વધુ પડતી પ્રશંસા કરતા કરેલો પરિશ્રમ વધારે યાદ રહે છે.
દરેકના જીવનમાં પ્રશંસા અને પરિશ્રમનો સમય ગાળો માણસને ઘણું બધું શીખવાડી દે છે. ક્યારેક આપણને કોઈના કોમ્પ્લીમેન્ટ અને કમ્પ્લેઇન વધારે લાગી આવે છે. ત્યારે એમ થાય આપણે ખરેખર આ સમાજ વચ્ચે છીએ. પરંતુ ઘણી વખત એવું પણ બને કે બને કે કોઈ વ્યક્તિ અપણી પ્રશંસા પાછળ તેની કોઈ લાગણી જોડાયેલી હોય. કોમ્પ્લીમેન્ટની લેતી દેતીનું પ્રમાણ છોકરીઓ તરફ વધારે હોય છે. ઘણી વખત એવું બને છે કે આપણે કોઈના વખાણ કરતા કોઈની પાછળ હેરાન થયા હોય તે વધારે યાદ રહે છે. અને તેમાંથી મલતી સફળતા કાયમને માટે આપણી મેમરીમાં વગર મેહનતે યાદ રહી જાય છે. શું યાદ રાખવું અને શું જલ્દીથી ભૂલી જવું એ નક્કી નથી થતુંને ત્યારે જ માનસિક તાણનો જન્મ થાય છે.
કોઈના કોમ્પ્લીમેન્ટ સાથે જીવન જીવવા કરતા પોતાના કમીટમેન્ટ સાથે જીવવું સારું કારણ કે આપણને ખ્યાલ હોય છે કે આપણે કોને શું કહ્યું છે.કોઈ પણ પ્રકારની મેહનત ક્યારેય નિષ્ફળ નથી જતી વાત સાચી છે. પણ સાચી દિશામાં કરી હોય તો બહુ લાંબાગાળે તેનું પરિણામ મળે છે આપણને ભાગ્યે જ કોઈ એ કહેલા
સારા વખાણ પુરેપુરા યાદ રહે છે. પણ કોઈ પરિશ્રમ તો કાયમ માટે સમય સહીત યાદ રહી જાય છે. અને ફરી ક્યારેક એ સ્થળ પાસેથી નીકળવાનું થાય ત્યારે આપણને કરેલી પ્રક્રિયા ફરીથી તાજી થાય જાય છે.
કોઈએ કરેલાવધુ પડતા વખાણ પાછળ કામ કઢાવવાનું હશે એવું આપણું લોજીક હોય છે. પણ અપણા પરિશ્રમની જરૂર કોકને પડી છે એવું વિચારવાવાળા લોકો ખુબ ઓછા હોય છે બહુ જ સાચું અને સારું શીર્ષક છે કે વધુ પડતી પ્રશંસા કરતા કરેલો પરિશ્રમ વધારે યાદ રહે છે.
No comments:
Post a Comment