Monday, January 20, 2014

અભ્યાસમાં કાઈદાનું કોર્સ પેપર જરૂરી

અભ્યાસમાં કાઈદાનું કોર્સ પેપર જરૂરી

શિક્ષણજગતમાં એક તરફ પાયાથી પરિવર્તનનની વાત થાય છે અને બીજી બાજુ શૈક્ષણિક સંસ્થાઓના કૌભાંડો બહાર આવતા જાય છે. દિવસે ને દિવસે મોંઘુ બનતું શિક્ષણ બદલાવની સાથોસાથ બહુ બધા વહીવટ તરફ ધકેલાતું જાય છે. વિકાસનું વાતો વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની શાળાઓનું ચિત્ર કોઈ ખાસ કહી શકાય એટલું બદલ્યું નથી. ખાનગી શાળાઓની સુવિધાઓ સામે કથળતી જતી સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ગામડાઓમાં બદલાય ત્યારે શિક્ષણની વિકાસ તરફની ગતિમાં એક નવો વેગ આવશે. ડિગ્રી અને માર્કેટ વચ્ચેનો ગેપ પૂરવા માટે દર વર્ષે કેટલાક અંશે બદલાતા અભ્યાસ ક્રમમાં જે માંગ છે તેનું માત્ર ઉપર છલ્લું જ્ઞાન આપવામાં આવે છે. પાયો પાક્કો કરવાની વાત કરી માર્કેટમાં સતત અને સખત રીતે બદલતી ટેકનોલોજી શીખેલા  મુદ્દાઓને વધારે સરળ બનાવી દે છે. આ વાત સમજીએ ત્યારે શીખેલી વસ્તુ આપણને થોડી ઓડ લાગે છે. પરંતુ, શિક્ષણની નહી પણ સારા દેખાડવાની હોડમાં દોડતું શિક્ષણ તંત્ર બાળકોનો પાયો ઘડવામાં પાછળ છે. આ ઉપરાંત દર વર્ષે એડમિશનની સાથે વધતો જતો ડ્રોપ આઉટ રેશીઓ પણ કંઈ ઓછો નથી. જેમાં ગુજરાતની ટકાવારી 6.6 છે. એક તરફ સ્ત્રીઓના સશક્તિકરણની વાતો થાય છે ત્યારે છોકરીનો જ ડ્રોપ આઉટ રેશિયો વધારે છે. મૂળ તો હવે ગામડાઓની માનસિકતાને જડમુળથી ઉખાડી જ નહી પણ સમગ્ર દ્રષ્ટિકોણ ફેરવવાની તાતી જરૂર છે. સ્ત્રી અત્યાચારો સામે લાલ આંખ કરવા કરતા બાળપણથી કાઈદાનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે તો સ્થિતિમાં નવી એક દિશા ખુલશે. છેલ્લા દસ વર્ષથી ધો.11 અને 12ના સામાન્ય પ્રવાહમાં ભણાવવા આવતા અભ્યાસ ક્રમમાં હવે જડમુળથી ફેરફાર કરવા શિક્ષણ તંત્ર ઉંધે માથે મેહનત કરે છે અને 2016માં તેને લાગુ કરવામાં આવશે એવું કહે છે. જરૂરી છે બદલાવ કારણ કે જો અપડેટ ન થઇએ તો આઉટડેટેડ થઇ જવાઈ આ સાથે એક મહત્વની વાત સામે આવી છે કે નવા 2016ના સત્રમાં કોઈ સેમેસ્ટર સિસ્ટમ નહિ હોય. સારી વાત છે કે હવે 6 મહિનાની વેલીડીટીની વાતમાં મોસ્ટ ઈમ્પોર્ટટન્ટ ચેપ્ટરની કોઈ મૂંઝવણ ઉભી નહિ થાય. આખો કોર્સ જ આઈ.એમ.પી. રહેશે.
                                     
                                  2016ના નવા સત્રમાં ધો.11 અને 12 સામાન્ય પ્રવાહમાં સેમેસ્ટરની બાદબાકી કરીને એજ્યુકેશન બોર્ડે ઘણી નવી બાબતનો સરવાળો કર્યો જ હશે.  આ સાથે  લો (કાઈદા)નો એક વિષય ઉમેરવામાં આવે તો દેશના કેટલાક મહત્વના કાઈદાનું ચિત્ર વિધાર્થીઓમાં સ્પષ્ટ થાય. કાઈદાની ડીગ્રીનો અભ્યાસક્ર તો  છે જ. પણ સામાન્ય રીતે લાગુ પડતા કાઈદાનું સામાન્ય જ્ઞાન હોય તેવા લોકોની ટકાવારી કેટલી? કદાચ સિંગલ ડિજીટમાં હશે. બદલાવની વાતો વચ્ચે નબળું પડતું અમલીકરણ દરેક દિશામાં થતી પ્રગતિને બ્રેક મારે છે ક્યારેક તેને ક્રેક પણ કરે છે. છલ્લે 2004ના વર્ષમાં ધો.11 અને 12નો કોર્સ બદલવામાં આવ્યો હતો. આજે આ કોર્સના કેટલાક પ્રકરણોની ઉપયોગીતા સામે ઘણા બધા પ્રશ્નાર્થ છે. ફરજીયાત અમલ કરી ઠોકી બેસાડવા કરતા શરૂઆતના ધોરણે લો ને એક ઓપશન વિષય તરીકે મૂકી શકાય. કોઈ વિકલ્પ હશે તો પસંદ કરનારા કોઈ એક એવો સંકલ્પ કરશે કે જોઈએ તો ખરા આ લો માં છે શું? શાળા કોલેજના નિયમો અને કાઈદાના સ્ટ્રીક ફોલોઅર્સ બની જતા વિધાર્થીઓ દેશના જરૂરી કાઈદાથી કેટલાક અંશે વંચિત રહી જાય છે અને પછી સિસ્ટમ સામે ભડાશ કાઢતા હોય છે, સિસ્ટમ તથા લોને બદલવાની વાત કરતા હોય છે. પણ કોઈ પણ વસ્તુમાં બાહ્ય ફેરફાર જ નહીં પણ અંદરથી પણ ચેન્જ આવવો આવશ્યક છે. કાઈદાનું શિક્ષણ કોલેજ કે શાળાના સમયથી લાગુ  કરી દેવાથી એક ફાયદો  એ થશે કે નજીકના ભવિષ્યના કાઈદાને જાણનારા લોકોનો એક વર્ગ ઉભો થશે. બીજી બાજુ કોઈ પણ ડિગ્રી સાથે તેને લાગુ પડતા કાઈદાની એક ઝલક શીખવી શકાય. દા.ત. આઈ.ટી. ફિલ્ડના લોકોને સાઈબર ક્રાઈમ વિષે ખબર હોવી જોઈએ તો મેનેજમેન્ટના સ્ટુડન્ટને કંપની લો ખબર હોવો જોઈએ. 18 વર્ષે મતાધિકારની બધાને સમજ છે તેમ એવા અમુક કાઈદાનું જ્ઞાન પણ જરૂરી છે. સારી વાત છે કે હવે 2016નો નવો અભ્યાસક્રમ શીખનાર વિધાર્થીને દેશના બંધારણની માહિતી મળશે. પરંતુ, લાઈવ ટેકનોલોજીનો સ્પાર્ક વિધાર્થીઓને થશે ખરા? એમાં પણ ગ્રામ્ય વિસ્તારના બાળકોને નવા નવા વિકસતા ગેઝેટનું જ્ઞાન અપાશે? વ્યવસાય લક્ષી શિક્ષણ લીધા બાદ વ્યવસાયના દરિયામાં ડૂબકી મારતી નવી પઢી જયારે ખરેખર વ્યવહારનું ચિત્ર નિહાળે છે ત્યારે એક વાર તો એમ થાય છે કે આવું તો ક્યારેય કોઈ એ શીખવ્યું જ નથી.


અપણા  એજ્યુકેશને આપણને કેટલીક તકેદારી રાખવી એ જ શીખવ્યું છે પણ ભણતા ભણતા પણ કેટલું રેલેક્ષ રહી શકાય એ વિશે વિચારના બીજ પણ દેખાડ્યા નથી. કડકાઈથી  છાત્રો પર હેવી થઇ જતું આપણું એજ્યુકેશન કોઈ સ્ટુડન્ટ નાની એવી ભૂલ કરે તો દંડ ફટકારે છે પણ તંત્રમાં કે તંત્રથી થતી ભૂલ સુધરતા ખાસો સમય વહી જાય છે. આ ઉપરાંત એ લોકોને કયો નિયમ લાગુ પડે છે કોની ભૂલ હતી આ વાત ભાગ્યે જ બહાર આવે છે. સિક્રસી સામે વિધાર્થીના હિતની કોઈ સિક્યુરીટી છે ખરા? અને છે તો તંત્રની ભૂલ સામે કેટલા ધક્કા ખાવા પડે છે અને કેટલી હાડમારી વધે છે એનો અંદાજ કઈ ગ્રેડ સિસ્ટમમાં મુકવું? એજ્યુકેશન સિસ્ટમ એ પછી કોઈ શાળાની હોય કે કોલેજની એની બધી નહીં પણ કામ કેમ ચાલે છે તેની જાણકારી વિધાર્થીને હોવી જોઈએ. તેમના પણ ચોક્કસ નિયમ હોય છે. પણ કામનસીબી એ છે કે આવા નિયમ કોઈ શીખવતું નથી અને કોઈ કેહ્તું પણ નથી. નવા સબ્જેક્ટને સ્વીકારતું એજ્યુકેશન વિધાર્થીને પરફેક્ટ બનાવવા પ્રયાસ કરે છે પણ અસરકારક કાઈદાઓનું અમલીકરણ હશે તો જ નજીકના ભવિષ્યમાં શિક્ષણની મેલી માથારાવટી સુધારશે.  
          

                        

Wednesday, January 08, 2014

હુકુમનાં એક્કા પાછળની વ્યૂહરચના

હુકુમનાં એક્કા પાછળની વ્યૂહરચના

લોકસભાની ચૂંટણી માટે અત્યારથી પાસા ગોઠવાતા જાય છે ત્યારે  રાજનૈતિક પક્ષોમાં એક તરફ લડી લેવાનો મૂડ તો અંદર ખાને શાંતિના ધીમા ધીમા સુર વેહતાં થયા છે. દિલ્લીમાં કેજરીવાલ અનિલ કપૂરની ફિલ્મ નાયકની માફક એક દિવસમાં જ ક્રાંતિ માટે આગેકુચ કરતા જાય છે. તીખા વિરોધ અને ઊંડા ચાબખના પડઘા કોંગ્રેસને પળે પળ નવા નવા મુદ્દાઓ વિશે વિચારવા નવો આવકાશ આપે છે. રાહુલ અને બીજા કેટલાક કોંગ્રેસના નેતાઓ ફરીથી પક્ષમાં પ્રાણ ફુંકવા માટે રોજ કંઈક ને કંઈક બાબતની ચર્ચાથી જનહૃદય સુધી પોહ્ચવા નવી કેડી કંડારે છે. સામે કેજરીવાલ પોતાના વાયદાને પૂરા કરવા કમર કસી રહ્યા છે. રાજનીતિમાં સત્તાની રેસ માટે નેતાઓના પ્રત્યેક એક્ક્ષપ્રેશનનો અર્થ થતો હોય છે જે આવનારી રાજકીયચાલનો એંધાણ આપતી હોય છે. સભા હોય કે બેઠક દરેક મુદ્રાનો એક અર્થ હોય છે. સોનિયા ગાંધીએ આંતરદર્શન કરવા માટેનો આ સમય કહીને પ્રજાના પરિણામને સ્વીકારી લીધું પણ સાથે સાથે આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી હોય એવું અત્યારે તો લાગે છે. કોંગ્રેસ હવે પોતાનું હુકુમનું પત્તું બીજી ભાષામાં કહીએ તો નવી માસ્ટર કીથી આગળ આવે એવા સંકેત આપી રહી છે. આગામી સમયમાં પ્રિયંકા ગાંધી પક્ષમાં સક્રિય થાય તેવી પૂરી શક્યતા છે. મહામંત્રીઓની બેઠકમાં પ્રિયંકાની હાજરીથી એક ખળભળાટ મચી ગયો છે ત્યારે અન્ય પક્ષોમાં જેટલા મોઢા તેટલી નવી નવી વાત થાય છે. ધીમે ધીમે આપ પાર્ટી રંગ પકડતી જાય છે ત્યારે કોંગ્રેસે પોતાની માસ્ટર કી યુઝ કરવાની ફરજ પડી છે. બીજી તરફ એક  મહત્વનો દિવસ નજીક આવતો જાય છે એ 17 જાન્યુઆરી 2014. જયારે કોંગ્રેસમાંથી એક  ઉમેદવાનું નામ  જાહેર થવાનું છે.

રાયબરેલી અને અમેઠી પૂરતા જ સીમિત પ્રિયંકાનું નામ આવે બીજી રીતે  એક્ટિવ થાય અને ફરી કોંગ્રેસની પ્રચારયાત્રા  શરુ થાય એવી શક્યતા છે. પ્રિયંકા પાસે હવે કોંગ્રેસને ફરી બેઠી કરવાની એક તક છે સાથે એ વાત પણ એટલી જ અસર કરે છે કે 17 જાન્યુઆરીએ કોનું નામ જાહેર થાય છે. આપનો  એક્શન પ્લાન લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતા લોકોને સીધી રીતે સ્પર્શે છે. બીજી  બાજુ આપની કાર્યવાહીએ નવી દિશામાં મંડાણ કર્યું છે  પણ પ્રશ્નો જૂના જ છે. પ્રિયંકા પોતાની રીતે લાઈવ બનીને કોઈ  કામ કરે તો હવે કોંગ્રેસને ફરી લોકોમાં છાપ ઉભી કરવા ખુબ મહેનત કરવી પડશે કારણ હવે આપ નામનો સાપ માત્ર ફુંફાડા જ નહિ પણ કામ પણ કરતો જાય છે. પોતાના વિસ્તારમાં જળવાયેલી શાખને સાચવવા કોઈ પણ પ્રયત્નથી કોંગ્રેસ સક્રિય બની રહી છે. દરરોજ વાતા પવનના હિલોળે અને હિંડોળે બદલાતા રાજકીય સમીકરણોનોમાં દરેક પક્ષનો પ્રથમ ટાર્ગેટ તો લોકસભાની ચૂંટણી જ છે. આ તરફ આપ છે તો ભાજપની કોમેન્ટ ઉપર પણ એક નજર કરવા જેવી છે ભાજપે કહ્યું હતું કે પક્ષની ચૂંટણીની તકમાં કોઈ ફેર પાડવાનો નથી. શાસન પદ્ધતિમાં ધીમી ગતિએ જ ફેરફાર થતો જાય છે તે નોંધનીય છે પણ નવા નવા બીજ ફૂટતા કોનો વેલો ક્યાં ફળનું આભાસી પ્રતિબિબ બતાવશે એ કેહવું થોડું કઠીન છે. ચૂંટણીના દિવસો નજીક આવતા ભર શિયાળે રાજકારણમાં ગરમાવો આવતો જાય છે. રોજ એક આપના સમાચાર અને બીજી  સળગતા સવાલોનું  લીસ્ટ લાંબુ થતું જાય છે. નવા વર્ષે નવા નવા કામનું એલાન જ નહિ પણ અમલીકરણ પણ  આકાર લેતું જાય છે ત્યારે આ વર્ષની ધમાકેદાર શરૂઆત કહી શકાય પણ જે રીતે પરિસ્થિતિમાં પરીવર્તન આવે છે તે પરથી પરિણામ એ લટકતી તલવાર સમાન છે. એટલે કે લોકસભાનો જંગ શરુ થાય તે પેહલા કેટકેટલા પાસાઓ ફરે છે તે જોવું રસપ્રદ રહશે

હુકુમના એક્કા પાછળની વ્યૂહરચના કદાચ કામ કરી જાય તો એક નવો ઈતિહાસ રાજનીતિનો નોંધપોથીમાં લખશે બીજી તરફ દેશમાં મોંધવારી, તેલ, ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવને ધ્યાનમાં લેતા કોઈ  અસરકારક એક્શન પ્લાન રાજકીય રીતે અમલમાં મુકાશે તો કોંગ્રેસ ફરી પોતાના કામના વાવટા ફરકાવશે કોંગ્રેસની વ્યૂહરચના, આપ સામે વધતા પડકારો અને ભાજપ માટે થોડી કપરી કહી શકાય એવી પરિસ્થિતિનું ચિત્ર શેર બજારના આકડાની માફક બદલતું રેહવાનું છે લોકસભા માટે કોની તીવ્ર અપીલ લોકોને અડે છે તે જોવાનું છે. ઉત્તરાયણ નજીકમાં છે અને દેશના પક્ષોમાં પણ ઉત્તરોતર ચેન્જ આવતો જાય છે ઈલેક્શનની ફાઈટથી કોની દોર સત્તા તરફ જશે  અને કોની દોર કપાશે તે આગામી સમય નક્કી કરશે જસ્ટ વેઇટ એન્ડ વોચ ફોર લોકસભા 2014.    

Wednesday, January 01, 2014

ટેલીવિઝન જ નહિ પણ બ્રોડકાસ્ટ પણ થઇ શકે છે થ્રી ડી.

ટેલીવિઝન જ નહિ પણ બ્રોડકાસ્ટ પણ થઇ શકે છે થ્રી ડી.

ટેકનોલોજીની ટ્રેન જયારે પણ ઉપડે છે ત્યારે તે એ જ ટ્રેક પર પાછી આવતી નથી. ટેકનોલોજીમાં સતત અને સખત આગળ વધવાની હોડમાં ક્યારેય કોઈ પૂર્ણવિરામ મૂકાતું નથી.  નવા વર્ષે ટેકનોલોજી અને નવા નવા ગેઝેટ આવશે ત્યારે માર્કેટમાં કંઈક નવું  ઠલવાશે એ વાતમાં કોઈ બે મત નથી. ગત વર્ષમાં સ્માર્ટફોન  તેમજ નવી નવી એપ્લીકેશને લોકોને એવું ઘેલું લગાડ્યું કે અમુક વર્ગ હજુ પણ પોતાની ગેમના ટાર્ગેટ પૂરા કરવાંમાંથી ઊચો આવ્યો નથી. ટેમ્પલરન અને તિન પત્તી ગેમ સૌથી વધુ રમાતી અને ડાઉનલોડ થતી એ વાત સાબિત થઇ. બીજી એક નોંધનીય ઘટના ગતવર્ષમાં એ બની કે કેટલાક થ્રી ડી ફોને એન્ટ્રી મારી અને રિઝોલ્યુશનના ચાહકોને મોજ પડી ગઈ. આમ તો મોબાઈલ કંપનીઓ અને લેપટોપ કે ગેઝેટ ગેમ બનાવતી મહાકાય કંપનીઓ વચ્ચે કોલ્ડ વોર ચાલુ જ હોય છે પણ આ વર્ષે કેટલીક આઈ.ટી. કંપનીઓ એકબીજા સાથે હાથ મિલાવીને કંઈક નવા સાહસના શ્રી ગણેશ કરે એવા એંધાણ દેખાય છે. ટિ.વી અને સ્ક્રીનની દુનિયામાં સૌથી વધારે પરિવર્તનો આવતા હોય છે એ પણ ખૂબ જ ટુંકા ગાળામાં. કેબલ અને એચ.ડી. (હાઈ ડેફીનેશન)ની દુનિયા આપણે ત્યાં અત્યારે નવી નવી છે પણ આ સાથે ગોકળ ગાયની ગતિએ બ્લુ રે તથા થ્રી ડી ટિ.વીનું આગમન થઇ ચૂક્યું છે. જેમાં તમને ચશ્માં હોય કે ન હોય થ્રીડીની ઈફેક્ટ માણવા ડાબલા તો ચડાવવાં જ પડે. હવે આ ટેકનોલોજીથી એક કદમ આગળ વધીએ અને તેના પર થોડું વિહંગાવલોકન કરીએ.

થ્રી ડી ટિ.વી

થ્રી ડી ટિ.વી હવે થોડું જૂનું થયું છે પણ તેની ઈફેક્ટ હજૂ નવી છે. 2010ની સાલમાં સૌ પ્રથમ થ્રી ડી ટિ.વી બજારમાં આવ્યું જેમાં માત્ર પ્રિ રેકોડેડ પ્રોગ્રામ જ પ્લે થતા. અવતાર ફિલ્મને ટિ.વી પર દેખાડવા કેટલીક ચેંનલઓ એ કમર કસવાની શરુ કરી. કોરિયન કંપની સેમસંગએ આ દિશામાં મંગલાચરણ કર્યા અને આવ્યું થ્રી ડી ટિ.વી. પણ આ તો હતું થોડું આધુનિક ટિ.વી જેના બીજ 10 ઓગષ્ટ 1028માં રોપાયાં હતા. જોહન લોગી બાયર્ડ નામના આ મહાપુરુષે થ્રી ડી સ્ક્રીનને જન્મ આપ્યો એ સમયે કોઈ એલ સી ડી કે એલ ઈ ડી ટિ.વી ન હતા. સૌ પ્રથમ આ પ્રયોગ પાછળથી મોટું પેટ ધરાવતા ટિ.વી પર કરવામાં આવ્યો હતો. પરતું, કલરનું  વિઘ્ન  મુખ્ય હતું જેમાં માત્ર RGB રંગ બહાર આવતા આ સમસ્યાનો નીવેડો લાવવાં અને ટિ.વીને ઝીરો ફિગર (સ્લિમ) બનાવવાની કવાયત શરુ થઇ અને તે સમય હતો 1952નો જૂન મહિનો અત્યારનાં હાઈ રીઝોલ્યુશન ટિ.વી સામે આવી વાત કદાચ માન્યમાં ન આવે અને ઈતિહાસ જર્જરિત પાનામાં અક્ષરો વાંચવા જેવી બોરિંગ લાગે થ્રી ડી પાત્રોની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ આપણે તો છોટા ચેતન ફિલ્મ યાદ આવે પણ આ પહેલા થ્રી ડી ટેકનોલોજીનો સૂર્યોદય થઇ ચૂકયો હતો. અપણા દેશમાં 15 સપ્ટેમ્બર 1959ના દિવસે ટિ.વીની શરૂઆત થઇ જે બ્લેક એન્ડ વાઈટ ટિ.વી હતું એ સમયે એવી કલ્પના પણ ન હતી કે એક દિવસ આ થ્રી ડી ટિ.વી ટેકનોલોજીનો આવશે સેમસંગ બાદ સોની અને હિતાચી જેવી કંપનીઓએ ટિ.વી ટેકનોલોજીતરફ ઝપલાવ્યું જેમાં ફિલ્મો નહીં પણ કાર્ટૂનની રજૂઆત કરવામાં આવતી હવે આ ટેકનોલોજી ફોનમાં સમાય ગઈ છે જેમાં જે તે ફોનના કેમેરા અને ચોક્કસ એપ્સ સાથે મળીને ઉપયોગ કરવામાં આવે છે. થ્રી ડીને રજૂ કરવા અને તેમના નિર્માણ માટે વપરાતા સાધનો ખૂબ જ ખર્ચાળ હતા અને આજે પણ એટલા જ ખર્ચાળ છે. આ સાથે થ્રી ડીની વાત આવે એટલે તેના ચોક્કસ પ્રકારના ચશ્માંની મથામણ હતી અને ફિલ્મ કે કાર્ટૂનના પ્રોડક્શન કરતા ચશ્માંનો ખર્ચ વધી જતો. આજથી ચાર વર્ષ પહેલાં જયારે આ ઉપકરણ માર્કેટમાં આવ્યું ત્યારે ટિ.વી ટેકનોલોજીની દુનિયામાં એક અસાધારણ સફળતા હતી. પરંતુ, તે જોઈએ એટલો વકરો કરી શક્યું નહીં આ જ દિશામાં આવિષ્કાર આગળ વધતા તે આજે પ્લાઝમાં થ્રી ડી સુધી પોહ્ચ્યું છે.         

બ્રોડકાસ્ટ ટેકનોલોજી

સેટેલાઈટ સાથે સીધો સબંધ ધરાવતી વસ્તુંનું નામ બ્રોડકાસ્ટ ટેકનોલોજી છે જેમાં ઓડિયો અને વિડીયો એમ બે પ્રકારનું બ્રોડકાસ્ટ  થાય છે. વિશ્વમાં સૌ પ્રથમ ઓડિયો બ્રોડકાસ્ટની શરૂઆત 2 જૂન 1948ના દિવસે થઈ હતી. 1999માં IEE (ઇન્સટિટ્યુટ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્જિનિઅર્સ)એ પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી જેને સૌ પ્રથમ રેડિયો વેવને બ્રોડકાસ્ટ કર્યા હતા. જે પોતાની ચોક્કસ ફ્રિકવન્સીમાં જ ઝીલતા જયારે રેડિયોનો યુગ હતો ત્યારે આવી ફ્રિકવન્સી રેડીઓ ડિવાઈસમાં પકડાતી અને અવાજ દુર દુર સુધી ફેલાતો। ટિ.વી ટેકનોલોજીએ આજ કોન્સેપ અપનાવ્યો પણ થોડો જુદી રીતે। આજે પણ ચોક્કસ ચેનલ કોઈ એક ચોક્કસ ફ્રિકવન્સી પર આવે છે અને તેમાં ઓડીઓ તથા વિડીઓ એમ બંને પ્રકારનું પ્રસારણ થાય છે. આ માટે ખૂબ ઊચી ફ્રિકવન્સીને હાયર કરવામાં આવે છે. લાઈવ ટેકનોલોજી અત્યારે ખૂબ જ ચાલે છે જે માટે તેનાં ખાસ કેબલથી પ્રસારણને એક સ્થાને ભેગું કરી બ્રોડકાસ્ટ કરવામાં આવે છે. શરૂઆતમાં સમયમાં હાલ જેવો ડિજીટલ શબ્દ ટેકનોલોજીના અમલીકરણમાં ન હતો. પણ ડિજીટલ બ્રોદ્કાસ્ટે વિડીઓ અને ઓડીઓનું માળખું જ નહીં પણ આખું સ્વરૂપ બદલી નાખ્યું એથી પણ આગળ કે અત્યારે સેટઅપ બોક્ષમાં આખો પ્રોગ્રામ રેકોર્ડ થઇ જાય છે એટલે કે હવે બ્રોડકાસ્ટ + મેમરી= સ્ટોર યોર ફેવરીટ પ્રોગ્રામ ટેકનોલોજીના રિસર્ચમાં ક્યારેય પૂર્ણવિરામ લાગતું નથી. એક સિસ્ટમ શોધાય એટલે તરત જ તેમાં કંઈક નવું ઉમેરાયને માર્કેટમાં ઉપસ્થિત થાય છે. ખિસ્સાથી ખખડતી દુનિયાનો ચેપ ટેકનોલોજીને તેના જન્મથી જ લાગ્યો છે. અર્થાત અત્યારે જ નહીં પણ કોઈ ચીજની શોધથી જ ટેકનોલોજી મોઘી છે. બ્રોડકાસ્ટ બે ભાગમાં વહેચાયેલું છે 1) રેડિયો બ્રોડકાસ્ટ (એનાલોગ બોર્દ્કાસ્ત) 2) ડિજીટલ બ્રોડકાસ્ટ (ડિજીટલ બ્રોડકાસ્ટ)
થ્રી ડી બ્રોડકાસ્ટ માટે ચોક્કસ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એક ચેઈન ફોલો થતી હોય છે.
આ ટેકનોલોજીમાં 3 મેમરી લેયરનો ઉપયોગ કરવામાં આવે છે. જાપાનના સેટેલાઈટએ સૌ પ્રથમ થ્રી ડી  બ્રોડકાસ્ટ કર્યું હતું પણ ધીમે ધીમેં થ્રી ડી કોન્સેપમાં કોઈ પ્રોગ્રામ બનાવનારા લોકોનો વર્ગ ઘટતા પ્રસારણમાં એક અલ્પવિરામ મૂકાયું 

ગ્લાસ વીના પણ જોઈ શકાશે થ્રી ડી
કેટલીક ટિ.વી કંપનીઓએ હવે ચશ્માં વગર પણ થ્રી ડી જોઈ શકાય એ દિશા તરફ કદમતાલ કરવા તૈયારી કરી રહ્યા છે. આ ટિ.વી. 42 થી 47 ઈચમાં મળી રહશે આમ તો આ પ્રયોગ ગ્રાહકો સુધી પોહ્ચવામાં સફળ થયો નથી પણ ડિજીટલ પ્લસ થ્રી ડી બ્રોડકાસ્ટથી ચશ્માં વગર કોઈ થ્રી ડી નિહાળી શકશે આ અત્યારે નવી વાત છે. કંપનીઓ નવા વર્ષે થ્રી ડીના કેટલાક પ્રોજેક્ટમાં કામ કરવા થનગની રહી છે ત્યારે સામે કોઈ સારું એવું પ્રોડક્શન મળી રહે એ મહત્વનું છે. કદાચ ગ્લાસ વગરના થ્રી ડીમાં કોઈ ઓબ્જેત ટેક્નોલીજીનો ઉપયોગ થાય તો નવાઈની વાત છે બીજું એ પણ જોવું રહશે કે આ ટેકનોલોજી કેટલા લોકો અપનાવે છે અને કેટલા લોકોના ખિસ્સાને પોસાય છે. હવે લોકોને પોષાય કે ન પોષાય આ થ્રી ડી પ્રોજેક્ટમાં ટિ.વી કંપનીઓ કેટલાક અંશે શોષાઈ જશે એ નિશ્ચિત છે. કુદકે ને ભૂસકે આગળ વધતી ટેક્નોલીજીથી હજૂ કેટલા ડી આવશે એ હવે જોવાનું છે. આ ઉપરાંત 4G ની વાતો થઇ રહી છે ત્યારે દેશના કેટલાક વિસ્તારમાં મોબાઈલ સિગ્નલ પણ મળતા નથી એવી પરિસ્થિતિમાં કોઈ એક ચિત્ર પણ પૂરું નથી ત્યાં પાર વિનાના આવિષ્કાર            


  

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...