ફ્લાઈંગ પોલીસીઃ સવાલ, સમસ્યા અને આંતરિક સમીકરણો
એર ઈન્ડિયાના સર્વરે શીર્ષાસન કરતા લોકોના મગજનો પારો 45 ડીગ્રી સુધી પહોંચી ગયો. એરપોર્ટ પર અનાજની દુકાન જેવું ચિત્ર ઊભું થયું. બોર્ડિગ પાસ માટે બુમાબુમ અને ફ્લાઈટ ગુમાવીને હતાશ થવું પડ્યું એ જુદુ. પૈસા આપી દેવાનો દાવો કરતી એર ઈન્ડિયા કંપનીનું સાડા પાંચ કલાક બાદ બધુ વ્યવસ્થિત થયું. થોડા દિવસ પહેલા વિમાનમાં બેઠેલા એક મુસાફરે ઈમરજન્સી ગેટ ખોલી નાખતા પાયલટે વિમાનને ડીસબ્રેક મારવી પડી. એ મુસાફર પર લોકોના ગુસ્સાનો પર્વત પત્તા મહેલની જેમ તૂટી ગયો. એવિએશન ક્ષેત્રે હાલમાં માઠી ચાલી રહી છે. એક તરફ જેટએરવેઝની ફ્લાઈટ કાયમ માટે લેન્ડ થઈ ગઈ છે. બીજી તરફ એરપોર્ટના શેડ્યુલમાં સમયાંતરે આવતી એરરનું પ્રમાણ વધી ગયું છે. જેટ એરવેઝ માટે કોઈ સંકટમોચન ન બન્યું. મોટા ઉદ્યોગોની પ્રાયવેટ ફ્લાઈટનું બધુ ગોઠવાય જાય ત્યાં વાત પૂરી થઈ જાય છે. જેટ એરવેઝે ફ્લાઈટ ટેકઓફ ન કરવાનો નિર્ણય લીધો છે ત્યારે ઉડ્ડયન મંત્રાલય પાસેથી જવાબની અપેક્ષા રાખવામાં આવી છે. કાયમ માટે ટેક ઓફ ન થઈ શકનારી જેટ એરવેઝ એક માત્ર ફ્લાઈટ નથી. લીસ્ટ ઘણું લાબું છે. જેમ કે, કિંગફિશર એરલાઈન્સ. એ પહેલા ડેક્કન એરલાઈન્સ. એર સહારા તો કાયમી ધોરણે લેન્ડ તો થઈ અને પછી હંમેશાં માટે લોક પણ થઈ ગઈ.
એક તરફ વિમાન યાત્રીઓની સંખ્યામાં દિવસે નથી થતો એવો વધારો રાતોરાત થાય છે. બીજી તરફ એર સર્વિસ પૂરી પાડતી કંપનીઓ પોતાના કપાટ કાયમી ધોરણે બંધ કરી રહી છે. પરિવહન ક્ષેત્રની કોઈ પણ સર્વિસ એક વખત ફડચામાં જાય ત્યારે તેની અસર એક મોટા વર્ગ ઉપર પડે છે. સ્ટાફ, પાયલટ, ગ્રાઉન્ડ સ્ટાફ, એડમિન, આઈટી ક્ષેત્રના લોકો અને અંતમાં મુસાફરો. સૌથી નીચલા સ્તરે મુસાફરો છે પણ તે વૃક્ષ જેવું કામ કરે છે. મૂળમાંથી પાણી આવે છે અને ઉપર સુધી જાય છે. જેટના કેસમાં ડાળખા કપાઈ ગયા અને મૂળિયા હજુ વિસ્તરી રહ્યા છે. ફડચામાં ચાલતી માત્ર કોઈ ખાનગી કંપનીઓ જ નથી. એર ઈન્ડિયાનું નામ પણ તેમાં છે. પણ અહીં સૌને પોતાનું પેટિયું રળાય એટલું મળી રહે છે એટલે બધાની ફ્લાઈટ મર્યાદિત સીમા ધરાવતા રનવે પરથી દોડી રહી છે. 90ના દાયકામાં શરુ થયેલા ખાનગી એરલાઈન્સ કંપનીઓએ સારી એવી છાપ ઊભી કરી. લોકો પાસેથી ટિકિના પૈસાનો પાયો મજબુત બન્યો અને ટકી ગઈ. એ સમયે વાર્ષિક 10 કરોડ મુસાફરોએ હવાઈ યાત્રાની મોજ માણી. ગત વર્ષે આ આંકડો 11 હજાર કરોડ સુધી પહોંચ્યો. જેમાં જાહેર સાહસની ટકાવારી ઓછી અને ખાનગી સાહસની વધારે હતી. કારણ કે, બેસ્ટ સર્વિસ અને પર્ફેક્ટ ટાઈમિંગ. એર ટ્રાવેલર્સની સંખ્યામાં થતો એકાએક વધારો ખાનગી કંપનીઓ માટે સોનાની લગડી સમાન છે. પણ માત્ર ફોન જ સ્માર્ટ નથી થયા લોકો પણ સ્માર્ટ થયા છે. એર ઈન્ડિયાની સર્વિસમાં ક્યારે ભાવ ગગડે છે તેના પર વોચડોગની જેમ લોકો નજર રાખીને બેઠા હોય છે. એવા પણ લોકો જોયા છે જેઓ અમદાવાદથી મુંબઈ માત્ર હજાર રુપિયામાં પહોંચ્યા છે.
ડોમેસ્ટિક રુટની વાત કરીએ તો સૌથી વધારે નફો રડી આપતું આ માધ્યમ છે. જેમાં છેલ્લે થયેલા એક સર્વે અનુસાર દોઢ કરોડ મુસાફરોનો વધારો થયો છે. આવડી મોટી કંપનીઓમાં જ્યાં મુસાફરોને એરપોર્ટ પર ચારણીની જેમ ચારી ચારીને ચેક કરે છે ત્યાં અંદરખાને એવું તે શું થાય છે કે ફ્લાઈટને કાયમી તાળા લાગી જાય છે? એક લીટીનો સીધો અને સ્પષ્ટ જવાબ. આવક કરતા જાવકની માત્રા વધી જાય છે. આ સિવાય તે ઉડ્ડયન નીતિ સામે પણ સવાલ કરે છે. બીજી તરફ ઉધારીનું પોટલું એટલું વજનદાર થઈ ગયું હતું કે તેણે ફ્લાઈટના છાબડાં બેસાડી દીધા. પહેલા કિંગફિશરે લોન પર ધંધો કર્યો પણ નફામાંથી બેંકનું પેટ ન ભર્યું. ટૂંકમાં લોન ભરપાઈ ન કરી. એવામાં તેના માલિક શરાબી રાજા (લિંકર કિંગ) વિજય માલ્યા પરદેશ સીધાવી ગયા (ચાલ્યા ગયા). દેવામાં ડૂબેલી હોય એ ફરીથી ઊભી થાય નહીં. કમ્મર તોડ રકમ લઈને બેઠેલી કંપનીઓએ પછી સ્ટાફને હવા ખવડાવવાનો વારો આવે છે. બીજી તરફો ઓફર્સે કચ્ચર ઘાણ કાઢી નાંખ્યો. ગળાકાપ હરિફાઈમાં ટકી રહેવા અને વધુને વધુ મુસાફરોને આકર્ષવા માટે ઓફર મૂકતી ગઈ. અંતે કંપની પોતે મુશ્કેલીમાં મૂકાઈ ગઈ. દેશી ભાષામાં કંપની ઉપર પણ સ્કિમ થઈ ગઈ. એટલે કે હરિફાઈએ હંફાવી દીધા. ઉડ્ડયન ક્ષેત્રે એક નવી હવા વર્ષ 2000 બાદ શરુ થઈ. જ્યારે સામાન્ય લોકોને પોસાય એવા ભાડાથી એર સર્વિસ પ્રાપ્ય બની.
વર્ષ 2003માં ગોપીનાથની એર ડેક્કન શરુ થઈ. ત્યાર બાદ સ્પાઈસ જેટ, ઈન્ડિગો, ગો એર જેવી સર્વિસ પોતાના રુટ અને ભાવ પ્રમાણે વર્તવા લાગી. આ તમામ એર ફ્લાઈટ એક જ સુત્રો પર આગળ વધતી હતી. વધુ મુસાફરોની સંખ્યા સામે ઓછી તથા ઓફર્સ વાળી ટિકિટ. એવાં ઓનલાઈનથી તો આ કંપનીઓએ લોકોને સસ્તામાં ઘી ખવડાવવાનું શરુ કરી દીધું. તુલના ત્યાં સુધી થઈ કે, રેલવે કરતા એર ટિકિટ સસ્તી પડે. સમય બચે. પણ 2007 સુધીમાં ડેક્કનની ડૂટી દુખી ગઈ. આર્થિક સ્થિતિ ડામાડોળ થવા લાગી. 2012માં આવી જ સ્થિતિ કિંગફિશરની થઈ. જે હવામાં તો ઠીક પણ જમીન ઉપર પણ બેલેન્સ ન રાખી શકી. 2019માં જેટે પોતાની જટા બાંધી લીધી. હવે આવી સ્થિતમાં શું કરી શકાય? કારણ કે સર્વિસ તો મોંઘી પડે છે. જે ચાના એરપોર્ટની બાહર 12રુ. રુપિયા છે ત્યાં અંદર સીધા 52રુ. છે.એટલે હો ગઈ ના વેલ્યુ ડબલ. જ્યારે જીએસટીનું એલાન થયું ત્યારે કેટલાક કંપની નિષ્ણાંતોએ કહ્યું હતું, કે, વિમાનમાં વપરાતા ઈંઘણને જીએસટી હેઠળ લાવવામાં આવે. પણ બીજા વાહિયાત વિરોધના સૂર વચ્ચે સરકારના કાને આ યોગ્ય અવાજ પડઘાયો નહીં. હાલમાં જે ઈંઘણની પોલીસી વિમાન માટે છે તેનાથી કંપનીને ખોટ થઈ રહી છે. ખાનગી કંપનીની વાત નથી એરઈન્ડિયા પણ અહીં સામિલ છે. બીજા દેશમાં ઈંઘણ પર લાગતો ટેક્સ ઓછો છે એટલે કે બાકીના 30 ટકા જ કંપનીને ખર્ચો આવે છે. તેથી વિદેશી મુસાફરોને ભારત ફરવું સસ્તામાં પતે છે અને આપણે આખી જિંદગીની કમાણી રોકીએ તો પણ ખૂંટે છે.
સરકાર સમયાંતરે રેલભાડામાં નોંધપાત્ર વધારો કરે છે. પરિણામ એ આવે છે કે લોકલમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી અને ચેરકાર ખાલી એ ખાલી જાય છે. જેમાં ખર્ચો વધે છે. કેમ કે, તેમાં એસી વ્યર્થ જાય, લાઈટ માટે જનરેટર પર લોડ વધે. ખાસ ગ્રાહકો માટે આપવા પડતા ઓસિકા ધાબડા લોકો ઘરભેગા કરી જાય. પરિણામે લોકલ બેસ્ટ થઈ જાય છે અને બેસ્ટમાં બેસવા લોકોને સ્વપ્નમાં પણ એ ડબ્બો દેખાતો નથી. કારણ કે ભાડું. હવે એક બાજું સરકાર આંતરિક પરિવહનમાં વિમાનની સેવા ઊભી કરવા મથી રહી છે. નાના શહેરમાં એરપોર્ટ ઊભા કરવા થનગની રહી છે. પણ જે અંદરનો સડો છે તેને કાઢવા માટે કોઈ નક્કર આયોજનનો અભાવ હોય એવું લાગે છે. પોલીસીમાં ફેરફાર કરવાથી પરિવર્તન આવે એની તો ગેરેન્ટી નથી પણ અંદરખાને એવી કોઈ વસ્તું ડામવાની જરુર છે. જે ખોટી હરિફાઈને પ્રેરે છે. એરપોર્ટ ચાર્જિસથી કમાણી થાય વાત સાચી છે પણ કંપનીઓના માલનું કમિશન ઘટાડી શકાય એવી પણ પોલીસી લાવવાની જરુર છે. કેવડો તફાવત કે, પેકિંગની ચાર્જ પરની વસ્તુની કિંમત પૂરેપૂરી ચૂકવવી પડે અને હાથેથી કે મશિનથી બનેલી ચાના મનફાવે એવા ભાવ વસુલાય. એટલે કે ઘર આંગણે ઘરના જ ઘાતકી જેવો ઘાટ. ઉકેલની ચર્ચા કરવાથી નહીં પણ વિચારોના અમલીકરણથી ચિત્ર બદલાય. જે કોઈ નવી સરકાર આવે એ આ એક પરિવર્તનથી પ્રજામાં કાયમી વસી જાય એવી આ તક છે. બસ જરુર છે આયોજન અને અમલીકરણ.

No comments:
Post a Comment