જાહેરાતનું જોખમ: મૈ ચાહિયે કરૂ મૈ ચાહે વો કરુ, મેરી મરજી
મેટાના સ્વામીત્વની મુખ્ય કંપની ફેસબુકમાં જ્યારથી વિડીયો ટેબ શરૂ થયું એ અપડેટે તો ખરા અર્થમાં ટીવી સ્ક્રીન પછીની નાનકડી બારી ઉગાડી. ફિલ્મોના સીન હોય કે પ્રમોશનની ઇવેન્ટ, ગમતા ડાયલોગ નો આખો વિડિયો હોય છે રિલ્સની મજા. દમદાર કલિયારીટી સાથે વિડિયો પ્લેટફોર્મની એટલી સરસ સવલત છે કે ટેસડો પડી જાય. 😜 જ્યારે પણ facebook ખોલીએ ત્યારે ઘણી બધી અપડેટ અને પેજ પરના પોસ્ટ જે રીતે પોપકોર્ન શેકાઈ અને ધાણીઓ ફૂટીને બારે આવે એવી રીતે સ્ક્રીન ઉપર ઉભરો આવે છે. આ બધા આંખ સામેના સંતોષકારી પ્રેઝન્ટેશન વચ્ચે બગડેલી બ્રેડ જેવું ડાચું કરવું પડે એવી જાહેરાત છેલ્લા છ મહિનાથી શરૂ થઈ છે. 🥴 એમાં મુખ્ય વાત એ છે કે આ તમામ જાહેરાતના ડોલરોમાં દાણા ભાઈ ઝુકરબરના ખિસ્સામાં જાય છે. 💵 હવે આમ પણ ઘરમાં દીકરી બા આવ્યા છે તો એનું પ્રોવિઝન તો ઊભું કરવું પડે ને?👧 જોકે ઝુકરબર્ગની facebook માટે દીકરીના પગલાં શુભકારી નીવડ્યા છે. કારણ કે દીકરીનો જન્મ થયો એના બે ત્રણ દિવસમાં જ facebook ઉપર વિડિયો એડનું ફીચર એડ થઈ ગયું.
જેમ જેમ નાણા આવે એમ નુકસાન પણ બારણા નીચેની તિરાડ માંથી ક્યારે ઘર કરીએ એની ખબર નથી જતી. યુરોપિયન સંઘ યુનિયન આ કંપની સામે એવો મોરચો ખોલ્યો કે માલિકને માથાનો દુખાવો થઈ ગયો. રાતો રાત પેરાસીટામણનો 💉ડોઝ મંગાવવો પડ્યો. દેશ કે દુનિયાની 95 ટકા યુથ વસ્તી સોશિયલ મીડિયાના સહારે જીવે છે. સોશિયલ મીડિયા બંધ થઈ જાય તો કેટલા યુવાનોના શ્વાસ અટકી જાય. મેં 2023 ના ત્રીજા અઠવાડિયામાં instagram થોડા સમય માટે હેન્ગ થઈ ગયું એમાં કરોડો યુવાનોના હોંશ ઉડી ગયા. યુરોપિયન યુનિયન સંઘના દાવા સામે મૂળ મુદ્દો એ છે કે, અપડેટની સાથે સાથે સોશિયલ મીડિયા પર શેર થતી દરેક વસ્તુ અસુરક્ષિત બનતી જાય છે. આ પહેલા પણ ઝુકરબર્ગ સામે ડેટા સિક્યુરિટી ના નામે વિરોધના ડંકા વાગી ચૂક્યા છે. હવે ફરી વખત બે મુદ્દાને લઈને એમની કંપની ગુસ્સાનો ભોગ બની છે.
મુદ્દા નંબર એક, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની નાનકડી એવી ઝલક facebook ઉપર આપીને કંપનીએ ખરેખર મોટું તીર માર્યું. પણ સૌથી મોટી તકલીફ એ વાતની છે કે, વિડીયો અડધો કે અમુક સેકન્ડ સુધી પૂરો થયા બાદ એક સરસ મજાની જાહેરાત વગર કમાંડ આપ્યે પ્લે થઈ જાય છે. જેના પૈસા સાત સમંદર પાર બેઠેલા ભાઈ ઝુકરબર્ગ કમાય છે. હવે કમાય એની સામે આપણે થોડો વાંધો હોય? એની પણ રોજીરોટી ચાલે છે. 🤓 પણ વિડિયો વચ્ચે એડ મૂકીને કે એડને પરમિટ કરીને લાખો યુઝરના પેટમાં કબજિયાત જેવો દુખાવો મૂકી દીધો. અહીંયા માણસોને youtube માં આવતી ડિફોલ્ટની જાહેરાત પણ જોવી નથી પોષાતી. એવામાં ફેસબૂકે વચ્ચે જાહેરાત મૂકીને ખરા અર્થમાં ઘો ઘાલી. કંપનીને આમ પણ કોઈ સામે કોઈ વાંધો નથી પણ હવે તકલીફ એ છે કે, બીજા કોઈ વિડીયો જેમાં એટલો બધો ટ્રાફિક આવવાનો બાકી હોય એની એડ આ facebook કંપની પ્રમોટ નથી કરતી. એટલે આ તો એવું થયું કે પૈસા મારા, પ્લેટફોર્મ પણ મારું, ટ્રાફિક હોય તો કામ તમારું. ડિજિટલની દુનિયામાં ઓર્ગેનિક ટ્રાફિક સોર્સ ઉભા કરવામાં અડધી આવરદા પૂરી થઈ જાય. ત્યારે માંડ ટ્રાફિક મળે. હવે એમાંથી નાણાં કેટલા મળે એ માટે તો પ્રશ્નપત્ર તૈયાર કરીને આ ભાઈને મોકલવું પડે.
મુદ્દા નંબર બે. યુરોપિયન સંઘ યુનિયને એવો દાવો કર્યો છે કે facebook અને whatsapp પર સિક્યુરિટી નો મામલો હજુ પણ જોખમી છે. પ્રાઇવેસીના નામે પ્રશ્નો એટલા તીક્ષણ છે કે, માત્ર કોઈ કાયદાકીય રીતે એક પગલું ભરે તો પણ અમેરિકા સુધી રેલો પહોંચી જાય. 🤐 પણ આપણી ગુજરાતી પબ્લિક પણ ઘણી બધી સ્માર્ટ છે. વસ્તુ એટલી જ મૂકે છે જેટલી એને શેર કરવી હોય છે. બાકી ગુજરાતી પ્રજાને કોઈ બિઝનેસની દુનિયામાં રહી પાચિયું સેરવી જાય એવું શક્ય નથી. યુરોપિયન યુનિયને તળિયા સુધીની તપાસ કર્યા બાદ કંપની સામે 1.3 અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયન માંથી કેટલીક જાણકારી અમેરિકા સુધી ન પહોંચવી જોઈએ. એ માટે મોટી બ્રેક મારી દીધી છે. વૈશ્વિક સ્તરે ચર્ચામાં રહેતો આ મામલો અહીંથી અટકતો નથી. આપણા દેશમાંથી પણ ઘણા પત્રકારો તેમજ નેતાઓના ડેટા આ ભાઈ સુધી પહોંચી ગયા છે. એની સામે ભારત દેશની પ્રજા જે નેતાને ચૂંટે છે. એ નેતા પણ પ્રમોશન ભૂખ્યા છે. સમર્થન અને આગેવાનોનો ટ્રાફિક ઉભો કરીને એમની પાસેથી પણ પૈસા ખંખેરે છે. એટલે કુલ કેટલા મળે છે એનો હિસાબ તો એ જાણે. ખરેખર મુદ્દો એ હતો કે, facebook સામે દાવો માંડ્યો હતો કે યુરોપિયન યુનિયન ના ડેટા અમેરિકાની કોઈ જાસુસી એજન્સી સાથે શેર કરવામાં આવે છે. વાત આ ઘણી રીતે મુદ્દાની છે. પરંતુ મૂળ પકડવામાં ઘણા ખરાના મૂડ ફરી જાય.
વાસ્તવિકતા એવી છે કે, જરૂરી એવા પ્લેટફોર્મ ઉપર કે ઓફલાઈન મોડ ઉપર શેર થતા મોબાઈલ નંબરમાં ક્યારે એડ આવીને ઊભી રહી જાય એ ખરેખર સંશોધનનો પ્રશ્ન બની ગયો છે. યુરોપિયન સંઘ યુનિયન કરેલી ટકોર ઉપર વિચાર કરવામાં આવે તો દરેકના દ્રષ્ટિકોણમાં પહેલો મુદ્દો જાહેરાતનો બની રહે. ડિજિટલ કોન્ટેક્ટ બનાવનારા ટ્રાફિકને ટાર્ગેટ કરે છે. પરંતુ ટ્રાફિકના ટાર્ગેટમાં એડથી મોટો બ્લોકેજ આવે છે એનો વિચાર પાછો ભાગ્યે જ કોઈને આવે છે. બિઝનેસ મોડેલના પ્રમોશન પ્રેમીઓ તેમજ બની બેઠેલા લોકો પણ અંદરખાને આવા જ ટ્રાફિકના ભૂખ્યા હોય છે. માર્કેટના રૂલ્સ પ્રમાણે પ્રીમિયમ વસ્તુઓ હંમેશા માટે અલગ ક્વોલિટી લઈને આવે છે. ઇન્ટરનેટના અવકાશમાં કોન્ટેન્ટની પાંખથી વિહાર કરવો હશે. તો સુરક્ષાનો મુદ્દો હંમેશા આપણા હાથમાં રાખીને રન વે પર નજર દોડાવી પડશે. આ પણ હકીકત છે.
આઉટ ઓફ ધ બોક્સ
બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ. જે તમારો ગુસ્સો સહન કરી શકે એની જ તમે ગમતી વ્યક્તિ હોઈ શકો. બોસ ને બાદ કરતા
No comments:
Post a Comment