કેન્દ્રમાં કમળ ખિલ્યુંને બે વર્ષ થયા. શાહના સંચાલનથી
શાસકપક્ષની ક્યાંક પ્રગતિ તો ક્યાંક સ્થિતિ એવીને એવી રહી, બે વર્ષના સમયમાં કેટલાક
મુદ્દે પીએમ મોદીના મૌન સામે સળગતી સમસ્યાઓના સવાલ ઊભા થયા. દેશભરમાં ડીગ્રીએ જે
ઉપાડો લીધો કે દેશવાસીઓ અગનભઠ્ઠીમાં અને રાજનેતાઓ મોદીની ડીગ્રીમાં ગૂંચવાયા.
આમઆદમી પાર્ટીએ મોદીની શૈક્ષણિક ડીગ્રીને લઇને કરલા સવાલથી ખુલાસો પડે એવો હોબાળો
મચી ગયો. વિકાસયાત્રાના નામે 2017ની વિધાનસભાની
ચૂંટણીનો પ્રચારપ્રવાસ શરૂ થયો હોય એમ લાગે છે. પક્ષ ભલે શાંતિ શાંતિ છેની
સ્પષ્ટતા કરે પણ આંતરિક ખટરાગ અને પરસ્પરની ખટપટ સમયાંતરે બાહર આવી છે
પીએમ મોદી પાસે ટાઇમિંગ અને ટિમવર્ક બંન્ને વસ્તુ હતી અને
આજે પણ છે, આ બે વસ્તુના વ્યવસ્થિત સુશાસનથી વીતેલા બે વર્ષ શાસનપધ્ધિતની મહોર
મારી શકાય એવા બની શક્યા હોત. આ વીતેલા બે વર્ષમાં અર્થવ્યવસ્થાનું એન્જિન આર્થિક
વિકાસની બુલેટ ટ્રેન તો શું લોકલ ગાડી પણ ન બની શક્યુ, અરૂણ જેટલી અને રધુરામ
વચ્ચેની મતભેદથી વિવાદ અને વિખવાદના ચિત્રએ સમય વેડફ્યો. જેની સામે પીએમએ કોઇ
પ્રતિક્રિયા ન આપી, જ્યારે વિદેશ પ્રવાસમાં જઇને આર્થિક વિકાસ માટે આગળ આવવા
વિશ્ર્વાસભરી વાત વહેતી કરી. ટુંકમાં ઘરમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં
મહેમાનને નોતરવાની વાત થઇ, જેએનયુ વિવાદમાં વિપક્ષે તકવાદી બનીને જે ચાબખા માર્યા
એમા વિકાસપ્રેમી શાસનની છબી ખરડાઇ ગઇ. ભારત માતાકી જય બોલવાના શાબ્દિક યુધ્ધે
બંધારણને વચ્ચે લાવી બંધારણને અનુસરવા વાત જોરશોરથી સાંભળવા મળી. રાષ્ટ્રભક્તિને
વળગી રહેનાર નેતાઓ સામે મૂળ મુદ્દો બીજે ફંટાઇ ગયો. દિલ્લી અને બિહારમાં ભાજપનું
ધોવાણ થઇ ગયું યાદ કરો અમિત શાહના શબ્દો “अगर गलती से भी बीजेपी
बिहारमे हारी तो पाकिस्तानमे पटाखे फोडे जायेगे” અને બિહારમાં બીજેપીનું
કમળ કરમાયું.
No comments:
Post a Comment