પેલા એસ ફોર સેમેસ્ટર પછી એ ફોર એપલ બી ફોર બોલ...
અગાઉનાં સમયમાં શાળાના પ્રથમ દિવસે કોર્સ પેપરની અને સમગ્ર સત્રની વાત કરવામાં આવતી, પ્રથમ ચેપ્ટર અને પરીક્ષાનું આયોજન જાહેર કરવામાં આવતું, નવા નવા મિત્રો સાથે દોસ્તીના ડગલા માંડવામા આવત્તા, આખા વર્ષની અનુક્રમણિકા પ્રથમ અઠવાડિયામાં નક્કી થતી. પણ હવે આ આખા વર્ષની નહિ પણ માત્ર છ મહિનાની જ ચર્ચા થશે કારણ કે હવે પહેલા ધોરણથી જ સેમેસ્ટર સીસ્ટમ અમલી કરવાનો શૈક્ષણિક તંત્ર એ નિર્ણય લઇ લીધો છે. આ પૂર્વે ધોરણ 6 થી 8 માં આ પ્લાન અમલમાં મુકવામાં આવ્યો હતો. પણ નાના ભૂલકા હવે સેમેસ્ટરમાં ભણશે જેના માટે આખું વર્ષ મેહનત કરવી કે કરાવવી પડતી તે હવે માત્ર છ મહિનામાં કરવાની એટલે હવે પુરા "કોર્ષ સિર્ફ છે. મહીને મેં" હા, પણ ફી તો આખા વર્ષની જ ભરવાની નવા વર્ષની શરૂઆતમાં શૈક્ષણિક વિભાગે પણ કઈક નવું કરીને આ દિશામાં તૈયારી શરુ કરી દીધી છે. પુસ્તકોની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે ત્યારે હવે એવું લાગે છે કે શિક્ષણ માં સેમેસ્ટર કે સેમેસ્ટરમાં શિક્ષણ?? વળી, આ સાથે પ્રોજેક્ટ અને એચ ડબલ્યુ તો ખરા જ હવે જે નાના બાળકોને પરીક્ષા માં પણ માંડ માંડ મગજ ચાલતો હોય તેને હવે પ્રોજેક્ટ પણ બનાવવાના શિક્ષણને ભાર વગરનું બનાવવા શરુ થયેલો આ પ્રયત્ન કેટલો સફળ થશે એ તો આગામી સમય નક્કી કરશે.
અભ્યાસ ક્રમમાં ફેરફારની સાથે છ મહિના બાદ કેટલી રજા આપવામાં આવશે એ સમય તરફ વિચાર કરવામાં આવે છે. આ સાથે નફાનું ધોરણ ઘટાડવામાં આવ્યું છે પણ આ દિશામાં પણ ભ્રષ્ટાચાર ન થાય. અને તેમાં પણ ઘટાડો થાય તો સારું સેમેસ્ટર આવતા એક તરફ ભાર વિનાનું ભણતર સાકાર થશે પણ આ નવા પ્રયોગની તીવ્રતામાં વધારો થવો જોઈએ. માત્ર શહેરોની શાળામાં નહિ પણ ગામડા સુધી આ લહેર પોહ્ચવી જોઈએ. શાળાઓ તરફનો આ પ્રયોગ એક નવી દિશામાં પ્રયાણ કરવા જઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ કોર્ષની કઠીનતા પણ કઈક નવા ફેરફાર કરવાની તાતી જરૂર છે. અંગ્રેજોના ઈતિહાસની સાથે ભારતીય ક્રાંતિકરોનો ઈતિહાસ પણ ભણાવવામાં આવે તો દરેક સાચા દેશ ભક્તોનો સમય ફરીથી તાજો થાય. આ ઉપરાંત 1 ધોરણથી જ ભારતીય કાયદાનું શિક્ષણ આપવામાં આવે તો દેશની આગામી પેઢીની દશા અને દિશા બદલી શકે છે.સાથે સાથે ટેકનીકલ શિક્ષણના સ્તરને એક વેગ આપવો જોઈએ. કોલેજ કક્ષાની સેમેસ્ટર સીસ્ટમ શૈક્ષણિક સત્રની ટર્મ બદલવા જઈ રહી છે ત્યારે તે અંગ્રેજી માધ્યમને પણ આ પ્રયોગમાં ઉમેરી શકશે શકશે ખરા?? કોઈ પણ નાના મોટા ફેરફારોની અસર ગુજરાતી માધ્યામને જેટલી જલ્દીથી થાય છે તેટલી અંગ્રેજી માધ્યમને અસર થાય છે ખરા? શિક્ષણની વાત આવે ત્યારે ફરજીયાત અને મરજિયાત વિષયોમાં એક શ્રેણી તૈયાર કરવામાં આવે છે. પરંતુ, નવા બોક્ષમાં નવું જૂની આઈટમ હોય તેમ નવા કવરમાં જુનું શિક્ષણ વર્તાય છે.સર્જનાત્મકતાને ખીલવે અને બાલ માનસને કંઈક સાચી બાજુ પોરવે એવું શિક્ષણની હવે જરૂર છે કારણ કે ફિલ્મ થકી એક અપીલ તો કરવામાં આવે છે. પણ તેની અસરની તીવ્રતા હજુ ઓછી જણાય છે.
No comments:
Post a Comment