Wednesday, August 29, 2012

કૌભાંડ કથા.
વિશ્વના મોટાદેશની નજર અપણા દેશ પર કેન્દ્રિત થઇ. 


એક પછી એક બહાર આવેલા કૌભાંડની કથાના અધ્યાય અપણા સંસદમાં ચર્ચાય છે અને દેશની તિજોરીને કેટલી ખોટ થઇ છે અને તેના આકડાઓથી આખો ચાર થાય જાય છે ત્યારે આખા વિશ્વમાં આચકો આપનાર આ કૌભાંડોમાં આયોજક અને સહાયકની ચર્ચા માટે એક બીજા પર દોષના ટોપલા ઢોળવામાં આવે છે. કેગના અહેવાલને અસ્વીકારને અપણા શાશક કહે છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી અને એવું કોઈ મોટું નુકશાન થયું નથી.તો આવા સમયમાં વિપક્ષો સરકારના ઉચ્ચ હોદ્દેદારોનું રાજીનામું માંગે છે.વર્તમાન સમયે મૌન પર્યાય બનેલા મનમોહન પર ફરી એક વાર આગળી ચિંધવામાં આવે છે ત્યારે નિર્ણય સાથે નિરાકરણ માંગતી દેશની પ્રજાને વાસ્તવિકતા શું છે તે જાણવું છે. બાકી સત્તાના ભક્તોની કોઈ અચત નથી આપણે ત્યાં.સ્પેક્ટ્રમ કૌભાંડ, આદર્શ સોસાઈટી, ભૂ માફિયા રાજ, અને હવે સૌથી મોટું કોલસા કૌભાંડ જેનાથી સરકારના સમુહમાં સૌને ચિંતાનો કાળો દાગ લાગ્યો છે. ફેબ્રુઆરીમાં સ્પેક્ટ્રમ કૌભાંડથી રાજાએ દેશના પૈસાથી રાજ કર્યું.અને દેશની તિજોરીને ખુબ મોટી ખોટ ગઈ. એક તરફ ગરીબી બેરોજગારી અને મોંઘવારી જેવી સમસ્યાઓ વધતી જાય છે ત્યારે આવા કૌભાંડમાં કીચડથી દેશના પૈસાને લાંછન લાગે છે. કૌભાંડ કહાની સાથે જોડાયેલો ભ્રષ્ટાચાર તેના મૂળમાં છે. જેમાં સેનાધ્યક્ષ વી. કે. સિંહેએ વિવાદોના વાવાઝોડા માંથી પસાર થઈને કાયમી વિદાય સહન કરવી પડી.જેમાં તેને ૨.૭ મીલીયનની ઓફર હતી.આ તો પૈસાનો વહીવટ છે જેમાં "જી લાલચયે રહ ના જાયે." ખરેખર યોગ્ય લાઈન છે. આવા નાના મોટા બનાવોથી આવો કોઈ ફેર પડતો નથી પણ દેશના પૈસાનું પાણી થાય છે જેમાં કોઈ બે મત નથી.વધરે ઊંડાણમાં જોઈએ તો ૧૭ માર્ચના દિવસે સંસદમાં પૈસાથી ભરેલા થેલામાંથી કાળકળતી નોટો નીકળતા લોકોની નહિ પણ તંત્રની પણ આંખ ચાર થઇ ગઈ હતી,અને વિપક્ષે આરોપ મુક્યો હતો કે પૈસા આપીને સરકાર બચાવવામાં આવે છે. પણ પૈસા કરતા વાસ્તવિકતા આજે જુદી છે,આવા ખોટના કૌભાંડથી સરકાર અને સમગ્ર પૈસાનું આયોજન શું હતું અને શું સામે આવે છે? ત્યારે સરકાર એવું કહે કે કોઈ ખોટ થઇ નથી તો શું સાચું માની શકાય?. તો બીજી તરફ સત્તા પર રહેલા લોકોને મળતી ક્લીન ચીટથી એવું લાગે કે "દાળમાં કંઈક કાળું છે."
                  
આવા કેસની તપાસ માટે સમિતિ નીમ્ય અને ચર્ચાઓનો સિલસિલો શરુ થાય ત્યારે એક લાઈન જે અહી ખૂન અસર કરે છે તે કે "અબ પછતાયે હોગા ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત."જયારે કોઈ મોટી ઘટના સામે આવે ત્યારે બીજી બાજુ તેના પડઘા સંભળાય છે. આસામની હિંસાથી હજુ પણ આસામ ગરમી અને જ્વાળામાંથી બહાર નથી આવ્યું ત્યારે આ કેગના રીપોટથી દેશનો શાશક વર્ગ હચમચી ગયો છે. તો સામે વિપક્ષો રાજીનામાની માંગ કરે છે જયારે જરૂર આ રન્છોડવાની નથી પણ નિવેડો લાવવાની છે, જેનું કોઈ નામ લેતું નથી અને પોતાના ડીંડકથી સમગ્ર પ્રક્રિયાને ખલેલ પોહ્ચાડે છે.કૌભાંડોના વાષ્ટ વ્યુ વચ્ચે મૌન સરકાર કોઈ અસરકારક નિર્ણય લે તો સારું. અને કૌભાંડોના સડાને જેમ એ.એમ એસની લગામ ખેચીને કંટ્રોલ કર્યા એમ તેને અંકુશમાં લેવાની તાતી જરૂર છે. પણ ઓવરઓલ આસ્પેક્તથી જોઈએ તો સર્વત્ર કોઈ ને કોઈ સમસ્યાથી દેશ આજે ઘેરાયેલો છે. વચનોના મારાથી અને સતત વોટ વોટની અપીલ સંભાળીને દેશવાસીને દરેક યોજના પાચળ કોઈ વોટ ક્રિઅશન હોય તેવું લાગે છે જયારે સાચા સજેશનથી જ સખત આયોજનની આવશયકતા છે.તે પછી કોમન વેલ્થ હોય કે ખાણ કૌભાંડ હોય.અમલી કારણ અને આયોજનના અભાવે આ બધું સહન કરવું પડે છે.સામસામે લડવાના બદલે કોઈ સચોટ યોજનાથી પરિવર્તન થઇ શકે છે.દરેક મૌન પાછળ શું સમજવું એ પણ એક પ્રશ્ન છે.કૌભાંડની કથામાં નવા નવા કૌભાંડ સાથે સંકળાયેલી કેટલીય કંપનીઓ હજુ કાર્યરત છે.જેની સામે આંખ લાલ કરવાની જરૂર છે. પણ અપણા આઉધ્યોગિક વિકાસના લાભ તો દેશને આંશિક વિદેશને વધુ થતા હોય છે કારણ કે સરકારની આવક એટલે ટેક્ષ, કોઈ વીજ બીલ અને કોઈ માલ પરની ડ્યુટી, આવકવેરા વગેરે વગેરે. જેમાં ચોરી થાય જ છે. અને ચોક્કસ સમયના અંતે પકડાય પણ છે. પણ આ દુધના ઉભરા જેવું છે ધીમે ધીમે બધું સૌ સૌની ઠેકાણે ગોઠવાઈ જાય છે.કારણ કે "યે પૈસા બોલતા હે,યે પૈસા બોલતા હે." કંઈક નવી ક્રાંતિ થાય તે માટે સર્વત્ર એક નવી જાગૃતિની જરૂર છે. કોઈ એક દિશામાં જ નહિ પણ બધી રીતે.

ટેકનીકલ અને વિશ્વમાં નામ કરવા માટે દેશમાં અનેક પ્રયાસો થાય પણ કોઈ આ લીગલ ક્ષેત્રમાં આવવા નથી માગતું."રાજકારણમાં થોડું જવાઈ.!!" જયારે કોઈ યુવા લીડર દ્વારા કોઈ પરીવાર્તાની શરૂઆત થશે ત્યારે જ એક નવી દિશામાં દેશની ગતિ થશે. પણ આ પૂર્વે આપણી માટીને થોડી બદલવી પડશે. અન્યથા આવા કૌભાંડની કથા સમયાંતરે ગાવાનો વારો આવશે.
પ્લાનીગથી ચાલ્યું નહિ પણ હવે દોડવું પડશે. કારણ કે હવે તો આપણે વેઇટ એડ વોચથી તો ટેવાઈ ગયા છીએ. 
     

Sunday, August 26, 2012

યે તેરા ઘર યે મેરા ઘર...
ગરીબી નિવારણના પ્રથમ પ્રયાસમાં જ વિવાદ અને રોષના વાદળ..

ઘરનું ઘર બનાવી આપવાની યોજનામાં રાજ્યના દરેક પ્રાંતમાં જામેલી ફોર્મ માટેની ભીડથી એ પુરવાર થાય છે કે રાજ્યનો કેટલો વર્ગ રહેઠાણ ઝંખે છે.એ પણ પાક્કું રહેઠાણ.એટલે એવું સાબિત થયું કે પાક્કા ઘરની અછત છે.ગરીબી નિવારવાના આ પ્રયાસને મિશ્ર પ્રતિસાદ તો મળે છે. પણ હેતુની દ્રષ્ટિ એ મતદારોને માનવાની કોશિશ પણ હોય શકે છે. એક તરફ આસામની આગ ઓલવાઈ નથી, કોલસાના કળણમાં ફસાઈ છે અને ચારે કોરથી દેશના શાશકો પર તણાવના વાદળો બંધાયા છે ત્યારે આ ઘરનું ઘર યોજના સરકારની વાહ વાહ કરશે કે નહિ એ તો સમય બતાવશે.રાજ્યના ગામડાનું ચિત્ર વરસાદના અભાવે બગડ્યું છે ખેડુની હાલત કફોડી બની છે સર્વત્ર ઘાસચારાની અછત સાથે ઘાસવિતરણની સમસ્યા વર્તાઈ છે. વિકાસ યાત્રાનો વાવતા ફરકાવીને વિરોધ થાય છે.કોઈ પણ યોજનાનું અમલીકરણ એ ખુબ મહત્વની બાબત છે.ઘરનું ઘરની યોજના સામે 'હમ ભી કિસી સે કામ નહિ'ની ભાવનાથી પોતાનું પ્રભુત્વ વધરે પાથરવા હાઉસિંગ બોર્ડએ રૂપિયા ૭૦૦ન ભાવે મકાન આપશે આવી જાહેરાત કરી દીધી છે તો સાથે સાથે રાજ્ય સરકારનું કેહવું છે કે આ પ્રયાસ સૌ પ્રથમ અમે લોન્ચ કર્યો હતો જેને કેન્દ્ર સરકારે હાઈ જેક કર્યો છે.મહાનગરો માં આ કામ માટેના શ્રી ગણેશ થઇ ચુક્યા છે.પણ કોંગ્રેસ સરકારનો પ્રોજેક્ટ  કે ૧૦૦ વરની જગ્યામાં લાખ રૂપિયાનું બાંધકામ પ્રજાના પૈસે આપીને "આમ આદમી"ની વસાહાર રચવા કમર કસે છે.ત્યારે એક આવો પણ વિચાર આવે કે અપના દેશમાં વચોટિયાઓનું છૂપું વર્ચસ્વ છે.આ જમીનના ફોર્મ પાછળ ઘર ભાડે આપવાનો બીઝનેસ ન વિકસે તો સારું.આ વર્ષ અપણા માટે આડકતરી રીતે દુષ્કાળનું સાબિત થયું છે.પણ એક પ્રયાસથી સૌરાષ્ટ્રના ગામડાની દશા બદલી શકે છે.નર્મદા કેટલી ઊંચાઈએથી વહે છે તેની એક વહેં આ સુકા પ્રદેશ બાજુ વાળી શકાય છે.પણ અમલમાં મુકેલા આ એજંડા એવો કોઈ આંશિક પ્રતિસાદ મળ્યો નથી. 

એક બાજુ દેશમાં પરિસ્થિતિ વધારેને વધારે વિપરીત બનતી જાય છે ત્યારે બીજી તરફ જગતનો તાત દુખી થતો જાય છે. રાહત કાર્યોની ગાડી શરુ થતી નથી અને વરસાદના આભાવના લીધે બેકારીનું દ્રશ્ય જોવા મળે છે.વિકાસમાં વધારો કરવાની વાત થાય છે ત્યારે સ્થિતિ વધુ ને વધુ વિલન બનતી જાય છે.ઘરના સર્જન સાથે પાણીનો પણ પ્રશ્ન સદાયથી ચર્ચાતો આવ્યો છે.તેની એક યોજના બનાવવાની જરૂર છે.ઘરનું ઘરના રેહવાસીઓની કમર તોડી નાખે એવી મોંઘવારીએ ફરી માહોલને ગરમાવો આપ્યો છે.અને પેટ્રોલમાં ભાવ વધવાના એંધાણ  ના સમાચાર વહે છે. ત્યારે આવી હાલતમાં લાખ રૂપિયાનું રોકાણ પોષાય?રોજ મેહનત કરીને પેટે પાટા બાંધી મહિનાનું આયોજન કરતા લોકો અપણા દેશમાં વધુ છે.અને ક્યાં ખર્ચમાં કપ મુકવો એ કન્ફ્યુઝનમાં એક ઘરનું ઘરથી વધારો થયો છે એવું ચોક્કસતાથી કહી શકાય.ઘરનું ઘરમાં માત્રા ચાર દીવાલથી થોડું ચલાવી લેવાઈ પેટ ભરવાની સામગ્રી તો હોવી જ જોઈએ.ત્યારે ખાદ્ય ચીજ વસ્તુના ભાવ આકશને અડું અડું થાય છે.એક બાજુ કૌભાંડ કથા અને કાંડની કહાનીથી દેશના કરોડો રૂપિયાનો હવામાં જ વહીવટ થઇ જાય છે ત્યારે મોંઘવારીથી પ્રજાના વધુને વધુ ખિસ્સા ખંખેરાય છે.ઘરના ઘરથી દેશની ઝૂપડપટ્ટીઓને કાયમી વિદાય આપવાનો વિચાર ખરો છે. પણ આ વાતાવરણ કંઈક જુદું છે. ખેત આધારિત બધા ચક્રો ઠપ્પ થઇ ગયા છે.આવામાં પોતાનું ઘર પણ માંડ માંડ ચાલે છે. આવામાં ઘરનું ઘર અને હાઉસિંગ બોર્ડના મકાનો કેવી ક્યાં અને શું અસર કરશે તે માટે "વેઇટ એન્ડ વોચ."

ચુંટણી માટેની આ લાંચ છે એવું કહીને આ યોજનાની સામે રોષ વ્યક્ત કરાય છે ત્યારે એવું લાગે છે કે સરકાર પ્રજાની પરિસ્થિતિને પારખી શક્તિ નથી. યોજનાને પ્રજામાં મુકવામાં અત્યારનો સમય યોગ્ય છે એવું લાગે છે.મતદારોને મનાવવાના કામણમાં વિકાસ કેવો અનુભવાઈ છે તેની સાચી અનુભૂતિ પ્રજાને ખબર છે.દેશની દશા બદલે એવી એક યોજનાની તાતી જરૂર છે. બાકી તો હવે શું પીરસશે તે શાશકો તે માટે જસ્ટ વેઇટ...                        






Friday, August 24, 2012

Education A Traditional Box

આધુનિક શિક્ષણ સાથે પાયાનું શિક્ષણ બદલાવો 
Change The Basic Education
ઉચ્ચ ડિગ્રીની સમકક્ષ સર્ટીફીકેટનો ક્રેઝ.


સતત અને સખત વિવાદોના વાવાઝોડામાં માંથી પસાર થતું આપણું  શિક્ષણ  ક્ષેત્રના ઊંડાણ કે ઉપરથી ભલે બદલાવ સર્જાય પણ એક વાત સ્વીકારવી પડે કે હવે આ વિભાગમાંથી મળતું જ્ઞાન એટલે હારબંધ વિષયોની જાણકારી પણ ગુણવત્તામાં ઘટાડો.અનામત, ફી વધારો અને પરિણામોમાં થતા ગોટાળા સમયાંતરે બહાર આવે છે, પણ જે દિશામાં આજે બજાર બદલાઈ છે તે રસ્તે શિક્ષણના વિષયો બદલાતા નથી અને ફરી ફરીને એક જ વાત આવે છે કે આવતા વશે કોર્ષ બદલાશે. પરંતુ પછી બધું "જૈસે થે." આજે દરેક કોર્ષમાં એવા વિષયો છે જેની કોઈ વ્યવહારમાં કોઈ કદર તો ઠીક પણ કોઈ પૂછતું પણ નથી. અને બદલાતા પ્રવાહો પરના સવાલો ઇન્ટરવ્યુમાં પુછાય છે. ઊચા માર્ક વાળા તેજસ્વી વિધાર્થીની લક્ષ તરફની દોડ પુરપાટ વેગે છે પણ જે લોકો આ દિશામાં ખરેખર શીખવા માંગે છે તેની ટકાવારી ઓછી હોવાથી તિરસ્કારનો ભોગ બનવું પડે છે. ગ્રેડ સીસ્ટમ આવતા માર્કોની વિદાય થશે પણ હજુ પણ ટકા અને માર્કની ચર્ચાથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો અનુભવ વર્તાઈ છે. સરકારી સંસ્થાની સામે સખત પૂર્વ આયોજનથી આગમન કરતી નવી સંસ્થાઓમાં શિક્ષણના નામે વેપલો થઇ છે અને પૂરી પાડવામાં આવતી સવલતોનો ખર્ચ બતાવીને નાણા નીચોવી લેવાઈ છે. આજે શિક્ષણ મોંઘુ અવશ્ય થયું છે સાથે સાથે નવા વિષયોનો પણ સમાવેશ થયો છે. પણ હજુ પણ અંગ્રેજોના  ઇતિહાસની ઝાંખી કરવાના બદલે સમગ્ર મૂળથી લઈને પર્ણો સુધી શા માટે ભાનાવાઈ છે.તે સમજાતું નથી.સાથે દેશના સાચા ક્રાંતિવીરોની માર્યાદિત ચિત્રને વધરે પીરસવાની જરૂર છે. પણ . શું બદલવું અને ક્યારે બદલવું તેની ગતાગમ અપણા પદાધિકારી જો સતત અપડેટ થતા બઝારમાં આવે તો ખબર પડે.હવે સરકારી એટલે ઓછી ફી અને લોલમ લોલ એવું રહ્યું નથી.ખાનગી એટલે શ્રેષ્ઠ એવું પણ હવે કહી ન શકાય. કારણ કે ડે સ્કુલના અભિગમ હેઠળ ચાલતી શાળાઓમાં રજાના દિવસે કાર્ય પ્રવૃતિથી થતો વિરોધ સમયાંતરે બહાર આવે છે.   આધુનિક શિક્ષણની પૂર્વ તૈયારીઓ હવે સ્કુલની ઈતર પ્રવૃતિમાં સમાય છે જેમ કે કોમ્પ્યુતર ક્લાસ, વિજ્ઞાનના પ્રયોગોનું પ્રાયોગિક કાર્ય, અને બીજું ઘણું બધું. દુખની વાત એ છે કે ટેકનોલોજીના ભણતર સાથે સંસ્કૃતિના ઘડતર કોઈ નવી દિશામાં થતું નથી. જે સચવાયેલું છે તે વિસ્તરતું નથી. 


એક તરફ ગુજરાતીભાષાને ને વધારે બોલીને ભાષાને પ્રાધાન્ય આપવાની વાત થાય છે ત્યારે બીજી તરફ અંગ્રેજી શાળાઓ નોંધપાત્ર રીતે વધે છે. જેમાં ગુજરાતી કેવી રીતે શીખવામાં આવે છે તેની સૌને ખબર છે. એક તરફ ઉચ્ચ શિક્ષણના પ્રવેશ દ્વાર સરળ બનાવામાં આવે છે તો બીજી તરફ નાના બાળકોને નાનપણમાં જ ઇન્તાર્વિયું ફેસ કરવું પડે છે. વિષયોના પ્રકરણ ઉપરાંત તેના પ્રયોગો ભણતરની અવધી પૂરી થતા માર્કેટ માટે જુના બની જાય છે. વળી આપણે ત્યાં સ્પોટ્સ કલ્ચરમાં પછાતપણું જોવા મળે છે તો રમત ગમત મહોત્સવમાં આંતર રાષ્ટ્રીય કક્ષા એ ડંકો વગાડીને ઓલ્યામ્પિકમાં પગલા કરી શકાય એવું કોઈ અસરકારક મધ્યામ નથી. મોટા મહા નગરોમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી કોલેજોને હાઈ લાઈટ કરાય છે પણ ગ્રામ્ય વિસ્તારની શાળામાં લાઈટનો અજવાશ છે કે નહિ તેની કોઈ દરકાર લેતું નથી. મોટા અભ્યાસ ક્રમોની સાથે પાયાના શિક્ષણમાં પણ બદલાવની તાતી જરૂર છે ટેકનોલોજી સર્વ સ્વીકૃત બની છે તો તેના સહારે પણ સંસ્કૃતિને જાળવી શકાય છે વિસ્તરી શકાય છે. આગળ અભ્યાસની રૂપરેખા માટે સેમિનારો થાય છે જયારે પાયાના મૂળ તત્વોના દરિયાને માત્ર કિનારો જ શિખવાઈ છે.મોટી ડીગ્રીના મોંઘા પુસ્તકોમાં કોઈ મોટા છબરડા થતા નથી. પણ બાળકોના ભાવી સાથે ગમ્મત થાય છે. ન પીરસવાનું પ્રકાશિત થઇ જાય છે. ઉત્સવોની ઉજવણીની સાથે આવનારા વિષયોની યાદી જાહેર કરી શકાય. બજારમાં સફળ થયેલાના વિચારોનું આદાન પ્રદાન થઇ શકે. પણ આપણે તો ત્યાં આર્થિક દાનનાં જ તખ્તા છે. પાયો એ ઘડતર છે જયારે ઉચ્ચ અભ્યાસથી સો ટકા વળતર છે જેમાં બધાને રસ છે. પણ હવેના શિક્ષણમાં આધુનિકતા અને મશીનોના જીવન ચક્રો સિવાઈ કોઈ કસ છે ખરા?? ડીગ્રીના ડંકા વગાડવા આમંત્રણ આપતી સંસ્થાઓ નોકરીની રેડ કાર્પેટથી સારા માર્ક વાળા વિધાર્થીઓને બોલાવે છે. એટલે જ ખુબ જ હીટ થયેલી એક ફિલ્મમાં કેહ્યું છે કે કબીલ થવા માટે ભણો સફળતા તો જખ મારીને પાસે આવશે. "વેલ અજ્યુકેતેદ બનો વેલ ટ્રેઇન્દ નહિ." શાળાકીય અભ્યાસ એ કાચો માલ છે જયારે ઉચ્ચ ડીગ્રીએ જ્ઞાનના ઈમારતની ઈંટ છે. એટલે કાચો માલ સારો હોય તો ઈંટથી સારી ઈમારત રચાય. સરકાર માન્ય શાળાઓમાં પણ સારું અંગ્રેજી ભણાવી સાથે સાથે સાચા અક્ષર જ્ઞાન વળી ભાષા લખતા વાંચતા શીખવી શકાય.

પ્રોજેક્ટ અને સેમેસ્ટરની વ્યાખ્યાના સંપૂર્ણપર્ણે અમલ બાદ હવે સિલેબસના સબ્જેટનો વારો છે.બીબાઢાળ "આગલા વર્ષની બાકી"ની જેમ ચાલતી વિષયોની હારમાળા માંથી કેટલાક મોતી હવે પુરેપુરા ઘસી ગયા છે. હાલ નવા નક્કોર ડાઈમંડ જેવા વિષયોનો વિશાળ વ્યાપ છે. જેનો માર્કેટમાં વાર્તાલાપ છે. પણ આપણે તો ત્યાં નવીનીકરણનો કાપ છે. હવે ચેન્જ આવશે તો જ આગામી વિદ્યાર્થીઓના નોલેજની રેંજ બદલાશે.  પાયામાં જ ઈ ટેકનોલોજી અપનાવીને વિચારોને ઓનલાઈન કરી શકાય છે. જેથી ભવિષ્યને તેઓ શાઈન આપી શકે..  

Sunday, August 19, 2012

શું સાધન અને સર્વિસની લગામ ખેચાવાથી ગામ બચે ખરા??

એક દિવસમાં પાચ એસ.એમ.એસ અને પંદર દિવસની અવધી કરતા તેના લખાણને અંકુશમાં લેવાની જરૂર.
Information Technology

કોલસા કૌભાંડમાં એક્કા તીન જેવી ઓફરથી એક કૌભાંડમાં બીજા પેટા ત્રણ ક્ષેત્રોન સમાવેશથી વર્તમાન સરકાર પર કાળા વાદળો પૂરતા ઘેરાયા છે.અને ફરી એક વખત મનમોહન ચર્ચામાં છે ત્યારે દેશમાં આસામના તોફાનના વિરોધમાં થયેલી મુંબઈના આઝાદ મેદાનની હિસાથી અગ્નિમાં ઘી હોમાયું હોય એવું લાગે છે. દેશમાં સર્વત્ર આગનો કાળો ધુમાંધો છવાયેલો છે ત્યારે તેનું મૂળ શોધવાના બદલે ડાળખાને કાપવાના પ્રયાસો થાય છે. સરકારે ખોટી અફવા ન ફેલાઈ તે માટે માહિતી સંચારના ઉપકરણોની સર્વિસ પર લાલ આંખ કરી છે. એક દિવસમાં માત્રા પાચ એસ.એમ.એસથી સમગ્ર એસ.એમ.એસ કોમ્યુંનીકેશાનને માર્યાદિત કર્યું છે. અને સાથે સાથે અવધી પણ આપી દીધી છે. મુંબઈની હિંસાની જ્વાળા સમગ્ર દેશમાં ફેલાઈ તો સામે ગુવાહાટીમાં બનેલી  જાહેરમાં છેડતીનો બનાવ પણ કઈ નાનો નથી. એક બાજુ દેશની સુરક્ષાનો સવાલ છે તો બીજી બાજુ દેશના જ કોઈ ઝેરીલા લોકોની અફવાનો ભોગ કોઈ બની રહ્યું છે. આ "કરે કોઈ અને ભરે" કોઈ જેવી સ્થિતિમાં મોબાઈલ પરની એસ.એમ.એસ સેવા પર કાપ મુકવામાં આવ્યો છે. ટેકનીકલ દિશામાં વિકાસની વાત કરનારા એ લોકો આજે કેમ મૌન થઇ ગયા એ ચર્ચાનો મુદ્દો છે. દેશમાં જ કોઈ તકનીકી બદલાવ આવ્યો છે તેનાથી કોઈ અજાણ નથી. માત્ર દેખાતી નહિ પણ અનુભવાતી સર્વિસોમાં હવે લગામ ખેચાવાથી આવો કોઈ ધરખમ બદલાવ આવતો નથી. એ જ પથ્થરમારો આગ અને આવર-જવર પર અલ્પવિરામ મુકાઇ છે.અને પોલીસ કર્મચારી "માજી સત્કેલ" બની જાય છે.આ પૂર્વે પણ વેબ સાઈટ દ્વારા એક આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ આંશિક અસર વર્તાઈ. પરંતુ, સમયાંતરે વિવાદમાં કોઈ પણ મોટી ઘટના સાથે ટેકનોલોજીને સાંકળીને વધારે આતુરતા ઉભી કરવામાં આવે છે.કારણ કે આપણે ત્યાં તો જે ચર્ચાઈ તે વધુ જોવાઈ એવી મેન્ટાલીટી બનતી જાય છે.પણ જયારે દંડ જાહેર ત્યારે ગાડી પાટા પર આવે.

સતત અને સખત ટોક ઓફ ધ ટાઉન બનતી ટેકનોલોજીનું ઇતિહાસની દિશામાં વિહંગાવલોકન કરીએ તો આ પૂર્વે પણ એક ટી.આર.આઈ રૂલ્સ અમલમાં મુકવામાં આવ્યો હતો. પચીતી એક દિવસમાં માત્ર ૧૦૦ એસ,એમ એસની છૂટ આપવામાં આવી. અને હવે દિવસના પાંચ મેસેજ એ પણ પંદર દિવસની વેલીડીટી માટે.પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારે પ્રાઇવેટ સેક્ટર પર કંટ્રોલ રાખ્યો છે. પણ આ બાબતની જાહેરાત થી તો એવું લાગે કે ખાનગી કંપનીઓ એ સરકાર સાથેની ક્રિકેટ મેચમાં ચોગ્ગા મારવાના પણ દડો બાઉન્ડ્રી ને ન અડવો જોઈએ. પણ શું આ પાંચ મેસેજથી ફેલાતી અફવાઓની ખોટી માહિતીને રોકી શકાય? શું આ પાંચ એસ.એમ.એસ.થી ખોટી વાત નહિ ફેલાઈ? એટલે આ તો લખાણ પર ધ્યાન આપવાના બદલે કાગળમાં લીમીટ મુકવાની વાત આવી.દરેક પ્રાઇવેટ કે ગવર્મેન્ટ ટેલીફોન કંપનીઓ એટલી તો સજ્જ છે જ કે કોઈના મોબાઈલ પરથી કોને મિસ કોલ કે મેસેજ થાય છે એ જાણી શકાય. હા સમય માંગી એવી કડાકૂટ છે પણ સાવ કચરા જેવું મૂલ્ય ધરાવતી નથી.એટલે થોડું સમય માંગી લે એવું છે પણ સંપૂર્ણ અશક્ય નથી. જે લોકોના કામણ પોલીસે આ ઘટનાના અર્થે પકડ્યા છે એની મોબાઈલ ડીટેઈલ તો શું સમય કયો એ પણ જાની શકાય છે. અને સરકારના આદેશથી કઈ કંપની આ માહિતીને ગુપ્ત રાખે.?સવાલ દેશનો છે પણ સાથે સ્વાર્થ પણ સૌનો છે.ચિંતાતુર બનેલી સરકારમાં ક્યારેક અમલ એટલો ઝડપથી થઇ છે કે કદી વિચાર પણ ન આવે. આ નિર્ણયના અમલીકરણને ખરેખર બીર્દાવો પડે.વાહ મજા આવી. પણ સિક્કાની બીજી બાજુ કેમ અંધારું છે એ સમજાતું નથી.બનાવના પડઘા એવા પડ્યા કે દેલ્હી સુધી તો શ્રાવ્ય બન્યા પણ બોમ મુંબઈમાં ફૂટ્યો અને અખા દેશમાં તેનો આવાજ ગુંજતો રહ્યો. સૌ આસામી લોકો એ વિના વિચારે સ્થળાંતર કર્યું. પણ ભાઈ આપણે ત્યાં કોઈ પણ વસ્તુનું એક્શન રિપ્લે થાય છે ખરા? રીપીટ ટેલીકાસ્ટ તો બહુ થાય છે.ટેકનોલોજીને સાચી દિશામાં રણ કરાવવાની જરૂર છે. લીમીટ આપમેળે નક્કી બની જશે. શું લોભામણી જાહેરાતો સાથે આપણે નથી સમજી જતા? વાત શિર ઉચું કરવાની નહિ પણ સમજીને સ્થિર થવાની પણ છે.

મોબાઈલ  ક્ષેત્રે આવેલી ક્રાંતિના સૌ અનુભવી છે તો સાથે સાથે અપડેટ થતા પણ શીખવું જોઈએ. દરેક પરિસ્થિતિમાં રણછોડ થવા કરતા રણને ટેકનોલોજીની મદદથી સુગંધિત કણ જરૂરથી બનાવી શકાય. એ પણ પુરતી સુરક્ષા સાથે.અફવાઓની આંધી માટે લખાણ પર જ દ્રષ્ટિ માંડવાની જરૂર છે. કોઈ એવી કડક સ્કીમ આપવા કરતા કદેસરની કાર્યવાહી સો ટકા રંગ લાવે છે. વાતને સમજવા છે નહિ કે સ્વાર્થ ખાતર લોકોમાં ભીતિ ફેલાવવાની. આજ વાત સૌ કોઈ એ મનમાં ઉતારવા જેવી છે પણ પગલા માટે બંને  ક્ષેત્રોની સમાજ સલાહ અનિવાર્ય છે. બાકી ટેકનોલોજી તો વપરાતી જ હતી પણ સ્વરૂપ જુદું હતું અને ખોટી વાતો નહીવત હતી. 

Monday, August 13, 2012

Independence Day Special

આઝાદીના ૬૫ વર્ષ પછી પણ એક ક્રાંતિની જરૂરિયાત.
દેશને હજુ પણ કેટલાક તત્વોમાંથી મુક્તિ જોઈએ છે 
રાષ્ટ્રીય સ્તરની એક રાષ્ટ્રપતિની ચૂટણી પછી હાશકારો અનુભવાયો છે કે હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું અને સોનિયાજીની કૃપાથી પ્રણવદાદા રાષ્ટ્રપતિની ગાદીએ બિરાજમાન થયા.દેશના નાણાકીય કારોબાર માંથી મુક્ત થઈને જાહોજલાલીના દરબારમાં કદમ માંડ્યા.એટલે હવે જયારે આગામી આઝાદીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે બુલેટ પ્રુફ કાચની પાછળ પ્રણવદાનું મુખ સ્મિત સાથે જોવા મળશે.ગુલામીનો આકરો સમય વેઠયા પછી મળેલી આઝાદીના મૂળમાં કેટલાય નામી અનામી ક્રાંતિવીરોનું બલિદાન છે અને આ જ દિવસે આપણે તથા અપણા નામાંકિત લોકોને દેશના ગીત સાથે દેશનું વિચારવાની ટેવ પડી ગઈ છે.દેશની સુરક્ષા એજન્સીઓની તાકાતનો ખ્યાલ આપણે થોડો વધારે પડતો છે. રક્ષક ટુકડીઓની કાર્યવાહીને સલામ કરવાનું આ એક જ પર્વ છે એવું નથી.દેશના સાચા સપુતોને તો કાયમ યાદ કરી શકાય અને હમેશા દરેક કર્યા સાથે દેશનું ભાવી વિચારી શકાય.આઝાદીનું આવરણ આપણે આજે અનુભવીએ છીએ ત્યારે બીજી તરફ એ સવાલ થાય છે કે શું ખરેખર આપણે અમુક મુદ્દે આઝાદી મળી છે ખરા?? માનસિક-શારીરિક ગુલામીમાંથી મુક્તિની અવસ્થા પ્રાપ્ત થયા પછી પણ આજે દેશમાં કંઈક ખૂટતું હોય લાગે છે. યુવાનોથી છલકાતો દેશ આજે યુવા નેતૃત્વ ઝંખે છે એ પણ સાચી દિશામાં બદલાવની સાથે.દેશમાં કેટલીક છૂટછાટની સામે કાઈદાઓનો ભય ઓછો થતો જાય છે.વર્તમાન સમયે ઘણા બધા એવા વિષયો છે જેમાંથી    વાસ્તવમાં સ્વતંત્રતા મેળવવાની બાકી છે. ગરીબી, મોંઘવારી, આતંકવાદ, નકસલવાદ, ભ્રષ્ટાચાર, રોગચાળો,અન્યાય, સામે આઝાદીના જંગ કરતા પણ મોટા યુદ્ધની જરૂર છે જેમાં દેશવાસીઓની એકતાનો આવાજ જ સૌથી મોટું હથિયાર છે.  

દેશમાં જયારે સ્વતંત્રાના સંગ્રામનો અંત આવ્યો ત્યારે તેની અસર સર્વત્ર બની ન હતી. ધીમે ધીમે બધું શાંત પડતું ગયું અને દરેક પ્રાંતનું એક અલગ અસ્તિત્વ રચાતું ગયું.દેશમાં ગરીબી ત્યારે પણ હતી અને આજે પણ છે પરંતુ તફાવત એટલો જ છે કે ત્યારે મુક્તિ માટે ગુલામ પ્રજા ગરીબ હતી. જયારે આજે ગરીબીનું સ્વરૂપ થોડું બદલાયું છે પણ ગરીબોતો છે જ. આ બાબતને થોડી વધુ એન્લાર્જ કરીએ તો ભૂખમરાના ગુલામનો હજુ પણ એક વર્ગ છે. સમયની સાથે ઘણું બધું બદલાયું જીવન શૈલીથી લઈને જાહેર એકમો સુધી. પણ જે ક્રાંતિનો પવન ફૂકાવો જોઈએ તેની લહેરકી પણ આવતી નથી,આપણે વિશ્વ સ્તરની ટેકનોલોજીની સાથે કદમતાલ કરતા થયા છતાં છાની રીતે ઘર કરી ગયો ભ્રષ્ટાચાર. દેશમાં આજે બદલાવની અસર વ્યાપક થઇ છે જેમાં વ્યાપાર ક્ષેત્ર, ટેકનોલોજી વિભાગ, રાજનીતિ, અને સંદેશ માધ્યમો.પણ જે પાણીની જેમ વહી ગયું એ અપનો ભારતીય રૂપિયો. દેશના ઉચ્ચ કારીગરો તથા કલાકારો એક બ્રાંડ સાથે કનેક્ટ થાય જે ઘણી સારી વાત છે પણ અમુક અંશે આ કારીગરોનું પણ શોષણ થયું છે. પણ પેટનું પોષણ કરવા કંઈક તો કરવું પડે ને??. ભારત દેશ આજે વિશાવનું સૌથી મોટું બજાર  છે. ખુબ વિશાલ ગ્રાહક વર્ગ છે પણ સાથે સાથે ક્યાંક છેતરામણીનું પણ માર્કેટ છે. ખરેખર એક અસરકારક પરિવર્તનના પાણીની છાલક જો રાષ્ટ્રના દરેક ખૂણે પોહચી જાય ને ભારતની મુશ્કેલી હળવી થઇ જાય.દરેક દેશમાં શિક્ષણથી પાયાના પરિવર્તનની શરૂઆત થાય છે અપણા રાષ્ટ્રનું શૈક્ષણિક સ્તર નોંધપાત્ર રીતે ઉપરની સપાટીએ પોહ્ચ્યું છે પણ બીજી તરફ શિક્ષિત બેરોજગારોની સંખ્યા ચિંતા જન્માવે છે.આઝાદી મળી ત્યારે થોડા વર્ષોમાં આપણે રાજકીય રીતે પગભર થયા. અપણા નિયમો અને પ્રક્રિયાઓ અમલમાં આવ્યા ને દેશને સૌથી શ્રેષ્ઠ લોકશાહીનું બિરુદ મળ્યું. મળેલી સ્વતંત્રતાને આપણે કેટલીક કેટેગરીમાં વિભાજીત કરી.ધાર્મિક, સામાજિક, સંસ્કૃતિક, વ્યક્તિગત રીતે કહેવાઈ એવી વાણી, અભિવ્યક્તિ ઉજવણીની વગેરે વગેરે. પણ શું સમાજની સ્ત્રીઓ ને આ આઝાદીની આબોહવામાં શ્વાસ લેવાની તક મળી છે.??  કેટલીક પંચાયતોએ તો વગર વિચાર્યે મહિલાઓને નિયમોની કેદમાં જકડી લીધી છે. ખેતી પ્રધાન દેશમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. આજનો ખેડું વિવિધ ટેકનીકથી ખેતી કરે છે.રાષ્ટ્રની ભૂમિને હરિયાળી રાખે છે. રસપ્રદ ને રોમાંચક ઉજવણી પણ આપણે ત્યાં થાય છે.સૌથી વધારે સંસ્કૃતિક વૈવિધ્ય અપણા દેશમાં જોવા મળે છે.અને આધ્યાત્મિકતાથી રાષ્ટ્રને એક યુનિક ઓળખ મળી છે એવું કેહવામાં કઈ ખોટું નથી. ચેન્જની સાથે સચવાતી પ્રનાલીઓની રેન્જ અપણા દેશમાં વધુ નજરે ચડે છે.પણ રાજ્યમાં થતી જીવલેણ પ્રવૃત્તિ અને બહારના હુમલાઓ એક લાંછન લગાડે છે.


આજ દેશ એક મહાસતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સિક્કાની બીજી તરફ કૃષ્ણ ભુમ્મીમાં જ દેશવાસીઓને પરેશાન કરતા દુર્યોધન વધી રહ્યા છે.મળેલી સ્વતંત્રતાનું સાતત્ય જાળવવું જોઈએ અને સર્વત્ર તેની લહેર વહેવી જોઈએ. પ્રાકૃતિક સૌન્દર્યનો વિનાશ નહિ પણ સદુપયોગ થવો જોઈએ. યુવાનોની કાર્યશમતા દેશને એક નવી દિશા અપાવી શકે છે. માટે યુવાનોને વિકૃત ન થાય અને દેશની દશા બદલવામાં વધારે જાગૃત થાય તે જરૂરી છે.ગાંધીજી, સરદાર પટેલ, શિવાજી, ગોપાલકૃષ્ણ ગોખલે ના વિચારો યુવા હૈયાઓમાં જીવિત રેહશે તો તે વર્ષો વર્ષો વર્ષ શુધી ટકશે. હા જરૂર પડ્યે સુભાષચંદ્રને પણ યાદ કરી શકાય અને ભગત સિંહના વિચારોને પણ અમલ માં લાવી શકાય.                          

Monday, August 06, 2012

મેળો એટલે....
ઉપાસના સાથે આનંદથી ઉજવાતું પર્વ..
શ્રાવણ માસ એટલે  તહેવારોના દિવસો સામાજિક તેમજ ધાર્મિક વ્યવહારોના દિવસો. દર વર્ષે આવતો આરાધનાનો અવસર અને આ વર્ષે તો એકથી વધારે ધર્મોમાં સાધનાનો સમયગાળો સાથે જ શરુ થયો છે.શ્રાવણ માસ કે અન્ય પર્વની સાથે મેળાનો  આનંદ એક અભિન્ન રીતે સંકડાયેલો છે. અપના દેશમાં અનેક નાના મોટા મેળાની ઉજવણી સમયાંતરે જોવા મળે છે. જેમાં કોઈ ધાર્મિક કથા કે સામાજિક પ્રથા જોડાયેલી હોય છે પરંતુ, મોંઘવારીના આ સમયે આર્થિક વ્યસ્થા થોડી ખોરવાઈ છે. પણ ક્યાય આનંદની ઉણપ જણાતી નથી.મેળો એટલે માત્ર ચકડોળ,જાદુના ખેલ અને અવનવા કરતબ જ નહિ પણ એક માનવ મેહેરામણ દ્વારા ઉજવાવતી એક અનોખી સંસ્કૃતિ. જેની વ્યાપકતા સમગ્ર દેશમાં જોવા મળે છે.આપણા સૌરાષ્ટ્ર મેળાનું એક આગવું મહત્વ જોવા મળે છે અને નવીનતા સાથે સચવાતું સાતત્ય એટલે મેળો.મેળાના આ પ્રસંગ સાથે આજીવિકા મેળવનારો એક વર્ગ પણ છે જે આના થકીપોતાનું પેટીયું રડે છે. મેદાને કેન્દ્ર સ્થાને રાખીને ઘણું બધું લખી ને ગવાઈ ચુક્યું છે જેનો સંદર્ભ અપના ગુજરાતી સાહિત્યમાં છે જ.રોશનીની ઝાકમજોળ સાથે અવનવા સંગીતનો ધ્વનીનો એક માહોલ આપને ત્યાં હોય છે.મેળાને પણ ચોક્કસ નામ આપવામાં આવ્યા છે.જેમ કે તરણેતરનો મેળો, આઠમનો મેળો,પુશ્કરનો મેળો, કુંભ મેળો વગેરે વગેરે. આ ગતિશીલ  યુગમાં બધું વિસ્તરતું જાય છે ત્યારે આ મેળો પણ તેમાંથી બાકાત નથી. અને એક અંગ્રેજી ઢાંચામાં ઢળતો જાય છે. કોર્પોરેટ,આઈ.ટી, વિજ્ઞાન યાંત્રિક સાધનોનું સંગમ સ્થાન એટલે મેળો.આજ વસ્તુને થોડું મોર્ડન શબ્દોમાં વ્યાખ્યાયિત કરીએ તો આઈ.ટી,ફેર, મશીન ફેર, કોર્પોરેટ ફેર, સાઈન્સ ફેર જેમાં ક્યાય ફેર ચડે એવું નથી હોતું પણ અપણી કલ્પનાને ફેરવી નાખે એવું ઘણું બધું હોય છે.એ પણ પ્રાઈસ સ્ટીકર સાથે.

મેળાની કોઈ એવી સંપૂર્ણ વ્યાખ્યા નથી પણ બીજી તરફ જોયે તો જેટલી બોલી છે એટલી વ્યાખ્યા છે.અન્ય ધર્મ- સંપ્રદાયો પર ઝલક કરીએ તો મુસ્લિમ સમાજમાં ઈદ એટલે માંથી આપવામાં આવતી શુભકામનાઓ. સ્નેહી પરિવારજનો સાથનો ફેમીલી ફેર(મેળો) વિથ ફીલિંગ્સ. એટલે જ કદાચ લખાયું હશે કે "મેળે મેળવનાર મેળો"અને જ્યાં મનનો મેળ પડી જાય એ તો આનંદનો મેળો.મન મળી જાય એની મેળે મેળામાં.આ પ્રિયજન કોઈ અન્ય વ્યક્તિ હોય એ જરૂરી નથી. શિવભક્તિની આત્માની સામે પરમાત્માની અનુભૂતિ એટલે મહાશિવરાત્રીનો મેળો.જે વાસ્તવમાં શિવ પાર્વતીના લગ્ન છે એટલે મેરેજ સેલિબ્રેશન ફેર નહિ. ખ્રિસ્તી ધર્મમાં ન્યુ  યર ડે એટલે સમગ્ર વિશ્વમાં ઉજવાતો મેળો જેની ઉજવણી દરેક દેશમાં જુદી જુદી હોય છે,સંપ્રદાયો પણ આપણે  ત્યાં ઘણા છે જેની ઉજાણી અલગ અલગ છે. પણ બંને મુદ્દામાં લોકોના ઉત્સાહની તીવ્રતા એક સરખી જ હોય છે. સાધુ બાવાઓનું મહામિલન અર્થાત  કુંભમેળો. જેનું સ્થાન આજ વર્ષોથી અચલ છે નાસિક, ઉજ્જૈન, અલ્લાહબાદ, અને હરિદ્વાર. વાડી આપને ત્યાં જ્ઞાતિ-જાતિના સંમેલનો હોય તેવા તો પાર વિનાના મેળા છે.મેળો એટલે ગમ્મત સાથેની સાહસ કથા.મેળાની રાઇડસ માત્ર આપણા પુરતી જ સીમિત નથી. વિશ્વમાં લંડન,અને સિંગાપોર જેવા દેશમાં પણ ઘણી સારી રાઇડસ છે. બસ તફાવત એટલો જ છે કે આપણે ત્યાં ચકડોળ ડીઝલનાં લીટરથી ચાલે છે જયારે ત્યાં બધું કોમ્પુટરથી ચાલે છે. આપણા મેળા સેફ છે ખરા પણ જરા પણ સાઈલંટ  નથી. 

આધુનિકતા સાથે કેટલેક અંશે બદલાતી અપણી સંસ્કૃતિ ધીમે ધીમે અપડેટ થતી જાય છે. છતાં આપણે ત્યાં લારી કે રોડ સાઈડ રેસ્ટોરાં કલ્ચર જરા પણ બદલાતા નથી. જ્યાં સ્વછતાંના નામે મીંડું અને ગુણવત્તામાં ખુબ મોટું  છીંડું છે. થોડું વધારે અવલોકન કરીએ તો ખાણી પીણીની બીજી અન્ય સુગંધ  પણ  આપણા નાકને કોકટેલનો સ્વાદ આપે છે. જેનો  નીવેડો  લાવવાની તાતી જરૂર છે.તો સલામતી ના સાધનો ક્યાંય નજરે ચડતા નથી.ને સંરક્ષણ માટે કોઈ બેલ્ટ પણ બાંધતું  નથી. એ પેહલા આવા પટ્ટાઓ હોય છે ખરા? આ એક ઉજાણી ની મજા કોઈ ની સજા ન બને ને તે આનદનો તાપ કોઈ સંતાપમાં ન ફેરવાય તેનું ધ્યાન રાખવાની  જવાબદારી જેટલી કોઈ તંત્રની તેટલી જ  આપણી પણ છે.         

Friday, August 03, 2012

ફેસબુક: કઈ નહિ છતાં ઘણું બધું..
  
ફેસબુકે સબંધોને વર્ચુઅલ બનાવી દીધા છે જેથી અક્ચુઅલ લાગણી ઘટતી જાય છે..સબંધમાં સરવાળો હમેશા કરાય પણ માત્ર સ્વાર્થના ચિહ્નથી બંધાતા વ્યવહારની અવધી બાંધી મુઠ્ઠી લાખની જેવી હોય છે.
   
ફેસબુક કોઈ ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી પણ જો કરવી હોય તો એવું કરી શકાય કે બાળકો થી લઈને બુઢ્ઢાઓ સુધી સૌને લાગેલું ઘેલું જેને ચેહરાની કિતાબ કહેવામાં આવે છે. દિવસે ને દિવસે આ સોશિઅલ  નેટવર્ક વિસ્તરતું જાય છે. સાચા સબંધો વેબ પર અને નવા સબંધો ચેટ પર એવું આજે કહી શકાય. રોજ નવા નવા મુખડાઓ આ સાઈટ પર ધીમે ધીમે કદમ તાલ કરે છે.બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનું એક માધ્યમ છે તો બીજી તરફ બ્રાન્ડેડ રોમિયાઓની પ્રોફેસનલ પર્સનાલીટી છે.ઉપયોગ કરતા તેના દુરુપયોગથી તેને વધારે પડતો વેગ મળ્યો છે જેમ કોઈ વિવાદ થાય તેમ એમાં શું હશે તે જોવાની તીવ્ર ઉત્કંઠા જાગે તેમ રોજ હજારોની સંખ્યા લોકો આ પ્લેટફોર્મ પર આવીને નવા  અને દેખાવડા મિત્રોની રેલગાડીની રાહ જોતા હોય છે ટીકીટના સ્વરૂપે રીક્વેસ્ટ તો મોકલી આપે પણ સામેથી યેસ નામની લીલી ઝંડી મળે તો જ એ યુઝરની ગાડી પાટે ચાલે.હવે તો હમેશા ચાલુ લાઈન (ઓન લાઈન) પર રેહનારાઓની સંખ્યા પણ વધતી જાય છે. એમાં વળી કોઈ મિત્ર કહે કે તુંતો નેટ પર હતો એટલે સામે વાળો મિત્ર માથામાં ઘોબો પડે એમ કહે કે હું તો બાઈક પર હતો.એ તો બસ ઓનલાઈન રેહવાનું સેટિંગ કર્યું છે આ નફા વગરની ફેસબુક તો કેટલી વફા કરનારનું ગર્ભિત લવ લેટર છે એમાં પણ માર્યાદિત મિત્રોને આવકાર મળે.વર્તમાનમાં ફેસબુક  શબ્દો અને ખીજની ભડાસ કાઢવાનું માધ્યમ થયું છે એવું વિના સંકોચે કહી  શકાય.પછી પેલી કાળી કન્યા ઓપરા વિન્ફ્રેની વાત હોય કે આપણે અણગમતા લોકોના કડવા  વચનોને.સૌની સામે વાક્યોના તીખા અવાજથી  સમગ્ર ઓળખીતા પાળખીતા સુધી પોચાડ્નારી જગ્યા બની છે પાછો આ ધ્વની આંખના ઓરડામાં જ સંભળાય  છે કોઈ ખોટો કકરાટ થતો નથી.ફેસબુકે સબંધોને વર્ચુઅલ બનાવી દીધા છે જેથી અક્ચુઅલ લાગણી ઘટતી જાય છે..સબંધમાં સરવાળો હમેશા કરાય પણ માત્ર સ્વાર્થના ચિહ્નથી બંધાતા વ્યવહારની અવધી બાંધી મુઠ્ઠી લાખની જેવી હોય છે.
 
વપરાશકારોના વધવાથી બે સબંધીઓ વાત ચિત અને વિચારોના ફેસબુક રૂપી વણાંકથી વધુ નજીક આવ્યા છે, પણ પ્રત્યક્ષ ઉપસ્થિત થવાનો કોઈ પાસે સમય નથી. ઘણું બધું શેર થતું જાય છે પણ શું શેર કરવું અને શું ન કરવું અણી સમજ દરેકને હોવી જોઈએ. એક વખતમેં એક સ્ટેટસ વાચ્યું કે આઈ એમ ઓન રોડ. પણ મહામાનવ આખી દુનીઅમાં ઘણા રસ્તા છે તમે ક્યાં રસ્તે?? બીજી તરફ ગુના ખોરીનું પ્રમાણ પણ વધતું જાય છે જેમાં કોઈ બે મત નથી. અને ઘાયલ કે મૃતકોની પ્રોફાઈલ આ સાઈટ પરથી મળી આવે છે. ખોટી ચર્ચા કરવા માટે પણ ફેસબુક પર લોકો લટાર મારવા આવે છે અને કોઈ ચોવીસ કલાક લાઈન પર રેહનારો હોય તો તરત લોગ આઉટ પાસે માઉસ લઇ જાય એવું પણ થાય છે.એવું નથી કે ત્યાં સારી વસ્તુ ન મળે તેમાં ઘણા પેજ પર સારા સારા વિચારોનું વિશાળ વેબ પેજ છે જ. તેમજ અદભૂત ફોટોગ્રાફીના નુંમુના જોતા જ "વાહ" નો ઉદ્ગાર સરી પડે એવું પણ છે.પરંતુ, જ્યાં ગામ હોય ત્યાં ઉકેરડો તો હોય જ. એટલે શું કરવું અને શું શેર કરવું એની બુદ્ધિ જરૂરી છે.આજ વ્યુ પોઈન્ટને વધુ થોડો એન્લાર્જ કરીએ તો આજે જાહેર ખબરો માટે તેના ગ્રાહકો શોધવા એ સરળ બન્યું છે. એટલે તમે તમારી ગમતી ચીજ લાઇક કરો એટલે તેની આકર્ષક ઓફર તમારી આંખ સામે. મારા એક મિત્રએ મને કહ્યું કે યાર મારા પેજ પર તો કાયમ જાહેરાત જ આવે છે એવું કેમ? મેં તેનું પેજ  જોયું તો ભાઈશ્રી એ બધી દેખાવડી લગતી મોડલની એડ પરલાઇક  માર્યુંતું.એટલે તમને કેવા સમાચારો જોયે છે તેની પસદગી ની સગવડતા આપતું નેટવર્ક એટલે ફેસબુક.બાકી મિત્રોને કનેક્ટ કરશો તો તેની સખળ દખડની તથા શોધ ખોળની માહિતી તમારી દીવાલ પર તો ખરી જ. આ પરથી એવું કહી શકાય કે ગમતી વસ્તુ તમારા વોલ પર અને વોલેતની ક્ષમતા હોય તો ઘરની  વોલ પર.    

કોકને ફફડવા માટે પણ ફેસબુક એક હથિયાર સાબિત થયું છે. કોઈનું ફેસબુક હેક થઇ જાય એટલે વપરાશકાર આત્મા વિનાના શરીર જેવો થઇ જાય.આ સાઈટથી સૌ ફેસબુક મેનિયાના વાવાજોડામાં આવતા જાય છે ત્યારે ધ્યાન એ રાખવાનું છે આ વંટોળ આપણે ભરખી ન જાય.રાત દિવસ,કામ કાજના સમયે, અને નવરાશ માં તો આપણે આ સીતેને નીચોવી નાખ્યે છીએ. આ નીચોડ સાર્થક થવો જોઈએ નિરર્થક નહિ. આ થકી પૈસો ભલે પારકો કમાય પણ આપણે પોતાને પણ કંઈક મળવું જોઈએ આનંદ સિવાય.કંઈક નવું શીખવા માટે પરિવર્તન સ્વીકારવું જરૂરી છે એક બીમારી ન બની જાય એની તકેદારી રાખવી પણ તેટલીજ આવશ્યક છે.આપણી કૃતિ સામે સારા પ્રતિભાવ મળે તો આ સાઈટ મંતવ્યો સર્જક છે જ.આજે તો કોકે તૈયારેલી ટોપી ન થતી હોય તો પણ ધારણ કરનારા આપણી વચ્ચે છે જ.બાકી ટેગ,પોક અને લોક થઇ જાય તો શોક શું છે એ બધાને ખબર છે. લાઇકથી ગદ ગદ છાતી ફૂલાવવા કરતા કોમેન્ટથી કંઈક સુધારવું જોઈએ        

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...