મંત્ર મંડળનું નવસર્જનઃ ચેલેન્જડ અને ચાન્સિસ
લાંબી અટકળો બાદ મોદી સરકારના મંત્રીઓની ટીમ ત્રીજી વખત નવસર્જન પામી. જેમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. મંત્રી મંડળમાં ફેરબદલી પાછળ સીધુ ને સટ ગણિત છે દેશના રાજ્યોમાં વિધાનસભાની આવનારી ચૂંટણી. પીએમ મોદી તેમજ તેમની ટીમ મિશન 2019ની તૈયારીમાં છે ત્યારે મંત્રી મંડળમાં બદલાવએ પ્રથમ પગથીયું છે. મોદીની કેબિનેટમાં વુમન પાવર વિંગ અનુભવી અને અખતરો કરી જાણે એમ છે. ઇતિહાસ પરિવર્તન અને પુરનરાવર્તન કરાવે. મોદીની નવી કેબિનેટ ટીમમાં પણ આવું જ બન્યું છે. વડાપ્રધાન પદ પર રહીને ઇન્દિરા ગાંધીને રક્ષા મંત્રાલયનુ સંચાલન કર્યું હતુ. ત્યાર બાદ બીજી વખતા રક્ષા મંત્રાલયનો તાજ એક મહિલા પાસે છે. નિર્મલા સીતા રમણ. જેઓ અગાઉ વાણિજ્ય મંત્રાલય સંભાળી રહ્યા હતા. મોદી સરકારની જૂની ટીમમાં અનેક રાજનેતાઓ કોઇના કોઇ વિવાદને લઇને 'કેન્દ્ર'માં હતા. પરંતુ, નવી ટીમમાં પસંદગી પામેલા ચહેરાઓ લાંછન વિહોણા છે. સ્પષ્ટ, સરળ અનો એકદમ લો પ્રોફાઇલ છે. જુદા જુદા રાજનૈતિક પક્ષમાંથી પ્રમુખ લીડરને કેન્દ્રમાં સ્થાન આપીને જે તે રાજ્યમાં હુજ કમળ ખીલવવાની તૈયારીઓ થઇ રહી છે. એ સૌથી મોટો ટર્નિગ પોઇન્ટ છે. ડીગ્રી વિવાદ અને મુડી સ્વભાવથી ચર્ચામાં રહેલી સ્મૃતિ ઇરાની પાસે કાપડ મંત્રાલયની જવાબદારી છે. આ પહેલા તેમની પાસે માનવસંસાધન મંત્રાલયમાં આદેશ આપવાની સત્તા હતી. પરંતુ, ઉપરાષ્ટ્રપતિ પદે વૈંકયા નાઇડુંએ શપથ લેતા સુચના અને પ્રસારણ મંત્રાલય હવે સ્મૃતિ પાસે છે. ફેરબદલી બાદ સ્મૃતિ પાસે મીડિયાલક્ષી નિર્ણય લઇને પોલીસી તૈયાર કરવાની તક છે.
ઝાંસીની સાંસદ ઉભા ભારતી રાજીનામાને લઇને ચર્ચામાં હતા પરંતુ, પ્રસ્તાવ પર વાત આવીને અટકી, તેમના નિર્ણયથી નીતીન ગડકરીની જવાબદારીમાં વધારો થયો છે. રોડ અને હાઇવે પોલીસીને લઇને તેમજ મેગા પ્રોજેક્ટને લઇને નીતીન ગડકરી સામે અમલવારીનો પડકાર છે. એવામાં ગંગાનદીના જીર્ણોધ્ધારની જવાબદારીમાં ક્યા નવા નિર્ણયનું વહેણ વહે છે તેના પર સૌની નજર છે. મોદીની નવી કેબિનેટ ટીમમાં કુલ 6 નવી મહિલાઓ છે. જેમની પાસે જૂની સમસ્યાઓના નવા અને નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા છે. ખાસ કરીને રક્ષા મંત્રાલયમાં દેશની પાંખમાં થતા વિવાદનો ઉકેલ, સૈન્યના સાધનોની ખરિદી, શસ્રો ખરિદીના મુદ્દે પરેદશ સાથેની વાટાઘાટ જેવા મુદ્દે પરિણામલક્ષી પર્ફોમન્સ કરવા મોકળું મેદાન છે. જ્યારે અન્ય મંત્રીઓને લઇને રાજકીય વિચારધારા હોવાના સંકેત છે. બીજેપીની માતૃસંસ્થા મનાતી એક સંસ્થાના મુખ્યાએ બિહારમાં ચૂંટણી વખતે બોલીને બગાડતા લાલુના પ્રદેશમાં કમળ કરમાયું હતુ. જ્યારે બિહારના સાંસદ અશ્વિની ચૌબેને ચાન્સ આપીને પ્રચારલક્ષી પથ પરનું વિધ્નમાં પચાસ ટકા રસ્તો સરળ થઇ ગયો છે. લાલુ સામે સંપત્તિની બાબતે કેસ ચાલી રહ્યા છે જ્યારે નીતીશે ગઠબંધનને ગુડબાય કહી દીધુ છે. બિહાર માટે ફેરબદલ થયેલું મંત્રી મંડળ આગામી ચૂંટણી પ્રચારના બીજ સમાન છે. બિહારના જ રાજ કુમાર સિંહ આઇએએસનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. એટલે બિહારમાં બે પાયા મજબુત થયા છે.
સૌથી મોટો આંચકો નીતીશ કુમારે લાગ્યો છે. કારણ મંત્રી મંડળમાં જેડીયુનો કોઇ નેતના સ્થાન નથી મળ્યું, મુદ્દો એ પણ અસરકારક છે કે, નીતીશ કુમારે 19 ઓગષ્ટ (એક મહિના પહેલા)ના દિવસે બીજેપી સાથે કદાય આ કારણોસર હાથ મિલાવ્યા હતા કે કેન્દ્રમાં કોઇને સ્થાન મળી રહે, પરંતુ મોદી મેજીક અને શાહના સરપ્રાઇઝ સામે નીતીશ કુમાર પાનખરમાં ફૂલ કરમાય એમ કરમાયા છે. હેવ મંત્રીમંડળમાં સાત ખાલી જગ્યાઓમાં શિવસેના, જેડીયુ અને એડીઆઇએમકે માટે પરીક્ષા છે. આ સાથે ગુજરાત માટે પણ એ વાત અસર કરે છે કે, જે નામની ચર્ચા થતી હતી એમાંથી કોઇને પણ સ્થાન મળ્યું નથી. આવનારા દિવસોમાં ગુજરાત સહિત અનેક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકવવાનું છે ત્યારે મોદી સરકારના મંત્રીમંડળનું નવસર્જન સ્પષ્ટ ચૂંટણીલક્ષી વ્યૂહરચના છે એવું અનુમાન કરી શકાય છે. આ સાથે જ મિશન લોકસભામાં ધોબી પછડાટ માટે સંગઠન શરૂ થઇ ચૂંક્યો છે. વિપક્ષ માટે વિરોધલક્ષી મુદ્દો નોટબંધી વિષય પર હતો પરંતુ, અબ પછતાયે હોગા ક્યા જબ ચીડિયા ચૂક ગઇ ખેત. શાહ અને મોદી સાથી રાજકીયપક્ષ સાથે થયેલા પક્ષપાતી વલણ સામે તીવ્ર પ્રચારનીતિ મૂકી શકે એમ છે. વિપક્ષ હવે ક્યા બેનર નીચે સત્તાવિરોધ કરે છે એ માટે વેઇટ એન્ડ વોચ
No comments:
Post a Comment