Showing posts with label Adulterated Food. Show all posts
Showing posts with label Adulterated Food. Show all posts

Tuesday, October 27, 2026

ઉફ્ફ યે મિલાવટ, ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ! લોગો કો લૂંટને કા યહી એક ફંડા હૈ

ઉફ્ફ યે મિલાવટ, ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ

લોગો કો લૂંટને કા યહી એક ફંડા હૈ

    એવું કહેવાય છે કે, અન્ન સમા પ્રાણ હોય છે. ભૂખ લગાડતા પેટના રસની ભૂમિકા માણસના શરીરમાં મોટી હોય છે. હવે આ ભૂખ પેટમાં લાગે છે કે માણસના મનમાં એ પાછો રીસર્ચ અને ચર્ચાનો વિષય છે. ફૂડની વિશાળ દુનિયામાં એમેઝોનના જંગલમાં જેટલી વનસ્પતિ નહીં હોય એટલું વૈવિધ્ય છે. ચેન્નઈથી લઈને ચીન સુધી અને ઓખા લઈને અમેરિકા સુધી ફૂડ ડિશનું જુદાપણું ક્લાસિક છે. આપણી ગુજરાતી પ્રજાની લાક્ષણિકતા એવી રહી છે કે, આપણે ઘર આંગણે મેક્સિન, ચાઈનીસ અને થાઈ ફૂડના ચટકા-પટકા ટેસ્ટ કરવા હોય અને ગુજરાતની બાહર આપણને ગુજરાતી થાળી જ જોઈએ, જોકે ગુજરાતની નવી પેઢીની માનસિકતા આ લાઈન્સમાંથી શિફ્ટ થઈ રહી છે. નવો ટેસ્ટ કરીને એના પર રીવ્યૂ કરનારી પેઢીથી બીજાને પણ ખાવું કે ન ખાવું એની પ્રેરણા મળે છે. જર્મન અંગ્રેજી શબ્દ ફોડામાંથી ફોડે થયો અને એ પછી ફૂડ શબ્દ ઊતરી આવ્યો. 

   ખોરાક ગુજરાતી શબ્દ છે અને ખોરાક શરીરનો ઊર્જા સ્ત્રોત છે. શાળાના પાઠ્યપુસ્તકમાં અશોકના શિલાલેખમાં કોતરાયેલા શબ્દો જેવી આ વાત છે. નવું કંઈ નથી પણ કંઈ તો નવું છે એટલે જ આ ફૂડની ફ્રેશ એક્સેપ્રેસમાં ડોકિયું કરવાનું મન થયું. પિઝાથી લઈને પરોઠા સુધી, ચના મસાલાથી માંડીને ચાઈનીસ ભેળ સુધીની વિશાળ રેન્જમાં દરેક ડિશ પાસે પોતાનો એક ફ્લેવર છે, ટેસ્ટ છે અને ઉદરતૃપ્તિ કરતા પાચક રસ છે. પણ છેલ્લા થોડા વર્ષોથી ફૂડમાં મિલાવટ નદી દરિયાને મળે એવી સામાન્ય થઈ રહી છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જે રીતે IAS તુકારામ મુઢેએ મિલાવટ પર કાયદેસરની ક્વોલિટી ફૂડ સ્ટ્રાઈક કરી એવું આખા દેશમાં થવું જોઈએ. શરૂઆત એની દરેક યાત્રાધામથી પણ શકાય છે. અરબી સમુદ્રના કિનારે આવેલા એક જાણીતા યાત્રાધામમની વિરાસતનું આખું પર્વ ઉજવાય છે પણ ફૂડના મામલે આખું ટ્રસ્ટ કેમ ફેઈલ જાય છે? ફૂડની લારીવાળા જે તે પાલિકાને આંખમાં કણાને જેમ ખૂંચે. પણ રેસ્ટોરાંવાળાને ત્યાં આર્થિક દંડની ભરપાઈથી સીલ ખૂલી જાય. આવા ગંદકીભર્યા ફૂડના પ્રાપ્તિસ્થાન પર તો બોર્ડ મૂકવા જોઈએ કે, અહીંયા પનીર ભૂર્જી ખાવી નહીં, અહીંયા દાળ તડકામાં તડકો જ નથી હોતો, અહીંયા રોટલીના નામે ન પકવેલો લોટ પધરાવી દેવાય છે, રાઈસના નામે બે દિવસ ફ્રીજ કરેલા ભાત ખવડાવી દેવાય છે. 

    ગ્રાહક નામની કન્યાની કેડ પર થતા તાકડધિન્નાનો લક્ષ્યાંક ફૂડમાંથી ફાયનાન્સ ઊભી કરવાનો હોય છે. ખવડાવવાનું કલેજું ક્યાં? ખાસ કરીને પાડોશી રાજ્યમાંથી એક ચોક્કસ પ્રકારની કમ્યુનિટીનો મુખ્ય 'બિઝનેસ' ફૂડ બનતા મિલાવટની ગંગાને ચોમેર પ્રવાહ મળ્યા જેવો ઘાટ છે. ફૂડ સ્ટોલ કે ફૂડ માર્કેટમાં આંટો મારીએ ત્યારે એના ફોટો જોઈને એમ થાય કે, વાહ....કેવી મસ્ત આઈટમ રાંધતા હશે? ડિશ તૈયાર થઈને ટેબલ પર આવે ત્યારે એવું લાગે કે, આના કરતા તો ઉપવાસ કર્યો હોત તો સારૂ રહ્યું હોત. કમ કે કમ, પેકેટની વેફર્સમાં તો શુદ્ધતાનું તત્ત્વ હોય. છાશના નામે આવા લોકો ધારે તો ચૂનાનું પાણી પણ પીવડાવીને પૈસા ચરકાવી લે. યાત્રાધામમાં આવતા બીજા રાજ્યના લોકો જ્યારે જે તે રાજ્યનું લોકલ ફૂડ શોધે કે પોતાના ગામની કોઈ એક વાનગી શોધો તો એને એનો ટેસ્ટ મિસ થાય. સ્વાભાવિક છે પાણી ફરે, રૉ ફૂડની ક્વોલિટી ફરે એટલે થોડો ફેરફાર થાય. અહીંયા તો પાયાથી પરિવર્તનનો અહેસાસ કરાવી દે એવી થર્ડક્લાસ ક્વોલિટી. અરે...ક્વોલિટીની ક્યાં વાત કરવી? આ લોકોના વિચારમાં ક્વોલિટી-ગુણવત્તા જેવો શબ્દ જ નથી તો એ આચરણમાં ક્યાંથી હોય? ટૂંકમાં પૈસા પૂરા દો અને પ્રેમથી આસ્થાની પવિત્ર ધરતી પર પેટ બગાડો. 

      ફૂડ રેઈડ કરવી જ હોય તો મહાનગર સિવાય પણ નાના શહેરોમાં, તીર્થ-યાત્રાધામમાં અને હાઈવે પર બિલાડીના ટોપની જેમ ખૂલતી હોટેલ (અન ઓફિશિયલ લૂંટ પોઈન્ટ) પર ક્યારેક તો થવી જ જોઈએ. મનફાવે એવા ભાવ, MRP ઉપર વધારાના પૈસા અને મોજથી થતી મિલાવટ. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. રેસ્ટોરાં કે રેકડી ખોલીને બેસી ગયેલા અને પોતાને દુનિયાના સૌથી શ્રેષ્ઠ કુક ગણાવતા આ લોકો કહે છે, ગેસના નથી પોસાતા, તેલના નથી પોસાતા, લોટના નથી પોસાતા, તેલમાં ઘટે તો લોટમાં વધે, માણહનો પગાર તો કાઢવોને. આ બધા પાછળ પૈસા લગાવી તો એટલે તાલમેલ સમજાય જાય. વાત સાચી હવે સવાલ પહેલો. તમે ક્યાં બ્રાંડેડ ઓઈલ વાપરો છો? અને જે ઓઈલ વાપરો છો એ પણ ક્યાં બ્રાંડેડ છે? ચલો એ વાપરી પણ લો તો એ પણ ક્યાં તમે છૂટક લો છો. તેલના 20-20 ડબ્બાના સોદા એક સાથે થાય ત્યાં 100 રૂપિયાની કે 150ની છૂટ મળે તો તમારી આઈટમમાં કેમ નહીં? લોટના નથી પોસાતા. ક્યાં તમે પ્યોર લોટ ખવડાવો છો? ઘઉંના લોટમાં તો મેંદો મિક્સ કરો છો! માન્યું કે, તમે શાકભાજી લેવા દરરોજ જાવ છો, સૌથી સડેલું શાક તો તમે જ મસાલાવાળું કરીને પધરાવો છો! આખી ચેનલ જ દાઝેલી હોય ત્યાં મિલાવટીયા થોડી ભૂખે મરે? 

   લાયકાત વગરના લાગવગિયા ગોઠવાયા હોય ત્યાં દરોડા પડ્યા પછીયે બધા ઘીના ઠામમાં ઘી પડી જાય. દંડ ભરીને છૂટી જાય, પછી એ જ ખોટો મિલાવટનો ધંધો ચાલું. આખું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કર્યું હોય એવા દાખલા છે જ. પણ માત્રા મર્યાદિત છે. 

ઉફ્ફ યે મિલાવટ, ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ! લોગો કો લૂંટને કા યહી એક ફંડા હૈ

ઉફ્ફ યે મિલાવટ, ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ લોગો કો લૂંટને કા યહી એક ફંડા હૈ     એવું કહેવાય છે કે, અન્ન સમા પ્રાણ હોય છે. ભૂખ લગાડતા પેટના...