Monday, January 20, 2014

અભ્યાસમાં કાઈદાનું કોર્સ પેપર જરૂરી

અભ્યાસમાં કાઈદાનું કોર્સ પેપર જરૂરી

શિક્ષણજગતમાં એક તરફ પાયાથી પરિવર્તનનની વાત થાય છે અને બીજી બાજુ શૈક્ષણિક સંસ્થાઓના કૌભાંડો બહાર આવતા જાય છે. દિવસે ને દિવસે મોંઘુ બનતું શિક્ષણ બદલાવની સાથોસાથ બહુ બધા વહીવટ તરફ ધકેલાતું જાય છે. વિકાસનું વાતો વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની શાળાઓનું ચિત્ર કોઈ ખાસ કહી શકાય એટલું બદલ્યું નથી. ખાનગી શાળાઓની સુવિધાઓ સામે કથળતી જતી સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ગામડાઓમાં બદલાય ત્યારે શિક્ષણની વિકાસ તરફની ગતિમાં એક નવો વેગ આવશે. ડિગ્રી અને માર્કેટ વચ્ચેનો ગેપ પૂરવા માટે દર વર્ષે કેટલાક અંશે બદલાતા અભ્યાસ ક્રમમાં જે માંગ છે તેનું માત્ર ઉપર છલ્લું જ્ઞાન આપવામાં આવે છે. પાયો પાક્કો કરવાની વાત કરી માર્કેટમાં સતત અને સખત રીતે બદલતી ટેકનોલોજી શીખેલા  મુદ્દાઓને વધારે સરળ બનાવી દે છે. આ વાત સમજીએ ત્યારે શીખેલી વસ્તુ આપણને થોડી ઓડ લાગે છે. પરંતુ, શિક્ષણની નહી પણ સારા દેખાડવાની હોડમાં દોડતું શિક્ષણ તંત્ર બાળકોનો પાયો ઘડવામાં પાછળ છે. આ ઉપરાંત દર વર્ષે એડમિશનની સાથે વધતો જતો ડ્રોપ આઉટ રેશીઓ પણ કંઈ ઓછો નથી. જેમાં ગુજરાતની ટકાવારી 6.6 છે. એક તરફ સ્ત્રીઓના સશક્તિકરણની વાતો થાય છે ત્યારે છોકરીનો જ ડ્રોપ આઉટ રેશિયો વધારે છે. મૂળ તો હવે ગામડાઓની માનસિકતાને જડમુળથી ઉખાડી જ નહી પણ સમગ્ર દ્રષ્ટિકોણ ફેરવવાની તાતી જરૂર છે. સ્ત્રી અત્યાચારો સામે લાલ આંખ કરવા કરતા બાળપણથી કાઈદાનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે તો સ્થિતિમાં નવી એક દિશા ખુલશે. છેલ્લા દસ વર્ષથી ધો.11 અને 12ના સામાન્ય પ્રવાહમાં ભણાવવા આવતા અભ્યાસ ક્રમમાં હવે જડમુળથી ફેરફાર કરવા શિક્ષણ તંત્ર ઉંધે માથે મેહનત કરે છે અને 2016માં તેને લાગુ કરવામાં આવશે એવું કહે છે. જરૂરી છે બદલાવ કારણ કે જો અપડેટ ન થઇએ તો આઉટડેટેડ થઇ જવાઈ આ સાથે એક મહત્વની વાત સામે આવી છે કે નવા 2016ના સત્રમાં કોઈ સેમેસ્ટર સિસ્ટમ નહિ હોય. સારી વાત છે કે હવે 6 મહિનાની વેલીડીટીની વાતમાં મોસ્ટ ઈમ્પોર્ટટન્ટ ચેપ્ટરની કોઈ મૂંઝવણ ઉભી નહિ થાય. આખો કોર્સ જ આઈ.એમ.પી. રહેશે.
                                     
                                  2016ના નવા સત્રમાં ધો.11 અને 12 સામાન્ય પ્રવાહમાં સેમેસ્ટરની બાદબાકી કરીને એજ્યુકેશન બોર્ડે ઘણી નવી બાબતનો સરવાળો કર્યો જ હશે.  આ સાથે  લો (કાઈદા)નો એક વિષય ઉમેરવામાં આવે તો દેશના કેટલાક મહત્વના કાઈદાનું ચિત્ર વિધાર્થીઓમાં સ્પષ્ટ થાય. કાઈદાની ડીગ્રીનો અભ્યાસક્ર તો  છે જ. પણ સામાન્ય રીતે લાગુ પડતા કાઈદાનું સામાન્ય જ્ઞાન હોય તેવા લોકોની ટકાવારી કેટલી? કદાચ સિંગલ ડિજીટમાં હશે. બદલાવની વાતો વચ્ચે નબળું પડતું અમલીકરણ દરેક દિશામાં થતી પ્રગતિને બ્રેક મારે છે ક્યારેક તેને ક્રેક પણ કરે છે. છલ્લે 2004ના વર્ષમાં ધો.11 અને 12નો કોર્સ બદલવામાં આવ્યો હતો. આજે આ કોર્સના કેટલાક પ્રકરણોની ઉપયોગીતા સામે ઘણા બધા પ્રશ્નાર્થ છે. ફરજીયાત અમલ કરી ઠોકી બેસાડવા કરતા શરૂઆતના ધોરણે લો ને એક ઓપશન વિષય તરીકે મૂકી શકાય. કોઈ વિકલ્પ હશે તો પસંદ કરનારા કોઈ એક એવો સંકલ્પ કરશે કે જોઈએ તો ખરા આ લો માં છે શું? શાળા કોલેજના નિયમો અને કાઈદાના સ્ટ્રીક ફોલોઅર્સ બની જતા વિધાર્થીઓ દેશના જરૂરી કાઈદાથી કેટલાક અંશે વંચિત રહી જાય છે અને પછી સિસ્ટમ સામે ભડાશ કાઢતા હોય છે, સિસ્ટમ તથા લોને બદલવાની વાત કરતા હોય છે. પણ કોઈ પણ વસ્તુમાં બાહ્ય ફેરફાર જ નહીં પણ અંદરથી પણ ચેન્જ આવવો આવશ્યક છે. કાઈદાનું શિક્ષણ કોલેજ કે શાળાના સમયથી લાગુ  કરી દેવાથી એક ફાયદો  એ થશે કે નજીકના ભવિષ્યના કાઈદાને જાણનારા લોકોનો એક વર્ગ ઉભો થશે. બીજી બાજુ કોઈ પણ ડિગ્રી સાથે તેને લાગુ પડતા કાઈદાની એક ઝલક શીખવી શકાય. દા.ત. આઈ.ટી. ફિલ્ડના લોકોને સાઈબર ક્રાઈમ વિષે ખબર હોવી જોઈએ તો મેનેજમેન્ટના સ્ટુડન્ટને કંપની લો ખબર હોવો જોઈએ. 18 વર્ષે મતાધિકારની બધાને સમજ છે તેમ એવા અમુક કાઈદાનું જ્ઞાન પણ જરૂરી છે. સારી વાત છે કે હવે 2016નો નવો અભ્યાસક્રમ શીખનાર વિધાર્થીને દેશના બંધારણની માહિતી મળશે. પરંતુ, લાઈવ ટેકનોલોજીનો સ્પાર્ક વિધાર્થીઓને થશે ખરા? એમાં પણ ગ્રામ્ય વિસ્તારના બાળકોને નવા નવા વિકસતા ગેઝેટનું જ્ઞાન અપાશે? વ્યવસાય લક્ષી શિક્ષણ લીધા બાદ વ્યવસાયના દરિયામાં ડૂબકી મારતી નવી પઢી જયારે ખરેખર વ્યવહારનું ચિત્ર નિહાળે છે ત્યારે એક વાર તો એમ થાય છે કે આવું તો ક્યારેય કોઈ એ શીખવ્યું જ નથી.


અપણા  એજ્યુકેશને આપણને કેટલીક તકેદારી રાખવી એ જ શીખવ્યું છે પણ ભણતા ભણતા પણ કેટલું રેલેક્ષ રહી શકાય એ વિશે વિચારના બીજ પણ દેખાડ્યા નથી. કડકાઈથી  છાત્રો પર હેવી થઇ જતું આપણું એજ્યુકેશન કોઈ સ્ટુડન્ટ નાની એવી ભૂલ કરે તો દંડ ફટકારે છે પણ તંત્રમાં કે તંત્રથી થતી ભૂલ સુધરતા ખાસો સમય વહી જાય છે. આ ઉપરાંત એ લોકોને કયો નિયમ લાગુ પડે છે કોની ભૂલ હતી આ વાત ભાગ્યે જ બહાર આવે છે. સિક્રસી સામે વિધાર્થીના હિતની કોઈ સિક્યુરીટી છે ખરા? અને છે તો તંત્રની ભૂલ સામે કેટલા ધક્કા ખાવા પડે છે અને કેટલી હાડમારી વધે છે એનો અંદાજ કઈ ગ્રેડ સિસ્ટમમાં મુકવું? એજ્યુકેશન સિસ્ટમ એ પછી કોઈ શાળાની હોય કે કોલેજની એની બધી નહીં પણ કામ કેમ ચાલે છે તેની જાણકારી વિધાર્થીને હોવી જોઈએ. તેમના પણ ચોક્કસ નિયમ હોય છે. પણ કામનસીબી એ છે કે આવા નિયમ કોઈ શીખવતું નથી અને કોઈ કેહ્તું પણ નથી. નવા સબ્જેક્ટને સ્વીકારતું એજ્યુકેશન વિધાર્થીને પરફેક્ટ બનાવવા પ્રયાસ કરે છે પણ અસરકારક કાઈદાઓનું અમલીકરણ હશે તો જ નજીકના ભવિષ્યમાં શિક્ષણની મેલી માથારાવટી સુધારશે.  
          

                        

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...