Wednesday, May 25, 2016

વાયદા અને વિકાસની વાતોના વર્ષો

           કેન્દ્રમાં કમળ ખિલ્યુંને બે વર્ષ થયા. શાહના સંચાલનથી શાસકપક્ષની ક્યાંક પ્રગતિ તો ક્યાંક સ્થિતિ એવીને એવી રહી, બે વર્ષના સમયમાં કેટલાક મુદ્દે પીએમ મોદીના મૌન સામે સળગતી સમસ્યાઓના સવાલ ઊભા થયા. દેશભરમાં ડીગ્રીએ જે ઉપાડો લીધો કે દેશવાસીઓ અગનભઠ્ઠીમાં અને રાજનેતાઓ મોદીની ડીગ્રીમાં ગૂંચવાયા. આમઆદમી પાર્ટીએ મોદીની શૈક્ષણિક ડીગ્રીને લઇને કરલા સવાલથી ખુલાસો પડે એવો હોબાળો મચી ગયો.  વિકાસયાત્રાના નામે 2017ની વિધાનસભાની ચૂંટણીનો પ્રચારપ્રવાસ શરૂ થયો હોય એમ લાગે છે. પક્ષ ભલે શાંતિ શાંતિ છેની સ્પષ્ટતા કરે પણ આંતરિક ખટરાગ અને પરસ્પરની ખટપટ સમયાંતરે બાહર આવી છે


     પીએમ મોદી પાસે ટાઇમિંગ અને ટિમવર્ક બંન્ને વસ્તુ હતી અને આજે પણ છે, આ બે વસ્તુના વ્યવસ્થિત સુશાસનથી વીતેલા બે વર્ષ શાસનપધ્ધિતની મહોર મારી શકાય એવા બની શક્યા હોત. આ વીતેલા બે વર્ષમાં અર્થવ્યવસ્થાનું એન્જિન આર્થિક વિકાસની બુલેટ ટ્રેન તો શું લોકલ ગાડી પણ ન બની શક્યુ, અરૂણ જેટલી અને રધુરામ વચ્ચેની મતભેદથી વિવાદ અને વિખવાદના ચિત્રએ સમય વેડફ્યો. જેની સામે પીએમએ કોઇ પ્રતિક્રિયા ન આપી, જ્યારે વિદેશ પ્રવાસમાં જઇને આર્થિક વિકાસ માટે આગળ આવવા વિશ્ર્વાસભરી વાત વહેતી કરી. ટુંકમાં ઘરમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં મહેમાનને નોતરવાની વાત થઇ, જેએનયુ વિવાદમાં વિપક્ષે તકવાદી બનીને જે ચાબખા માર્યા એમા વિકાસપ્રેમી શાસનની છબી ખરડાઇ ગઇ. ભારત માતાકી જય બોલવાના શાબ્દિક યુધ્ધે બંધારણને વચ્ચે લાવી બંધારણને અનુસરવા વાત જોરશોરથી સાંભળવા મળી. રાષ્ટ્રભક્તિને વળગી રહેનાર નેતાઓ સામે મૂળ મુદ્દો બીજે ફંટાઇ ગયો. દિલ્લી અને બિહારમાં ભાજપનું ધોવાણ થઇ ગયું યાદ કરો અમિત શાહના શબ્દો अगर गलती से भी बीजेपी बिहारमे हारी तो पाकिस्तानमे पटाखे फोडे जायेगेઅને બિહારમાં બીજેપીનું કમળ કરમાયું.

                       
            અસહિષ્ણુતાનો વિવાદ એવો વકર્યો કે વર્ષોથી રાજકીય ક્ષેત્રે અસહિષ્ણુતા પ્રવર્તે છે આ વાત વગર પૂરાવાએ સાબિત થઇ. બાકી જુદા જુદા પ્રાંત અને રાજ્યના લોકો પાડોશી રાજ્યમાં સુખેથી રહે છે અને જે તે રાજ્ય માટે અર્થ ઉપાર્જન પણ કરી આપે છે. ગુજરાતના પૂર્વ સીએમ અને હાલના પીએમ  પાવરફુલ તો છે જ. પણ પર્ફોમન્સનો પ્રશ્ર્ન યથાવત છે. પ્રજા અમલીકરણ માટે તરસી છે. મોદી સરકારના શાસનકાળ દરમિયાન અનેક સ્કિમ કે યોજના લોંચ થઇ પણ પરિવર્તનનો આંશિક અહેસાસ થયો. મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, જનધન યોજના, સાંસદ આર્દશ ગ્રામ યોજના, હવે સફળતા શિખરે પહોંચવા ચઢાણ આડેના અવરોધો અનેક છે. ક્યાંક ટીમવર્ક ખૂટે છે તો ક્યાંક સ્કિમ કામ કરે છે. જીએસટી બિલનું નામ સાંભળતા વિપક્ષ ઊંધમાંથી સક્રિય થઇ જાય છે એ બિલ આર્થિક સ્થિરતા અને સુધારાનું પ્રમાણપત્ર બની શક્યુ હોત. આ બિલ હજુ હવામાં છે. શાસક વિપક્ષીઓ સામે સમજૂતીની સ્વીટ મૂકી હોત તો પરિણામ જુદુ હોત. પણ પાણીમાં જામેલી લીલની જેમ મનની માનસિકતાને પરિવર્તનના પવન સ્પર્શતા નથી. દેશનું હિત હાંસિયામાં અને વ્યક્તિગત વોરની અગ્રતા સામે આવી. જો કે વિખવાદ અને મતભેદના કારણે નરેન્દ્ર મોદી સતત ચર્ચામાં રહ્યા. જ્યારે આસામની જીતથી પક્ષમાં નવા યુગની શરૂઆત થઇ. હવે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં મોદી લહેર અને યોજનાઓ અસર કરશે એ પ્રજા નક્કિ કરશે.

Tuesday, May 17, 2016

બે વર્ષનો બેનિફિટ શું

ગુજરાત છોડીને કેન્દ્ર તરફ પ્રસ્થાન કરીને પીએમ પદ મેળવનાર નરેન્દ્ર મોદીને 16 મે 2016ના રોજ બે વર્ષ પુરા થયા. મોદીને સૌથી મજબુત અને પાવરફુલ નેતા છે એવું ટાઇમ મેગેઝિને કવર પેજ પર સ્થાન આપીને સાબિત કરી દીધુ. લોકસભામાં નોંધપાત્ર જીત મેળવીને દિલ્લીની ગાદી પર બેસનાર મોદીના કેંદ્રિય મંત્રી મંડળોમાં મોદી સમાન સક્રિયતા નથી એ વાત અવારનવાર સામે આવી છે. જેથી સક્ષમ વ્યક્તિ હોવા છતા પરિણામમાં શૂન્ય મળી રહ્યું. ખાસ કરીને જ્યારે મોદીએ બે વર્ષમાં 100 થી વધારે કાર્યક્રમો આપ્યા અને 26 દેશની યાત્રા કરી ત્યારે સોશ્યિલ મીડિયા પર મોદી પર જોક્સ ફરતા થયા હતા કે મોદીજી તમને કેન્દ્રમાં કામ કરવા માટે મોકલ્યા છે 3 નાઇટ 4 ડેના પેકેજ માટે નહીં. મોદીના વાયદા અને કાર્યપ્રણાલીની ચર્ચા અનેકવાર થઇ છે ત્યારે વિચારવા જેવો સાવલ એ પણ થાય કે જ્યારે મોદી ગુજરાતમાં હતા ત્યારે જે રીતે રાજ્ય સરકારના કર્મચારીઓને કામ કરતા કરી દીધા એમ શું કેંદ્રના સ્ટાફનો રિપોર્ટ મંગાવતા હશે?


મોદી જનતા સામે અસાધારણ અપેક્ષાઓનો એવરેસ્ટ દેખાડે છે અને જ્યારે પરિણામની વાત આવે ત્યારે તેનું મૌન વહી જતા સમય સાથે ભૂલાય જતી બાબતો પર સફળતા મેળવી લે છે. મોદી સરકાર આવ્યા બાદ મોંધવારીના મારથી પીસાતી પ્રજાનો આક્રોશ વિરોધ પક્ષે પોતે ઓઢીને વિકાસના અનેક કામમે ખલેલ ઉભી કરી. ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે અનેક વખત સત્ર ચાલ્યુ નથી એના પણ પુરાવા છે. આ ઉપરાંત મોદીની ટીમના મંત્રીઓ વિવાદના વરસાદમાં સતત અને સખત પલડતા રહ્યા છે. સ્મૃતિ ઇરાનીની ડીગ્રીથી તેની શરૂઆત થઇ જે મોદીની ડીગ્રી સુધી આવતા તેના પર કોઇ પુર્ણવિરામ મૂકાયું નથી, બે વર્ષના ગાળા કેટલોય મહત્વનો સમય ગારામાં સુકાઇ ગયો. ભારત માતા કી જય, જેએનયુમાં જંગ, ગૌમાંસ, નીટ સામે રાજ્ય સરકારની પરિક્ષાઓ, દાળના ભાવ વધારા, રોજગારી માટે વિદેશમાંથી ઇન્વેસમેંટ લાવવાની વાત, કાળા નાણાનો મુદ્દો, ડોન દાઉદને ભારત લાવવા માટેની જાહેરાત ગુજરાતમાં અનામત આંદોલન જેવા અનેક વિવાદોના વર્ઝન બનાવી શકાય એટલા ખટરાગથી દેશની છબી ખરડાય.

દેશની જનતા હવે રિઝલ્ટ માગે છે ત્યારે રિબેલ કરી શકાય એવી સ્થિતિ નથી અને એમ કરવામાં દેશના જ કિંમતી સમય અને યુવાધનને નુકશાન છે, જે વીતી ગયું એ વસમું રહ્યુ પણ આવનારા સમયને ઉત્સવમાં પલટી શકાય એમ છે. મોદી સરકારના સ્વપ્ન સમાન કેટલીય ઇવેન્ટો મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, સ્માર્ટ સિટી, સ્વચ્છ ભારત, બેટી બચાવો, સબસીડી છોડો, જેવા પ્રોજેક્ટ પર કામ કરી શકાય છે. મૂળ વાત સુપરવિઝન અને ફોલોઅપની છે, મોદી સરકારનું કામ ફ્લાવર પાછળ ફિયાસ્કા જેવું છે, જ્યારે કોઇ પણ યોજના કે પ્રોજેક્ટ શરૂ થવાના હોય ત્યારે એમ થાય કે ટુંક સમયમાં ઉપવન બનશે પણ પછીથી પરિણામ ઉલટું નજરે ચડે છે, હવે પોલિટિક્સ પણ પર્ફોન્મસ બેઇઝડ બન્યું છે. પાંચ વર્ષનો હિસાબ અને વાયદાઓ સામે દેશવાસીઓ પ્રેક્ટિકલ વસ્તુઓ માંગે છે, અગસ્તા વેસ્ટલેંડ, વિજય માલ્યા, કોહિનૂર હિરો, રફાલ હેલિકોપ્ટર્સ, મેટ્રો રેલ, જેવી વાત આંતરરાષ્ટ્રિય સ્તરે મોદી સામે સવાલ કરે છે, વાસ્તવિકતા એ પણ છે કે કોહિનૂર મુદ્દે કે વિજયા માલ્યાને લઇને પરદેશની સરકાર ખોંખારો ખાવા જેટલો પણ પ્રતિસાદ આપતી નથી.


નાણામંત્રી જેટલી અને રિર્ઝવ બેંકના રધુરામન વચ્ચેના ઇગો ક્લેશથી બધા લોકો વાકેફ છે પણ મોદીની ડીગ્રી વિવાદમાં ખુલ્લાસો આપવો પડે એવો હોબાળો મચી ગયો જેમાં જેટલીએ પણ હાજરી આપી હતી, અર્થતંત્રને વેગવંતુ કરીને દેશને સક્ષમ અને સમૃધ્ધ બનાવવા રધુરામન પાસે કદાચ બ્લુપ્રિન્ટ તૈયાર હશે પણ જેટલીએ મોંધવારી હળવી કરવા હવામાં તીર મારવાની પણ હિમ્મત કરી નથી, 56ની છાતી મોદીના મંત્રીઓ કહેવા કરતા કરીને બતાવે એમાં લોકોને રસ છે નહીં કે ખોટી બબાલમાં. વધુ એક વાતથી અંતિમ તબક્કામાં.વાત સૌથી અગત્યની અને આવશ્યક એ પણ છે કે મોદી સરકારના સમયમાં જ નાની મોટી નદીઓનો લિંકિગ પ્રોજેક્ટ જાહેર થયો હતો અને ગંગા નદીની સફાઇની વાત કરવામાં આવી હતી પણ ચિત્રના બદલાવની વાત તો દૂર પણ ટિમ વર્કથી ધમાકેદાર શરૂઆત થાય તો પણ મોદી સરકારની સિધ્ધિમાં સરવાળા અર્થે મૂકી શકાય. બાકી દેશમાં સક્ષમ સ્વજનો પણ સફળતાની સીડી પર ઊભા રહીને અન્યનો રસ્તો રોકીને બેઠા છે.

આઉટ ઓફ ધ બોક્સ

વોટ્સ એપ અને ફેસબુકના યુગમાં એક આખી પેઢી દેશના મૂળથી ડિસકનેક્ટ ન થવી જોઇએ.

Monday, February 01, 2016

સમસ્યા, સ્વપ્ન અને સ્માર્ટ સિટી.


સમસ્યા, સ્વપ્ન અને સ્માર્ટ સિટી.

        મોદી સરકારના મહત્વના પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ એ સ્માર્ટ સિટી. જેની પ્રથમ યાદી જાહેર થતા જ બીજેપી શાસિત પ્રદેશોના નેતાઓને દોડવું ને ઢાળ મળ્યો એવી સ્થિતિ સામે આવી. સ્માર્ટ સિટીના બેનર નીચે સ્વપ્ન નગરી પર બોલવા અને ગ્લેમર વિચારોને શબ્દો આપવા તૈયાર થયેલા રાજકીય નેતાઓમાં એકાએક તરવરાટ જોવા મળ્યો. કોઇ પણ નવી વાત કે સરકારના વિષયને ચૂંટણી સાથે જોડીને જોવામાં આવે છે ત્યારે વિકાસની સાથે મતનીતિની વ્યૂહરચના હોય એવું લાગે, પણ વાસ્તવમાં એક પરિવર્તન જરૂરી છે ખાસ કરીને જ્યારે એક પાયાથી નવનિર્માણની પ્રક્રિયાનો પ્રારંભ થતો હોય ત્યારે એમ કહી શકાય કે છોડો કલ કી બાતે કલ કી બાત પુરાની, સ્માર્ટ શહેરોની વાતને વિસ્તૃતરૂપમાં જોવાની છે ત્યાં સુધી કેટલીયે સમસ્યાઓ, આભાસી સ્વપ્નાઓ અને સવાલોની એક આખી શ્રેણી તેની સાથે સંકળાયેલી છે. વિકાસની વાતો વચ્ચે સ્માર્ટ સિટી એક ગ્લેમરથી ઓછું નથી. વિશ્ર્વાસના વાયદોઓની સાથે વિટંબણાઓ પણ એટલી જ છે. આ સપનું સકાર કરવામાં પ્રચંડ પરિશ્રમ અને પુરૂષાર્થ અનિવાર્ય છે સાથોસાથ લોકોની સમજણ પણ એટલી જ અસર કરે છે. સ્માર્ટ શહેરની સાથે માનસિકતા બદલાય તે જરૂરી છે.


           સ્માર્ટ સિટી પહેલા નરેંદ્ર મોદી સરકારે અમૃત્તમ યોજનાની શરૂઆત કરી. કેંદ્રિય પ્રધાન વેંકૈયા નાઇડુએ જે યાદી જાહેર કરી છે તેમાં બિહાર કે ઉત્તરપ્રદેશનું એક પણ શહેર સામિલ નથી. મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડું, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, પંજાબ, આસામ, કેરળ, એડિશા અને નવી દિલ્લીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટીની યાદીમાં પ્રથમ 20 શહેરોમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થયો અમદાવાદ અને સુરત. આ તમામ રાજ્યના જે તે શહેરોના સ્માર્ટ બનાવવાની યાદી જાહેર કરવામાં આવી છે તેની પાછળ એક વાત એ પણ જોડાયેલી છે કે આ એ જ રાજ્ય કે શહેર જ્યાં સરકારીપક્ષ એટલે કે એનડીએ પ્રશાસિત છે અથવા તો આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આને કહેવાય કહી પે નિગાહે કહી પે નિશાના. પણ સરકારના દાવા પ્રમાણે શહેરો સ્માર્ટ થશે પણ લોકોનું શું?? જ્યાં જીવનધોરણ અને વિચારશૈલીમાં પરિવર્તન હજુ નથી આવ્યા ત્યાં મહાનગરોને સ્માર્ટ કરવાની કવાયત થઇ રહી છે, થોડું આસપાસના નગર અને ગામડાંઓમાં તો આટોમારો ખાદીધારી વીર, જ્યાં પીવાના પાણીના ફાફાં છે ત્યારે પાણીના મીટરની વાત થાય છે, રાંધણગેસના કાળા બજાર વચ્ચે ઘરે ઘરે ગેસકિટ નાંખવા માટે રસ્તાઓ તોડાય છે, રેલવે સ્ટેશન પર વેન્ડિગ મશિન વાપરતા નથી ફાવતું એને મેટ્રોનાં સ્વપ્ન બતાવાય છે, કાગળ પરના નક્શાઓ સામે વાસ્તવિકતા તદ્દન વસમી અને વરવી છે. પીપીપીનાં ઓઠા નીચે તૈયાર થનારા સ્માર્ટ શહેરોમાં પવાનાં પાણીથી લઇને પરિવહન સુધીની સુવિધાઓ સજ્જ કરવા વિચારોને આકાર આપવામાં આવશે. આ બધા માટેના કાવડીયા, ફદિયા કે રોકડા ક્યાંથી આવશે તે પ્રશ્ર્નો અને પડકારો મોટા છે. કેંદ્રની તર્કની તલવારને શબ્દો આપીએ તો અહીં સાચવી લેવાનો હેતુ સ્પષ્ટ છે. અગેઇન વોટબેંક


           એક ગણતરી પ્રમાણે આ તમામ શહેરો પૈકી એક મહાનગર પાછળ થતો ખર્ચ 10 લાખ કરોડ થશે એમ અર્થશાસ્ત્રીઓનું માનવું છે. આટલી મોટી રકમ માટે સરકારે કોર્પોરેંટ સેક્ટર સાથે હાથ મિલાવવા પડશે. આમ પણ મોદી સરકારની આખી ટીમ એક યા બીજી રીતે કોર્પોરેટ ક્નેક્ટિવિટી ધરાવે છે જ. જ્યારે સરકાર કોઇ પણ હોય કોર્પોરેટ સેક્ટરોની પક્ષકારો માટેની ઓફરથી કોણ અજાણ હશે?? કોર્પોરેટ સેક્ટર પાસે પોતાના પ્લાનિંગ છે જેને સરકાર પાસેથી લીલી ઝંડી લેવાની છે તો બીજી બાજુ પ્રતિષ્ડાના અને સમાજિક જવાબદારીના ભાગરૂપે કંપનીઓ સ્થાનિક રીતે ગ્રાઉન્ડ પર રહે તેવા પ્રયાસો કંઇ આજકાલના નથી. શહેરમાં કોઇ પાર્ક કે ફુવારાઓ, ટ્રાફિક પોલીસ માટેના પ્રોટેક્ટેડ સાધનો જેવી સહાયથી સાચવવાના પ્રાયસો કોઇ પણની સરકારમાં થતા હોય છે. મુડીરોકાણ એક ચિંતાનો વિષય છે.

મોટાભાગના શહેરની શરૂઆત મહાનગરો થકી થવાની છે પણ તે દરેક પાસે પોતાની મર્યાદા અને પાયાની સમસ્યા હૈયાત છે. દા.ત. અમદાવાદ પાસે દરિયા કિનારો નથી તેથી ઉનાળામાં પરિસ્થિતિ કપરી બને છે અને શહેરમાં વસવાટની જગ્યાઓ વચ્ચેથી વિકાસપંથ કંડારવાનો છે. ફ્રેશ અને બનેલો બનાવ એ પણ છે કે જ્યારે ગુજરાતના સીએમ મેટ્રે રેલના બીજા તબક્કાનું ભૂમિ પુજન કરવા ગયા ત્યારે અમદાવાદની કેટલીયે સોસાયટીના લોકોનો તેની સામે વિરોધ હતો. ઘર અને રોજી ભાંગીને વિકાસ થાય તે ખરેખર વિકાસ કહેવાય?? વિચારવા નહીં પણ ચર્ચાવા જેવો મુદ્દો છે. જ્યારે નાના નગરો પાસે વિકલ્પો સિમિત અને સ્ત્રોત સક્ષમ નથી. જવાબદારી રાજ્ય અને કેંદ્ર સરકારની છે તેથી કોઇ પ્રોજેક્ટમાં અંદરખાને ઘરભરો ઝુંબેશ નહી જ થાય એની કોઇ ગેરેંટી નથી. કેંદ્ર સરકારે આ સપનું સકાર કરવા માટે ફાળવેલી રકમ માટે ઇમાનદારી પુર્વક દેખરેખ અનિવાર્ય છે. સરકારના પ્રોજેક્ટ શરૂ થાય છે પણ પછી હવામાં રહી જાય છે, મહાનગરોમાં વધતી જતી વસ્તી અને રોજગારીની તક સામે પહોંચી વળવું એમા સરકાર અને કંપનીની કેળ બેવળી વળી જશે. સાથેસાથે પર્યાવરણ અને પ્રદુષણનું જોખમ પણ એટલું જ અસર કરશે. આપણે કચરો ડસ્ટબીનમાં ફેકવાની તસ્દી નથી લેતાં અને પાણી પીધા બાદ બોટલ મસ્ટ સ્ટાઇલથી રસ્તાઓ પર ફેંકીએ છીએ અને પાછી વાઇફાઇ તેમજ સ્માર્ટ સિટીની અપેક્ષા સરકાર પાસેથી રાખીએ છીએ.ફોન કે શહેર સ્માર્ટ થઇને બદલાય કે ન બદલાય વર્તણુંક અને વલણ ચોક્કસ બદલવા જોઇએ.


Monday, January 18, 2016

ઉત્સવની અને અફવાબાજી..



        કૃષિ મહોત્સવ, રણોત્સવ અને ગુણોત્સવ બાદ ગુજરાતની રાજનીતિમાં ગાદી માટેની નવી કવાયત શરૂ થઇ. પાટીદાર અનામત આંદોલનના બીજા તબક્કામાં સરકારની સામે પાટીદારો જ નહી પણ અન્ય એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકો પણ સક્રિય બન્યા. આ સાથે બીજેપીના નવી પ્રદેશ પ્રમુખની બેઠકનો એક મહત્વનો પીરીયડ અમિત શાહે લીધો. સીએમ માટે વિધાનસભાની ચુંટણીમાં શું વાત લઇને મતદાતાઓ સામે જવું એક સંશોધનનો સવાલ બની ગયો છે ત્યારે અફવાઓની આફતે ખડભડાટ કરી મૂક્યો. નરેંદ્ર મોદી દિલ્લીમાં સ્થાયી થયા બાદ ગુજરાતનું સંચાલન આનંદીબેન પટેલ પાસે આવતા રાજ્ય સરકારની સમગ્ર સિસ્ટમ સામે સવાલ ઉઠ્યા અને ગુજરાત વિકાસની સાથે વિરોધને લઇને હાંસિયામાં ખસતુ ગયું. ગુણોત્સવ અને રણોત્સવ કડક સુરક્ષા સાથે સંપન્ન થયા. ખાસ કરીને પીએમ મોદી જે ટેંટમાં રોકાયા હતા તે સીએમ આનંદીબેનને આપવામાં આવ્યું. જ્યારે ગુણોત્સવના કાર્યક્રમમાં વિરોધપક્ષની આક્ષેપબાજી અને વાસ્તવિકાતા સાથે ઉત્સવની ઉજવણી અમુક અંશે અંજાય ગઇ. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મહાનગરના ગ્લેમર વચ્ચે કમળ ખીલ્યું જ્યારે ગ્રામ્યપંથકમાં પંજાનો જયજયકાર થયો. એક સાથે જોડાયેલી બીજી કડીની જેમ અફવા એવી પણ વહેતી થઇ હતી કે હવે બીજેપીના વળતા પાણી છે. જેમાં પણ વિપક્ષ પર આરોપનો ઉકળાટ ઠલવાયો હતો.  
સરકારી ઉત્સવો અને અફવાઓ વચ્ચે સોશિયલ મીડિયા સંવેદનશીલ સાબિત થયું. ફરતા મેસેજ અને થતી રમૂજોથી હસવાના મુદ્દાઓ કોઇના ખસવા માટે જવાબદાર ન બને તે પણ એક મહત્વની બાબત છે. નવા પ્રદેશ પ્રમુખોની કોન્સેપ બેઇઝ થિયરીમાં ઓલ્ડ ઇઝ ગોલ્ડની સાથે એક્સપિરિયન્સ ઇઝ મસ્ટની ફોર્મુલા બીજેપીએ અમલમાં મૂકીને નિમણુંક કરી. દર ત્રણ વર્ષે રાજ્ય, જિલ્લા અને મહાનગરના નવા પ્રમુખો નિમવામાં આવે છે. ડાંગમાં રમેશભાઇ ચૌધરી, નવસારીમાં નરેશભાઇ પટેલ, ભરૂચમાં યોગેશભાઇ પટેલ, નર્મદામાં ધનશ્યામભાઇ પટેલ, છોટા ઉદેપુરમાં જશુભાઇ રાંઢવા, પંચમહાલમાં અશ્ર્વિનભાઇ પટેલ, મહિસાગરમાં જયપ્રકાશભાઇ પટેલ, આણંદમાં મોહનભાઇ પટેલ, ગાંધીનગરમાં નૈલેશભાઇ શાહ, સાંબરકાંઠામાં જે.ડી પટેલ, અરવલ્લીમાં રણવીરસિંહ ડાભી,પાટણમાં મોહનભાઇ પટેલ, બનાસકાંઠામાં કેશાજી ચૌહાણ, કચ્છમાં કેશુભાઇ પટેલ, જામનગર હસમુખભાઇ હિંડોચા, જામનગર જિલ્લો ચંદ્રેશભાઇ પટેલ, દ્વારકામાં કાળુભાઇ ચાવડા, રાજકોટ જિલ્લો બી.કે. સફિયા, મોરબી રાઘવજીભાઇ ગડારા, ગીરસોમનાથ ઝવેરીભાઇ ઠકરાર, પોરબંદરમાં વિક્રમભાઇ ઓડેદરા, ભાવનગરમાં સનત મોદી, ભાવનગર જિલ્લો મહેંદ્રભાઇ સરવૈયા, બોટાદમાં સુરેશભાઇ ગોધાણી, સુરેન્દ્રનગરમાં દિલીપભાઇ પટેલ. આ તમામ પક્ષના લડવૈયા સમાન છે ત્યારે પક્ષની સ્થિતિ અત્યારે સ્થિર નથી. અમિત શાહ ગુજરાતમાં વિહાર કરવા આવે ત્યારે ઉત્તરાયણના તહેવારના કારણ કરતા રાજકીય તર્ક વધુ નજીક અને નાજુક છે. નિમણુંક ઉમંગ સાથે પણ આયોજનબધ્ધ રાજકારણના પગલા ભરવામાં આવશે તે સ્પષ્ટ વર્તાય છે.

      ગુણોત્સવની ઉજવણી કરીને ફરી એકવાર શિક્ષણજગતનું સત્ય સામે રાખવાનાં માધ્યમોએ પ્રયત્ન કર્યા. ખાસ કરીને સરકારી શાળાઓની હાલતને લઇને વિચાર કરીને સકારાત્મક રીતે આગળ વધાવાના સ્થાને ચાર દિન કી ચાંદનીને ફિર અંધેરી રાત જેવું ચિત્ર જોવા મળ્યું. ડ્રોપ આઉટ રેશિયો પર પાયાથી સંશોધન કરીને તેમાં કોઇ નક્કર કામગીરી થાય એવા ઉત્સવની જાહેરાત કરવા રાજ્ય સરકાર સક્ષમ છે. બીજી તરફ ભાષાના શિક્ષકોની સરકારી શાળાઓમાં સ્થિતિ દયાજનક છે. ટેટ અને ટાટની પરિક્ષા બાદ પણ હવામાં લટકતી ભરતીથી રાજ્ય સરકારનું શિક્ષકો પ્રત્યેનું વિઝન ક્લિયર નથી એ પણ વસમી વાસ્તવિકતા છે

      અનેક અફવા સાથે એક પણ સત્ય છે કે જાન્યુઆરી મહિનામાં 3 વખત અમિત શાહ ગુજરાત આવ્યા, ઉત્તરાયણનો ઉત્સવ પણ ઉજવ્યો. પીએમ મોદી સામે બાંયો ચડાવનાર સ્વ. હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યા એકાએક જૂના વેરઝેર ભૂલીને બાળ કલ્યાણ નિગમમાં ચેરમેન પદે નિમાયા. એક રીત અસામાન્ય ઘટના કહી શકાય. અફવા વગરનો ઉત્સવ એમ કહેવામાં પણ ખોટું નથી. હવે જાગૃતિબેને સુપ્રિમમાં કરેલી પિટિશનનો જવાબ આગળ વધતા સમયની સાથે વધુ ગુંચવાતા પ્રશ્ર્ન સમાન બનશે. વિપક્ષની દમન પ્રતિકારક રેલીમાં વિપક્ષ સાથે પાટીદારો સાથ આપશે આ વાત વ્યવહારમાં અફવા સાબિત થઇ અને રેલીનો ફિયાસ્કો થઇ ગયો. રાજ્યના રાજકારણમાં પરિવર્તનનો પવન ફુંકાય એવા એંધાણ છે ત્યારે ગતિશીલ ગુજરાતમાં સરકારની ગતિશીલતા ઘટી છે. ફરજિયાતપણે ઉજવવા પડતા ઉત્સવોમાં ઓસરતા ઉત્સાહ વચ્ચે વધતી જતી મુંઝવણ સરકારી કર્મચારીઓ અને આમ જનતાને જ છે. સમસ્યાઓના સમાધાન સામે જોવાની જગ્યાએ વિકાસ લાયક જમીનો  પર રિસર્ચ થાય છે. પીવાનું પાણી, કપાસના ભાવ, સેસ થકી વધેલી મોંધવારી અને શિક્ષિત બેરોજગારીના સળગતા મુદ્દાઓનો વચલો રસ્તો કાઢીને વિધાનસભા 2017માં વાવટો લહેરાવી શકાશે.?? જસ્ટ થિંક

જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...