હુકુમનાં એક્કા પાછળની વ્યૂહરચના
લોકસભાની ચૂંટણી માટે અત્યારથી પાસા ગોઠવાતા જાય છે ત્યારે રાજનૈતિક પક્ષોમાં એક તરફ લડી લેવાનો મૂડ તો અંદર ખાને શાંતિના ધીમા ધીમા સુર વેહતાં થયા છે. દિલ્લીમાં કેજરીવાલ અનિલ કપૂરની ફિલ્મ નાયકની માફક એક દિવસમાં જ ક્રાંતિ માટે આગેકુચ કરતા જાય છે. તીખા વિરોધ અને ઊંડા ચાબખના પડઘા કોંગ્રેસને પળે પળ નવા નવા મુદ્દાઓ વિશે વિચારવા નવો આવકાશ આપે છે. રાહુલ અને બીજા કેટલાક કોંગ્રેસના નેતાઓ ફરીથી પક્ષમાં પ્રાણ ફુંકવા માટે રોજ કંઈક ને કંઈક બાબતની ચર્ચાથી જનહૃદય સુધી પોહ્ચવા નવી કેડી કંડારે છે. સામે કેજરીવાલ પોતાના વાયદાને પૂરા કરવા કમર કસી રહ્યા છે. રાજનીતિમાં સત્તાની રેસ માટે નેતાઓના પ્રત્યેક એક્ક્ષપ્રેશનનો અર્થ થતો હોય છે જે આવનારી રાજકીયચાલનો એંધાણ આપતી હોય છે. સભા હોય કે બેઠક દરેક મુદ્રાનો એક અર્થ હોય છે. સોનિયા ગાંધીએ આંતરદર્શન કરવા માટેનો આ સમય કહીને પ્રજાના પરિણામને સ્વીકારી લીધું પણ સાથે સાથે આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી હોય એવું અત્યારે તો લાગે છે. કોંગ્રેસ હવે પોતાનું હુકુમનું પત્તું બીજી ભાષામાં કહીએ તો નવી માસ્ટર કીથી આગળ આવે એવા સંકેત આપી રહી છે. આગામી સમયમાં પ્રિયંકા ગાંધી પક્ષમાં સક્રિય થાય તેવી પૂરી શક્યતા છે. મહામંત્રીઓની બેઠકમાં પ્રિયંકાની હાજરીથી એક ખળભળાટ મચી ગયો છે ત્યારે અન્ય પક્ષોમાં જેટલા મોઢા તેટલી નવી નવી વાત થાય છે. ધીમે ધીમે આપ પાર્ટી રંગ પકડતી જાય છે ત્યારે કોંગ્રેસે પોતાની માસ્ટર કી યુઝ કરવાની ફરજ પડી છે. બીજી તરફ એક મહત્વનો દિવસ નજીક આવતો જાય છે એ 17 જાન્યુઆરી 2014. જયારે કોંગ્રેસમાંથી એક ઉમેદવાનું નામ જાહેર થવાનું છે.
રાયબરેલી અને અમેઠી પૂરતા જ સીમિત પ્રિયંકાનું નામ આવે બીજી રીતે એક્ટિવ થાય અને ફરી કોંગ્રેસની પ્રચારયાત્રા શરુ થાય એવી શક્યતા છે. પ્રિયંકા પાસે હવે કોંગ્રેસને ફરી બેઠી કરવાની એક તક છે સાથે એ વાત પણ એટલી જ અસર કરે છે કે 17 જાન્યુઆરીએ કોનું નામ જાહેર થાય છે. આપનો એક્શન પ્લાન લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતા લોકોને સીધી રીતે સ્પર્શે છે. બીજી બાજુ આપની કાર્યવાહીએ નવી દિશામાં મંડાણ કર્યું છે પણ પ્રશ્નો જૂના જ છે. પ્રિયંકા પોતાની રીતે લાઈવ બનીને કોઈ કામ કરે તો હવે કોંગ્રેસને ફરી લોકોમાં છાપ ઉભી કરવા ખુબ મહેનત કરવી પડશે કારણ હવે આપ નામનો સાપ માત્ર ફુંફાડા જ નહિ પણ કામ પણ કરતો જાય છે. પોતાના વિસ્તારમાં જળવાયેલી શાખને સાચવવા કોઈ પણ પ્રયત્નથી કોંગ્રેસ સક્રિય બની રહી છે. દરરોજ વાતા પવનના હિલોળે અને હિંડોળે બદલાતા રાજકીય સમીકરણોનોમાં દરેક પક્ષનો પ્રથમ ટાર્ગેટ તો લોકસભાની ચૂંટણી જ છે. આ તરફ આપ છે તો ભાજપની કોમેન્ટ ઉપર પણ એક નજર કરવા જેવી છે ભાજપે કહ્યું હતું કે પક્ષની ચૂંટણીની તકમાં કોઈ ફેર પાડવાનો નથી. શાસન પદ્ધતિમાં ધીમી ગતિએ જ ફેરફાર થતો જાય છે તે નોંધનીય છે પણ નવા નવા બીજ ફૂટતા કોનો વેલો ક્યાં ફળનું આભાસી પ્રતિબિબ બતાવશે એ કેહવું થોડું કઠીન છે. ચૂંટણીના દિવસો નજીક આવતા ભર શિયાળે રાજકારણમાં ગરમાવો આવતો જાય છે. રોજ એક આપના સમાચાર અને બીજી સળગતા સવાલોનું લીસ્ટ લાંબુ થતું જાય છે. નવા વર્ષે નવા નવા કામનું એલાન જ નહિ પણ અમલીકરણ પણ આકાર લેતું જાય છે ત્યારે આ વર્ષની ધમાકેદાર શરૂઆત કહી શકાય પણ જે રીતે પરિસ્થિતિમાં પરીવર્તન આવે છે તે પરથી પરિણામ એ લટકતી તલવાર સમાન છે. એટલે કે લોકસભાનો જંગ શરુ થાય તે પેહલા કેટકેટલા પાસાઓ ફરે છે તે જોવું રસપ્રદ રહશે
હુકુમના એક્કા પાછળની વ્યૂહરચના કદાચ કામ કરી જાય તો એક નવો ઈતિહાસ રાજનીતિનો નોંધપોથીમાં લખશે બીજી તરફ દેશમાં મોંધવારી, તેલ, ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવને ધ્યાનમાં લેતા કોઈ અસરકારક એક્શન પ્લાન રાજકીય રીતે અમલમાં મુકાશે તો કોંગ્રેસ ફરી પોતાના કામના વાવટા ફરકાવશે કોંગ્રેસની વ્યૂહરચના, આપ સામે વધતા પડકારો અને ભાજપ માટે થોડી કપરી કહી શકાય એવી પરિસ્થિતિનું ચિત્ર શેર બજારના આકડાની માફક બદલતું રેહવાનું છે લોકસભા માટે કોની તીવ્ર અપીલ લોકોને અડે છે તે જોવાનું છે. ઉત્તરાયણ નજીકમાં છે અને દેશના પક્ષોમાં પણ ઉત્તરોતર ચેન્જ આવતો જાય છે ઈલેક્શનની ફાઈટથી કોની દોર સત્તા તરફ જશે અને કોની દોર કપાશે તે આગામી સમય નક્કી કરશે જસ્ટ વેઇટ એન્ડ વોચ ફોર લોકસભા 2014.

No comments:
Post a Comment