Thursday, June 28, 2012


ગુરુ એટલે...

આષાઢ માસની પુનમના દિવસે ઉજવાતું પરવા એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુનું સ્થાન એક આગવું મહત્વ ધરાવે છે પૂરનો ગ્રંથોમાં તેમજ સંત પુરુષોના જીવનમાં તેના ગુરુના આદર્શનો ફાળો હોય જ છે સફળતાની પાછળ કોઈ ગુરુની જેહમત હોય છે. ગુરુ એટલે સાચી પ્રેરણા આપનાર, તિમિર માંથી જ્યોતિ તરફ દિશા દેખાડનાર વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનને આકાર આપે છે.
ગુરુનું વ્યક્તિત્વ પ્રાચીન સમયથી જ જીવંત રહ્યું છે. મહાપુરુષો ગુરુની આજ્ઞાને પોતાનો ધર્મ માનતા, ગુરુ એટલે જ્ઞાન આપનાર, જીવનમાં ઉપયોગી શિખામણ દેનાર, વિદ્યાના વિશાલ સાગરમાંથી વિદ્યાનું ઝરણું વેહ્તું કરનાર,શિષ્યોના માર્ગદર્શક, ઉજળા ભાવિના પથદર્શક, માત્રા એક દિવસના પ્રણામથી ગુરુની પ્રતિમાને જીવંત કરવાની હવે રીત બની ગઈ છે પણ ગુરુને તો સદાય યાદ કરવા જોઈએ.
ગુરુ શિષ્ય ના સંબંધમાં હવે ખટરાગ જોવા મળે છે ત્યારે એવું લાગે ક આવા ગુરુ હોતા હશે?? આ દ્રષ્ટિ એ અખો યાદ આવે કે અજ્ઞાની ગુરુ બીજા ને શું જ્ઞાન આપવાના? સબંધ તો એકલવ્ય અને તેના ગુરુના, પાંડવો અને દ્રોણાચાર્યના, સ્વામી રામકૃષ્ણ અને વિવેકાનંદના, આજે મૈત્રી ભર્યા સબંધની સાથે ગુરુ પ્રત્યેનો આદર ભાવ ઓછો ના થવો જોયે.
ગુરુના જ્ઞાન થી ક્રાંતિ થાય, જીવનના ઝનુનમાં શાંતિ થાય, પણ આ માટે ગુરુ વિદ્વાન હોવા જોઈએ, નીતિ અને મનથી શુદ્ધ હોવા જોઈએ

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...