છેલ્લા એક સપ્તાહમાં ટામેટાના ભાવ સાંભળીને ડૂંગળીનાં આસુંએ રડતી દેશની પ્રજા સામે દેશના કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ આશ્ર્વાસન આપવાના બદલે સામો સવાલ કર્યો છે, જે આક્રોશ ઠાલવવા માટે મજબુર કરે છે, દેશમાં વધી રહેલી ચીજ વસ્તુઓ અને ઇંધણની આસમાની કિંમતથી પીડાતી આમ જનતાને રાહત આપવાના બદલે નાણામંત્રી મોંધવારી છે નહીં એવી વાણીને વહેતી કરતા એક કડવાશ વ્યાપી ગઇ છે. જેટલીના મતે માત્ર 3 ચીજોના ભાવ વધ્યા છે અને એ પણ સિઝનલ હોય એટલે તેને મોંધવારી કહી શકાય નહીં એવું તેમને એક ચેનલને ઇન્ટવ્યુમાં કહ્યું. દેશના નાણામંત્રીને ધ્યાનચૂંક થયું હશે કે એક જ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવે લોકોને દઝાડ્યા છે, બજારમાં દાળના ભાવનું ચિત્ર દિલ્લી સુધી પહોંચ્યું હશે છતા અંકુશ અને અમલીકરણની માત્ર વાતો થાય છે, શાકભાજીમાં ડૂંગળી ટામેટા બાદ હવે બટાટાનો ભાવ રૂ.100 થવા જઇ રહ્યો છે, દેશમાં મોંધી બનતી જમવાની થાળીને મોંધી બનતી અટકાવવા અસરકારક પગલા જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે
પેટ્રોલ, ડીઝલ, શિક્ષણ ફી અને ટેક્સના વૈવિઘ્યસભર માળખામાં આવતી નાની મોટી કોમોડિટી પર એક જ કર નાંખીને સિધ્ધિસર કરવાની વાત કરતી સરકાર સમયાંતરે મોંધવારીના મૂંગા ઠોસા મારે છે, આરબીઆઇના ગવર્નર અને નાણામંત્રી વચ્ચે ચાલતા મતભેદથી સમગ્ર દેશવાસીઓ વાકેફ છે, દેશમાં નોકરિયાત અને મધ્યમવર્ગને પડતી મુશ્કેલીમાં વધારો ત્યારે થાય છે જ્યારે પ્રાથમિક ચીજ વસ્તુઓના ભાવ આસમાનને આંબે છે, ચોમાસુ સત્ર પહેલા ભાવવધારાને અંકુંશમાં ન રાખી શકનારી સરકારને કેવો અને કેટલો વિકાસ જોઇએ છે એ અંગે પ્રજા મુંઝવણમાં છે, વિકાસ એટલે શું.???ભાવ વધારાથી વિકાસ થતો હોય તો સરકારે ગરીબી હટાવવાની ખાલીખોખા જેવી વાત ખાનગીમાં પણ ન કરવી જોઇએ, અગસ્તા હેલિકોપ્ટર કૌભાંડ, વાડ્રાનો જમીન વિવાદ, ભાગેડું માલ્યા અને શાકભાજી જેવી ખાદ્ય વસ્તુઓના મુદ્દે મોદી મૌન છે. આ બધુ અહીં એટલા માટે કારણ કે અદ્રશ્ય રીતે આર્થિક રીતે ઢોરમાર દેશના મધ્યમવર્ગ જ ખાય છે, મોંધવારીના બેનર નીચે એક યાદી બનાવી શકાય જેમાં દાળ, શાકભાજી, ખાંડ, પેટ્રોલ, ડીઝલ, ઘરભાડું (દરેક શહેરની પ્રોપર્ટીમાં દેખીતી મંદીને ઊભી કરવામાં આવે છે)નો સમાવેશ થાય છે, અરૂણભાઇ કહે છે કે 300 જેટલી ચીજ વસ્તુઓના ભાવ ઘટ્યા છે જેની કોઇ નોંધ લેવામાં આવી નથી. પણ કઇ કોમોડિટીના ભાવ ગબડ્યા છે અને કેટલા ગબડ્યા છે એની કોઇ સ્પષ્ટતા ફાઇનાન્સ મિનિસ્ટરે કરી નથી. ટુંકમાં મગનું નામ મરી ના પાડ્યુ.
`ગુજરાતના ગામડાંઓને પાકા રસ્તાઓથી જોડવાની વાત કરવામાં આવી છે જેને લઇને આવનારા દિવસોમાં કરોડો રૂપિયાનું આંધણ થશે, સારી વાત છે અને સાચી વાત છે. પરંતુ, પાકા રસ્તા શું મફતમાં બનશેં??? ટોલ ટેક્સની કોઇ જાહેરાત નહીં થાય સીધો લાગું જ કરવામાં આવશે એ પણ લાઇફટાઇમ સુધી, કારણ કે રાજ્યમાં નવા રસ્તાઓથી આવકનું માધ્યમ સરકારી તીજોરીમાં વિકાસ કરી આપશે, વિધાનસભા 2017ની ચૂંટણી માટે અચ્છેદિન બતાવવા તો પડશે ને.??ગેસના ભાવ પણ મોંધવારીને વ્યાપ આપે છે. ભ્રષ્ટાચાર મુક્તિના દાવા કરી વાલીઓની કરોડરજ્જુ તોડતી શાળાઓમાં આધારકાર્ડની ઝુંબેશ શરૂ કરવાની છે પણ ફી વધારા સામે માત્ર આંખ લાલ કરીને ફુંફાડા મારે છે. એ પણ વાલીઓના વિરોધ બાદ.વૈકલ્પિક આવકના સ્ત્રોત શોધતા લોકો માટે પરિશ્રમ ઓછો અને બચત ઘટતી જાય છે આકસ્મિક સમય માટે એક સમયે સચવાતુ પ્રોવિઝન હવે પાતાળના તળિયે છે. મોલ અને મેટ્રો કલ્ચરમાં એજ્યુકેશનથી સારી નોકરી મળે છે પણ અભ્યાસ પાછળની કિંમત મોટી અને લાંબી થતી જાય છે. સગવડ પ્રમાણે વિકાસની વ્યાખ્યાઓ બદલાવતી સરકાર સામે નવું કંઇક આવશે એટલે આપમેળે મોંધવારીનો મુદ્દો દબાશે. તીવ્રતાથી ભરેલા ભાવવધારાથી સરકાર ક્યાંક પીડને જ જીવનનો આધાર અને ધબકાર ન બનાવી દે.
આઉટ ઓફ બોક્સ
ઓનલાઇન ખરિદી પણ મોંધી બનશે કારણ કે સરકાર ઓનલાઇન શોંપિગ કંપનીઓને પણ ટેક્સની જ્વાળામાં લેશે
No comments:
Post a Comment