કૃષ્ણ એટલે પ્રેમી અને પૂર્ણ પુરૂષોત્તમ
દુનિયાનો
એક માત્ર એવો કુદરત જેના વિશે કદાચ સૌથી વધારે લખાયું હશે અને વંચાયું પણ હશે જ. કૃષ્ણ
અને રાધાને પ્રેમી-પ્રેમીકા એવું દાવા સાથે કહી શકાય. કૃષ્ણ
અને રૂક્ષમણી એવું ક્યારેક જ સાંભળવા મળે પણ રાધે કૃષ્ણ એ તો આજે સવારના ગુડ મોર્નિગનું
સ્થાન લઇ લીધું છે. રોજ સવારે જય શ્રીકૃષ્ણનો રણકો આજે પણ કોઇ પણ ગામડાંમાંથી પસાર
થાવ તો કાને સાંભળવા મળે. કૃષ્ણ એક એવો ભગવાન જેને દરેક ભક્ત, દરેક વ્યક્તિ અને દુનિયાનો
કોઇ પણ ધર્મ સંપ્રદાય પોતાના એક ફોર્મેટમાં જુવે છે. એ દરકે ફોર્મેટમાં કાનુડો પોતાનો
લાગે. પ્યારો લાગે અને સાચો પ્રેમી લાગે.
બાળપણમાં
ગૌપ્રેમી, ગોપીપ્રેમી અને પછી રાધાનો રિયલ લવર. યુવાનીમાં ખરો ક્રિએટિવ ગોડ. રાસલીલા
કરે, રાધાની રીસમાં અને દરેક રસપ્રદ ક્ષણને મેમોરેબલ બનાવે. સાચા પ્રેમીઓ વચ્ચે ઝઘડો
તો સામાન્ય હોય. પણ જ્યારે અભિમાન આકાશ જેટલું વિરાટરૂપ લે ત્યારે સાલુ લાગી આવે. જ્યારે
માર્વેલસ માધવે કાયમ માટે મથુરા છોડ્યુ ત્યારે એક વખત પણ પાછું વળીને ગોપી કે રાધાની
સામે જોયું નહીં. એટલે જ તો આજે પણ બરસાના અને મથુરામાં કૃષ્ણએ લીલા કરી હોવા હોવા છતા કોઇ જયશ્રી
કૃષ્ણ કે જય દ્વારકાધીશ બોલતું નથી. રાધે રાધે બોલે છે. પ્રેમ કેવો હોવો જોઇએ? એ માટે અનેક વખત આપણે સાંભળીએ છીએ કે રાધા અને માધા
જેવો હોવો જોઇએ. પણ સમાજ કોઇ નિખાલસ પ્રેમને સ્વીકારે છે ખરા? જાતિ, જ્ઞાતિ, ધર્મ અને જડતાના બાવળમાં
બાંધીને મેણા-ટોણાંની સોસાયટીઓ ઊભી થઇ ગઇ હોય ત્યાં ફરી વૃંદાવન બનાવવા માટે વૈચારિક
પરિવર્તન અનિવાર્ય છે. ધર્મના નામે ભવિષ્યમાં ધર્મને જ સિક્યુરિટી આપવાની અને ટકાવી
રાખવાની હોડમાં નિર્દોષ જિંદગીઓ હોમાઇ ગઇ હોય એવા અનેક દાખલા છે.
દામોદરે ક્યારેય કોઇ ડિમાન્ડ કરી હોય એવું
ક્યાંય સાંભળવા નહીં મળ્યું હોય. રાધીકા ગોરી સે, બીરજ કી છોરી સે, મૈયા કરા દે મેરો
બ્યાહ. ભજન હંમેશા ભક્તની કલ્પનામાંથી જન્મે. પણ મોરલીવાળો તો માય વર્ડસ માય ફેસ જેવો.
હું જ છું મારા શબ્દોમાં. અર્થઘટન અને અમલીકરણ તો તારે કરવાનું છે. પ્રેમી તરીકે આજે
અનેક લોકો પોતાની પ્રેયસી સામે ડિમાન્ડ કરે છે. રાધાજીએ કાયમ કૃષ્ણને પ્રોટેક્શન આપ્યું.
હિસાબી જમાનામાં કપલ્સ સામસામે અવાજના અધિકારથી કહે. મે આમ કર્યું, જે આ જતું કર્યું.
પણ પિળાપિતાંબર વાળાએ પોતાના જીવન દરમિયાન ક્યાંય એમ નથી કહ્યું કે, મારે તો આ જોઇએ
જ. જીદ છે ત્યાં જોખમ છે એમ ઇગો છે ત્યાં કોઇ ઇમોશન કાયમ ટકી ન શકે. કૃષ્ણની પ્રેમકથામાંથી
એક વાત શીખવા મળે કે પામવું ક્યારે પ્રેમ ન હોય શકે. કોઇ પણ શરીરને એક સ્પર્શ જોઇએ.
પણ એમાં લવ હોવો જોઇએ લસ્ટ (વાંસના) નહીં.
રાધા
અને રણછોડની લવસ્ટોરી પણ સંવાદ વગરની પણ પૂરી સેન્ટિમેન્ટલ હતી. ઈશારો થાય એટલે રાધાજી
સમજી જાય અને અવાજમાં રજભારનો પણ ફેર પડે તો લાલો સમજી જાય. કદાચ સમજ જ પ્રેમ માટેનું
પ્રથમ તત્વ છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. શિક્ષણ અને શિસ્તમાં માનનારો એક માત્ર પ્રેમી
એટલે કૃષ્ણ. પારકાની અપેક્ષા વગર પરિશ્રમથી પોતાના પરાક્રમ કરનાર પૂર્ણ પુરૂષોત્તમ.
જેણે કાયમ સજેશન આપ્યું પણ સોલ્યુશન તમારા હાથમાં મૂકી દીધું. કોઇ માણસ પર્ફેક્ટ નથી
અને કમપ્લિટ નથી. પણ કાનુડાને તો તુકારો આપીને અ પર્ફેક્ટ કમપ્લિટમેન કહી શકાય. એ
પણ કોઇ જાતના પૂરાવા કે સાબિતી આપ્યા વગર. ગોપાલ એટલે એવો ગોડ જેને મસ્કા લગાવ્યા
વગર મોઢે જ કહી શકાય કે વ્હાલા આમા મજા આવી અને અહીં મજા ન આવી. પુર્ણ પુરૂષોત્તમ
પોતાના જીવનકાળ દરમિયાન વીર રહ્યા પણ વિખ્યાતી માટે ક્યાંય ભડક્યા નથી.
ગીતાના
સર્જકે પોતે કહેલી ગીતામાં પણ ક્યાંય પોતાની સિગ્નેચર નથી મૂકી. છતા મોક્ષ માટેના
એક નહીં પૂરેપૂરા 18 અધ્યાય અને 700 શ્લોક આપી દીધા એ પણ કોઇ પ્રકારના ચાર્જિસ વગર.
દુનિયાના કોઇ પણ ક્ષેત્રમાં કૃષ્ણ જેવો સારથી મળે ને તો માત્ર કુરૂક્ષેત્રનું જ નહીં
પણ કેરિયની લડાઇ સરળતાથી જીતી શકાય. પણ દરેક વખતે આપણી અર્જૂન જેવી યોગ્યતા અને સક્ષમતા
હોતી નથી. એકાગ્રતાના દાખલા આપતી વખતે કરોડો વખત અર્જૂનને આપણે આગળ ધરી દઇએ છીએ. પણ
જેને પ્રોસેસ અને રિઝલ્ટ બંને ખબર હતી એને તો અનેક લોકોએ રાજકારણીની ઉપમા આપી દીધી.
એ સાચો રાજનેતા એટલે રૂક્ષમણીપતિ. જેણે પોતાના જીવનની દરેક પળ દરમિયાન કોઇ પણ વિષય
કે વાતને કમપ્લિટ ફોર્મેટ આપ્યું. રાધાનું નામ ભાગવતમાં નથી પણ ભગવાનના જીવનની શરૂઆત
જ રાધાથી થયેલી. બીજી તરફ રાધાજી પણ કેવા પ્રેમી, રાજાધિરાજના આગમન પહેલા તો આંખ પણ
ન ખોલે. દુનિયાના એક નહીં બે ભગવાને કહ્યું કે બિન્દાસ્ત પ્રેમ કરો, એક કૃષ્ણ અને
બીજા ઈસુ ખ્રિસ્ત. પ્રેમની સાથે પૂર્ણત્વ માટેના છપ્પરફાળ પ્રયાસો પણ એટલા જ અનિવાર્ય
છે. અધુરી છોડવું એ કેશવની પ્રકૃતિમાં ન હતું અને આલિંગન આપીને મુક્ત કરીને કૃષ્ણત્વમાં
ડૂબોડી દેવા એ કાનાનો એટિટ્યુડ કહી શકાય. અફેક્શનના રંગ બદલતી દેડકા દેવી દુનિયામાં
પ્રેમ કરો ત્યારે લાલને સેન્ટરમાં રાખીને પગલું ભરવું. દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિને
લવ યુ કહેવામાં કોઇ પાપ નથી. બસ સાચા દિલ અને દિમાંગથી એને સમજનારા ને સ્વીકારનારા
નિસ્વાર્થી હોવા જોઇએ. ફન કરવું જોઇએ ફંદ નથી. લાગણીઓને કાયમ રિલોડ કરતા રહેવું જોઇએ
ફ્રોડ તો શેરીએ શેરીએ થાય છે. હેપી બર્થ ડે, સાંદિપનીના શ્રેષ્ઠ શિષ્ય.
No comments:
Post a Comment