સિનેમાજગતમાં ફિલ્મો, સંવાદ અને સર્જનાત્મતાથી લઇને અવનવા વિષયો પર
ક્યારેક સંવાદ તો ક્યારેક વિવાદ થતા રહે છે. મુદ્દો સેંસરશિપનો હોય કે સંવેદનાનો
હોય કેન્દ્રમાં કલાકરો રહ્યા છે, અભિનયકલા અને અનોખા વ્યક્તિત્વથી તેની કાયમ ચર્ચા થતી
રહે છે. આજે પણ વીતલા જમાનાના ગીત અદ્યતન સંગીતના સાધનોમાંથી રજૂ થાય છે ત્યારે
મોર્ડનાઇઝેશનમાં મજા આવે છેે પણ અસલીયતનો 'આનંદ' ખૂટે છે. એક કલાકાર માટે અસલ
વસ્તુની રજૂઆત માટેની ઇચ્છા કેવી હોય શકે? ફિલ્મ હાથી મેરે સાથી શરૂ થઇ એ
પહેલા રાજેશ ખન્નાએ પ્રાણીઓ સાથે 3 મહિનાથી વધુ સમય વીતાવેલો. ખાસ કરીને હાથીની નાનામાં
નાની હિલચાલને ન માત્ર સમજવા પણ તેને પોતાની આગવી અદાથી અમલમાં મૂકવા માટે કાકાએ
ખૂબ પરસેવો પાડેલો. આ સમય રાજેશ ખન્નાની કેરિયનો મધ્યાહન હતો. બોલીવૂડના પ્રથમ
સુપરસ્ટાર રાજેશ ખન્ના હતા પણ એક મહાનાયકનું પદ મેળવવામાં અમિતાભ બચ્ચન મેદાન મારી
ગયા. વર્ષ 1970
અને 1980નો સમયગાળો રાજેશ ખન્નાનો
હતો એમ કહી શકાય. બોલીવૂડમાં સતત ચાર વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મો
આપવાનો વિક્રમ રાજેશ ખન્નાના નામે છે જે આજ સુધી બોલીવૂડના કોઇ કલાકાર તોડી શક્યા
નથી.
જેમ
અત્યારે ઇમરાન હાશમી અને શાહરૂખ ખાન નવી નવી એક્ટ્રેસને ડેબ્યુ આપે છે એમ રાજેશે
બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓને ફિલ્મોમાં કામ કરવાની તક આપી. જેમાં હેમા માલિની
એકમાત્ર એવી અભિનેત્રી છે જેની સાથે જતિન ખન્નાએ સૌથી વધારે ફિલ્મો કરી. ‘હમ દોનો’, ‘સીતાપુર કી ગીતા’, ‘વિજય’, ‘બાબુ’, ‘રાજપુત’, ‘સુરાગ’, ‘દર્દ’, ‘કુદરત’, ‘નસીબ’, ‘બંદિશ’, ‘મહેબુબા’ એમ કુલ 15 ફિલ્મોમાં હેમા અને
રાજેશે કામ કર્યુ અને ફિલ્મો પણ હિટ ગઇ. આ એ સમયના થનગનાટ અને તરવરાટથી ભરેલી એવી
જોડી હતી જેને ફિલ્મી પડદે 100 ટકા સફળતા મળી. લોકપ્રિયતા અને વિલાસીપણુ સવાર થતા
અંતે નિર્માતાઓએ ભોગવવાનો વારો આવતો. ક્યારેક છ-આઠ મહિનાઓ સુધી રાહ જોવી કાકાની
મંજૂરીની રાહ જોવી પડતી. રાજેશ ખન્નાએ મુમતાઝ સાથે આઠ ફિલ્મ કરી અને એ તમામ
સુપરહિટ સાબિત થઈ. 100 જેટલી ફિલ્મોમાં લીડ રોલ અને ઐયાશીજીવનશૈલીથી એક ગ્લેમરસ
હીરો ઉભરી આવ્યો. પણ સાથે સાથે એક નવા કલાકારનો પણ સૂર્યોદય થતો હતો તે કલાકાર
એટલે બીગ બી.
જાણીને
નવાઇ લાગશે કે અનિલ કપૂર અને શ્રીદેવીની ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ સૌ પ્રથમ રાજેશને ઓફર થઇ હતી અને આ
ફિલ્મની થીમ પણ તેમને ખબર હતી એમ માનવામાં આવે છે જે પછીથી તેમણે નકારી દીધી,
બોલીવૂડની દુનિયામાં એવોર્ડની અભિલાષા બધા કલાકારોને હોય છે પણ આ સુપરસ્ટાર પોતાના
વાતાવરણ અને મહેફિલમાં જીવ્યા. ફિલ્મ ‘આરાધના’. જે રાજેશની પસંદગીની
ફિલ્મોમાંથી એક હતી. આ ફિલ્મનું હિટ સોંગ ‘રૂપ તેરા મસ્તાના’ બોલીવૂડનું પહેલું સિંગલટેક
સોંગ હતુ,
આજે પણ
રસ્તેથાપસાર થતા હોઇએ ત્યારે તેમનું ગીત કાને અથડાય તો ચિંત એ ગીતમાં ચોંટી જાય
અને આગળનું ગીત આપમેળે સ્વરબધ્ધ રીતે સરી પડે. ખાસ નોંધવા જેવી અને ખૂબ ઓછાને
ધ્યાને આવે તેવી વાત છે કે કિશોર કુમાર અને રાજેશ ખન્ના બંન્ને વરસાદી ગીતના શોખીન
હતા. રાજેશના મોટાભાગના ગીતમાં કિશોર કુમારનો અવાજ છે, ‘રૂપ તેરા મસ્તાના’, ‘મેરે સપનો કી રાની’, ‘આતે જાતે ખુબસુરત’, ‘જીવન
કે હર મોડ પે’ , ‘વાદ તેરા વાદ’ (કિશોરકુમારે ગાયેલી કદાચ એકમાત્ર કવ્વાલી) જેવા ગીત રાજેશના જ નહી
પણ કિશોરકુમારના આઇકોન પણ બન્યા. આજે જ્યારે રેંડિયોમાં કે એમપીથ્રીમાં તેમના ગીતા
વાગે ત્યારે મન મોર બની થનગાટ કરે, પણ જ્યારે ડીજેમાંથી તે નીકળે ત્યારે કાને આડા
ડૂચા દેવા પડે. રાજેશને રફી સાહેબ પર માન થઇ ગયુ જ્યારે તેમના અવાજમાં ગવાયેલા ગીત
તેને સફળતાના શિખર સુધી લઇ ગયા, ‘’, ‘યહાં વહાં સારે જહામે તેરના નામ હૈ’, ‘ગુગુના
રહે હૈ ભવરે’, ‘નફરત કી દુનિયા કો છોડકે’ ‘બાવર્ચી’ ફિલ્મના સેટ પર અમિતાભ સાથે રાજેશ ખન્નાએ કરેલા વર્તનને કારણે જયા
બચ્ચને રાજેશ ખન્ના સાથે મોટો ઝઘડો કર્યો હતો. આ બનાવના કારણે જયાને રાજેશની વર્તણુંક ગમી ન હતી, જો કે
અંદરખાને અમિતાભની લોકપ્રિયતા રાજેશને ખૂંચતી હતી.
રોમાન્સના આ બાદશાહના જ્યાં
સુધી શ્ર્વાસ ચાલ્યા અને શરીરમાં શક્તિ રહી ત્યાં સુધી એક ગ્લેમરમાં રહ્યા. વૈભવી
લાઇફસ્ટાઇલ અને મદિરાની મિજબાનીમાં ખાસ્સો એવો સમય પસાર કર્યો. નસિબના મજબૂત જોડાણના
લીધે ઓછી મહેનતે રાજેશે અણધારી સફળતાઓ મેળવી લીધી અને છવાઇ ગયા. કલાકારોના જીવન
અને ફિલ્મ પરના વ્યવહારો ખૂબ જ અલગ હોય છે કોઇ જમીન સાથે જોડાયેલા હોય તો કોઇ
આકાશની વિશાળતામાં નિરાકાર બની જાય છે, બોલીવૂડ અને ગ્લેમરના સ્વાદ મળે એટલે
સંતુલન રાખવું પડે છે અન્યથા બધુ હોવા છતા એકલાના આવરણમાં શ્ર્વાસ લેવા પડે છે જે
કાકાના જીવનમાં અનેકવાર બન્યું અને તેની તીવ્રતા પણ લાંબા સમય સુધી રહી. ‘ઝિંદગી કે સફરમેં ગુઝર જાતે હૈ વો મકામ વો ફિર નહીં આતે’
Good to know this. 👌👍
ReplyDeleteGood to know this. 👌👍
ReplyDeleteThank you
Delete