કૃષિ મહોત્સવ,
રણોત્સવ અને ગુણોત્સવ બાદ ગુજરાતની રાજનીતિમાં ગાદી માટેની નવી કવાયત શરૂ થઇ.
પાટીદાર અનામત આંદોલનના બીજા તબક્કામાં સરકારની સામે પાટીદારો જ નહી પણ અન્ય એસસી,
એસટી અને ઓબીસી સમાજના લોકો પણ સક્રિય બન્યા. આ સાથે બીજેપીના નવી પ્રદેશ પ્રમુખની
બેઠકનો એક મહત્વનો પીરીયડ અમિત શાહે લીધો. સીએમ માટે વિધાનસભાની ચુંટણીમાં શું
વાત લઇને મતદાતાઓ સામે જવું એક સંશોધનનો સવાલ બની ગયો છે ત્યારે અફવાઓની આફતે
ખડભડાટ કરી મૂક્યો. નરેંદ્ર મોદી દિલ્લીમાં સ્થાયી થયા બાદ ગુજરાતનું સંચાલન
આનંદીબેન પટેલ પાસે આવતા રાજ્ય સરકારની સમગ્ર સિસ્ટમ સામે સવાલ ઉઠ્યા અને ગુજરાત
વિકાસની સાથે વિરોધને લઇને હાંસિયામાં ખસતુ ગયું. ગુણોત્સવ અને રણોત્સવ કડક
સુરક્ષા સાથે સંપન્ન થયા. ખાસ કરીને પીએમ મોદી જે ટેંટમાં રોકાયા હતા તે સીએમ
આનંદીબેનને આપવામાં આવ્યું. જ્યારે ગુણોત્સવના કાર્યક્રમમાં વિરોધપક્ષની
આક્ષેપબાજી અને વાસ્તવિકાતા સાથે ઉત્સવની ઉજવણી અમુક અંશે અંજાય ગઇ. સ્થાનિક
સ્વરાજની ચુંટણીમાં મહાનગરના ગ્લેમર વચ્ચે કમળ ખીલ્યું જ્યારે ગ્રામ્યપંથકમાં
પંજાનો જયજયકાર થયો. એક સાથે જોડાયેલી બીજી કડીની જેમ અફવા એવી પણ વહેતી થઇ હતી કે
હવે બીજેપીના વળતા પાણી છે. જેમાં પણ વિપક્ષ પર આરોપનો ઉકળાટ ઠલવાયો હતો.
સરકારી ઉત્સવો અને
અફવાઓ વચ્ચે સોશિયલ મીડિયા સંવેદનશીલ સાબિત થયું. ફરતા મેસેજ અને થતી રમૂજોથી
હસવાના મુદ્દાઓ કોઇના ખસવા માટે જવાબદાર ન બને તે પણ એક મહત્વની બાબત છે. નવા
પ્રદેશ પ્રમુખોની કોન્સેપ બેઇઝ થિયરીમાં ઓલ્ડ ઇઝ ગોલ્ડની સાથે એક્સપિરિયન્સ ઇઝ
મસ્ટની ફોર્મુલા બીજેપીએ અમલમાં મૂકીને નિમણુંક કરી. દર ત્રણ વર્ષે રાજ્ય, જિલ્લા
અને મહાનગરના નવા પ્રમુખો નિમવામાં આવે છે. ડાંગમાં રમેશભાઇ
ચૌધરી, નવસારીમાં નરેશભાઇ પટેલ, ભરૂચમાં યોગેશભાઇ પટેલ, નર્મદામાં ધનશ્યામભાઇ
પટેલ, છોટા ઉદેપુરમાં જશુભાઇ રાંઢવા, પંચમહાલમાં અશ્ર્વિનભાઇ પટેલ, મહિસાગરમાં
જયપ્રકાશભાઇ પટેલ, આણંદમાં મોહનભાઇ પટેલ, ગાંધીનગરમાં નૈલેશભાઇ શાહ, સાંબરકાંઠામાં
જે.ડી પટેલ, અરવલ્લીમાં રણવીરસિંહ ડાભી,પાટણમાં મોહનભાઇ પટેલ, બનાસકાંઠામાં કેશાજી
ચૌહાણ, કચ્છમાં કેશુભાઇ પટેલ, જામનગર હસમુખભાઇ હિંડોચા, જામનગર જિલ્લો ચંદ્રેશભાઇ
પટેલ, દ્વારકામાં કાળુભાઇ ચાવડા, રાજકોટ જિલ્લો બી.કે. સફિયા, મોરબી રાઘવજીભાઇ
ગડારા, ગીરસોમનાથ ઝવેરીભાઇ ઠકરાર, પોરબંદરમાં વિક્રમભાઇ ઓડેદરા, ભાવનગરમાં સનત
મોદી, ભાવનગર જિલ્લો મહેંદ્રભાઇ સરવૈયા, બોટાદમાં સુરેશભાઇ ગોધાણી,
સુરેન્દ્રનગરમાં દિલીપભાઇ પટેલ. આ તમામ પક્ષના લડવૈયા સમાન છે ત્યારે પક્ષની
સ્થિતિ અત્યારે સ્થિર નથી. અમિત શાહ ગુજરાતમાં વિહાર કરવા આવે ત્યારે ઉત્તરાયણના
તહેવારના કારણ કરતા રાજકીય તર્ક વધુ નજીક અને નાજુક છે. નિમણુંક ઉમંગ સાથે પણ
આયોજનબધ્ધ રાજકારણના પગલા ભરવામાં આવશે તે સ્પષ્ટ વર્તાય છે.
ગુણોત્સવની ઉજવણી
કરીને ફરી એકવાર શિક્ષણજગતનું સત્ય સામે રાખવાનાં માધ્યમોએ પ્રયત્ન કર્યા. ખાસ
કરીને સરકારી શાળાઓની હાલતને લઇને વિચાર કરીને સકારાત્મક રીતે આગળ વધાવાના સ્થાને
ચાર દિન કી ચાંદનીને ફિર અંધેરી રાત જેવું ચિત્ર જોવા મળ્યું. ડ્રોપ આઉટ રેશિયો પર
પાયાથી સંશોધન કરીને તેમાં કોઇ નક્કર કામગીરી થાય એવા ઉત્સવની જાહેરાત કરવા રાજ્ય
સરકાર સક્ષમ છે. બીજી તરફ ભાષાના શિક્ષકોની સરકારી શાળાઓમાં સ્થિતિ દયાજનક છે. ટેટ
અને ટાટની પરિક્ષા બાદ પણ હવામાં લટકતી ભરતીથી રાજ્ય સરકારનું શિક્ષકો પ્રત્યેનું
વિઝન ક્લિયર નથી એ પણ વસમી વાસ્તવિકતા છે
અનેક અફવા સાથે એક
પણ સત્ય છે કે જાન્યુઆરી મહિનામાં 3 વખત અમિત શાહ ગુજરાત આવ્યા, ઉત્તરાયણનો ઉત્સવ
પણ ઉજવ્યો. પીએમ મોદી સામે બાંયો ચડાવનાર સ્વ. હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યા
એકાએક જૂના વેરઝેર ભૂલીને બાળ કલ્યાણ નિગમમાં ચેરમેન પદે નિમાયા. એક રીત અસામાન્ય
ઘટના કહી શકાય. અફવા વગરનો ઉત્સવ એમ કહેવામાં પણ ખોટું નથી. હવે જાગૃતિબેને
સુપ્રિમમાં કરેલી પિટિશનનો જવાબ આગળ વધતા સમયની સાથે વધુ ગુંચવાતા પ્રશ્ર્ન સમાન બનશે. વિપક્ષની દમન પ્રતિકારક રેલીમાં વિપક્ષ સાથે પાટીદારો સાથ આપશે આ વાત
વ્યવહારમાં અફવા સાબિત થઇ અને રેલીનો ફિયાસ્કો થઇ ગયો. રાજ્યના રાજકારણમાં
પરિવર્તનનો પવન ફુંકાય એવા એંધાણ છે ત્યારે ગતિશીલ ગુજરાતમાં સરકારની ગતિશીલતા ઘટી
છે. ફરજિયાતપણે ઉજવવા પડતા ઉત્સવોમાં ઓસરતા ઉત્સાહ વચ્ચે વધતી જતી મુંઝવણ સરકારી
કર્મચારીઓ અને આમ જનતાને જ છે. સમસ્યાઓના સમાધાન સામે જોવાની જગ્યાએ વિકાસ લાયક
જમીનો પર રિસર્ચ થાય છે. પીવાનું પાણી,
કપાસના ભાવ, સેસ થકી વધેલી મોંધવારી અને શિક્ષિત બેરોજગારીના સળગતા મુદ્દાઓનો વચલો
રસ્તો કાઢીને વિધાનસભા 2017માં વાવટો લહેરાવી શકાશે.?? જસ્ટ થિંક
No comments:
Post a Comment