ટેલિકોમ્યનિકેશન સર્વિસ પ્રોવાડર એક કંપનીએ ફોર્થ જનરેશન (4જી) સર્વિસ શરૂ કરી અને ઉપભોક્તાને લ્હાણી કરાવનું શરૂ કરી દીધુ,મફતમાં મોજ ની મેન્ટાલિટીવાળો દેશનો બહોળો વર્ગ માંખી જેમ મીઠાઇ પર ટૂટી પડે એમ મચી પડ્યો. શોપિંગ મોલ, મોબાઇલ શોપ, ફ્રેન્ચાઇઝી અને સ્થાનિક વેપારીને ત્યાં શેરીના નાકે ઉભા રહેતા પાણીપુરી કરતા વધુ ભીડ જામી. રાશનની દુકાનમાં લાઇન જોવા ન મળી તેનાથી લાંબી લાઇન આ તમામ જગ્યાએ જોવા મળી. જો કે મફત યોજનાનો 'સરકારી અભિગમ' થોડા કસ્ટમ સેટિંગ સાથે ખાનગી કંપનીઓએ અમલમાં મૂકી દીધો છે. જેમાં સરવાળે પૈસાનો ભાર અને હેરાનગતિનો હાર ગ્રાહક નામની કન્યાની કેડ પર સ્કિમના કંદોરા સાથે ડેમોમાં મૂકવામાં આવ્યો છે. જેના કેન્દ્રમાં અને લોક નજરમાં છે મફત ઇન્ટરનેટ.
ઇન્ટરનેટના વિશાળ નેટવર્ક અને ટેલિકોમ્યુનિકેશનના સહારે કરોડોનો બોગસ કારોબાર મુંબઇના મીરારોડ પરના ત્રણ બહુમાળી કોમ્પ્લેક્સમાંથી સામે આવ્યો. જે શ્યામલક્ષ્મી (બ્લેકમની)ની પાધડીનો છેડો ગુજરાતના ભાવનગર અને અમદાવાદમાં ખુલ્યો છે. કોલ સેન્ટર અને નાણા કમાવવાના શોર્ટકટથી વધુ એક નરવીર આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસાની લપસણી સપાટી પર કળા કરી ગયો. કોલ સેન્ટરથી કસ્ટમર સુધી, વચ્ચેની તમામ ચેનલમાં નાના-મોટા સર્કિટને 'સેટિંગ'ના કરોડો રૂપિયા મળતા. આ સાથે શરાબ અને શબાબની ઓફર પણ થતી. આ કૌભાંડનો સૌથી મોટો ક્રેક તો એ છે કે તેમાં ગુજરાતના બે ખાખીધારી પોલીસ કર્મીઓના નામ ખુલ્યા. હવે આ બે 'ચૂલબુલ પાંડે'ની ઇન્ક્વાયરીમાં કેટલાય અન્ય પરિબળોની ભેળસેળ ભળશે. પણ આ ઘટનાથી વૈશ્વિક સ્તરે વિશ્વાસનું પારદર્શક પાણી ડહોળાયું છે. કાયમ ટેસ્ટી લાગતા પારકા સ્વાદમાં અમેરિકનો બ્લોક થઇ ગયા અને બધુ 'ઓલરાઇટ'-રોંગ થઇ ગયું.
દેશની સંવેદનશીલ સરહદ પર સુરક્ષાની બાબતે પણ કડક વલણ અપનાવવા માટે આજે કેટલાક કહેવાતા મફલરધારી નેતાઓ સાબિતી માંગીને સળી કર્યા કરે છે. એવામાં હવે સાયબર હુમલાથી દેશની આઇટી સર્વિસ પણ સેફ નથી. હજુ ટેકનોલોજી ક્ષેત્રે દેશે ઘણુ કરવાનું છે અને આગળ આવવાનું છે ત્યારે વિશ્વના અન્ય રાષ્ટ્ર આપણાથી હજારો કદમ આગળ છે. જે રિયલ ટાઇમ સર્વિસની વાત છે ત્યાં ઇન્ટરનેટની સ્પિડ સામે પણ સવાલ છે અને હજુ પણ દેશના કેટલાક વિસ્તારમાં વાત કરી શકાય એટલા નેટવર્કના ઠેકાણા નથી. દેશની જ કેટલીક આઇટી કંપનીઓના બ્રાંડનેમનું વિશ્વમાં મોટું માર્કેટ છે. યુએસની ઢગલોબંધ વેબસાઇટના ડીઝાઇનિંગ પાછળ ભારતીયોના ભેજાનું આઉટપુટ છે. દેશના જ યુવાનો સોફ્ટવેરના સમ્રાટ બનતા જાય છે. એપ્સના એડમિન બની રહ્યા છે. અમેરિકાની કંપનીઓ ભારતીય કંપનીઓ પર પસંદગીનો પ્રેમ ઉતારે એ પાછળનું કારણ દેશમાં આવેલી આઈટી ક્રાંતિ છે. કોલ સેન્ટરના કૌભાંડથી ભારતીય આઇટી કંપનીઓ સામે હવે શંકાની સોય નહીં પણ તલવાર ઊભી થઇ છે. વિશ્વાસે ચાલતા વહાણમાં સિક્યુરિટી ચેંકિગ થવા માંડ્યું છે. યુએસ બેઇઝ કંપનીઓ આજે ઇન્ડિય સર્વિસિઝના કોલ ઉપાડતા ડરે છે. જેની પાછળ સાગર ઠક્કર જેવી આડપેદાશોનો કિચળમય ફાળો છે.
અમેરિકાઓ આઉટસોર્સિગ બંધ કર્યુ અને યુરોપીય સંધમાંથી બ્રિટને વિદાય લીધી ત્યારે ખડભડાટ મચી ગયો હતો કે આંતરરાષ્ટ્રીય વ્યવહારને અસર થશે. જેનો ફટકો ભારતીય આઇટી સેક્ટરને થશે. પણ પછીનો સમય ભારતીય આઇટી માટે રેડ કાર્પેટ નહીં પણ ગોલ્ડન પિરીયડ શરૂ થયો. કારણ કે દેશના યુવાનોની ક્રિએટિવીટીને ઇન્ટરનેશનલ ઇનકમ થતી હતી અને આજે પણ થાય છે પણ હવે નોકરીના જોખમે. આટીસિટી બેંગ્લોરમાં 3 લાખ બીપીઓ (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિગ) છે. યુ.એસ. કંપનીઓનું છુંટુછવાયું 80 ટકા કામ ભારત સાચવે છે. આઇટી સેક્ટરમાં પડકારો આવી રહ્યા છે એમા ટેકનિકલ વિષય કરતા કૌભાંડથી થતી માઠી અસર સામે ટકી રહેવાનું મુખ્ય છે. પેકેડ ડીઝાઇન, પ્રોગ્રામિંગ, ડેટા મેનેજમેન્ટ, ક્વેરી ફાયર, ફોલ્ટ ફાઇડિંગ અને સોલ્યુશન જેવી સર્વિસનો સમાવેશ થાય છે. કોલ સેન્ટર કાંડના કારણે આઉટસોર્સિગની તમામ સર્વિસ પર જે તે વિદેશી કંપનીઓએ ઇન્વેસ્ટિગેશન અને વેલિડેશનનો ગેટ મૂકી દીધો છે જે માટેના પેરામીટર આપણે ત્યાંની સાયબર સિક્યુરિટી કરતા ઘણા કડક છે. જેને ફરજિયાત પાસ કરવા પડે એમ છે. કારણ કે આઇટી પ્રોડક્ટનું માર્કેટ દેશમાંથી આઉટસોર્સ થાય એમાં આપણી કંપનીઓને જ ઘી કેળા છે.
આ પહેલા દિલ્લીમાંથી અને બેગ્લોરમાંથી કોલ સેન્ટર ઝડપાયા હતા. બ્રિટિશ સરકારે 88 કરોડનું બોગસ કોલ સેન્ટર વર્ષ 2013માં પકડયું હતુ જેનો રેલો મુંબઇ સુધી આવ્યો અને એક આઇટી કંપનીની પૂછપરછ લગી મામલો અટક્યો. મીરા રોડ પરના કોલ સેન્ટર કૌભાંડથી વૈશ્વિક સ્તરે આઇટીની છબીમાં કાદવ ઉછળ્યું છે અને ગાબડું પડ્યું છે. આટલા મોટા સેટિંગ ચેઇનથી આઇટીની ઉષ્મા વિશ્વકક્ષાએથી ઓસરી રહી છે. અવિશ્વાસથી અવ્યવસ્થા સુધીનો માહોલ અત્યારે ટેકનોલોજી ફિલ્ડમાં છે ત્યારે આઇટીમાં પણ હવે વાયોલંસ (હિંસા) થવા માંડ્યું છે. દેશના ક્રાંતિજનક ક્ષેત્રમાં કૌભાંડીયાઓએ ક્રિએટિવિટી અને ક્રિડેબિલીટિનો કુડચો બોલાવી દીધો છે.
વિજય માલ્યા, કેતન મહેતા અને હવે સાગર ઠક્કર.

Very Nice... Superb...
ReplyDeleteThank Dear
ReplyDelete