Monday, November 25, 2013

શિક્ષણમાં સેટિંગની શ્રેણી અને સગેવગે થઇ જતો વહીવટ

શિક્ષણમાં સેટિંગની શ્રેણી અને સગેવગે થઇ જતો વહીવટ

                          શિક્ષણમાં રોજેરોજ આવતા સમાચાર મોટાભાગે વિદ્યાર્થી અને વાલીગણ સિવાય ભાગ્યે આખા વિભાગને સ્પર્શતા હોય છે. ખાસ કરીને વેકેશનનો માહોલ, પરીક્ષાની શરૂઆત, પરિણામની જાહેરાત, શાળા કે કોલેજ ખુલવાની તારીખ અને પ્રશ્ન પેપેર કે કોર્સ પેપરમાં છબરડા આવા કેટલા વાવડ સમયાંતરે કાને પડતા હોય છે. પણ છેલ્લા એક મહિનામાં કેટલીક શૈક્ષણિક ઘટનાઓ એ શિક્ષણ તંત્રમાં રહેલા પદાધિકારીઓની ઊંઘ ઉડાડી દીધી. નાના શહેરમાં થયેલા મોટા કૌભાંડથી સમગ્ર શિક્ષણ વિભાગ વિચારતો  થઇ ગયો છે. દેશમાં કૌભાંડની કથામાં હવે એક વધુ અધ્યાય ઉમેરાયો છે. શિક્ષણ કૌભાંડ અધ્યાય. આમ પણ રાષ્ટ્રમાં જયારે કોઈ કૌભાંડ બહાર આવે છે ત્યારે મોટી મોટી વાતો કરતા રાજવીરો એકાએક મૌન વ્રત લઇ લે છે. ઓક્ટોબર મહિનાની 22મી તારીખે પણ કંઈક એવું જ બન્યું. રાજકોટમાં જર્નાલિઝમ કોલેજ ચલાવતા ચંદ્રકાંત હીરાણીના પુત્રનું ડમી પરીક્ષા કાંડ ઝડપાયું. તેના પુત્રની ઉતરવહી કોલેજની કેન્ટીનમાંથી મળી ને આખો પ્લાન છતો થઇ ગયો. પોલીસ ફરિયાદ, ધરપકડ અને તેની સાથે જોડાયેલા તમામ પાસા પરનો કાળો વહીવટ સામે આવ્યો. સિન્ડીકેટ સભ્ય બની કોલેજ અને શિક્ષણમાં સખળડખળ કરવાનો આ કીમિયો જૂનો છે પણ જયારે કોઈ ચોર રંગે હાથ પકડાય ત્યારે સારું સારું બોલતા ઉતરતી કક્ષાના શિક્ષકોનો આકરો મિજાજ ખુલ્લો પડી જાય છે. જયારે શિક્ષણમાં કોઈ નાનો તણખો થાય ત્યારે ઉમટી પડતા કેટલાક બુદ્ધિના બહાદુર ટોળાઓનો આવાજ શમી જાય છે. લોની પરીક્ષામાં ચાલતું ડામી કૌભાંડે કૌભાંડની સિરીઝમાં વધારો કર્યો. ટેકનોલોજી આવતા શિક્ષણ જગતમાં ભાર હળવો થવાના બદલે વધારે કડાકૂટ ભર્યો બન્યો હોય એવું લાગે છે. ઓનલાઈન ફોર્મ ભરવા મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓ તેને અનુસરે છે ત્યારે દશેરા એ ઘોડું ન દોડે તેમ ચોક્કસ સમયમાં સાઈટમાં સમસ્યા ઉભી થાય અને ભૂલ બધી ફોર્મ ભરનારની જ નીકળે. ઓનલાઈન યુગમાં શિક્ષણે હકીહતમાં લાઇવ બનવાની જરૂર છે.

              તાજેતરમાં આઈ.એ.એસ ટ્રેનીંગ સેન્ટરમાંથી પાંચ કરોડના પુસ્તકો સગેવાગે થઇ ગયા. આમ પણ માંડ માંડ ગુજરાતમાંથી આઈ.એ.એસ તૈયાર થાય છે તેમાં પણ આ પ્રકારના ગોટાળાથી શિક્ષણમાં આર્થિક રીતે ફટકો પડે છે. દર વર્ષે શિક્ષણને કુલ બજેટના 72 થી 73% હિસ્સો મળે છે. પણ ક્યાં કેટલું અને કેમ ગોઠવાય જાય છે તેની બેલેન્સશીટને સમજતા કેટલીક વાર ગળે ઘૂટડો ન પણ ઉતરે. પાંચ કરોડની કિમતમાં ચાર લાખ પુસ્તકો ક્યાં ગોઠવાયા તે મુદ્દે સેફ ઝોનમાં રહીને જવાબ આપતા સત્તાધીશો કામગીરી ચાલુ હોવાનો દાવો  કરે છે. પેટ્રોલ ડીઝલ અને ગેસની કિમતમાં ભાવનો પારો ગબડતો નથી તેમ શિક્ષણમાં શું સસ્તું છે તેના પર એક રીસર્ચ કરવું પડે. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવવાની વાતોનું અમલીકરણ કેટલું? અને તેની ગુણવત્તા પર ચાંપતી નજર રાખવાનો સમય આજે કોને છે?? દિવસે દિવસે શિક્ષકો માટે નવી નવી પરીક્ષાઓ યોજીને ડાઈનામાઈક શિક્ષકો તૈયાર કરવા પ્રયાસો કરવામાં આવે છે તો બીજી બાજુ શિક્ષકોના સંતાનો ડામી કૌભાંડમાં ઝડપાય છે. આ પણ એક વાસ્તવિકતા છે કે સમસ્યાની વાતો સાથે સમૃદ્ધિ ભેગી કરતા શિક્ષણમાં પણ હવે એક બિઝનસ ફોર્મેટ ફોલો થવા માંડ્યું છે. સરકારી શાળાઓને તાળા લાગવા માંડ્યા છે તો રાજકોટ જેવા શિક્ષણનું હબ માનતા શહેરમાં એજ્યુકેશન ઇન્સેપ્કટરની ભરતી નથી થઇ અને ગામડાઓમાં પણ શિક્ષણની લોલમલોલ ચાલે છે. શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં રાહત ભાવે ચોપડા કે નોટબુક આપતા જૂથ શિક્ષણ માટે હિતકારી પગલા લેવામાં રિસ્ક છે એમ માને છે.  શિક્ષણમાં ડિગ્રીની કોન્ટીટી કરતા લીધેલા શિક્ષણની ક્વોલીટી વધારે મહત્વની છે. પદવીઓની હારમાળા કરતા વ્યવહારુ જીવનમાં સરવાળા આવળવા અગત્યના છે.
                                             

             બોર્ડની પરીક્ષા વખતે જેટલી કડકાય વિધાર્થીઓ પર રાખવામાં આવે છે તેની માત્ર 10% નજર શિક્ષણ તંત્રના દરેક ખૂણામાં રાખવામાં આવે છે વહીવટની જગ્યાએ વધારે કામ લઇ શકાય. આમ પણ પુસ્તકોમાં વર્તાતી અછત અને ભૂલોના બદલાતા વર્ઝનથી આપણે સૌ વાકેફ છીએ. આ બધા વચ્ચે શિક્ષણ વિભાગે લીધેલો એક નિર્ણય પણ કાબિલે દાદ છે. પ્રથમ વખત રાજ્યના શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ સ્કૂલ એવોર્ડની જાહેરાત કરી છે. આ પહેલા રાજ્યની શાળાઓને સ્કૂલ એવોર્ડ આપવામાં આવતો હતો પણ હવે શહેર કક્ષાએ આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આમાં પણ કોઈ શોર્ટ કટનો ઉપયોગ ન થાય તો સારું. નવી નવી ડિગ્રીની એન્ટ્રીની સાથે ટ્રેક બદલતું શિક્ષણ પાયાનું જ્ઞાન આપવામાં ક્યાંયથી બ્રેક ન થાય એ હવે જોવાનું છે. આ સાથે કોઈ કૌભાંડની કથામાં કોઈ નવો અધ્યાય ન ઉમેરાય તો સારું અન્યથા શિક્ષણના કૌભાંડો પર પી.એચ.ડી.ની થેસીસ લખાશે.          

Monday, November 18, 2013

નિવૃત થવું જોઈએ પણ નિષ્ક્રીય નહિ.



"હું ક્રિકેટ વગર જીવી શકીશ કે નહિ પણ ક્રિકેટ સદાય મારામાં જીવિત રહેશે"
                                                                                                      -સચિન તેંદુલકર

                    સોળ નવેમ્બેર 2013નો દિવસ ઈતિહાસની નોંધપોથીમાં કંઈક આગવી રીતે લખાય ગયો. માસ્ટર બ્લાસ્ટર સચિનની વિદાય એક યાદગાર ક્ષણ બની ગઈ. સમગ્ર વિશ્વએ આ ઘટનાની નોંધ લીધી અને ક્રિકેટના વિશાળ રેકોર્ડ સાથે સચિનનું નામ પણ એક રેકોર્ડ બુકમાં અમર થઇ ગયું. સચિનની આ વિદાય એટલે એક રેકોર્ડના આંકડાને લાગેલું પૂર્ણવિરામ. જેને સમયાંતરે યાદ કરવામાં આવશે ત્યારે સચિન ફરી લોકોના હ્રદયમાં લાઈવ થશે. તેની રમતમાં એક લય હતી, એક સ્પાર્ક હતો જેને જોઇને એક વાર તો કોઈ મંત્રમુગ્ધ બની જાય. પણ દરેકના ક્ષેત્ર સાથે ક્યાંક ખૂણામાં પડેલો કે કેલેન્ડરની તારીખ સાથે જોડાયેલો શબ્દ એટલે એ નિવૃત્તિ. માત્ર ક્રિકેટમાં જ નહિ પણ દરેક માનસના જીવનમાં એ જે તે ક્ષેત્ર સાથે જોડાયેલી છે. કોઈ યોગ્ય સમય લે છે તો કોઈ સમયથી પેહલા. નિવૃત્તિ એટલે ક્ષેત્રની પાછળ મુકેલું પૂર્ણવિરામ, ક્ષેત્રની ભાગદોડીમાંથી મળતો કાયમી વિરામ, જે તે ફિલ્ડને ફોલ્ડ કરી ફેમેલીને આપવામાં આવતું ફુલ્ એસાઈમેન્ટ, ફ્રેન્ડસને ગમે ત્યારે આપી શકાય એવું કમિટમેન્ટ. પરંતુ, જે ફિલ્ડને આપણે અલવિદા કહ્યું હોય છે તે સદાય અપની અંદર ક્યાંકને ક્યાંક જીવતું હોય છે. ક્યારેક કોઈ વખતે અચાનક એ ક્ષેત્ર આપણી સામે તરવરવા લાગે છે એટલે કે માણસ ભલે નિવૃત થાય પણ જે તે સેક્ટર સાથે તે હતો તેની સાથે તેનું મન વત્તા ઓછા અંશે સક્રિય હોય છે. કોઈ પણ ફિલ્ડમાંથી નિવૃત થવું જોઈએ પણ નિષ્ક્રીય નહિ. આપણે અભ્યાસ વખતે કંઈક શીખતા હોયએ છીએ જયારે યુવાનીમાં તેને સાથે લયને દોડીએ છીએ અને વૃધાવસ્થામાં તે ક્ષેત્ર સાથે ચાલી શકાય છે. જીવનની બીજી ઇનિંગમાં પણ ટેસ્ટ મેચ જેવું રમી શકાય છે બસ એક ફિલ્ડ સાથે આપણી કંટીન્યુટી હોવી જોઈએ. નિવૃત્તિ એટલે કોઈ વિષયને મૂકી દેવો એવું નહિ પણ એના માહોલ છોડી દેવો. રતન ટાટાએ પણ નિવૃત્તિ લીધી છે પણ તેમ છતાં એક કંપની મેનેજમેન્ટના અને એક વિનીગ પાવરના ફોર્મ્યુલા તેના મનમાં જીવે છે. આજે તે નિવૃત છે પણ ધીમી ગતિએ પ્રવૃત પણ છે.
                                   બિઝનસમાં પણ એક પઢી પછી નવી પઢીએ તે વેપારનો વ્યાપ વધાર્યો હોય તેવો કિસ્સો એટલે ધીરુભાઈ અંબાણી અને તેના પુત્ર અનિલ અને મુકેશ. જયારે કોઈ વ્યક્તિ નિવૃત થાય છે ત્યારે વ્યવસાયમાં એક જગ્યા ખાલી પડે છે પણ જયારે કોઈ નવું ત્યાં આવે છે ત્યારે એ જગ્યા પર એક નવા સાહસ સાથે નવી દિશા પણ ખુલે છે. નિવૃત માણસ પણ પોતાની  ગમતી પ્રવૃત્તિ સાથે સક્રિય રહી શકે છે. નિવૃત્તિ એટલે મનગમતું કામ કરવા માટેની એક અસરકારક તક. નિવૃત્તિ એટલે આઝાદી પણ એ ક્ષેત્રથી નહિ પણ એક કામથી, ભારેખમ જવાબદારીથી, મશીન જેવા લગતા એકને એક કામથી. કોઈ પણ કામ એક ધ્યાનથી ઓછુ નથી અને તેને છોડ્યા બાદ ક્યાંય ધ્યાન કેન્દ્રિત કરવા મથવું પણ પડે. નિવૃત્તિ બાદ પણ તે કામનું સાતત્ય હોય તો સદાય આપણે એક્ટિવ રહીએ છીએ. કોઈ કાર્યક્રમ હોય કે ક્રિકેટ લાઈવ વસ્તુની મઝા જ અલગ હોય છે. આવી જ રીતે આપણે પણ લાઈવ રહી શકીએ. જિંદગીની હાફસેન્ચુરી બાદ કોઈ તીવ્રતાની ખાસ કોઈ આવશયકતા રેહતી નથી. પરતું, કામ સાથેની એક મજબુત રીતે કનેક્ટ થયેલા રેહવું પડે. પ્રવૃત્તિ માણસને એક એપડેટ આપે છે. કોઈ કલ્ચરની અને ફ્રેશ થઇ શકાય એવા વાઉચરની. નિષ્ક્રીયતા માણસને આળસુ બનાવે છે. હંમેશા સુસ્તીમાં રેહવા કરતા કાયમ સ્ફૂર્તિમાં રહતા લોકો બીજા માટે એક પ્રેરણા સમાન હોય છે. નિવૃત્તિના બીજ કરતા નિષ્ક્રીયતાનું નીંદણ જયારે ઉગી નીકળે ત્યારે અપણા જ ફિલ્ડના કામથી આપણે કંટાળો આવે છે. કોઈ કામના અભાવે માણસના સ્વભાવમાં પણ ફેર પડે છે. નિવૃત્તિને એક અલગ દ્રષ્ટિકોણથી વ્યાખ્યાયિત કરીએ તો નિવૃત્તિ એટલે જે તે ક્ષેત્રનો સારા સમયથી લઈને સમસ્યા સુધીના ગાળાનો પુરેપુરો નીચોડ, નિત્ય સાથે રહતું એક યાદોનું વમળ. જયારે જયારે એક જગ્યા કે કામ સામેથી પસાર થશે ત્યારે એક આખા યુગની સફર આપણી આંખ સામે જીવિત બની જાય છે. એક  તરફ કામનો છૂટતો હતો મોહ અને બીજી તરફ એક મન કે જ હવે કામની બાઉન્ડ્રી માંથી મુક્ત છે. નિવૃત્તિ જરૂરી છે પણ સદાય તે ક્ષેત્રને તિલાંજલિ આપવી યોગ્ય નથી.


             રાજનીતિથી લઈને રમતના મેદાન સુધીના તમામ ક્ષેત્રમાં રીટાયરમેન્ટ હોય છે જ. પણ રાજકારણમાં તો કોઈ  નિવૃત્તિ શબ્દ ઉચ્ચારતું પણ નથી અને રણછોડની માફક રાજીનામાંની વાતો કરે છે. નિવૃત્તિ એક બદલાવ આપે છે જેથી આપણા મનના ભાવ પણ બદલે છે. કારણ કે આઝાદી કોને ન ગમે?? પણ એક ક્ષેત્ર હોય છે જે સતત આપણી સાથે કોઈ એક વિચારમાં કે વાણીમાં જીવતું હોય છે અને આપણા પર તેની એક અસર હોય છે. એક પ્રયોગ કરવા જેવો છે કે એક વખત કોઈ કારણ વિના આપણે આપણી શાળાએ જઈએ અને ત્યાં મેદાનમાં રમતા બાળકોને જોતા આપણે જે તે ગેમ પાછળ કરેલી પ્રેક્ટિસ યાદ આવી જાય છે. લતા મંગેશકરે પણ નિવૃત્તિ લીધી છે પણ રીયાઝ છોડ્યો નથી. એક બાજુ જે તે ગીત સાથે રહેલી યાદ છે તો બીજી તરફ અનુભવની ખુબ સારી રેફરન્સ બુક હોય છે. જિંદગીના વીતેલા સમયમાં કેટલાક પાનાઓ પર એવી યાદો રહેલી હોય છે જે અપણા દાયકાને તાજો કરી દે છે અને એક નવું જોમ અપણામાં રેડે છે.

આઉટ ઓફ ધ બોક્ષ.

કોઈ પણ વયે આઉટડેટેડ થાવ એના કરતા દરેક ક્ષણે અપડેટ થઇ જાવ.

(હેટ્સ ઓફ જિંદગી પુસ્તકમાંથી)           

Monday, November 11, 2013

પરિક્રમા એટલે પ્રકૃતિના પથ પર પદયાત્રા.


પરિક્રમા એટલે પ્રકૃતિના પથ પર પદયાત્રા.

કોઈ પણ ધર્મ અને પ્રકૃતિને સીધો સબંધ છે. ક્યારેક ફળફૂલ રૂપે તો ક્યારેક તેના પાન રૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રકૃતિ આપણી સાથે જોડાયેલી છે. દિવાળી કે ઉનાળાના વેકેશનમાં પ્રકૃતિના ખોળે આનંદ કરવા લોકો ઉપડી જાય છે. આજીવિકા માટેની પરિક્રમામાંથી થોડો બ્રેક આપતા તેહવારો સૃષ્ટિને મળવાનો મોકો આપે છે. દિવાળી બાદ ગિરનારની લીલી પરિક્રમા એટલે જંગલમાં થતી યાત્રા, પગપાળા કરીને કુદરતી તત્વોને પ્રત્યક્ષ માણવાની તક. લીલી પરિક્રમા શરુ થતા જ સિનીઅર સિટીઝનની સ્લો મોશનમાં મેરાથોન શરુ થઇ હોય એવું લાગે બીજી બાજુ પુણ્ય પ્રાપ્ત કરવાના દિવસો સાથે વ્રત અને તપ અતૂટ રીતે જોડાયેલા છે. સંસ્થા કે કોઈ પણ ગ્રુપ દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓની હારમાળા આ પરિક્રમામાં સૌથી વધુ જોવા મળે છે. આ સાથે આખા વર્ષનો વકરો કરવા નાના ધંધાર્થીઓ આ પદયાત્રામાં આવી પોહ્ચે છે. માણસ ભૌતિક વસ્તુથી નથી સંતોષાતો એટલે માત્ર પ્રકૃતિની એક ઝલકથી હાશકરો અનુભવે છે. કુદરતી સંપતિનો સ્પર્શ એટલે લીલી પરિક્રમા એવું કહી શકાય સાથે ભજન અને  વનભોજન તો  ખરું જ. સમય સાથે બદલતી સવલતોને લઈને પ્રકૃતિને પ્રત્યક્ષ નિહાળવાની તક એટલે લીલી પરિક્રમા. યાત્રાની સાથોસાથ અસર કરતી આબોહવા પણ પ્રકૃતિનો એક હિસ્સો છે. કુદરતી તત્વો માણસના ફૂડમાં બદલાવ લાવે છે તો તેનો મુડ પણ બદલે છે. આ વાસ્તવિક સાથે જ કદાચ કુદરતે તેહવાર સાથે પ્રકૃતિને કનેક્ટ કરી હશે. સતત પરિવર્તન પામતી પ્રકૃતિ પણ પોતાની પદયાત્રા કરે છે.

              સુરક્ષાની સીમમાં શરુ થતી લીલી પરિક્રમાની પદયાત્રા મનની અસ્થા સાથે તનની કસરત પણ છે. યુવાનોની ભાષામાં કહીએ તો પરિક્રમાને એક એડવેન્ચર ટુર કહી શકાય. એક તરફ ભક્તોની અસ્થા છે તો એક વર્ગની આજીવિકા છે. હાલમાં કેટલાક એડવાન્સ લોકોએ આ પદયાત્રા શરુ કરી દીધી છે. શિયાળો શરુ ફીટ રેહવા લોકો વેહલી સવારે હલવા-દોડવા નીકળી પડે છે. આ પણ પ્રકૃતિના બદલાતા સ્વભાવો જોવાની એક તક છે. ક્યારેક ઝાકળ તો ક્યારેક દાત કકડાવી દે તેવી ઠંડી, ઝાકળના કારણે ફ્લાઈટમાં કે રેલવેના ટાઇમમાં થતા ફેરફારોએ પ્રકૃતિની થતી એક અસર છે. આ સાથે આપણી દૈનિક પરિક્રમામાં પણ એક પરિવર્તન આવે છે. આ સાથે અપણા તહેવાર અને વ્યવહાર બંને બદલાય છે. દરરોજ ઓફીસના કે ઘરના ડાયનીંગ ટેબલ પર થતા લંચ અને ડીનર કરતા વનભોજનનો લાહવો અદભુ હોય છે. એક તરફ પંખાની હવા અને હમેશા કમ્ફર્ટ ઝોનમાં જીવન જીવતા આપણે થોડો સમય જંગલમાં ઝાડપાન વાળા વિસ્તારના બેડ રૂમ અને પથ્થર પર બેસીને જમવાની મઝા પણ  માણવી જોઈએ. આપણે તો ફોરેસ્ટમાં પણ બેસ્ટ કવરેજ જોઈતું હોય છે...!! આદિમાનવની વાતો તો ઘણી વાર થતી હોય છે પણ લીલી પરિક્રમા રીઅલમાં એ જીવન જીવવાનો મોકો આપે છે.  ગામેગામથી ઉમટી પડતા લોકોમાં જે તે લોક ગીત સાથે ભક્તિનો પણ ધ્વનીસ્પર્શ થાય છે. શહેરની લાઈટીંગ લાઈફમાંથી એક વાર જંગલની ડાર્ક નાઈટનો લાહવો પણ લેવો જોઈયે વાહનોના ટ્રાફિકની કરતા માણસોની ભીડ એક અનેરું વાતાવરણ ખડું કરે છે.

કોઈ પણ પરિક્રમા સાથે એક આસ્થા જોડાયેલી હોય છે એ પછી હજની યાત્રા હોય કે અમરનાથની જાત્રા, જંગલમાં પરિક્રમા હોય કે દ્વારકા સુધીની પદયાત્રા કોઈ પણ પથ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રકૃતિ જોડાયેલી છે. બીજી બાજુ દરેક સ્થળની પ્રકૃતિમાં એક વૈવિધ્ય હોય છે. વનનું સોળે કળાએ ખીલેલું વૈવિધ્ય મંત્રમુગ્ધ કરી દે તેવું હોય છે. ધીમે ધીમે આ પરિક્રમા હવે ગ્લોબલ લેવલે મહત્વની બનતી જાય છે           
                               

Friday, November 08, 2013

તો અક્ષરો શિક્ષણ પૂરતા જ માર્યાદિત બની જશે.

તો અક્ષરો  શિક્ષણ પૂરતા જ માર્યાદિત બની જશે. 

              એકવીસમી સદી તથા આ ટેકનોલોજીના યુગમાં કાગળની કોપી એ સોફ્ટ કોપી બનતી જાય છે અને ધીમે ધીમે બધું સ્ક્રિનિંગ થતું જાય છે. સવારના સમય આવતા છાપાથી લઈને ફોર્મ ભરવા સુધીની વિધિ હવે ઓનલાઈન બની છે. કી બોર્ડ પરના સારા સારા ફોન્ટથી બધા લોકોના અક્ષર સારા બન્યા છે. ઓનલાઈન યુગ આવતા સમય ન લાગ્યો તેનાથી પણ ઓછો સમયમાં એપ્લીકેશન એરાને લોકોએ સ્વીકાર્યો. ઓનસ્ક્રીન ફોન્ટના વૈવિધ્યના લીધે એક આકર્ષકતાનું સાતત્ય ટકી રહ્યું છે. જાહેર ખબરથી લઈને જોઈનીંગ સુધીના દરેક કાગળ પર શબ્દો એક હોય શકે છે પણ તેના અક્ષર જુદા જુદા હોય છે. કોલેજકાળ પૂરો થતા ટેકનોલોજીની દિશામાં આગેકુચ કરતા લોકોની સહી પૂરતા અક્ષર હવે સીમિત બન્યા છે. કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોન આવતા હાથે લખેલું લખાણ માર્યાદિત વર્ગમાં જોવા મળે છે. શિક્ષણમાં પણ ટેકનોલોજીનો એક ટચ લગતા વર્ગખંડ હવે સ્માર્ટક્લાસ બનતા જાય છે. બાળપણમાં સારા અક્ષર માટે થતી મેહનત સમય જતા હવે કી બોર્ડ પર હાથ બેસાડવામાં જાય છે. આ આજની વાસ્તવિકતા છે. છેલ્લે તમે ક્યારે તમારા અક્ષરમાં લખાણ લખ્યું હતું યાદ છે??  કી બોર્ડની કી એ કલમમાંથી નીકળતા અક્ષરને એક બાઉન્ડ્રીમાં બાંધી દીધા છે. જેમાં એક ચોક્કસ વર્ગ કામ કરે છે. 
               આજે કોઈ જુના દસ્તાવેજમાં અક્ષર જોતા થોડું નવીન લાગે કે એ સમયના લોકોના અક્ષરો કેવા હતા? એક સમયમાં જયારે આજની કોઈ ટેકનોલોજી ન હતી ત્યારે એક હસ્ત લિખિત પત્રોનો યુગ હતો. આજે એ સ્થાન હવે ઈ મેલ એ લીધું છે. વધતી જતી આધુનિકતા સાથે અક્ષરનો વ્યાપ મંદ ગતિએ લીમીટેડ થતો જાય છે. આવનારા સમયમાં સ્માર્ટ યુગમાં અક્ષર કોઈ ચોક્કસ સમય પૂરતા માણસની સાથે રેહશે એવા અત્યારે એંધાણ દેખાય છે. કારણ કે હવે બધું એપ્લીકેશન બેઈઝ થતું જાય છે. જેમાં એક એક્સેસ પોલીસી છે કે ટચ એન્ડ વર્ક. અપણા દેશના મહાપુરુષોના પત્ર તેમણે જાતે લાખેલા છે. પરંતુ, સમય જતા તેમાંથી શાહી નાશ પામતા અને કાગળ સડી જતા. ટેકનોલોજીએ જેટલી સવલત આપી તેની સામે ઘણી બધી વસ્તુને માર્યાદિત કરી નાખી. સમયની બચત સામે શાળામાં આપવામાં આવતું ફ્રી હેન્ડ હાંસિયામાં ચાલ્યું ગયું. અક્ષર શિક્ષણ પૂરતા માર્યાદિત બન્યા. બીજી તરફ માતૃભાષામાં પોતાની સહી કરનાર લોકોની સંખ્યા ખુબ ઓછી છે. એક એવો પણ સમય હતો કે દેશમાં અંગ્રેજો દ્વારા થતા પત્રવ્યવહારમાં માતૃભાષાની એક છાપ  જોવા મળતી. આજે કોઈ પણ લેટર કોમ્યુનીકેશનમાં ચોક્કસ ફોન્ટ જોવા મળે છે પણ અક્ષર? આજે પણ ડાયરી લખનાર એક સમૂહ છે અને પોતાના લેખ કે કવિતા પોતાના જ અક્ષરમાં કેટલાક લોકો લખે છે. ત્યાં સુધી અક્ષરનો વ્યાપ છે. તો એવા પણ કેટલાક પાસા પર કામ કરતા લોકો આજે પણ પોતાના અક્ષરને સાથે રાખીને વ્યવસાય કરે છે. જેમ કે ડોક્ટર શિક્ષક લેખકો કવિઓ પત્રકારો દેશી હિસાબના ચોપડા લખતા મેતાજી. આદિમાનવના યુગથી લઈને આજની આધુનિકતા સુધી જે આપણી સાથે રહ્યું તે લિપિ છે. ક્યારેક કોઈ ચિત્ર કે લખાણ આકાર કે વળાક વિનાના નથી. ભાષાની વિવિધતા સાથે અક્ષર પણ સાચવવા જોઈએ અને તેનું સાતત્ય પણ રેહવું જોઈએ. અહી ગાંધીજીનું એક વાક્ય ખુબ અસર કરે છે "ખરાબ અક્ષરએ અધુરી કેળવણીની નિશાની છે." પણ ધીમે ધીમે વધતા જતા સ્ક્રિનીંગ સામે અક્ષરરેહશે ખરા? 

                ઓનલાઈનની દુનિયામાં રોજ નવા નવા સાહસ થતા જાય છે ત્યારે અક્ષરનું મૂલ્ય પરીક્ષા પુરતું જ થતું જાય છે. દરેક ક્ષેત્રે નવી ટેકનોલોજી આવતા હવે તો જાહેરાતના બોર્ડ પણ ચોક્કસ ફોન્ટ સાથે કોમ્પ્યુટર બેઇઝ થતા જાય છે એટલે હવે પેઈન્ટરનું કાર્યક્ષેત્ર કોઈ રિક્ષા કે દિવાલો પર ચિત્ર દોરવા પુરતું જ રહ્યું છે. ઈ ફેસેલીટીના લીધે અક્ષરની આવરદા ધીમે ધીમે ઘટતી જાય છે. આજે સહી પર અંગ્રેજી ભાષાએ પોતાનો કોપી રાઇટ મૂકી દીધો હોય એવું લાગે છે. તમે છેલ્લે માતૃભાષામાં ક્યારે સહી કરી હતી? અક્ષરનો એક ઈતિહાસ છે પણ અત્યારે એવું લાગે છે કે આજની પેઢી ભવિષ્યમાં તેના દાદા કે પપ્પાએ રાખેલી સી.ડી.,ડી.વી.ડી. કે પેન ડ્રાઈવ શોધશે કારણ કે આ તો સોફ્ટ કોપી યુગ છે. અક્ષર માણસ સાથે રહે છે પણ હવે માત્ર પ્રારંભિક તબ્બકા પુરતું અને શિક્ષણ- અક્ષરજ્ઞાન લેવા પુરતું જ માર્યાદિત રેહશે. રાયટીંગની આ રિયાલીટી આવનારા સમયમાં કેવું ચિત્ર ઉભું કરશે એ માટે જસ્ટ વેઇટ એન્ડ વોચ           
                             





ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...