ પડી જાય એ તો આનંદનો મેળો.મન મળી જાય એની મેળે મેળામાં.આ પ્રિયજન કોઈ અન્ય વ્યક્તિ હોય એ જરૂરી નથી. શિવભક્તિની આત્માની સામે પરમાત્માની અનુભૂતિ એટલે મહાશિવરાત્રીનો મેળો.જે વાસ્તવમાં શિવ પાર્વતીના લગ્ન છે એટલે મેરેજ સેલિબ્રેશન ફેર નહિ. ખ્રિસ્તી ધર્મમાં ન્યુ યર ડે એટલે સમગ્ર વિશ્વમાં ઉજવાતો મેળો જેની ઉજવણી દરેક દેશમાં જુદી જુદી હોય છે,સંપ્રદાયો પણ આપણે ત્યાં ઘણા છે જેની ઉજાણી અલગ અલગ છે. પણ બંને મુદ્દામાં લોકોના ઉત્સાહની તીવ્રતા એક સરખી જ હોય છે. સાધુ બાવાઓનું મહામિલન અર્થાત કુંભમેળો. જેનું સ્થાન આજ વર્ષોથી અચલ છે નાસિક, ઉજ્જૈન, અલ્લાહબાદ, અને હરિદ્વાર. વાડી આપને ત્યાં જ્ઞાતિ-જાતિના સંમેલનો હોય તેવા તો પાર વિનાના મેળા છે.મેળો એટલે ગમ્મત સાથેની સાહસ કથા.મેળાની રાઇડસ માત્ર આપણા પુરતી જ સીમિત નથી. વિશ્વમાં લંડન,અને સિંગાપોર જેવા દેશમાં પણ ઘણી સારી રાઇડસ છે. બસ તફાવત એટલો જ છે કે આપણે ત્યાં ચકડોળ ડીઝલનાં લીટરથી ચાલે છે જયારે ત્યાં બધું કોમ્પુટરથી ચાલે છે. આપણા મેળા સેફ છે ખરા પણ જરા પણ સાઈલંટ નથી.
આધુનિકતા સાથે કેટલેક અંશે બદલાતી અપણી સંસ્કૃતિ ધીમે ધીમે અપડેટ થતી જાય છે. છતાં આપણે ત્યાં લારી કે રોડ સાઈડ રેસ્ટોરાં કલ્ચર જરા પણ બદલાતા નથી. જ્યાં સ્વછતાંના નામે મીંડું અને ગુણવત્તામાં ખુબ મોટું છીંડું છે. થોડું વધારે અવલોકન કરીએ તો ખાણી પીણીની બીજી અન્ય સુગંધ પણ આપણા નાકને કોકટેલનો સ્વાદ આપે છે. જેનો નીવેડો લાવવાની તાતી જરૂર છે.તો સલામતી ના સાધનો ક્યાંય નજરે ચડતા નથી.ને સંરક્ષણ માટે કોઈ બેલ્ટ પણ બાંધતું નથી. એ પેહલા આવા પટ્ટાઓ હોય છે ખરા? આ એક ઉજાણી ની મજા કોઈ ની સજા ન બને ને તે આનદનો તાપ કોઈ સંતાપમાં ન ફેરવાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી જેટલી કોઈ તંત્રની તેટલી જ આપણી પણ છે.

No comments:
Post a Comment