ટેલીવિઝન જ નહિ પણ બ્રોડકાસ્ટ પણ થઇ શકે છે થ્રી ડી.
ટેકનોલોજીની ટ્રેન જયારે પણ ઉપડે છે ત્યારે તે એ જ ટ્રેક પર પાછી આવતી નથી. ટેકનોલોજીમાં સતત અને સખત આગળ વધવાની હોડમાં ક્યારેય કોઈ પૂર્ણવિરામ મૂકાતું નથી. નવા વર્ષે ટેકનોલોજી અને નવા નવા ગેઝેટ આવશે ત્યારે માર્કેટમાં કંઈક નવું ઠલવાશે એ વાતમાં કોઈ બે મત નથી. ગત વર્ષમાં સ્માર્ટફોન તેમજ નવી નવી એપ્લીકેશને લોકોને એવું ઘેલું લગાડ્યું કે અમુક વર્ગ હજુ પણ પોતાની ગેમના ટાર્ગેટ પૂરા કરવાંમાંથી ઊચો આવ્યો નથી. ટેમ્પલરન અને તિન પત્તી ગેમ સૌથી વધુ રમાતી અને ડાઉનલોડ થતી એ વાત સાબિત થઇ. બીજી એક નોંધનીય ઘટના ગતવર્ષમાં એ બની કે કેટલાક થ્રી ડી ફોને એન્ટ્રી મારી અને રિઝોલ્યુશનના ચાહકોને મોજ પડી ગઈ. આમ તો મોબાઈલ કંપનીઓ અને લેપટોપ કે ગેઝેટ ગેમ બનાવતી મહાકાય કંપનીઓ વચ્ચે કોલ્ડ વોર ચાલુ જ હોય છે પણ આ વર્ષે કેટલીક આઈ.ટી. કંપનીઓ એકબીજા સાથે હાથ મિલાવીને કંઈક નવા સાહસના શ્રી ગણેશ કરે એવા એંધાણ દેખાય છે. ટિ.વી અને સ્ક્રીનની દુનિયામાં સૌથી વધારે પરિવર્તનો આવતા હોય છે એ પણ ખૂબ જ ટુંકા ગાળામાં. કેબલ અને એચ.ડી. (હાઈ ડેફીનેશન)ની દુનિયા આપણે ત્યાં અત્યારે નવી નવી છે પણ આ સાથે ગોકળ ગાયની ગતિએ બ્લુ રે તથા થ્રી ડી ટિ.વીનું આગમન થઇ ચૂક્યું છે. જેમાં તમને ચશ્માં હોય કે ન હોય થ્રીડીની ઈફેક્ટ માણવા ડાબલા તો ચડાવવાં જ પડે. હવે આ ટેકનોલોજીથી એક કદમ આગળ વધીએ અને તેના પર થોડું વિહંગાવલોકન કરીએ.
થ્રી ડી ટિ.વી
થ્રી ડી ટિ.વી હવે થોડું જૂનું થયું છે પણ તેની ઈફેક્ટ હજૂ નવી છે. 2010ની સાલમાં સૌ પ્રથમ થ્રી ડી ટિ.વી બજારમાં આવ્યું જેમાં માત્ર પ્રિ રેકોડેડ પ્રોગ્રામ જ પ્લે થતા. અવતાર ફિલ્મને ટિ.વી પર દેખાડવા કેટલીક ચેંનલઓ એ કમર કસવાની શરુ કરી. કોરિયન કંપની સેમસંગએ આ દિશામાં મંગલાચરણ કર્યા અને આવ્યું થ્રી ડી ટિ.વી. પણ આ તો હતું થોડું આધુનિક ટિ.વી જેના બીજ 10 ઓગષ્ટ 1028માં રોપાયાં હતા. જોહન લોગી બાયર્ડ નામના આ મહાપુરુષે થ્રી ડી સ્ક્રીનને જન્મ આપ્યો એ સમયે કોઈ એલ સી ડી કે એલ ઈ ડી ટિ.વી ન હતા. સૌ પ્રથમ આ પ્રયોગ પાછળથી મોટું પેટ ધરાવતા ટિ.વી પર કરવામાં આવ્યો હતો. પરતું, કલરનું વિઘ્ન મુખ્ય હતું જેમાં માત્ર RGB રંગ બહાર આવતા આ સમસ્યાનો નીવેડો લાવવાં અને ટિ.વીને ઝીરો ફિગર (સ્લિમ) બનાવવાની કવાયત શરુ થઇ અને તે સમય હતો 1952નો જૂન મહિનો અત્યારનાં હાઈ રીઝોલ્યુશન ટિ.વી સામે આવી વાત કદાચ માન્યમાં ન આવે અને ઈતિહાસ જર્જરિત પાનામાં અક્ષરો વાંચવા જેવી બોરિંગ લાગે થ્રી ડી પાત્રોની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ આપણે તો છોટા ચેતન ફિલ્મ યાદ આવે પણ આ પહેલા થ્રી ડી ટેકનોલોજીનો સૂર્યોદય થઇ ચૂકયો હતો. અપણા દેશમાં 15 સપ્ટેમ્બર 1959ના દિવસે ટિ.વીની શરૂઆત થઇ જે બ્લેક એન્ડ વાઈટ ટિ.વી હતું એ સમયે એવી કલ્પના પણ ન હતી કે એક દિવસ આ થ્રી ડી ટિ.વી ટેકનોલોજીનો આવશે સેમસંગ બાદ સોની અને હિતાચી જેવી કંપનીઓએ ટિ.વી ટેકનોલોજીતરફ ઝપલાવ્યું જેમાં ફિલ્મો નહીં પણ કાર્ટૂનની રજૂઆત કરવામાં આવતી હવે આ ટેકનોલોજી ફોનમાં સમાય ગઈ છે જેમાં જે તે ફોનના કેમેરા અને ચોક્કસ એપ્સ સાથે મળીને ઉપયોગ કરવામાં આવે છે. થ્રી ડીને રજૂ કરવા અને તેમના નિર્માણ માટે વપરાતા સાધનો ખૂબ જ ખર્ચાળ હતા અને આજે પણ એટલા જ ખર્ચાળ છે. આ સાથે થ્રી ડીની વાત આવે એટલે તેના ચોક્કસ પ્રકારના ચશ્માંની મથામણ હતી અને ફિલ્મ કે કાર્ટૂનના પ્રોડક્શન કરતા ચશ્માંનો ખર્ચ વધી જતો. આજથી ચાર વર્ષ પહેલાં જયારે આ ઉપકરણ માર્કેટમાં આવ્યું ત્યારે ટિ.વી ટેકનોલોજીની દુનિયામાં એક અસાધારણ સફળતા હતી. પરંતુ, તે જોઈએ એટલો વકરો કરી શક્યું નહીં આ જ દિશામાં આવિષ્કાર આગળ વધતા તે આજે પ્લાઝમાં થ્રી ડી સુધી પોહ્ચ્યું છે.
બ્રોડકાસ્ટ ટેકનોલોજી
સેટેલાઈટ સાથે સીધો સબંધ ધરાવતી વસ્તુંનું નામ બ્રોડકાસ્ટ ટેકનોલોજી છે જેમાં ઓડિયો અને વિડીયો એમ બે પ્રકારનું બ્રોડકાસ્ટ થાય છે. વિશ્વમાં સૌ પ્રથમ ઓડિયો બ્રોડકાસ્ટની શરૂઆત 2 જૂન 1948ના દિવસે થઈ હતી. 1999માં IEE (ઇન્સટિટ્યુટ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્જિનિઅર્સ)એ પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી જેને સૌ પ્રથમ રેડિયો વેવને બ્રોડકાસ્ટ કર્યા હતા. જે પોતાની ચોક્કસ ફ્રિકવન્સીમાં જ ઝીલતા જયારે રેડિયોનો યુગ હતો ત્યારે આવી ફ્રિકવન્સી રેડીઓ ડિવાઈસમાં પકડાતી અને અવાજ દુર દુર સુધી ફેલાતો। ટિ.વી ટેકનોલોજીએ આજ કોન્સેપ અપનાવ્યો પણ થોડો જુદી રીતે। આજે પણ ચોક્કસ ચેનલ કોઈ એક ચોક્કસ ફ્રિકવન્સી પર આવે છે અને તેમાં ઓડીઓ તથા વિડીઓ એમ બંને પ્રકારનું પ્રસારણ થાય છે. આ માટે ખૂબ ઊચી ફ્રિકવન્સીને હાયર કરવામાં આવે છે. લાઈવ ટેકનોલોજી અત્યારે ખૂબ જ ચાલે છે જે માટે તેનાં ખાસ કેબલથી પ્રસારણને એક સ્થાને ભેગું કરી બ્રોડકાસ્ટ કરવામાં આવે છે. શરૂઆતમાં સમયમાં હાલ જેવો ડિજીટલ શબ્દ ટેકનોલોજીના અમલીકરણમાં ન હતો. પણ ડિજીટલ બ્રોદ્કાસ્ટે વિડીઓ અને ઓડીઓનું માળખું જ નહીં પણ આખું સ્વરૂપ બદલી નાખ્યું એથી પણ આગળ કે અત્યારે સેટઅપ બોક્ષમાં આખો પ્રોગ્રામ રેકોર્ડ થઇ જાય છે એટલે કે હવે બ્રોડકાસ્ટ + મેમરી= સ્ટોર યોર ફેવરીટ પ્રોગ્રામ ટેકનોલોજીના રિસર્ચમાં ક્યારેય પૂર્ણવિરામ લાગતું નથી. એક સિસ્ટમ શોધાય એટલે તરત જ તેમાં કંઈક નવું ઉમેરાયને માર્કેટમાં ઉપસ્થિત થાય છે. ખિસ્સાથી ખખડતી દુનિયાનો ચેપ ટેકનોલોજીને તેના જન્મથી જ લાગ્યો છે. અર્થાત અત્યારે જ નહીં પણ કોઈ ચીજની શોધથી જ ટેકનોલોજી મોઘી છે. બ્રોડકાસ્ટ બે ભાગમાં વહેચાયેલું છે 1) રેડિયો બ્રોડકાસ્ટ (એનાલોગ બોર્દ્કાસ્ત) 2) ડિજીટલ બ્રોડકાસ્ટ (ડિજીટલ બ્રોડકાસ્ટ)
થ્રી ડી બ્રોડકાસ્ટ માટે ચોક્કસ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એક ચેઈન ફોલો થતી હોય છે.
આ ટેકનોલોજીમાં 3 મેમરી લેયરનો ઉપયોગ કરવામાં આવે છે. જાપાનના સેટેલાઈટએ સૌ પ્રથમ થ્રી ડી બ્રોડકાસ્ટ કર્યું હતું પણ ધીમે ધીમેં થ્રી ડી કોન્સેપમાં કોઈ પ્રોગ્રામ બનાવનારા લોકોનો વર્ગ ઘટતા પ્રસારણમાં એક અલ્પવિરામ મૂકાયું
ગ્લાસ વીના પણ જોઈ શકાશે થ્રી ડી
કેટલીક ટિ.વી કંપનીઓએ હવે ચશ્માં વગર પણ થ્રી ડી જોઈ શકાય એ દિશા તરફ કદમતાલ કરવા તૈયારી કરી રહ્યા છે. આ ટિ.વી. 42 થી 47 ઈચમાં મળી રહશે આમ તો આ પ્રયોગ ગ્રાહકો સુધી પોહ્ચવામાં સફળ થયો નથી પણ ડિજીટલ પ્લસ થ્રી ડી બ્રોડકાસ્ટથી ચશ્માં વગર કોઈ થ્રી ડી નિહાળી શકશે આ અત્યારે નવી વાત છે. કંપનીઓ નવા વર્ષે થ્રી ડીના કેટલાક પ્રોજેક્ટમાં કામ કરવા થનગની રહી છે ત્યારે સામે કોઈ સારું એવું પ્રોડક્શન મળી રહે એ મહત્વનું છે. કદાચ ગ્લાસ વગરના થ્રી ડીમાં કોઈ ઓબ્જેત ટેક્નોલીજીનો ઉપયોગ થાય તો નવાઈની વાત છે બીજું એ પણ જોવું રહશે કે આ ટેકનોલોજી કેટલા લોકો અપનાવે છે અને કેટલા લોકોના ખિસ્સાને પોસાય છે. હવે લોકોને પોષાય કે ન પોષાય આ થ્રી ડી પ્રોજેક્ટમાં ટિ.વી કંપનીઓ કેટલાક અંશે શોષાઈ જશે એ નિશ્ચિત છે. કુદકે ને ભૂસકે આગળ વધતી ટેક્નોલીજીથી હજૂ કેટલા ડી આવશે એ હવે જોવાનું છે. આ ઉપરાંત 4G ની વાતો થઇ રહી છે ત્યારે દેશના કેટલાક વિસ્તારમાં મોબાઈલ સિગ્નલ પણ મળતા નથી એવી પરિસ્થિતિમાં કોઈ એક ચિત્ર પણ પૂરું નથી ત્યાં પાર વિનાના આવિષ્કાર
No comments:
Post a Comment