Tuesday, July 31, 2012

રેલ દુર્ઘટના- અપણા દેશ માટે કોઈ નવી વાત નથી.

જીવલેણ ઘટના નિવારવા પાયાથી પરિવર્તન જરૂરી

અપના દેશની નોંધપાત્ર આવકનું ક્ષેત્ર એટલે ભારતીય રેલ્વે. જેનું સંચાલન કેન્દ્ર સરકાર કરે છે પણ જયારે આ રેલ અકસ્માત થાય છે ત્યારે આર્થિક મૂલ્યના બેનર હેઠળ પીડિતોના દર્દનો અગ્નિ ઠારવામાં આવે છે. પાયાથી સુધારા કરવાની કોઈ પહેલ કરતુ નથી કે નવિનીકરણની વાત કોઈ કરતુ નથી, દેશના દરેક રાજ્યોના રાજવીઓ થકી નવી નવી રેલ સેવા આપવા અને પોતાના કાર્યોના પ્રભાવ દર્શાવવા સરકાર સમક્ષ કેટલીય માંગણીઓ થાય છે.પરંતુ જયારે કોઈ ટ્રેન અથડાય છે ત્યારે સહાય શબ્દોના માધ્યમથી ચોક્કસ રકમ આપવામાં આવે છે અને તેના પરિવારના સભ્યો માટે શોક વ્યક્ત કરવામાં આવે છે.સમય બદલાતા પરિવર્તન પવનોની અસર રેલ્વેની ટીકીટબારી અને મુખ્ય કર્ચેરીઓ સુધી જ થઇ છે. રેલનું સ્વરૂપ  બદલાયું નથી, ટ્રેન એ અંગ્રેજોની ભેટ છે આ સેવા અંગ્રેજી શાસકોએ પોતાની સુવિધા માટે વિકસાવી હતી.એ સમયની ટ્રેન અને આજની રેલગાડીમાં માત્ર રેલ એન્જીન ડબ્બાઓની સંખ્યા અને નવા રેલ્વે રૂટ.   બદલાયા છે.જડમુળથી કોઈ ફેરફાર થયો હોય એવું નજરે ચડતું નથી. અપણા દેશમાં રેલ સેવાનો વપરાશ કરનારાઓની સંખ્યા કરોડોમાં છે અને તેની સામે રેલ્વે તંત્રની આવક પણ એટલી જ છે. એટલી મોટી આવક હોવા છતાં બજેટ વખતે રેલ્વે એટલા કરોડની ખોટ કરી છે એવું વાચવા સંભાળવા મળે છે. બીજી તરફ રેલ્વે દેશના લાખો લોકોને રોજગારી આપતું ક્ષેત્ર છે એટલે સામે જાવક પણ એટલી જ છે પણ સાથે ભ્રષ્ટાચારનો સડો અહી પણ સામ્રાજ્ય જમાવી બેઠો છે. આપણી મોટાભાગની રેલ હજુ સિગ્નલ સીસ્ટમ પર દોડે છે જયારે તેના પર કોમ્પુટર દ્વારા અંકુશ રાખી શકાય છે. દેશના દરેક ગામડામાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પસાર થતી ટ્રેન આજે ઇલેક્ટ્રિક કે ડીઝલના ઇંધણથી વેગ પકડે છે. પણ અથડામણ વખતે સમગ્ર રૂટ પર અસર થાય છે અને મૃત્યુને  ભેટનારાની યાદી જાહેર થાય છે. પછીથી આખી ટ્રેનની તપાસ થાય છે અને રાજ પુરુષોની મદદનું જાહેરનામું બહાર પડે છે. 

Train Accident.
આર્થિક ટેકાથી પીડા દુર થાય પણ જે કાયમ માટે દુર ચાલ્યા ગયા છે તેના લોકોની સવેન્દનાઓનું પુર થોડું રોકાય છે?. દુર્ઘટના બાદ તે થવાનું કારણ શોધવામાં આવે છે પણ ઘટના જ  બને એવા પ્રયત્નો લોકોની મોત પછી જ થાય છે, રેલ તંત્રમાં પાયાના પરિવર્તનોની તાતી જરૂર છે જેથી આવા અકસ્માત નિવારી શકાય. લોકોને સુરક્ષિત સફર કરાવી શકાય.વળી આવી ઠોકર પાછળ કોઈ વાર તેની સિગ્નલ સીસ્ટમ,કોઈ વાર પાટામાં ખામી તો કોઈ વખત ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટ જવાબદાર હોય છે. વિશ્વના બીજા રાષ્ટ્રો માં પણ ટ્રેન ચાલે પણ અકસ્માતનો આકડો અપણા પ્રમાણમાં નાનો હોય છે. ત્યાનું સમગ્ર રેલનું માળખું સમજવા અને સ્વીકારવા જેવું છે. અન્ય દેશના ભૌગોલિક આવરણ કરતા અપણા દેશનું રેલ માટેનું વાતાવણ થોડું વધારે સારું છે, દરેક સ્થાને રેલ્વેની લાઈનથી  ટ્રેન સેવાની પુરતી સગવડ છે એવું પ્રતીત થાય.ચાલુ વર્ષમાં અપણા દેશમાં કુલ અગ્યાર રેલ અકસ્માત થયા છે. જેમાં છેલ્લે આન્ધ્ર પ્રદેશના નેલ્લુર પાસેના બનાવનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દાને થોડા બીજા દ્રષ્ટિકોણ થી જોયે તો પાટા પરથી ઉતારી જવાની ઘટના હવે સામાન્ય બનતી જાય છે, ભારત દેશની રેલ્વે સિસ્ટમ ખુબ વિશાળ છે બીજા દેશ વિધાર્થીઓ અપણા દેશની રેલ વ્યવસ્થાનો અભ્યાસ કરવા આવે છે. ત્યારે પ્લેટફોર્મ સુરક્ષા, મુસાફરોની અને માલવાહક ડબ્બો તથા માલની ચકાસણી, ટ્રેનની અંદરની સફાઈ, પાર્કિંગની જગ્યાઓ, પ્લેટફોર્મ પરના વિચિત્ર વાસ આપતા શૌચાલયો, અને રીઝર્વેશન જેવા પાસાઓમાં ખરેખર ફેરફાર થવા જોઈએ. મુસાફરો પુરતું ભાડું ચુકવે છે પણ સફાઈના નામે મીંડું જ હોય છે. વળી રીઝર્વેશન બર્થ પર પાસધારીઓ કબજો જમાવતા હોય છે.

વિકાસની સાથે બદલાવ અને કાઈદો પણ થોડો અપડેટ  થવો જોઈએ. તેની સામે દંડ પણ અમલમાં મુકવા જોઈએ કારણ કે કોઈ ચમત્કાર વિના નમસ્કાર કરતુ નથી. કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવાની વાત આવે ત્યારે તેનો વિરોધ ન થાય એવું તો આપણે ત્યાં ભાગ્યે જ બને એટલે નવી સિસ્ટમની સાથે નવા નિયમો પણ એટલા જ આવશ્યક છે. તેનું પાલન કરાવવું એ શાસકના હાથમાં છે. એટલે  તેને અપીલ કરવી જોઈએ કે આંખ લાલ કરવી એ નિર્ણયની ઘડી હવે થઇ ગઈ છે. અન્યથા આવી નાની મોટી અથડામણ અને તેની સાથે રાજકીય લોકોની વાતોના વમણ તો થતા જ રેહશે.  

Thursday, July 26, 2012

રાષ્ટ્રપતિ ભવનના નવા ભાડૂત: પ્રણવદાદા 
નિર્ણયની રાહ જોતા કાર્યોનો નિકાલ કરી અસરકારકતા સાબિત કરવાની તક
પ્રણવદાનું રાષ્ટ્રપતિ થવાનું  સ્વપ્ન સાકાર થયું.૧૯ જુલાઈના રોજ થયેલી ચુંટણીના પરિણામોમાં પ્રનાવજીને વિજયની ઝંડી પ્રાપ્ત થઇ. કુલ ૬૯% મત સાથે જયનાદ થયો.રાષ્ટ્રપતિની ખુરશી માટે પ્રણવદાદાની વિજયકૂચ શરુ થઇ છે. અભિનંદન અને શુભકામનાઓની વર્ષા થઇ છે. એક વિજયમહોત્સવની સાથે ટોપની સલામીનું  સન્માન તથા શપથવિધિ હવે પૂર્ણ થઇ છે.સંસદને અલવિદા અને રાષ્ટ્રપતિ ભવનમાં પગલા કરી એક નવા કાર્યકાળનો આરંભ થયો. પ્રણવદાના સમર્થન કારોને ઘણી બધી અપેક્ષા છે જે જેગાઉ  ના રાષ્ટ્રપતિ પાસે પણ હતી pan પ્રતિભાતાઈના સમયગાળામાં તે બધી આશાઓ આકાશમાં વિલીન થઇ ગઈ.કેટલી સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોના નિર્ણયથી દેશને એક ક્રાંતિની જરૂર છે.જેની દેશવાસીઓને અપેક્ષા છે.સૌ શાસકોં આ જીતને વધાવી લીધી છે ત્યારે પાંચ દાઈકાની રાજકીય કારકિર્દીના અનુભવી કેટલું અસરકારક કામ કરશે ani સૌ રાહ જુવે છે.તો બીજી તરફ યુવા રાહુલ ગાંધી ફરી એક વખત સક્રિય થયા છે.બીજી તરફ દેશની આર્થિક સ્થિતિ ગોકળ ગાયની જેમ ગતિ કરે છે.

સરકારની મહતવની પદવીઓ પર પોતાની આવડતથી આગે કુચ  કરનારા પ્રણવની સફર રાષ્ટ્રપતિના પદ પર આવીને ઉભી છે ત્યારે વિદાઈ લેતા પ્રતિભા તાઈને વિવાદોના વાદળમાંથી શાબ્દિક વરસાદને સહન કરવો પડ્યો. અને એના પાંચ વર્ષમાં એવી કોઈ ખાસ પ્રવૃત્તિ થઇ નથી પણ કરોડો રૂપિયાના પ્રવાસથી થોડા વધારે ચર્ચાયા.પ્રનાવજીને અપીલ કરતા બાલઠાકરે એ દેશના કુખ્યાત તેમજ દેશદ્રોહી વ્યક્તિને તેના ચુકાદાની સજા આપવા પ્રસ્તાવ મુક્યો છે જેમાં તેના પુત્ર પણ થોડી ટાપશી પુરાવે છે.સામે નવા રાષ્ટ્રપતિનું કેહવું છે કે તે અભ્યાસ કરશે. પણ બંગાળી બાબુ આ એક મુદ્દાથી છુટકારો કે હશ્કારથી પરિસ્થિતિમાં 
પરિવર્તન નથી આવતું. નાની મોટી કાલગ્રસ્ત ફાઈલના નિર્ણય હજુ કતારમાં છે.અભ્યાસની સાથે અમલીકરણની કૃતિથી ફેર પડે છે. ઉપરાંત દેશના કરોડો રૂપિયાનું પાણી કરતા કલંકિત ગુનેગારોના કેસ પણ કાયમી વિદાય માટે વાટ જુવે છે. પ્રણવબાબુ દયા દાખવવાની માયામાં મોહિત ન થાય તો સારું.ફાસીની સજા રદ કરી નથી પણ ચુકાદો પછી લાગુ કરી છે ખરા?? મહત્વ પૂર્ણ સંજોગોની છણાવટ કરશે દાદા પણ આવી મુશ્કેલીઓ સામે એક ઉકેલની યુક્તિni જરૂર છે. આપના દેશમાં રાષ્ટ્રપતિનો હોદ્દો એક સ્ટેમ્પ ગણાય છે ત્યારે પ્રણવદા એક કહ્યાગરા શાસક કરતા દેશની સધ્ધાર્તાના વિચારક બને તે મહત્વનું  છે.
   
સૌની સાથે સારા સબંધથી આજે પ્રનાવજી એક નવું સ્વરૂપ મળ્યું છે એવી કેહવામાં કઈ ખોટું નથી. પણ સમયાંતરે વિદેશ આગમનના વાવડ પ્રણવ મુખર્જી પણ આપશે. બંધારણની સુરક્ષા કરવાની જવાબદારી દરેક  રાષ્ટ્રપતિનું કર્મ છે. પણ દેશની આપત્તિઓનો નિવેડો લાવવો એ પણ એક રાજધર્મ જ છે ને ?? સ્પષ્ટ અને કાર્યમાં સતત વ્યસ્ત વ્યક્તિત્વ ધરાવતા પ્રનાવજી એ ગરીબોના ઉધ્ધારથી વિકાસનીવાત કરી છે સાથે દેશના લોકો એક ક્રાંતિનો પ્રકાશ પણ ઝંખે છે.ભેજ કે ભીનાશની જગ્યામાં જેમ લીલ જેમ જામી ગયેલો ભ્રષ્ટાચાર આજે સર્વત્ર શિષ્ટાચાર બન્યો છે.જેની સામે લાલ આંખ કરવાની આવશયકતા છે.
ગરીની નિવારણની સાથે સાથે ચીજ વસ્તુના અસંતુલિત વિતરણ વ્યવસ્થા પર ધ્યાન આપવાની જરૂર છે, થોડી વધાર ચર્ચા કરીએ તો કાળાનાણાનો પ્રશ્ન હમેશા ચર્ચાઈ છે પણ તેને પાછુ લાવવાની નીતિ વિચારાઇ છે?? દેશની સળગતી સમસ્યા પર શીતલ નિર્ણયો લેવાની મતિ પ્રનાવજી પાસે છે પણ તેનો અમલ સાથે તેને થોડી ગતિ આપતા પાસાઓની જરૂર છે. 
     

Monday, July 16, 2012

સીમ કાર્ડના જન્મદાતા રોલેન્ડ મોરેનો
મેમરી કાર્ડની જન્મ કથા

સનડિસ્ક પ્રથમ મેમરી કાર્ડ લોન્ચ કરનાર કંપની 

આંગળીના વેઢાથી પણ નાનું મેમરી કાર્ડ દરેક ડીજીટલ ઉપકરણનો આત્મા છે. વિડીઓથી લઈને વિવિધ સોફ્ટવેર, ગેમ્સ, અને ફોટાઓને સંગ્રહી રાખતું એક પાત્ર છે.લોકો આજે આખી ફિલ્મ પણ આ મેમરી કાર્ડમાં રાખતા થયા છે ત્યારે બીજી તરફ મહત્વની સોફ્ટ કોપીઓ પણ આ તાચુક્કડી ચીજમાં જાળવી રાખવામાં આવે છે વળી તેનું કાળ ખુબ નાનું હોવાથી અને રચના સરખી હવાથી કોઈ પણ ફોન કે આઈ-પોડ જેવી વસ્તુમાં સરળતાથી ગોઠવાઈ જાય છે અને કામ પણ સારું આપે છે. માહિતી,મનોરંજન અને સંગ્રહશક્તિ એમ ત્રણેય પાસાઓનો સરવાળો કરતા મળતું પરિણામ એટલે મેમરી કાર્ડ.  આજે સીમ કાર્ડ કે મેમરી કાર્ડ વગરનો મોબાઈલ સેલ વિનાના રમકડા જેવો છે. વપરાશની કોઈ પણ ચીજ વસ્તુના જન્મ વિષે જાણવાની જીજ્ઞાસા ખુબ ઓછા લોકોને થાય છે,કોઈ પણ ડેટાને સંઘરી રાખતું  કાર્ડ આજે મનગમતી વસ્તુની લેતી દેતીનું સાધન પણ બન્યું છે,આટલી નાની ચીપનું સર્જન કરવાનો સૌ પ્રથમ વિચાર ફ્રાંસ ના એક અન્જિનિઅર અને લેખક રોલેન્ડ મોરેનોને આવ્યો.જે આજે અતિ મહાતાવનું સાબિત થયું છે. વિશ્વમાં થયેલી અનેક શોધખોળ પાછળ અથાક પ્રયત્નો જવાબદાર હોય છે ત્યારે મોરેનોની આ સફળતા માં પણ કંઈક એવું જ છે. મોરેનોની આ શોધ બાદ મેમરી કાર્ડનો તુક્કો અવતર્યો અને એક વેઢાથી પણ નાની આકાર પામી.સતત આઠ વર્ષ સુધી મોરેનોની આ સિદ્ધિ ઉપયોગમાં લેવાઈ અને એ પણ ઓછી કીમતે.

ફ્રાંસમાં થયેલી આ શોધ  સમયાંતરે સમગ્ર વિશ્વમાં પ્રસરી અને નાણા મોટા ફેરફારો સાથે લોકોએ સ્વીકારી.૧૯૮૩નીગાળાની આસપાસ આ સીમ કાર્ડ ફ્રાન્સની એક ટેલીકોમ કંપનીએ લઈને એમાં "પે ફોન બીલ્લ્સ"ની સીસ્ટમ સેટ કરી અને આમ એક પ્રીપેડ સીમ કાર્ડનો વીશમાં આરંભ થયો.સારી વસ્તુમાં કોઈ વિઘ્ન કે વિરોધ ના થાય એવું તો બને જ નહિ તે પછી ભારત હોય કે ફ્રાંસ. શરૂઆતના દિવસોમાં આ કાર્ડની સલામતી ખુબ ઓછી છે એવું બહાર આવ્યું અને ખુબ વિરોધ થયા.પણ આવિષ્કારને તો આવકાર આપવો જ પડે.પછીથી એમાં સુરક્ષા માટેના પ્રોગ્રામ સેટ કરવામાં આવ્યા, મેમરી કાર્ડના જન્મની કથા કરીએ તો સૌ પ્રથમ આ કાર્ડ સન ડિસ્ક કંપની દ્વારા ૨૦૦૪માં અપને ત્યાં લોન્ચ થયું.મેમરી કાર્ડને એસ ડી. કાર્ડ પણ કહે છે જેમાં એસ ડીનું  પૂરું નામ છે સિક્યોર ડીજીટલ.જેની સંગ્રહશક્તિ હતી માત્રા ૧૨૮એમ બી.પરિવર્તન અને નવું કરવાની ભાવનાએ આજે આ કાર્ડની ક્ષમતા ૬૪ જી.બી.ની કરી છે, એટલે કે ત્રણ કલાકના તેત્રીસ જેટલા ફિલ્મો તો સરળતાથી સમાઈ જાય. બાકીની જગ્યામાં ફોટા અને એપ્લીકેશનો તો ખરી જ.વળી આ કાર્ડ ૨ ટી.બી.સુધી સપોટ કરે છે.આજ સંદર્ભનો સહારો લઈને પછીથી કેમેરામાં કાર્ડની શરૂઆત થઇ જેની છેલ્લી સીરીઝ નીકોન કેમેરાનું ડી૪ મોડલ છે.સીમ કાર્ડ અને મેમરી કાર્ડનો ઈતિહાસ ચોક્કસ સમયના અંતરે બદલાતો રહ્યો છે.અને હજુ પણ સાધનો અને વિચારોની સાથે ફેરફાર કરતો રેહશે. જેમ આર્થિક સ્થિતિમાં ઉતાર ચડાવ થાય ત્યારે દેશના રેટિંગ માં ફેર પડે છે એમ તેની ડેટાને સાચવી રાખવાની ક્ષમતાના આધારે તેનો ક્લાસ પણ નક્કી કરવામાં આવે છે. કાર્ડની માહિતીની લેવડ દેવળ માટે મશીનો આધારિત પ્રોગ્રામની મદદથી શરૂઆતમાં ડેટા નાખવામાં આવતો પણ દર વખતે આવું લખાણ કંટાળો લાવે એવું અને બધાને ના આવડે એવું હતું માટે એક  એવા માધ્યમની આવશયકતા ઉભી થઇ જે આ કાર્ડને જોડીને સરળતાથી ડેટાને સાચવી સકે તેની આપ લે આસન કરી શકે.આ આશયથી ડેટા કાર્ડની રચના થઇ જેને આપણે કાર્ડ રીડરનું નામ આપ્યું છે,આ કાર્ડ રીડર એક ઈલેક્ટ્રોનિક પાવરને જોડીને ડેટાને હેરફેર કરવા માટે સવલત આપે છે .સન ડિસ્કની સાથે સ્પર્ધા કરતી પેઢીઓએ પણ આ દિશામાં જંપલાવ્યું. વધુ સુવિધા અને સુરક્ષાના પ્રોગ્રામના આવરણથી બજારમાં આગમન કર્યું. 

આજે  ત્રીસથી વધારે કંપનીઓ આ કાર્ડના વેપારમાં પોતાના કામણ પાથર્યા છે અને સફળ પણ થઇ છે, કોઈ પણ વસ્તુની ઉત્પતિ ખુબ શ્રમ અને સાહસથી ભરેલી હોય છે આ સમગ્ર વિચારધારાનો સારપ મોરેનોને જાય છે. પ્લાસ્ટિક કોટિંગમાં ઈલેક્ટ્રોનિક ડીજીટલ ડેટાને મેમરી કાર્ડે પોર્ટેબલ કરી નાખ્યો છે એમ કેહવામાં કઈ ખોટું નથી પણ એક સત્યને સ્વીકારવું પડે કે આ સીમ અને મેમરી કાર્ડ આધારિત ફોનના વપરાશકારો વિશ્વના એક ચોક્કસ એરિયામાં જ કેદ છે. બાકી હજુ પણ અગાઉના સી.ડી.એમ.એ.નો યુગ પણ સમાપ્ત થયો નથી, વિશ્વમાં આજે પણ  સી.ડી.એમ.એના ફોનના ધારકો તો છે જ. 

viRal

Saturday, July 14, 2012

શ્રાવણ માસમાં ૩ ટન જેટલી ફરાળી વાનગીઓ આરોગતા હાલારવાસી
      ૩૦૦૦ કિલોથી પણ વધુ  ફરાળી ચેવડા અહી ખવાઈ જાય છે.

હાલાર એટલે કે જામનગરની બાંધણીની માફક આ નગરની ખાણી-પીણી વાનગીઓ પણ પ્રખ્યાત છે. ખાસ કરીને મુખવાસ પાન અને ઘૂઘરા. પણ બદલાતા સમયની સાથે સાથ આપીને આજે ફરાળી વેરાઈટીની ભિન્નતામાં જામનગરે એક નામ કાઢ્યું છે. દિવસે ને દિવસે આ માર્કેટ આસપાસથી લઈને  ગુજરાતના મોટા શહેરો સુધી વિસ્તર્યું છે.આજે જામનગરની કચોરી, પાન અને મુખવાસ અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર સુધી જાય છે.ખાણી પીણીની વાનગીઓમાં આ શહેર બીજા મહાનગરો કરતા થોડું અલગ પડે છે. જામનગરની મુલાકાત લેનારા મુલાકાતીઓને અહીની ડ્રાઈ ફ્રુટ કચોરી ખુબ દાઢે વળગી છે.જયારે પણ આ લોકો પોતાના વતનમાં જાય છે ત્યારે આ કચોરી અચૂક લઇ જાય છે. પ્રવર્તમાન મોંઘવારી વચ્ચે કાચા માલના ભાવ વધારાથી ફરસાણથી લઈને મીઠાઇ સુધીની દરેક ખાવા લાયક ચીજમાં કિમત વધી છે.ભાવ વધારાની અસર હોવાથી ગ્રાહકોની ખરીદીમાં પણ આંશિક ફેર પડ્યો છે.તેમ છતાં દર વર્ષે કંઈક નવીન વાનગીના સ્વાદ માણવા લોકોની ભીડ જામે છે. ફરાળી વાનગીમાં હવે ફરાળી ભેલ,કટલેસ, ખમણ, પાત્રા, ખાંડવી અને દહીંવડાના પણ શ્રી ગણેશ થયા છે.વેપારીઓ કહે છે કે ફરાળની સીજનમાં આવી ડીશ તૈયાર કરતી વખતે અમે સ્વાદ પર પુરતું ધ્યાન આપીએ છીએ. અને એક વખત ચાખ્યા બાદ ઉપવાસ ન તૂટે અણી પણ ખાતરી આપે છે.આ વિષય પર વધુ વાત કરતા ત્રવાડી ઉમિયાશંકર કાલિદાસ મીઠાઇવાળા  અશોકભાઈ કહે છે કે  

આઠમના દિવસે માગ વધુ રહે છે.
ફરાળી ચેવડાની સાથે મીઠાઈની માગ સોમવાર અને આઠમના દિવસે વધી જાય છેકારણ કે ભોગ ધરવા માટે લોકો મોટી સંખ્યામાં ઓડર આપે છે. આ વર્ષે ભાવ વધારાની અસર સ્પષ્ટ વર્તાય  છે 

સારી ગુણવત્તા હોય તો ગ્રાહક તે પ્રમાણે નાણા પણ ચુકવે છે.
આ સાથે કમલેશ ડેરીવાળા કમલેશભાઈ જણાવે છે કે આજે પણ ચોખ્ખા ઘી ની માગ છે મોંઘવારીના સમયમાં સમાજ નો એક વર્ગ ઘરે મીઠાઈ અને ફરાળી વાનગી બનાવતો થયો છે,  શુદ્ધ ઘીનો ભાવ થોડો ઉપર હોવા છતાં લોકો ઘી લેવા આવે છે.

ગુણવત્તા અને ઘરાક સાથેના સબંધ પણ વૃદ્ધિ કરાવે છે
સામાન્ય રીતે બાકી દિવસો કરતા તહેવાર અને સામાજિક પ્રસંગો પર મિષ્ટાન લોકો વધારે ખાય છે. જૈન વિજય ફરસાણ એન્ડ સ્વિટના માલિક રસિકભાઈ આ મુદ્દા પર થોડું ઉમેરે છે કે તેલના ભાવની વધ ઘટ સામે અન્ય ખર્ચ પણ વધે છે કચોરીના વેપારમાં ખુબ જ તકેદારી રાખવી પડે છે કારણ કે ભેજવાળી ઋતુમાં ખાવાની વસ્તુ બગડવાનું જોખમ વધી જાય છે,પણ સારા પેકિંગથી મિષ્ટાન સારું અને તાજું રહે છે જે માટે લોકો ભાવ ચુકવે છે. 

આ ધંધામાં થોડો આચકો લાગ્યો છે, 
ચાલુ  સમયે મોંઘવારીની આગ સર્વત્ર પ્રવર્તે છે. ત્યારે આ ધંધામાં થોડો આચકો લાગ્યો છે, વળી આજે બહુવિધ ખાદ્ય પેઢીઓના આકર્ષણથી મીઠાઈની  અગ્રતા ધીમે ધીમે ઘટતી  જાય છે. સાથે સાથે કિમતનો આંક વધુ હોવાથી સૌ કોઈને પરવડે એમ નથી.આ શબ્દો અંબિકા ડેરીના શેઠ નારાયણભાઈના છે. જે સાથે સાથે ફાસ્ટ ફૂડનો વેપાર પણ ધરાવે છે.

લોકો પોતાના બજેટ માંથી થોડી બચત કરી મીઠાઇ આરોગે છે.
પટેલ કોલોની વિસ્તારમાં મીઠાઈની દુકાનવાળા પટેલ પેંડાવાળા માહિતગાર કરે છે કે આ બધો ભાવ અને માગ દૂધ પર આધાર રાખે છે દુધના ભાવમાં વધારો ઘટાડો દરેક વર્ગને અસર કરે છે જેની બીજી અસર મીઠાઇની માર્કેટ પર થઇ છે. છતાં પણ એક વખત સ્વાદ ચાખવા પુરતું પણ  ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ખેચાતા બજાર ઠંડુ છે પણ શ્રાવણ માસમાં લોકો અને વેપારી બંનેને ફીડો થશે.આ માસથી તેજીનો આરંભ થાય છે. 
 
 વિવિધતાનો સ્વાદ લેવા લોકો આકર્ષાય છે. 
આજે ફરાળી ભાજીકોન પાપડી ચાત ચિપ્સ સાબુદાણાના વડા, અને કાજુ અંજીરની વિવિધતાનો સ્વાદ લેવા લોકો આકર્ષાય છે. ભાવની સાથે ગુણવત્તામાં  કોઈ ખાસ ફેરફાર થતો નથી. આજે લોકો આયોજન કરતા થયા છે અને તહેવારને ખુબ આનંદથી વધાવે છે, મીઠાઈનો વ્યવહાર કરવાનો રીવાજ આજે પણ સમાજમાં છે આગામી સમયમાં હજુ પણ વધારે ફરાળી વાનગીઓ ખવાશે બનશે અને વેચાશે.
કમળ ફરસાણ- નવલભાઈ મીઠાઇવાળા 

Friday, July 13, 2012

તહેવારો એ તંદુરસ્તીનું ટોનિક છે    

સન્ડે ઈઝ હોલીડે નું સુત્ર માનવીના પ્રત્યેક કર્યો સાથે સંકળાયેલું છે. રજાનો દિવસ એટલે નાનકડો તહેવાર  મનને યાંત્રિક મુક્તિ આપવાના   વિચાર , ઉત્સવોનું દરેક માનવીના જીવનમાં એક આગવું સ્થાન હોય છે. તેની ઉજવણીની દરેકની એક શૈલી હોય છે કોઈ પણ તહેવાર સાથે તેનું આધ્યાત્મિક અને સંસ્કૃતિક પાસું અભિન્ન રીતે જોડાયેલું હોય છે.પરિવારમાં પ્રસંગએ એક પારિવારિક તહેવાર છે.સમાજનો એક વ્યવહાર છે.તહેવારોંની માનવી સાથે ખુબ જાડી સાકળ બંધાયેલી છે.સામાજિક કે સંસ્કૃતિક તહેવારની યશગાથાનું  મહત્વ સમયાંતરે હમેશા તાજું થાય છે.માધ્યમો દ્વારા તે પર્વનો સમગ્ર માહોલ પીરસાય છે. તહેવારોનું આવરણ એ માનવીની યંત્રવત જિંદગીમાંથી બહાર આવા માટેનું ડાઈવર્ઝન છે.જ્યાંથી જીવનના રસ્તા પર
યાંત્રિક કાર્ય કરતુ માનવમન વણાંક લે છે.મશીન લઈફ્માંથી મળતો બ્રેક આપણી તાઝ્ગીના ટ્રેકને વધુ લાંબો અને મજબુત બનાવી દે છે.  
  
સતત કાર્યશીલ જીવનને તહેવારો થોડો આરામ આપે છે.પરિવાર સાથે શબ્દોથી બધાવાનો ટાઇમ આપે છે.લાંબી મુસાફરીમાં જેમ નાણા મોટા હોલ્ટ હોય છે એમ  ઉત્સવ જીવનમાં એક હોલ્ટ આપે છે. થોડા રીફ્રેશ થવાનો, તણાવ માંથી થોડા લેસ્સ થવાનો,ખાઈ પીને ટેસ કરવા માટે,ફરી સ્વસ્થ થઈને આજીવિકા તરફની
રેસમાં જોડવા માટે. તહેવારો પછી તન ને મન પ્રફુલ્લિત થઇ જાય છે.તહેવારોની રાજાની મજા કોઈ માટે સજા ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.પર્વ સાથે ઉપવાસ,વ્રત, ને સત્સંગ સંકળાયેલા હોય છે. ઉપવાસ એકટાણાથી શરીરની આંતરિક યંત્રના કાર્યસંચાલન તંત્રમાં પણ હાફ ડ્યુટી થાય છે તેને પણ એકદિવસ, સપ્તાહ કે માસના  સમય ગાળામાં  ઓછો થાક લાગે જેથી સ્વાસ્થ્ય સચવાઈ છે.તહેવારને તંદુરસ્તીની સાથે સાથે એ સમયે પ્રવર્તતા મોસમ સાથે પણ નિસ્બત હોય છે. જેમ સંક્રાતના દિવસે તલસાંકડી કે ચીકીથી આરોગ્ય જળવાઈ છે તેવી રીતે મેળાની સીજનમાં ઋતુ ભેજ વાડી હોય છે તેથી હવા થોડી રોગીષ્ઠ બને છે. જેમાં તન અને મન બંનેની ટેક કેર કરવી પડે.બાકી ધનનું આયોજન તો એ પેહલા જ કરવું પડે.હવામાનની સાથે માનવીનું ડીલ રોગમુક્ત રહે તો જ ખિસ્સું દવાઓના બિલથી મુક્ત રહે. ફેસ્ટીવલને વેલ કામ કરવા માટે પેહલા અપને ઓલ્લ વેલ રેહવું પડે.નહીતર તહેવારોની દિશા તો  એ જ રહે પણ આપણી દશા સો ટકા બદલાઈ જાય, વેલ ટેક કેર એન્ડ આગામી દિવસો તહેવારોના છે એટલે એન્જોય યોર સેલ્ફ....       

Sunday, July 08, 2012

સબંધમાં થતી ક્ષતી સામે આપીએ થોડી ક્ષમાં
જીવનનો હિસાબ અહી જ છે ક્યાય ઉદ્ધાર ક્યાય જમા 

આદીમાંનાવમાં સમયમાં જયારે માનવ જીવ સમુહમાં જીવતા શીખ્યો હશે ત્યારે આ માનવ સબંધોની શરૂઆત થઇ હશે, પરંતુ સબંધોના દર્શન તો ઈશ્વરની દુનીઆમાં પણ થાય છે, ગુરુ-શિષ્ય, ભાઈ-બહેન, પતિ-પત્ની વગેરે પણ તે સાથે આ ક્ષતીઓને સ્વીકારવાની વાત એ યુગ માંથી શીખવા જેવી છે જે અત્યારે લુપ્ત થઇ રહી છે.કોઈ પોતાની ભૂલ છે એમ કેહવામાં ઓછુ અનુભવે છે. માનસ પોતાના જીવનની નાની- મોટી ભૂલ દ્વારા કંઈક નવું શીખે છે.સમજે છે.પણ જયારે તેને સ્વીકારવાની વાત આવે ત્યારે મનમાં વિરોધના વાદળ માંથી વર્ષા થાય છે.
ભૂલની ક્ષમાં આપવાથી ભૂલ કરનારને થયેલા ખોટા કાર્યનો અહેસાસ થાય છે.બીજી વખત એ ના થાય એવો વિશ્વાસ જોડવા પ્રયત્ન કરે છે.જિંદગીના એકાઉન્તમા બેલેન્સશીટનો ખૂટતો વ્યવહાર જીવાન્તકાળ માં જ થાય જાય છે.નાની-મોટી ક્ષતિઓ સામે સજાના બદલે સમજાવટની ઊંડી અસર થાય છે.સારી ક્રેડીટની સોડમ સર્વત્ર પથારી છે.જ્યાં એડજસ્ટમેન્ટનો અવકાશ ઓછો રહે છે.

સબંધમાં જતું કરવાથી વ્યવહારનું વાહન સદાય તરતું રહે છે.માફી આપવાથી સર્જાયેલો ખટરાગ ફરી એકતાના રાગમાં ભળી જાય છે. બાકી તો ચડેલી રીસની રેલગાડીમાં સફર કરવાથી સારા સબંધોનું જંકશન નથી આવતું, સબંધની નાકારાત્માંક્તાના સિગ્નલ મળતા જ રહે છે.મન એ ભૂલની સાથે સતત અને સખત કંપતું રહે છે.કોઈની સાથે સબંધમાં બાદબાકી કરવાથી તે વ્યક્તિ પ્રત્યે લાગણી બાદ થાય જાય છે,બાકી રહે છે થયેલી ક્ષતીના વેદનાના વમણો.જે સતત ફર્યા કરે છે.ભૂલ એ માનવી સાથે જોડાયેલી અને શિખામણ લઈને આવેલી ઉજવણી છે.તેને કેમ સ્વીકારવી એ દરેક વ્યક્તિનો જુદો જુદો દ્રષ્ટિકોણ છે.લાઈફની એકાઉન્ટબુકમાં રીલેશનશીપની બેલેન્સશીટ સરખી રાખવા આ ભૂલમાંથી જ તો પ્રેરણા મળે છે પણ માફી આપવાથી એ અનુભૂતિ જ અલગ થાય છે. કોઈને પણ સજા આપવા માટે કોઈ કોઈની રાજા લેતું નથી પરંતુ સજા એવી પણ નાં આપો કે જેથી કોઈ સાથેના કોઈના કે અપના જીવનની મજા બગડી જાય.અને લજ્જાથી બેન્ને બાજુ મસ્તક નમી જાય....     

Saturday, July 07, 2012

મોંઘવારીની માયામાં ઈન્ટરનેટ ફસાયું
સર્ફિંગ અને જોડાણને મોંઘુ બનાવાયું

આગામી સમયમાં નેટની નાનામાં નાની સેવા માટે ઉચી કીમત આપવી પડશે.

મોંઘવારીના મોજામાંથી કઈ વસ્તુ બાકાત છે?? બીજી તરફ સસ્તું શું છે એ વિચારીએ તો એક મેકની સાથે જોડાયેલી ચીજ વસ્તુથી બધે સરવાળો સરખો થઇ જાય છે.મોંઘવારી નું મોજું સર્વત્ર ફરી વળ્યું છે ત્યારે હવે આ મોંઘવારી માંથી ઈન્ટરનેટ પણ બાકાત નથી. સાઈબર કાફેમાં પણ મીનીમમ ચાર્જ વધશે. ઈન્ટરનેટ સેર્વીસ પ્રોવાઈડરો  સામે કાર્યવાહી કરવાને બદલે ડાઈરેક ગ્રાહકો પર બોજો વધ્રતી સરકારે નેટ સેવા સાત ટકા મોંઘી બનાવો દીધી છે.એટલે હવે નેટ સેર્વીસના માધ્યમથી શાશક વપરાશ કર્તાના ખિસ્સા ખંખેરશે.દેશમાં અત્યારે બ્રોડબેન્ડ ધારકોની સંખ્યા ઓછી છે આ સુવિધામાં હવે નોંધપાત્ર ઘટાડો થશે જોડાણ ઓછા છે તો સામે હવે વધવાની તકો વર્તાશે નહિ.આ આઈ.એસ.પીના ભોગે ગ્રાહકોને દામ છે 

ઈન્ટરનેટ પ્રોવાઈડરો અને સરકાર વચ્ચે એકથી વધુ લાઇસન્સ, કરચોરી અને ઓછી આવક દેખાડવાના મુદ્દે ખટરાગ સર્જાયો છે. આવી કંપનીઓ સામે કરોડો રૂપિયાના દંડ ફટકારવા સરકારે સક્રિયતા દર્શાવી છે તો બીજી બાજુ સળગતી મોંઘવારીમાં હવે ઈન્ટરનેટના સમાવેશથી અગ્નિમાં ઘી હોમ્યું છે,ઈન્ટરનેટની વ્યાપકતા દેશમાં ગોકળ ગીની ગતિ એ વધે છે ત્યારે આ વધારાથી યુઝર્સ વધે એવું લાગતું નથી.આજ વિયુંને થોડો લાર્ગ કરીને જોયે તો ઓછી સ્પીડ અને લોભામણી સ્કીમથી આકર્ષવા મથામણ કરતી કંપનીઓ હવે આ રીતે નેટ યુઝરને નીચોવશે,ઇન્તાર્નેતના વિષયને લઈને સરકારની વિલનગીરી હોય આવી ઘણી બાબતો સંકળાયેલી છે.એક સમય ગાળામાં ગુગલ્માંથી નાકમાં કનટેનો કાઢી નાખવા સરકારે પ્રયાસો આર્ડ્યા હતા. પણ ગુગલના મૌનના લીધે બધું જૈસે થે થઇ ગયું.વળી આ શાશકો ટેકનીકલ શીક્સની વાત કરે છે તો બીજી તરફથી આવા તેક્ષ થી તેની કીમત વધારી દે છે.

હવે ઇન્તાર્નેતની લાતની લાપસ્નીમાં સરકતા લોકોં વધુ ચાર્જ આપવો પડશે.એટલે કરે કોઈ ને ભારે કોઈની સ્થિતિથી ગ્રાહકને વધુ આચકો આવશે. આવા કામ થી સરકાર નવા વપરાશ કરો આકાર લે એવું ઈચ્છતી નથી તો વિક્સિક દેશની હરોળમાં સ્થાન લેવા પ્રયાણ કરતા કમર કસે છે તો સરકાર ભાવ વધારાથી પોતાનો ભાગ લેવા માંગે છે. આ આયોજનના અમલીકરણથી બ્રોડબેન્ડ ધારકોના જોડાણ ઘટશે અને જુના કનેકશનો તૂટશે એ વાત સો ટકાની છે.          

Story By Viral Rathod
& Jeet (I,T, Professional) 

Wednesday, July 04, 2012

ભારતીય ચલણી નોટ પર અન્ય નેતાની છબી મુકવાનો વિચાર
આર.બી.આઈ.ને અઢળક અભિપ્રાય,શું કરશે સરકાર??

ગાંધીજીના સ્થાને રવીન્દ્રનાથ ટાગોર,સરદાર પટેલ, અને 
નેહરુજીને છાપવા મળ્યા સજેશનો...
  
ભારત સરકાર અને આર.બે.આઈ. દ્વારા ચલણી નોટો પર ગાંધીજી સીવૈના અન્ય નેતાઓની છબી મુકવાના વિચારે કોનો ફોટો મુકવો એ
મુદ્દે નાણા મોટા મતના ખડકલા કરી દીધા છે. દરેક દેશના ચલણની એક આગવી છાપ હોય છે જે રાષ્ટ્રની ઓળખનો સંકેત આપે છે.
ચલણના શરૂઆતના વર્ષમાં અશોક્સ્તામ્ભના ચિત્રો અને અંગ્રેજી હુકુમાંતના પ્રતીકોની વ્યાપકતા હતી.પરંતુ, દેશની સધ્ધરતા અને સ્વતંત્રતા ફેલાતા સર્વત્ર ચલણનો પ્રારંભ થયો.અન્ય નેતાની ઈમેજ મુકવાની આ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.મહાનુભવને .એસ.એમ.એસથી પણ મત આપી આગળ કરવા મેસેજ ફરતા થયા છે. ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોને આપ્યું એ સવાલે આજે પણ સંસદમાં સૌને વિચારમાં મૂકી દીધા છે ત્યારે મોહનદાસ કે ગાંધીનો ફોટો મુકવાનો નિર્ણય કેવી રીત્ય લેવાયો એ ઇતિહાસમાં સંશોધન કરવા જેવું છે. પણ આ વિષે કોઈ સચોટ માહિતી મળે તો કામ ખરું થયું કેહવાઇ પણ કરેલી મેહનત એળે તો નાજ જાય, ગાંધીજીના આદર્શો અને વિચારોની અસર સાર્વત્રિક છે, ચલણી નોટમાં ગાંધીજી એ પોતાની તસ્વીર મુકવાની રજૂઆત કરી હોય એવું તો નજરે ચડતું નથી.

ઇન્ડિયન કરન્સીના ઇતિહાસનું વિહંગાવલોકન કરીએ તો સૌ પ્રથમ ચલણી સિક્કાઓનું અસ્તિત્વ હતું જે શેર સાહ સુરીના સમયમાં સ્વીકૃત બન્યા હતા .સિક્કાઓ એ ગ્રીસ પ્રજા એ આપેલી ભેટ છે.અત્યારે જુજ સિક્કાઓ રીઝર્વ બેન્કની કૃપાથી ચલનમાં છે.પણ પછીથી દેશમાં નોટનું માર્કેટ રચાયું. ૧૯૮૭મ સૌ પ્રથમ વખત રાષ્ટ્રપિતાનું ચિત્ર નોટમાં છપાયું. એટલે ગુલામી કાળના વર્ષો પછી સાબરમતીના સંતની તસ્વીર નોટ પર અંકિત થઇ જે થોડી નવાઈની વાત છે.

આ વિષયે અત્યારે ભારતમાં વિશાળ મહાભારત સર્જાય એવું છે કારણ કે પક્ષો આ માધ્યમ થાકી સદાય વર્ચસ્વ રચવા માંગે છે.અમ પણ સાચા અને ખરા ક્રાંતિકારી ને સ્થાન આપવામાં આવે તો પણ કોઈ જ્ઞાતિના અર્થે જોર જોડાય એ શક્ય્યા છે,એક સમય પચાસ રૂપિયાની નોટ પર સંસદનો ફોટો મુકવામાં આવ્યો હતો પણ તિરંગાની હાજરી ના હોવાના લીધે તેને ફરીથી છાપવામાં આવ્યું. જેમાં રાષ્ટ્રધ્વજ નજરે ચડે.ચલણના પ્રશ્ને કેટલી વિવાદ અને સિક્કાઓની અચતના સવાલો સંકળાયેલા છે.ક્યાંક કૃત્રિમ અછત પણ ઉભી કરવામાં આવે છે. આજે પછીની નોટની દશા દયનીય બની છે.
 
હાલમાં દેશની નકલી નોટોનો પગ પેસારો વધતો જાય છે ત્યારે સરકાર સભાન બની છે. નકલ કરનારા માટે બાપુ (ગાંધીજી)ની આકૃતિ સરળ બની હોય એવું લાગે છે.પણ બીજા નેતાની તસ્વીર સાથે ફોટો સેટ થઇ તો પોઝ કયો રેહશે? આ પ્રશ્ન રીસર્ચ માંગી લે આવો છે. પરિણામ આશ્ચર્ય કરશે અણી ગેરેંટી.આ ચલણી નોટ થી જો કોઈ માન  આપવાનો આશય હોય તો શું આ સન્માન વાસ્તવમાં થઇ છે ખરા.? નોટ ને પણ કોઈ ચોક્કસથી સાથે બાપુની સાથે બોલવામાં આવે છે.એમ.કે, ગાંધીનું સ્થાન નોટમાં કે કોઈ ના આદર્શમાંથી ખસી શકે એમ નથી.તેનો પ્રભાવ આજના શ્રેષ્ઠ સેલીબ્રીટી જેવો છે.માત્રા જાણીતા થવા માટે કમર કસ્નારા ન હતા પણ દેશની આવનારી દુવીધાની સદાય ચિંતા કરનારા હતા,.ચોક્કસ નિયમોની સાથે જીવવું સરળ નથી પણ અશક્ય ય નથી.બાકી બાપુ(ગાંધીજી)નું વ્યક્તિત્વ તથા મહત્વજળવાયું છે અને જળવાશે.આપણે તો સમયાંતરે તેને યાદ કરવાની રીત ઘડી નાખી છે. આ maha પુરુષની યશ ગાથા ગવાતી રેહશે સાથે બીજા દેશના સાચા વીરને વિસરી પણ નહિ શકાય.    

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...