Wednesday, June 08, 2016

જવાહરબાગ મેં જબ ખૂબ ચલી થી ગોલીયા

                  ધર્મ અને દેશપ્રેમના નામે જેટલી હેકડાય થાય છે એટલી કદાચ સીધી રીતે વ્યવહારમાં પણ નહીં થતી હોય, આપણા દેશમાં સ્વામી, ગુરુ, મહરાજ, બાપુ અને બાબાઓની બટાલીય જ્યારે શાસ્ત્રોના સ્થાને શસ્ત્રો ઉપાડે છે ત્યારે સવાલો ઊભા થાય છે, ધર્મ, સંપ્રદાય અને સંગઠનોની હકીકત જ્યારે ખુલ્લાસો કરવો પડે તેવો હોબાળો મચે છે ત્યારે બાહર આવે છે. મથુરામાં થયેલા તોફાનોમાં જ્યારે પોલીસ કર્મીઓ સહિત કુલ 29 લોકોને અકાળે યમરાજ ઉપાડી ગયા ત્યારે સરકારી જમીન પર બુધ્ધીવગરના બળદોનો અડિંગો છતો થયો, જવાહરબાગ કે જે ફળફળાદી માટે જાણિતુ ઉપવન હતુ તે આજે સ્મશાનઘાટ બન્યું છે. મથુરામાં થયેલી હિંસા શરમજનક છે પણ આ મથુરાહિંસાની ઘટના કોઇ માટે વોટબેંક, વિપક્ષ માટે લડી લેવાનો મુદ્દો તો ઉત્તર પ્રદેશની સરકાર  ઊંઘતી હોવાની બાબત મળી.

                       જવાહરબાગની સેંકડો એકર જમીન પચાવીને બાબાનો ભક્તોએ કે અનુયાયીઓએ દાવેબાજી સાથે બે દિવસ વિરોધ પ્રદર્શનની પરવાનગી પાછળ બે વર્ષથી બાપ થઇને બેઠેલાઓનું સત્ય સામે આવ્યું, જે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો તેને બટેટાની ભારી અને શાકભાજીના સામાનમાં રાખીને લઇ જવાતા હતા.  પાણીમાં લીલીની જેમ જામી ગયેલા આ ખર-બુધ્ધીજીવોની સરકારને બે વર્ષે જાણ થઇ. આમ પણ સરકારી જમીનને પોતાની કરી લેવાની ઘટના અસામાન્ય નથી. સમયાંતરે શહેરોમાં થતા ડેમોલિશન, નોટિસ, એક્શન અને રિએક્શનમાં હોમાઇ જતી નિર્દોષ જિંદગીઓને રાજકીટ સ્પર્શ લાગતા વાર નથી લાગતી, સામે પક્ષે તંત્રના આદેશને પોતાના ઘરનો ઓટલો માની રોફ જમાવનારાઓની આખી ગેંગ દેશભરમાં હાજર છે. 280 એકરની જમીન પર સંખ્યાબંધ ગાડીઓને આગ લગાડવામાં આવી હતી.  દેશમાં એવા પ્રકારનો માહોલ જોવા મળ્યો જેમાં શાસ્ત્રોનું જ્ઞાન ઓછુ અને શસ્ત્રોનું ઝનુન જોવા મળ્યું. આ તમામ વસ્તુઓના કેન્દ્રમાં રામવૃક્ષ યાદવ છે જેનું મોત થયુ હોવાની વાત ખુદ ઉત્તર પ્રદેશ પોલીસે કરી.


              આ ધટનાને કેન્દ્રમાં રાખીને થોડું રિવાઇન્ડ કરીએ. શ્રીશ્રીશ્રી રવિશંકરનો આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપીને વિવાદના ફંક્શનને કલ્ચરલ ઇવેન્ટમાં રૂપાંતર કરવામાં આવ્યું, જેમાં વિલનરૂપી ભૂમિકા નેશનન ગ્રીન ટ્રિબ્યુનલે ભજવી,  પવિત્ર એવી યમુના નદીના કાંઠે ત્રણ દિવસના આધ્યાત્મિક મેળામાં મસમોટા હોબાળા બાદ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. જેની સામે નુકશાન પેટે પાંચ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો જે પૈકી 25 લાખ તત્કાળ અને બાકીની રકમ ત્રણ સપ્તાહમાં ભરી આપવાનો આદેશ કરવામાં આવ્યો. આ વાત અહીં એટલા માટે કારણ કે કહેવાતા બાબાઓ આધ્યાત્મની સમજની સાથે કાયદાને અનુસરતા નથી. આ ઉપરાંત જે તે સંપ્રદાયમાં તેમના બનાવેલ અને વ્યક્તિ વ્યક્તિએ બદલાતા નિયમોને ફરજિયાતપણ અનુસરવાનું કહેનારા માહિર દેશની છબી ન ડૂબે એનો અઘ્યાય ભણાવવામાં પરિણામે નાપાસ થયા છે.

                      ભગવાધારી કોઇ પણ હોઇ તેના ફોલોઅર્સ અને ફાઉન્ડેશનની સંખ્યા કોઇ દિવસ સિંગલ ડીજીટમાં નથી હોતી. મથુરામાં જે તોફાનો થયા તેમા બાબા જયગુરૂદેવના ભગતો છે એ પણ લાખોની સંખ્યામાં. જે બાબાનું મૂળનામ તુલસી મહારાજ છે. આપણે ત્યા ડખ્ખો એ છે કે મુળનામ પોલીસ ધરપકડ બાદ જાણવા મળે છે જ્યારે બાબાઓને કેસમાં તંત્રને પણ રિસર્ચ કરવું પડતું હશે, દેશમાં કોઇ પણ બાબો ધ્યાને લો તેની સંપત્તિ કરોડોની હોવાની આ વાત અનેક વાર માઘ્યમોમાં આવી ચૂકી છે, જવાહરબાગના બગીચાના અધિકારીના મુકેશ કુમારના જણાવ્યા પ્રમાણે  પ્રશાસનને બધી ખબર હતી અને અનેકવાર એફઆઇઆર પણ કરવામાં આવી હતી. જો આ પહેલા પગલા લેવાયા હોત તો એ 29 જિંદગીઓ શ્ર્વાસ લેતી હોત. આ સમગ્ર મામલાને સુપ્રિમના દ્વાર સુધી લઇ જનાર એડવોકેટ કામિની જયસ્વાલે તપાસ સીબીઆઇને સોંપવા માટેની માંગ કરી હતી, પોઇન્ટ ઇઝ ધેટ પોલીસ તંત્ર અહીં સીધું જ ક્લચમાં આંવે, આ ઉપરાંત ઉ.પ્ર.માં 2017માં ચૂંટણીઓ આવી રહી છે જેની તૈયારીઓ પણ થઇ રહી છે ત્યારે સમાજવાદી પક્ષ અન બીજેપીએ એક સામાન્ય સૂર પુરાવ્યો છે કે પોલીસ તંત્ર પાસે ફાયિરંગ કરવાના કોઇ આદેશ ન હતા, સમગ્ર ઘટના રાજનીતિના સમુદ્રમાં કોઇ માટે અમાસની ઓટ તો કોઇ માટે પૂનમની ભરતી બની રહેશે.

 જયગુરુદેવ, સંત રામપાલ, ગુરૂરામ રહિમ, સ્વામિ નિત્યાનંદ, નિર્મલબાબા અને આસારામ સહિત તમામ પાસે પોતાને અનુસરતા લોકોની ફૌજ છે અને સંપતિ પાર વિનાની છે. હવે આધ્યાત્મથી માનસ બદલી શકાતુ હોય તો સામાન્ય બુધ્ધિ વિકાસ માટે પણ એક આશ્રમ ખુલવો જોઇએ. બાકી બાબાઓની બટાલીયન વચ્ચે આ પ્રકારની લીલાઓ થતી રહેવાની જ્યાં સુધી તંત્રી પોતાની સંપતિ માટે અસરકારક ચિંટિયો ન ભરે

No comments:

Post a Comment

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...