બીએસએનએલઃ ઈસ મે મેરા ઘાટા
ગત ફેબ્રુઆરી મહિનામાં એવિએશ ક્ષેત્રની સરકારી કંપની એર ઈન્ડિયાએ જાહેર કર્યું હતું કે, એર ઈન્ડિયાની સર્વિસ ખોટમાં ચાલી રહી છે. ત્યાર બાદ રેલવે તરફથી સમયાંતરે એ રીપોર્ટ સામે આવે છે કે, રેલવેમાં બેનિફિટ કરતા લોસનો આંકડો દિવસેને દિવસે મોટો થઈ રહ્યો છે. જાહેર સાહસની કંપનીઓ સસ્તા દરે વિશાળ સુવિધા સાથે સર્વિસ આપી રહી હોય ત્યારે સરકારી કંપનીઓના કર્મચારીઓ અને બીજા સ્ટાફની સેલેરી સામે જોખમ ઊભુ થાય છે સરળતાથી સમજી શકાય એવો મુદ્દો છે. હવે ખોટ કરતી સરકારી કંપનીઓની યાદીમાં વધુ એક કંપનીનો ઉમેરો થયો છે એ કંપની છે બીએસએનએલ. હાલમાં જ આ કંપનીએ પોતાના ગ્રાહકોનો સાચવી રાખવા માટે ઈન્ટરનેટની નવી સ્કિમ જાહેર કરી હતી. જેનો રીચાર્જ દર પણ નજીવો રાખવામાં આવ્યો હતો. પરંતુ, વાસ્તવિકતા એ પણ છે કે, આ સરકારી કંપની અત્યારે આર્થિક સંકટના વાદળમાં અટવાઈ પડી છે. પોતાના 1.7 લાખ કર્મચારીઓને વેતન આપવા માટે પૂરતું ફંડ નથી. આ માટે કુલ રૂ.850 કરોડનું ફંડ કંપનીની તિજોરીમાં નથી.

આ કંપનીના બેગ્રાઉન્ડ પર નજર કરીએ તો બીએસએનએલની દેશભરમાં કુલ 15000થી વધારે પોતાની માલિકીની બહુમાળી ઈમારતો છે. જ્યારે 11 હજાર એકરની જમીન માલિકીનો હક આ કંપનીનો છે. જોકે, પ્રોપર્ટીના દરનો આંકડો જોઈને કે સમજીને પગાર ચૂક્તે કરી શકાતો નથી. એ પણ હકીકત છે. આ ઉપરાંત વધુ એક સરકારી કંપની એમટીએનએલ વર્ષ 2010થી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. બે વર્ષ પૂર્વે 2017માં બીએસએનએલએ 4789 કરોડ રૂપિયાની ખોટ વેઠી હતી. આ વર્ષે આ આંકડો વધી શકે એવી પૂરી શક્યતાઓ છે. ગત વર્ષે આ આંકડો 8000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ખોટની રકમ વધી રહી છે એવામાં પોતાના ગ્રાહકો ટકાવી રાખવાનો પણ પહાડ જેવડો પડકાર છે. એ પણ વાસ્તવિકતા છે કે, લોકસભાની ચૂંટણી પહેલા દેશની કેટલીક રાજ્ય સરકારે વીજબિલ ન ભરતા વીજ લાઈન કાપી નાંખવાની વાત ઉચ્ચારી હતી. જોકે, કંપનીની આ હાલત માટે સરકારની કેટલીક નીતિ પણ અમુક અંશે જવાબદાર છે. સરકારે ક્યારે એવું મુલ્યાંકન કે નિરિક્ષણ કર્યું નથી કે, સરકારી તિજોરીના બે કામાઉ દીકરા એર ઈન્ડિયા અને બીએસએનએલ કેવી રીતે ચાલી રહ્યા છે. 90ના દાયકામાં આર્થિક ઉદારીકરણના રોપાયેલા બીજનો જેટલો ફાયદો ખાનગી કંપનીઓએ લીધો એટલો સરકારી કંપનીએ લીધો નથી. તેમ છતાં બીએસએનએલના ગ્રાહકો સૌથી વધારે હોવાનો દાવો છે. આ સિવાય દેશનું સૌથી મોટું ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક બીએસએનએલ પાસે છે. 8.19 લાખ કિમી. પરંતુ, ધીમે ધીમે રિલાયન્સ જીઓ આ ક્ષેત્રે કદમતાલ કરી રહી છે અને સફળતા માટે હવાતીયા મારી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા નાણામંત્રાલયે બીએસએનએલ અને એમટીએનએલને ફરી જીવંત કરવા કેટલાક પ્રસ્તાવ નવી સરકાર સામે મૂક્યા હતા.
નવી સરકાર કેન્દ્રમાં આવી એને એક મહિનો થઈ ચૂક્યો છે. હવે બજેટ રજૂ થવાનું છે અને બીજી યોજનાઓ પણ જાહેર થવાની છે. એવામાં સરકાર આ બંને કમાઉ દીકરાને વેગ આપવા કેવું પગલું ભરે છે એના પર તેના ગ્રાહકોનો આધાર છે. કારણ કે લોકોની રુચિ બદલતા સમય નથી લાગતો. ખાનગી કંપનીઓના ગ્લેમર વચ્ચે સરકારી કંપનીઓનું નબળું પ્રમોશન દેખીતી રીતે ખોટના સંકેત આપી રહ્યું છે. ખાનગી કંપનીઓએ શીખી લીધું છે કે રાય જેટલું કામ અને હિમાલય જેટલો પ્રચાર. કંપનીને પાયાથી સુધારવાની જરુર છે. એક નવી પોલીસી આ બંને કંપનીઓને જીવનદાન આપી શકે છે. જ્યારે એર ઈન્ડિયામાં ખાનગી કંપનીઓની કેટલીક સારી પોલીસીને ગ્રહણ કરી જરુરી ફેરફાર સાથે એપ્લાય કરી શકાય છે. કારણ કે ત્રણેય કંપનીઓએ માર્કેટમાં ટકી રહેવા માટે માત્ર નામ જ નહીં કામ પણ એવા દેખાડવા પડશે.
જામનગર ઉદય-તા.27.6.2019
No comments:
Post a Comment